28 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024નું ભવ્ય આયોજન, હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત
આજ 29 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નીતીશ કુમારની આજે ફરી એકવાર તાજપોશી થઈ શકે છે એટલે કે તેઓ નવમી વખત સીએમ પદના શપથ લઈ શકે છે. નીતિશ કુમારની સાથે અનેક મંત્રીઓ શપથ લઈ શકે છે. બિહારમાં રાજકીય ગરમાવો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે છે. અહીં શાહ તેલંગાણામાં લોકસભા ચૂંટણીને લઈને રાજ્યના નેતાઓ સાથે બેઠક કરશે અને કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.
LIVE NEWS & UPDATES
-
સુપ્રીમ કોર્ટમાં આવી ભરતી
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એક સારી તક છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં શરૂ થઈ ગઈ છે. અરજી પ્રક્રિયા, પગાર, પસંદગી પ્રક્રિયા અને લાયકાત જેવી વિગતો અમે આ લેખમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે, જે તમને ઉપયોગી થઈ શકે છે.
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા બોલિવુડ સ્ટાર
હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટસિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે સૌજન્ય મુલાકાત લીધી હતી.ગિફ્ટસિટીના ચેરમેન અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢીયા અને પ્રવાસન અગ્રસચિવ શ્રી હારિત શુક્લા, TCGLના એમ.ડી. સૌરભ પારધી વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
-
-
રાજ્યની 18 કરતા વધુ શાળા પાસેથી તોડ કરનારા કથિત RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર
રાજ્યમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનારા કહેવાતા RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલની પોલીસે ધરપકડ કરી છે. CID ક્રાઈમે આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે આરોપી તોડબાજ મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
-
નીતીશ કેબિનેટની પ્રથમ બેઠક આવતીકાલે સવારે 11.30 વાગ્યે મળશે
નીતિશ કુમારે સોમવારે પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠક આવતીકાલે સવારે 11.30 કલાકે સચિવાલય સ્થિત કેબિનેટ રૂમમાં મળશે.
-
છેલ્લા 10 દિવસમાં એવું નહોતું લાગતું કે નીતિશ કુમાર આવું પગલું ભરશેઃ શરદ પવાર
નીતિશ કુમારના ભારત ગઠબંધન છોડવાના નિર્ણય પર NCP ચીફ શરદ પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. પવારે કહ્યું કે પહેલા આયા રામ ગયા રામની કહેવત હરિયાણામાં ફેમસ હતી. હવે નીતિશ કુમારના કારણે એક નવી કહેવત સામે આવી છે. છેલ્લા 10 દિવસમાં એવું લાગતું ન હતું કે તે આવું પગલું ભરશે. ઉલટું તેઓ ભાજપ વિરુદ્ધ ભૂમિકા ભજવી રહ્યા હતા. ખબર નથી કે અચાનક શું થઈ ગયું, પરંતુ ભવિષ્યમાં જનતા તેને તેની ભૂમિકા માટે ચોક્કસ પાઠ ભણાવશે.
-
-
છેલ્લા 10 દિવસમાં એવું નહોતું લાગતું કે નીતિશ કુમાર આવું પગલું ભરશેઃ શરદ પવાર
નીતિશ કુમારના ભારત ગઠબંધન છોડવાના નિર્ણય પર NCP ચીફ શરદ પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. પવારે કહ્યું કે પહેલા આયા રામ ગયા રામની કહેવત હરિયાણામાં ફેમસ હતી. હવે નીતિશ કુમારના કારણે એક નવી કહેવત સામે આવી છે. છેલ્લા 10 દિવસમાં એવું લાગતું ન હતું કે તે આવું પગલું ભરશે. ઉલટું તેઓ ભાજપ વિરુદ્ધ ભૂમિકા ભજવી રહ્યા હતા. ખબર નથી કે અચાનક શું થઈ ગયું, પરંતુ ભવિષ્યમાં જનતા તેને તેની ભૂમિકા માટે ચોક્કસ પાઠ ભણાવશે.
-
વડોદરાના સાવલીમાં બે જૂથ વચ્ચે અથડામણ, સામાન્ય બોલાચાલી બાદ થયો પથ્થરમારો
- વડોદરાના સાવલીમાં બે જૂથ વચ્ચે અથડામણમાં સામસામે પથ્થરમારો
- સાવલી નગરના માળી વગો વિસ્તાર અને વડોદરા ભાગોળ વિસ્તારના લોકો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો
- સામાન્ય બોલાચાલી બાદ થયો પથ્થર મારો
- વાહનોમાં પણ કરાઇ તોડફોડ
- 3 ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા
- સાવલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
-
જેપી નડ્ડાએ સીએમ નીતિશ અને બંને ડેપ્યુટી સીએમને અભિનંદન પાઠવ્યા હતા
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નીતિશ કુમારને ફરીથી મુખ્યમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને પણ અભિનંદન પાઠવ્યા છે. નડ્ડાએ કહ્યું છે કે મને પૂરો વિશ્વાસ છે કે મોદીજીના માર્ગદર્શન હેઠળ નીતિશજીની સરકાર વિકસિત અને આત્મનિર્ભર બિહારના સંકલ્પને સાકાર કરશે.
-
PM મોદીએ નીતીશ કુમારને આપ્યા અભિનંદન, કહ્યું- આ ટીમ સંપૂર્ણ સમર્પણ સાથે રાજ્યની સેવા કરશે.
પીએમ મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. પીએમે કહ્યું, બિહારમાં બનેલી એનડીએ સરકાર રાજ્યના વિકાસ અને તેના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર છોડશે નહીં. હું નીતિશ કુમાર જીને મુખ્યમંત્રી તરીકે અને સમ્રાટ ચૌધરી જી અને વિજય સિંહા જીને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આ ટીમ રાજ્યના મારા પરિવારના સભ્યોની સંપૂર્ણ સમર્પણ સાથે સેવા કરશે.
-
બિહારના મુખ્યપ્રધા પદ માટે નીતિશ કુમારે ફરી શપથ લીધા છે
નીતિશ કુમારે નવમી વખત સીએમ તરીકે શપથ લીધા હતા, જે પહેલા તેમણે રવિવારે સવારે જ રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ ફરી એકવાર NDA સાથે બિહારમાં સત્તા પર છે. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બન્યા નાયબ મુખ્યપ્રંધાન
-
જેપી નડ્ડા પટના પહોંચ્યા, શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
નીતીશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પટના પહોંચી ગયા છે.સાંજે 5 વાગે નીતિશ કુમાર ફરી એકવાર સીએમ પદના શપથ લેશે, તેમની સાથે 8 મંત્રીઓ પણ શપથ લેશે.
-
ગુજરાત કોંગ્રેસમાં ગાબડુ ! અમદાવાદ જિલ્લા પ્રમુખ બળવંત ગઢવીએ આપ્યું રાજીનામું
- ગુજરાત કોંગ્રેસમાં ગાબડુ
- અમદાવાદ જિલ્લા પ્રમુખ બળવંત ગઢવીએ આપ્યું રાજીનામું
- બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી લઈને તમામ હોદ્દાથી રાજીનામું આપ્યું
- બળવંત ગઢવી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં વટવાથી કોંગ્રેસના ઉમેદવાર હતા
- બળવંત ગઢવી કેસરિયો ધારણ કરે તેવી શક્યતા
-
મેં કહ્યું હતું- ગઠબંધન લાંબું નહીં ચાલેઃ હિમંત બિસ્વા સરમા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “જ્યારે ભારત ગઠબંધન બનાવવામાં આવ્યું હતું, ત્યારે અમે કહ્યું હતું કે વૈચારિક વિરોધાભાસને કારણે આ જોડાણ લાંબું નહીં ચાલે. તેઓ માત્ર આપણા વડાપ્રધાન મોદીને નિશાન બનાવી રહ્યા છે. તમે માત્ર એક વ્યક્તિનો વિરોધ કરવા માટે ગઠબંધન ન બનાવી શકો. આજે વડા પ્રધાન વિશ્વ નેતા છે, તેમણે સમગ્ર વૈશ્વિક સમુદાયને પ્રેરણા આપી છે. રાહુલ ગાંધી જ્યાંથી પસાર થશે ત્યાં કોંગ્રેસ ખતમ થઈ જશે કારણ કે તેઓ કોઈ પ્રેરણાદાયી વ્યક્તિ નથી.
-
નીતિશે છોડ્યો સાથ મમતા પહેલાથી દૂર..હવે ‘INDIA’ ગઠબંધનનું શું થશે?
આજે મહાગઠબંધન છોડ્યા બાદ પણ નીતિશ કુમારે કહ્યું કે ભારત ગઠબંધનમાં કંઈ થઈ રહ્યું નથી, ત્યાં મુશ્કેલી છે. સવાલ એ છે કે શું ભારતીય ગઠબંધન પહેલાથી જ લડાઈ હારી ચૂક્યું છે કે શું આ જોડાણ માટે માત્ર એક આંચકો છે અને તે ટૂંક સમયમાં ઉછળશે? હકીકત એ છે કે જો નીતીશ કુમાર અને તેમની પાર્ટીને લઈને ભારત ગઠબંધનમાં ઝઘડો થયો હોત તો કોઈ મુદ્દો જ ન હોત. મામલો એ છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પણ સીટ સમજૂતી અટવાયેલી છે.
-
નીતિશ કુમારની સાથે 8 મંત્રીઓ લેશે શપથ
નીતિશ કુમાર આજે સાંજે નવમી વાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે 8 મંત્રીઓ શપથ લેશે. ભાજપમાંથી ત્રણ, જેડીયુમાંથી ત્રણ, હમમાંથી એક અને એક અપક્ષ ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવશે.
-
ગૃહપ્રધાન અમિત શાહ 2 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 2 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. ગાંધીનગર સંસદીય મતવિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ આપશે હાજરી. લોકસભા બેઠકના યુવાનો માટે ક્રિકેટનું આયોજન કરાયું છે જેનો પ્રારંભ અમિત શાહ કરાવશે. 3જી ફેબુઆરીએ વેજલપુર વિધાનસભાના કાર્યક્રમ હાજરી આપશે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આયોજીત વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં હાજરી આપશે.
-
નીતિશકુમારે બિહારમાં એનડીએની સરકાર બનાવવાનો કર્યો દાવો
વિપક્ષના ગઠબંધન ઈન્ડિયાથી છેડો ફાડીને બિહારમાં નીતિશ કુમારે એનડીએનો સાથ મેળવ્યો છે. બિહારમાં મુખ્યપ્રધાન પદેથી આજે રાજીનામું આપ્યા બાદ, નીતિશ કુમાર ફરીથી રાજભવન પહોચ્યા હતા. જ્યા તેમણે ભાજપના સાથ સહકારથી એનડીએની સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો છે.
-
અમેરિકાના લોસ એન્જલસમાં ગોળીબારમાં 4 લોકોના મોત
અમેરિકાના લોસ એન્જલસમાં ગોળીબારની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. પોલીસે તેને હત્યાઓ કર્યા બાદ આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે. લોસ એન્જલસ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર એક નિવેદન શેર કર્યું જેમાં કહેવામાં આવ્યું છે કે, લેર્ડો એવન્યુના 11600 બ્લોકમાં ગોળીબારની ઘટનાની જાણ થતા, અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યાં છે.
-
ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 420 રન પર સમાપ્ત, પોપે 196 રન બનાવ્યા, ભારતને મળ્યો 231 રનનો ટાર્ગેટ
હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડનો બીજો દાવ 420 રનમાં સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપે સૌથી વધુ 196 રન બનાવ્યા હતા. પોપને બુમરાહે બોલ્ડ કરીને બેવડી સદી ફટકારતા અટકાવ્યો હતો. ઇંગ્લેન્ડની છેલ્લી વિકેટ તરીકે પોપ આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં 420 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડને 230 રનની સરસાઈ મળી હતી.
-
નીતિશકુમારે બિહારના મુખ્યપ્રધાન પદેથી આપ્યું રાજીનામું
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. નીતિશ કુમાર રાજભવન જઈને રાજ્યપાલને મુખ્યપ્રધાનપદેથી રાજીનામાનો પત્ર સુપરત કર્યો છે.
-
ઘારાસભ્યોની બેઠકમાં રાજીનામાની જાહેરાત કરીને નીતિશ કુમાર રાજભવન જઈને આપશે રાજીનામું
નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે, જેને ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે. નીતિશ કુમાર થોડીવારમાં રાજભવન જશે.
-
EDના નવા સમન્સ બાદ સોરેન અચાનક મોડી રાત્રે દિલ્હી જવા રવાના થયા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નવા સમન્સ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ગઈમોડી રાત્રે અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ED દ્વારા હેમંત સોરેનને નવ સમન્સ પાઠવવામાં આવ્યા છે. જમીન કૌભાંડ કેસમાં તપાસ એજન્સી તેમની પૂછપરછ કરી રહી છે.
-
PM મોદી આજે કરશે ‘મન કી બાત’
વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગે ‘મન કી બાત’ કરશે. આ કાર્યક્રમનો 109મો એપિસોડ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દર મહિનાના છેલ્લા રવિવારે, મન કી બાત કાર્યક્રમ કરે છે. જેમાં દેશના વિભિન્ન પ્રાંતના પ્રેરણાદાયી પ્રસંગોની વાત કરીને લોકોને પ્રેરીત કરે છે.
Published On - Jan 28,2024 7:19 AM





