AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 જુનના મહત્વના સમાચાર : શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર થયા, 42 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને કહ્યું અલવિદા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2025 | 8:53 PM

આજે 28 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 જુનના મહત્વના સમાચાર : શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર થયા, 42 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને કહ્યું અલવિદા

આજે 28 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jun 2025 07:40 PM (IST)

    મહેસાણા આંબલીયાસણ માં લૂંટનો પ્રયાસ

    • મહેસાણામાં ભરચક બજારમાં લૂંટનો પ્રયાસ
    • આંબિયાસણ સ્ટેશન વિસ્તારના જ્વેલર્સમાં બનેલી ઘટના
    • શિવ કોમ્પલેક્ષ માં મહાકાળી જ્વેલર્સ માં બનેલી ઘટના
    • ભાસરિયા ના પટેલ અશોકભાઈ નામના વ્યક્તિનું છે જવેલર્સ
    • બુકાનીધારીઓએ જ્વેલર્સ માલિક પર કર્યો હુમલો
    • છરી વડે જ્વેલર્સના માલિક પર હુમલો કરાયો
    • બાઇક લઈને લૂંટ ના ઇરાદે આવ્યા હતા બુકાનીધારી
    • ઇજાગ્રસ્ત જ્વેલર્સ માલિકને સારવાર અપાઇ
    • સીસીટીવીમાં બંદૂક બતાવતો બુકાનીધારી દેખાય છે
  • 28 Jun 2025 07:10 PM (IST)

    આરતી અને માહિરા અંતિમ દર્શન કરવા પહોંચ્યા

    શેફાલીને અંતિમ વિદાય આપવા માટે આરતી સિંહ તેના પતિ સાથે શેફાલી જરીવાલાના ઘરે પહોંચી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં માહિરા શર્મા પણ આ બંને સાથે જોવા મળી રહી છે. આ પહેલા આરતી પણ હોસ્પિટલ ગઈ હતી.

  • 28 Jun 2025 07:08 PM (IST)

    શેફાલી જરીવાલાની અંતિમ યાત્રામાં શહેનાઝ ગિલ

  • 28 Jun 2025 07:08 PM (IST)

    શેફાલીની અંતિમ યાત્રા નીકળી

    શેફાલીની અંતિમ યાત્રા તેના ઘરથી શરૂ થઈ છે. તેના પતિ પરાગે તેના નશ્વર દેહને ખભા આપ્યા. શેફાલીના અંતિમ સંસ્કાર ઓશિવારાના એ જ સ્મશાનગૃહમાં કરવામાં આવશે જ્યાં સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.

  • 28 Jun 2025 06:22 PM (IST)

    અમદાવાદ પૂર્વ વિસ્તારના ઓઢવ ફાયર સ્ટેશન પાસે માર્ગ પર ભરાયા પાણી

    અમદાવાદ વરસાદને પગલેપૂર્વ વિસ્તારના ઓઢવ ફાયર સ્ટેશન પાસે માર્ગ પર ભરાયા પાણી. પૂર્વ વિસ્તાર ફરીથી વરાળને કારણે પાણી ભરાવવાની શરૂઆત. આ વિસ્તારમાં વરસાદ સિવાય પણ એસપી રિંગ રોડ ઓઢવ બ્રિજ પાસે કોર્પોરેશનની કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિક જામ થતો હોય છે અને ઉપરથી વરસાદી પાણી ભરાવવાથી લોકો વધુ પરેશાન થાય છે.

  • 28 Jun 2025 06:21 PM (IST)

    ગાંધીનગર વરસાદી પાણીના નિકાલ મુદ્દે ચર્ચા

    ગાંધીનગરમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી બેઠક..ગાંધીનગર જિલ્લામાં વરસાદી પાણીના નિકાલને લઈને ચર્ચા..વરસાદી પાણી ભરાવાને કારણે સર્જાતી સમસ્યા અંગે કરાઇ ચર્ચા..હર્ષ સંઘવીએ વરસાદી પાણીથી થયેલી સમસ્યા અંગે જાણકારી મેળવી..બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમને અને શહેર પ્રમુખ રહ્યા હાજર.

  • 28 Jun 2025 06:21 PM (IST)

    વાડજ, અમદાવાદ પુત્રએ કરી પિતાની હત્યા

    અમદાવાદના વાડજમાં પુત્રએ કરી પિતાની હત્યા..વાડજના રામ પ્રતાપનગર સોસાયટીનો બનાવ..રૂપિયાની માગણી કરતા પિતાએ ઈનકાર કર્યો હતો..પિતાએ રૂપિયા નહીં આપતા કરી કરપીણ હત્યા..ચપ્પુથી હુમલો કરી પિતાને પુત્રએ મોતને ઘાટ ઉતાર્યો.. આરોપીએ બહેનને પણ છરીના ઘા માર્યા.

  • 28 Jun 2025 06:21 PM (IST)

    સુરેન્દ્રનગર દેશી દારૂના દૂષણ મુદ્દે હોબાળો

    સુરેન્દ્રનગર પાટડીના ઓડુ ગામે દેશી દારૂના દૂષણ મુદ્દે હોબાળો..શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ધારાસભ્યનો લોકોએ કર્યો ઘેરાવો..ગામમાં જાહેરમાં દેશી દારૂ વેચાતો હોવાની ગ્રામજનોની ફરિયાદ..ધારાસભ્ય પી.કે. પરમારનો ઘેરાવ કરી લોકોએ રોષ વ્યક્ત કર્યો..પોલીસ વડાને જણાવી દારૂ બંધ કરાવવા ધારાસભ્યએ આપી ખાતરી.

  • 28 Jun 2025 06:21 PM (IST)

    ભરૂચમાં જોખમી રસ્તો..લોકો લપસી પડ્યા

    મહિલા તેમજ વૃદ્ધ વાહનચાલકો પડતા પહોંચી ઈજાઓ..સફાઈના અભાવે વરસાદી માહોલમાં રસ્તા જોખમી બન્યા..ફાયર બ્રિગેડને મોકલી પાલિકાએ રસ્તા ધોવડાવ્યા..પાલિકાના વાંકે પ્રજાને ડામ જેવી સ્થિતિ સર્જાતા રોષનો માહોલ.

  • 28 Jun 2025 06:20 PM (IST)

    બંધારણમાં સુધારાની માગનો મુદ્દો ચગ્યો, RSS નેતાની ડિમાંડ પર ઉપરાષ્ટ્રપતિનું રિએક્શન

    દેશમાં બંધારણમાં સુધારાની માગનો મુદ્દો ફરી ઉછળ્યો…હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, બંધારણની પ્રસ્તાવના બદલી શકાતી નથી…વિશ્વના અન્ય કોઈ પણ દેશની પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થયો નથી.. આ શબ્દો કટોકટી દરમિયાન સામેલ કરવામાં આવ્યા હતા.. આ પ્રસ્તાવના વર્ષ 1976ના 42મા બંધારણ (સુધારા) અધિનિયમ દ્વારા બદલવામાં કરાયો હતો…સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા

  • 28 Jun 2025 06:20 PM (IST)

    ‘સુપર જાસૂસ’ પરાગ જૈન રૉના નવા ચીફ

    મોદી સરકારે વરિષ્ઠ IPS અધિકારી પરાગ જૈનને ભારતની ગુપ્તચર એજન્સી એટલે RAWના વડા તરીકે નિયુક્ત કર્યા..પરાગ જૈન પંજાબ કેડરના 1889 બેચના IPS ઓફિસર છે…પરાગ જૈન 1 જુલાઈથી બે વર્ષ માટે આ મહત્વપૂર્ણ કાર્યભાર સંભાળશે…તેઓ વર્તમાન રૉ ચીફ રવિ સિન્હાની જગ્યા લેશે…રૉએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર દળો સામે ગુપ્ત જાણકારી એકઠી કરી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

  • 28 Jun 2025 05:23 PM (IST)

    શેફાલી જરીવાલાની મોત પહેલાની છેલ્લી પોસ્ટ, શું લખ્યું હતું? જોઈ લો ‘કાંટા લગા ગર્લ’ શેફાલી જરીવાલાએ 42 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેત્રીના મૃત્યુના આ સમાચાર પછી, લોકો આઘાતમાં છે અને ઘણા સ્ટાર્સે પણ તેના પર શોક વ્યક્ત કર્યો છે. તાજેતરમાં, અભિનેત્રીના મૃત્યુ પછી, તેના પતિ પરાગ ત્યાગીનો હોસ્પિટલ છોડતો એક વીડિયો સામે આવ્યો છે. શેફાલી જરીવાલાના મૃત્યુ પછી, સોશિયલ મીડિયા પર તેણે બે દિવસ પહેલા કરેલી તેની છેલ્લી પોસ્ટ લોકોમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. શેફાલીએ તેના મૃત્યુના બે દિવસ પહેલા તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા હતા, જેમાં તેણે ચમકવાની વાત કરી હતી. આ પોસ્ટના થોડા સમય પહેલા, અભિનેત્રીએ પોતાનો તૈયાર થતો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેનો મેકઅપ થઈ રહ્યો હતો. આ પોસ્ટ સાથે, અભિનેત્રીએ લખ્યું હતું કે જીવન જીવવાનો સમય આવી ગયો છે. આ પોસ્ટ જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે.

    • કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદ
    • રાજ્યમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં અઢી ઇંચ વરસાદ
    • દ્વારકામાં પણ અઢી ઇંચ વરસાદથી જળબંબાકાર
    • પોરબંદર અને કચ્છના લખપતમાં પોણા 2 ઇંચથી વધુ વરસાદ
    • ભરૂચમાં પોણા 2 ઇંચ તો વડોદરાના કરજણમાં દોઢ ઇંચ વરસાદ
    • વલસાડ અને કલ્યાણપુરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો
    • રાજ્યના 13 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ
  • 28 Jun 2025 05:16 PM (IST)

    ગીર સોમનાથ: લહેરકા ગામની શાળાની છતના પોપડા પડ્યા

    • પોપડા પડતા 3 વિદ્યાર્થીઓ થયા ઇજાગ્રસ્ત,
    • પ્રવેશોત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઇ,
    • ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા,
  • 28 Jun 2025 04:43 PM (IST)

    ઢાકામાં હિન્દુ મંદિર તોડી પડાયું ભારતના વિરોધ બાદ બાંગ્લાદેશે શું કહ્યું

    બાંગ્લાદેશના ઢાકામાં હિન્દુ મંદિર તોડી પાડવા મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું, આ મામલો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને તેને હળવાશથી લઈ શકાય નહીં…તો બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયે કહ્યું, ‘જે મંદિર તોડી પાડવામાં આવ્યું હતું તે રેલવે ટ્રેકની નજીક બનેલા ઘણા અનધિકૃત બાંધકામોમાંનું એક હતું…અનધિકૃત બાંધકામોને દૂર કરવા હિન્દુ મંદિર તોડી પાળવામાં આવ્યું હતું…

  • 28 Jun 2025 04:42 PM (IST)

    ગાઝા પર વિનાશક હવાઈ હુમલો

    ગાઝામાં ઈઝરાયેલી સેનાએ મોતનું તાંડવ મચાવ્યું છે…છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલી હુમલામાં વધુ 74 લોકોના મોત થયા…પેલેસ્ટાઇન સ્ટેડિયમ પર થયેલા હુમલામાં 12 લોકોના મોત થયા…બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગામી સપ્તાહમાં ગાઝામાં યુદ્ધવિરામ કરારના સંકેત આપ્યા…કહ્યું, અમે ગાઝા સંઘર્ષના ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યા છીએ…

  • 28 Jun 2025 04:41 PM (IST)

    પાકિસ્તાનમાં જળ તાંડવ…20નાં મોત

    પાકિસ્તાનમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે…મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે..અત્યાર સુધીમાં વરસાદ અને પૂરના કારણે 20 લોકોનાં મોત થયા…ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત નદીમા પૂર આવતા 17 લોકોનાં મોત થયા…મૃત્યુ પામેલા લોકોમાંથી 9 લોકો એક જ પરિવારના હતા..જ્યારે ઘણા લોકો લાપતા થયા…

  • 28 Jun 2025 04:41 PM (IST)

    ચીની સેનામાં બળવો રાષ્ટ્રપતિએ હવે નેવી ચીફ ન્યુક્લિયર વૈજ્ઞાનિકને હટાવ્યા

    ચીન સેનામાં બળવો થયો છે…જેના કારણે રાષ્ટ્રપતિ જિનપિંગે નૌસેના ચીફ સહિત તેમના એક ટોચના ન્યુક્લિયર સાયન્ટિસ્ટને પદ પરથી હટાવી દીધા.. આ પગલાથી PLAના અન્ય અધિકારીઓમાં પણ હલચલ મચી…જિનપિંગે અગાઉ પણ ઘણા ટોચના સૈન્ય અધિકારીઓને ભ્રષ્ટાચાર, અવિશ્વાસનીય વર્તન અને ખોટા આચરણના આક્ષેપોને કારણે દૂર કર્યા હતા…

  • 28 Jun 2025 03:38 PM (IST)

    સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ, 2 દિવસ સૌરાષ્ટ્રના માથે ભારે

    સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા બાકીના જીલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે..સૌથી વધારે અતિભારે વરસાદ હોય તો તે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં છે.

  • 28 Jun 2025 03:36 PM (IST)

    અદાણી ગ્રુપે ઓડિશાની પ્રસિદ્ધ રથયાત્રામાં પણ સેવા શરૂ કરી

    પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં સેવા કર્યા બાદ હવે અદાણી ગ્રુપે ઓડિશાની પ્રસિદ્ધ રથયાત્રામાં પણ સેવા શરૂ કરી દીધી છે.  પુરીમાં ભગવાન જગન્નાથના મંદિરની આ 9 દિવસની રથયાત્રા જોવા માટે દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો આવે છે. ત્યારે અદાણી ગ્રુપ દ્વારા ‘પ્રસાદ સેવા’નું આયોજન કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ રથયાત્રામાં ભાગ લેનારા લાખો ભક્તો અને સેવાદારોને ભોજન પૂરું પાડી રહ્યું છે. 26 જૂનથી શરૂ થઈને 8 જુલાઈ સુધી અદાણી ગ્રુપ લગભગ 40 લાખ લોકોને વિનામૂલ્યે ભોજન અને પાણીનું વિતરણ કરશે. ઘણી જગ્યાએ જમવાના કાઉન્ટર લગાવવામાં આવ્યા છે, જ્યાં ભક્તો અને અધિકારીઓને મફત અને પૌષ્ટિક ભોજન મળશે.

  • 28 Jun 2025 03:13 PM (IST)

    ડભોઈ,વડોદરા વિરામ બાદ ફરી વરસાદ

    વડોદરાના ડભોઈમાં ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ..મહુડી, ભાગોળ, લાલ બજાર, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ..ચનવાડા, વઢવાણા, સીમરીયા, અમરેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ..ગોપાલપુરા, વસાઈ, કરાલીપુરા, ઢોલાર અને કડોદરામાં વરસાદી માહોલ.

  • 28 Jun 2025 03:13 PM (IST)

    ઓલપાડ,સુરત ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન

    મુખ્ય માર્ગ પર જ ઘૂંટણસમા પાણી ભરાતા કામદારો પણ હેરાન..કેમિકલયુક્ત અને ગટરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર..તંત્ર દ્વારા ગટર લાઈનની યોગ્ય સાફસફાઈ ન કરાતા સમસ્યા..વરસાદ બંધ છતાં પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી.

  • 28 Jun 2025 03:13 PM (IST)

    સુરત પરિણીતા સાથે દુષ્કર્મનો બનાવ

    સુરતના પાલ વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના.. શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્સનિસ્ટે પર દુષ્કર્મ આચર્યાનો આરોપ.. આરોપીએ યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું.. આરોપી પર 50 લાખના દાગીના અને 2.59 લાખ રોકડા પડાવ્યાનો પણ આરોપ.

  • 28 Jun 2025 03:13 PM (IST)

    પોરબંદર ચેતવણીનો બોર્ડ છતાં..બેદરકારી

    દરિયાકાંઠે બંદોબસ્ત, લોકોના પ્રવેશ પર પ્રતિબંધ જરૂરી..શુક્રવારે જ યુવકનું દરિયામાં ડૂબવાથી થયું હતું મોત..ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા.

  • 28 Jun 2025 02:36 PM (IST)

    ભરુચ : કીમ પાસે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટતા મુંબઈ તરફ જતી ટ્રેનો થંભી

    ભરૂચના કીમ પાસે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટતા મુંબઈ તરફ જતી ટ્રેનો થંભી ગઇ છે. અડધો કલાક સુધી મુંબઈ તરફનો ટ્રેન વ્યવહાર અટક્યો. 25000 વોટના OHE કેબલને દુરસ્ત કરાતા ટ્રેન વ્યવહાર ફરી શરૂ કરાઇ. ભરૂચ રેલવે સ્ટેશને સૌરાષ્ટ્ર અને મેમુ ટ્રેન અડધો કલાક ઉભી રખાઈ.

  • 28 Jun 2025 01:59 PM (IST)

    ખેડા: ચરોતરની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર

    ખેડા: ચરોતરની જીવાદોરી સમાન વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. વાત્રક નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસમાં વરસાદથી વાત્રક ડેમમાંથી નદીમાં પાણી છોડાયું હતુ. જિલ્લાની સૌથી મોટી ગણાતી વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ નદી જીવંત થતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે.

  • 28 Jun 2025 11:56 AM (IST)

    બનાસકાંઠા: પાલનપુરમાં ડમ્પરની અડફેટે એક્ટિવા ચાલકનું મોત

    બનાસકાંઠા: પાલનપુરમાં ડમ્પરની અડફેટે એક્ટિવા ચાલકનું મોત થયુ છે. એરોમા સર્કલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હેલમેટ પહેર્યું હોવા છતાં એક્ટિવા ચાલકનું માથું કચડ્યું. એક્ટિવા ચાલક પર ડમ્પર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયુ છે. એરોમા સર્કલ પર ટ્રાફિક નિકાલની કોઈ વ્યવસ્થા નથી.

  • 28 Jun 2025 11:37 AM (IST)

    સુરત: માંગરોળના પીપોદરામાં સાત પશુઓને કરંટ લાગ્યો

    સુરત: માંગરોળના પીપોદરામાં સાત પશુઓને કરંટ લાગ્યો. GIDCમાં વીજ ડી.પી. શોર્ટ સર્કિટ થતાં પશુઓને કરંટ લાગ્યો. બે ગાય, બે વાછરડા અને ત્રણ આખલાના સ્થળ પર મોત થયુ છે.

  • 28 Jun 2025 11:35 AM (IST)

    દ્વારકા: કલ્યાણપુરના સાની ડેમમાં નવા નીરની આવક

    દ્વારકા: કલ્યાણપુરના સાની ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવક થઈ છે. ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ડેમ સંપૂર્ણ ભરાશે નહી. ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે.

  • 28 Jun 2025 10:30 AM (IST)

    પોરબંદર: ગાજવીજ સાથે જિલ્લામાં ધોધમાર વરસાદ

    પોરબંદર: ગાજવીજ સાથે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ શહેર, જિલ્લામાં વરસાદી માહોલ છે. પોરબંદરના ત્રણેય તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. રાણાવાવ, કુતિયાણા તાલુકામાં પણ વરસાદી માહોલ છે. ઘેડ અને બરડા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થયુ છે.

  • 28 Jun 2025 09:22 AM (IST)

    ડાંગમાં ગીરા ધોધ સહિત અનેક ધોધ સક્રિય

    ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું હોય એમ જંગલ વિસ્તારમાં ગીરા ધોધ સાથે અન્ય એક ધોધ પણ સક્રિય થતા આહ્લાદક દ્રશ્યો સર્જાયા. ગુજરાત-મહારાષ્ટ્રની હદ વિસ્તારમાં વાડિયાવનના ડુંગર પર એક ધોધનો વીડિયો વાયરલ થયો.. ભમ્ભાઈ ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. ભમ્ભાઈ ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. જેથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

  • 28 Jun 2025 09:12 AM (IST)

    રાજ્યના 171 તાલુકાઓમાં વરસ્યો વરસાદ

    રાજ્યના 171 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ ખાબક્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં કચ્છના માંડવીમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 15 તાલુકમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

  • 28 Jun 2025 09:03 AM (IST)

    દ્વારકાઃ મોડી રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી

    દ્વારકાઃ મોડી રાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.  વહેલી સવાર સુધી દ્વારકામાં વરસાદ યથાવત્ જોવા મળ્યો. દ્વારકા સહિત ઓખા, બેટ દ્વારકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં આજે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદથી રસ્તાઓ પ્રભાવિત, લોકોને ચાલવું મુશ્કેલ બન્યું.

  • 28 Jun 2025 08:19 AM (IST)

    સુરતઃ પલસાણાના કડોદરા નજીક ભડકે બળી કાર

    સુરતઃ પલસાણાના કડોદરા નજીક કાર ભડકે બળી. શોટ સર્કિટના પગરે કારમાં આગ લાગતા દોડધામ મચી. દુર્ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો.

  • 28 Jun 2025 07:31 AM (IST)

    ખેડાઃ અકસ્માત બાદ આઇસરમાં લાગી ભીષણ આગ, એકનું મોત

    ખેડાઃ અકસ્માત બાદ આઇસરમાં લાગી ભીષણ આગ લાગી છે. ઘટનામાં એકનું મોત થયુ છે. ખેડા-ધોળકા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયો છે. આગની ઘટનામાં આઇસર ચાલકનું મોત થયુ છે. રખડતા ઢોરને બચાવા જતા  અકસ્માત સર્જાયો. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો.

Published On - Jun 28,2025 7:26 AM

g clip-path="url(#clip0_868_265)">