26 ડિસેમ્બરના મહત્વના સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 37 નવા કેસ
આજ 26 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે રાજધાનીના ભારત મંડપમ ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને યુવાનોની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસની મુલાકાતના ભાગરૂપે ગત મોડી રાત્રે કોલકાતા પહોચ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પ્રવાસે છે. INS ઇમ્ફાલ યુદ્ધ જહાજ આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં નેવીમાં જોડાશે. મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ બાદ આજે પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિભાગો અને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવશે. પંજાબ કોંગ્રેસ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક કરવા જઈ રહી છે.
આજે 26 ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 37 નવા કેસ
મહારાષ્ટ્રમાં આજે કોરોના વાયરસના 37 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, કોરોનાના નવા પ્રકાર JN.1 ના કેસોમાં કોઈ વધારો થયો નથી. મંગળવારે 11 દર્દીઓને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
-
શાહ-નડ્ડા કોલકાતાથી દિલ્હી જવા રવાના થયા
બંગાળમાં બીજેપી નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ પહેલા બંને નેતાઓએ વેસ્ટ ઇન હોટલમાં બંગાળ બીજેપીના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને ઘણી મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા.
-
-
સુરત ચૌટા બજારમાં દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ ફસાઈ
સુરતમાં ચૌટા બજારમાં દબાણને કારણે આમ લોકોને ભારે હાલાકી સહન કરવી પડે છે. રસ્તો સાંકડો થઈ જતા મોટા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચૌટા બજારમાં દબાણને કારણે રસ્તો સાંકડો થતા દર્દીને લેવા નીકળેલી એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી ફસાઈ રહી હતી. ટ્રાફિકમાંથી માંડ માંડ એમ્બ્યુલન્સને રસ્તો મળતા તે પસાર થઈ શકી હતી.
-
અમદાવાદ વિઝા કૌભાંડ અંગે મોટો ખુલાસો
વિઝા કન્સલ્ટિંગ કૌભાડ કેસમાં CID ક્રાઇમે દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ કરી છે. આરોપીઓ આઉટ સોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા પ્રોસેસ કરીને વિદેશ મોકલવાનું કૌભાંડ કરતા હતા. CID ક્રાઇમે વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક વિરુદ્ધ ગુનો નોધીને અત્યાર સુધી 5 ગુના નોંધ્યા છે.
-
ભારત-સાઉથ આફ્રીકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ વરસાદને કારણે ઝડપથી સમાપ્ત
વરસાદને કારણે મોડી શરુ થયેલી ભારત-સાઉથ આફ્રીકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ વરસાદને કારણે ઝડપથી સમાપ્ત થઈ હતી. પ્રથમ બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા છે. લોકેશ રાહુલ 70 રન બનાવીને ભારતીય ઈનિંગને સંભાળી છે. સાઉથ આફ્રીકાના રવાડાએ ભારત સામે 5 વિકેટ ઝડપીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ પૂર્ણ કરી છે.
-
-
બનાસકાંઠાના જાસૂસીકાંડમાં ત્રણ આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપાયા
બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજના અધિકારીની સરકારી કારમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યુ હતુ. આ ટ્રેકર વડે સરકારી અધિકારીઓનું સતત લાઈવ લોકેશન મેળવાતુ અને તે વ્હોટસેપ ગૃપ દ્વારા ખનીજ માફિયાઓને મોકલવામાં આવતુ હતુ. બનાસકાંઠા એલસીબીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણેયને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
-
મહેસાણાના કડીમાં કપિરાજે મચાવ્યો આતંક
મહેસાણા જિલ્લાના ધરમપુર ગામે કપિરાજે પરેશાન કરી દીધા છે. ધરમપુર ગામના લોકોએ ઘરની બહાર એકલ દોકલ નિકળવું મુશ્કેલ બની ગયું છે. એક મહિનાથી કપિરાજની તોફાની ગેંગે આતંક મચાવ્યો છે. ગામમાં 2 લોકોને બચકાં ભર્યા છે. કપિરાજના તોફાનને લઈ હવે સ્થાનિક લોકોએ બહાર નિકળવા માટે હાથમાં ધોકા રાખવા જરુરી બન્યા છે.
-
મહેસાણાના ખેડૂત પરિવારની યુવતી 19 વર્ષની ઉંમરે બની કોમર્શિયલ પાયલટ
મહેસાણા જિલ્લાના એક ખેડૂત પરિવારની 19 વર્ષિય યુવતીએ કોમર્શિયલ પાયલટ બની છે. યુવતીએ અનોખી સિદ્ધી નાની વયે મેળવી છે. કડી તાલુકાના ખેડૂત પરિવારની આ યુવતીએ વિદેશમાં જઈને પાયલટની તાલિમ મેળવીને આ સિદ્ધી મેળવી છે. ખેડૂત પરિવારમાં અને તેમના નાનકડા ગામમાં ખુશીઓ વર્તાઈ રહી છે.
-
મહેસાણાના ખેડૂત પરિવારની યુવતીએ મેળવી અનોખી સિદ્ધિ
મહેસાણા જિલ્લાના એક ખેડૂત પરિવારની 19 વર્ષિય યુવતીએ કોમર્શિયલ પાયલટ બની છે. યુવતીએ અનોખી સિદ્ધી નાની વયે મેળવી છે. કડી તાલુકાના ખેડૂત પરિવારની આ યુવતીએ વિદેશમાં જઈને પાયલટની તાલિમ મેળવીને આ સિદ્ધી મેળવી છે. ખેડૂત પરિવારમાં અને તેમના નાનકડા ગામમાં ખુશીઓ વર્તાઈ રહી છે. વીડિયો જુઓ.
-
ધરમપુર ખાતે ‘રાજ સભાગૃહ’નું કરાયું લોકાર્પણ, અનેક મહાનુભાવો રહ્યા હાજર
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આધુનિક સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ કૃતિસમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’નું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ટાતા પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજના પાવન હસ્તોએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
-
2024માં બંગાળમાં ભાજપ 35 સીટો જીતશેઃ અમિત શાહ
કોલકાતા પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ભાજપ 2024માં 35થી વધુ સીટો જીતશે. તેમણે કહ્યું કે ભાજપ તેની સોશિયલ મીડિયા ટીમના બળ પર રાજ્યમાં ચૂંટણી લડશે. કારણ કે પ્રાદેશિક મીડિયા દીદીના ડરને કારણે લોકોમાં ભાજપનો સંદેશો ફેલાવતું નથી.
-
અમદાવાદમાં કોરોનાથી લાંબા સમય બાદ મોત
- અમદાવાદમાં કોરોનાથી લાંબા સમય બાદ મોત
- 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી થયું મોત
- દરિયાપુરના વૃદ્ધાનું કોરોનાથી મોત થયું
-
દિલ્હી એરપોર્ટ પર દવાઓનો જંગી જથ્થો જપ્ત
CISFએ દિલ્હીના IGI એરપોર્ટ પર બે મુસાફરો પાસેથી 80 લાખ રૂપિયાની દવાઓનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. દવાઓ એક થેલીમાં છુપાવીને લાવવામાં આવી હતી.
-
મુંબઈ : RBI સહિત અનેક બેંકને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
RBI ઑફિસ બ્લાસ્ટની ધમકી મળી છે. મુંબઈમાં RBI ઑફિસ, HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
-
રાજકોટના સીમાડામાં દીપડાના ધામા, વન વિભાગે બહાર પાડી ગાઈડલાઈન
રાજકોટના વગુદડ પાસે દીપડાના પંજાના નિશાન મળ્યા હતા. તો વન વિભાગે આસપાસના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું છે. પાંજરા ગોઠવ્યા પણ દીપડો ન ઝડપાયો. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડાએ દેખા દીધી હતી. વીડિયો જુઓ.
-
રાજકોટ : ટૂંક સમયમાં એઈમ્સમાં 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે શરુ થશે IPD
રાજકોટના એઈમ્સ હોસ્પિટલમાં ટૂંક સમયમાં આઈપીડીની સેવા શરુ કરવામાં આવશે. 250 બેડ અને 4 ઓપરેશન થિયેટર સાથે IPD શરુ કરાશે. તો પ્રતિ બેડનો ચાર્જ 20 થી 25 રુપિયા રાખવામાં આવશે. તો IPDની સેવા PMના હસ્તે શરુ કરવા માટે સમય માગવામાં આવ્યો છે. વીડિયો જુઓ
-
ગિફ્ટ સિટીમાં કોને દારૂ પીવાની છૂટ અને કોણ દારૂ નહીં પી શકે ? આ રહ્યા તમામ સવાલોના જવાબ
ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોએ પણ અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે. ગિફ્ટ સિટીમાં હાલ 500થી વધુ કંપનીઓ કાર્યરત છે. જેના 13 હજાર કર્મચારીઓને નવી નિતી લાગુ પડશે. તો જે વિસ્તાર અધિકૃત કરવામાં આવ્યો છે તેમાં જ દારૂનું સેવન કરી શકાશે. વીડિયો જુઓ.
-
દેવભૂમિ દ્વારકા : ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા, 2 આરોપી ફરાર
દ્વારકાના ભાણવડ પંથકમાં દારુની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસના દરોડામાં 6 હજાર લીટર દારુનો આથો અને દેશી દારુ ઝડપાયો છે. તો ભાણવડ પોલીસના દરોડા પડતા 2 આરોપી ફરાર થઈ ગયા છે. વીડિયો જુઓ.
-
રાજસ્થાનમાં આવતીકાલે કેબિનેટની રચના થઈ શકે છે
રાજસ્થાનમાં આવતીકાલે કેબિનેટની રચના થઈ શકે છે. લગભગ 18 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. નવા રચાયેલા કેબિનેટમાં 12 કેબિનેટ મંત્રીઓ અને 6 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે.
-
બિહાર કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ અને ખડગેની બેઠક
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે દિલ્હીમાં AICC મુખ્યાલયમાં બિહાર કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી હતી.
-
કોવિડ 19: દેશમાં JN.1 વેરિઅન્ટના 69 કેસ, તમિલનાડુમાં સૌથી વધુ 34 કેસ
દેશમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટના JN.1ના 69 કેસ છે. કર્ણાટકમાં સૌથી વધુ 34 છે. મહારાષ્ટ્રમાં 9, ગોવામાં 14, કેરળમાં 6 અને તમિલનાડુમાં 4 છે. તેલંગાણામાં 2 કેસ છે.
-
નોઈડામાં કોરોનાના 4 એક્ટિવ કેસ, બધા હોમ આઈસોલેશનમાં
નોઈડામાં કોરોનાના 4 એક્ટિવ કેસ છે. આરોગ્ય વિભાગે તમામ કોરોના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખ્યા છે. આરોગ્ય વિભાગ તમામ દર્દીઓના સતત સંપર્કમાં છે. કોવિડના કેસ દરરોજ વધી રહ્યા છે.
-
PM ચહેરા માટે INDIA પાસે ઘણા નામ છેઃ સંજય રાઉત
શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે ભારત ગઠબંધનના પીએમ ચહેરા પર કહ્યું કે, આની કોઈ જરૂર નથી. અમારી લડાઈ સરમુખત્યારશાહી અને હિટલરના શાસન સામે છે અને અમારી પાસે એક કરતાં વધુ પસંદગીઓ છે. ભાજપ પાસે માત્ર એક જ સ્ટીરિયોટીપીકલ ચહેરો છે. પ્રિયંકા જી, ખડગે સાહેબ, ઉદ્ધવ ઠાકરે પીએમ ચહેરા બની શકે છે. ઘણા ચહેરા છે, તેમાંથી એક ચહેરો નીકળશે.
-
ફ્રાન્સમાં અટકાવેલા મુસાફરોમાંથી 21 ગુજરાતીઓના નામ ખુલ્યા, જાણો ક્યાના છે આ તમામ
ફાંસના એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાએ અટકાવી રાખેલા વિમાનમાં સવાર મુસાફરોમાંથી ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે. 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે. આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી છે. આ મુસાફરો હાલ તો ફ્રાન્સથી મુંબઈ પહોચ્યા છે. આ ગુજરાતીઓને વિદેશ મોકનારા એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઇ છે. ફ્રાન્સથી મુંબઈ આવેલા ગુજરાતીઓ આજે મોડી સાંજ સુધીમાં તેમના ઘરે પહોચશે.
Cid ક્રાઇમ એ તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવાર નિવેદનો લઈને CID તપાસ શરૂ કરી છે. 4 DYSP ની 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. કબૂતરબાજી, અને એજન્ટ ને લઈને તપાસ શરૂ કરી છે. ભોગ બનનારના નિવેદન લઈને તપાસ શરૂ કરી દેવાઈ છે. એજન્ટો કેટલા પૈસા લીધા, શુ વાયદા કર્યા,અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિની તપાસ શરૂ કરી છે. હજી સુધી મુસાફરો પોતાના ઘરે પહોંચ્યા નથી પરંતુ માનવામાં આવે છે કે, આજે મોડી સાંજ સુધીમાં 21 જેટલા મુસાફરો ઘરે પહોંચશે.
-
ભોપાલ : સીએમ મોહન યાદવે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી છે.
#WATCH | Madhya Pradesh CM Mohan Yadav meets former CM and party leader Shivraj Singh Chouhan, in Bhopal pic.twitter.com/YIty1ZMHDG
— ANI (@ANI) December 26, 2023
(Credit Source : ANI)
-
નંદેસરી જીઆઇડીસીમાં ગેસ ગળતરથી ચાર કામદારોને અસર
નંદેસરી જીઆઇડીસીમાં આવેલ અલીન્દ્રા ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેસ ગળતર થયો છે. ગેસ ગળતરથી ચાર કામદારોને અસર થવા પામી છે. ગેસ ગળતરની અસર પામેલા ચારેય કામદારોને ગૂંગળામણ થતા સારવાર અર્થે નંદેસરી જીઆઇડીસીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
-
30 ડિસેમ્બર પહેલા ઝગમગશે અયોધ્યા
ઉતર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ અને જનતા સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં લાગેલા છે. 30 ડિસેમ્બરના રોજ પીએમ મોદી શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને અહીં બનેલા ભવ્ય રેલ્વે સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તમામ કાર્યક્રમોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 30 ડિસેમ્બર પહેલા અયોધ્યા જગમગવા લાગશે.
-
રૂરકીમાં ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી, કાટમાળ નીચે દટાઈ જવાથી પાંચ મજૂરોના મોત, ત્રણ ગંભીર
ઉત્તરાખંડના રૂરકીના લહાબોલી ગામમાં સવારે ઇંટો પકવવા માટેની ચીમનીમાં ઇંટ ભરતી વખતે અકસ્માત સર્જાયો હતો. કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. કોઇ કંઇ સમજે તે પહેલા દિવાલ પાસે ઉભેલા કામદારો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.
-
યમનના કાંઠે લાંગરેલા પોરબંદરના સલાયાના વહાણમાં લાગી આગ, બળીને થયુ ખાક
પોરબંદર જિલ્લાના સલાયા બંદરના એક વહાણમાં આગ લાગી હતી. માલ વાહક વહાણમાં યમનના કાંઠે આગ લાગી હતી. મકલા બંદર ખાતે સલાયા બંદરનું સુલતાને મદીના નામના વહાણમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગને કારણે વહાણ બળીને ખાક થઈ ગયું છે. જો કે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
-
દેશમાં કોરોનાના 116 નવા કેસ, 3ના મોત, સક્રિય કેસની સંખ્યા વધીને 4170 થઈ
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 116 કેસ નોંધાયા છે. આ સાથે 3 લોકોના મોત પણ થયા છે. હાલમાં દેશમાં કોવિડના 4170 સક્રિય કેસ છે. નવા JN.1 વેરિઅન્ટના કુલ 63 કેસ છે. એકલા કેરળમાં 3096 સક્રિય કેસ છે. કર્ણાટકમાં 436 સક્રિય કેસ છે.
-
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, 17 શહેરનુ તાપમાન 17 ડીગ્રી નીચે
ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડયું છે. 17 શહેરોનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
- સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું
- અમદાવાદ 16.4 ડિગ્રી, ગાંધીનગર 15.4 ડિગ્રી
- રાજકોટ 13.6 ડિગ્રી,સુરેન્દ્રનગર 14.8 ડિગ્રી
- વડોદરા 15.2 ડિગ્રી, ભુજ 13.7 ડિગ્રી
- કંડલા 14.5 ડિગ્રી, સુરત 17.4 ડિગ્રી
- ભાવનગર 16.8 ડિગ્રી, પોરબંદર 15.6 ડિગ્રી
- ડીસા 13.4 ડિગ્રી , વલ્લભવિદ્યાનગર 16.0 ડિગ્રી
- કેશોદ 15.5 ડિગ્રી, મહુવા 15.9 ડિગ્રી
- પવનની દિશા બદલાતા તાપમાન ઘટયું
- આવતીકાલથી હજુ પણ તાપમાનમાં થશે ઘટાડો.
-
વડોદરાના છાણી જકાત નાકા વિસ્તારમાં થયો પથ્થરમારો
વડોદરાના છાણી જકાત નાકા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ થવા પામી હતી. આ માથાકૂટ છુટાહાથની મારામારી અને હુમલામાં પરિણામી હતી. જેના લીધે બે જૂથ વચ્ચે વહેચાયેલા લોકોએ એકબીજા જૂથ ઉપર પથ્થરમારો કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાયા છે.
-
લદ્દાખમાં 4.5 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર આજે મંગળવાર સવારે 4.33 વાગ્યે લેહ, લદ્દાખમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
An #earthquake of magnitude 4.5 Richter Scale hit Leh, #Ladakh at around 4:33 am today: National Center for Seismology#TV9News pic.twitter.com/cWryceWQYc
— Tv9 Gujarati (@tv9gujarati) December 26, 2023
-
ફ્રાન્સમાં 4 દિવસથી ફસાયેલા 300 ભારતીય મુસાફરોને લઈને પ્લેન મુંબઈ પહોંચ્યું
મહારાષ્ટ્રઃ માનવ તસ્કરીની આશંકાએ ફ્રાંસમાં રોકી રખાયેલ વિમાન, ચાર દિવસ બાદ ભારતીય મુસાફરો સાથે મુંબઈ પહોંચ્યું હતું.
Maharastra | Plane with Indian passengers, that was grounded in France over suspected human trafficking lands in Mumbai.
— ANI (@ANI) December 25, 2023
Published On - Dec 26,2023 6:35 AM