ગિફ્ટ સિટીમાં કોને દારૂ પીવાની છૂટ અને કોણ દારૂ નહીં પી શકે ? આ રહ્યા તમામ સવાલોના જવાબ
ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોએ પણ અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે. ગિફ્ટ સિટીમાં હાલ 500થી વધુ કંપનીઓ કાર્યરત છે. જેના 13 હજાર કર્મચારીઓને નવી નિતી લાગુ પડશે. તો જે વિસ્તાર અધિકૃત કરવામાં આવ્યો છે તેમાં જ દારૂનું સેવન કરી શકાશે.
ગિફ્ટ સિટીમાં દારૂની તો છૂટછાટ અપાઇ, પરંતુ ત્યાં કોને દારૂ પીવાની છૂટ મળશે અને કોણ દારૂ નહીં પી શકે ? આ અંગે સર્જાયેલી તમામ અસમંજસનો આખરે અંત આવ્યો છે. ગિફ્ટ સિટીમાં રેસ્ટોરન્ટ, કલબ અને હોટલને લાયસન્સ મળશે. ગિફ્ટ સિટીમાં વિઝિટર પરમિટ કે ટુરિસ્ટ પરમિટ હશે તેમને દારૂની છૂટ નથી આપવામાં આવી. ગિફ્ટ સિટીમાં કાયમી ધોરણે કામ કરતા કર્મચારીઓને જ પરમિટ મળશે.
ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોએ પણ અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે. ગિફ્ટ સિટીમાં હાલ 500થી વધુ કંપનીઓ કાર્યરત છે. જેના 13 હજાર કર્મચારીઓને નવી નિતી લાગુ પડશે. તો જે વિસ્તાર અધિકૃત કરવામાં આવ્યો છે તેમાં જ દારૂનું સેવન કરી શકાશે તે સિવાયના વિસ્તારમાં દારૂ પીવાથી કે અધિકૃત પરમિટનું ઉલ્લંઘન થશે તો નશાબંધીના કાયદા મુજબ કાર્યવાહી થશે.
આ માટે કંપની મુજબ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. કંપનીઓ પોતાના કર્મચારીઓની અધિકારીઓને યાદી આપશે. યાદીની ગિફ્ટ સિટીના વહીવટી વિભાગ દ્વારા ક્રોસ ચેક કરાશે. પરમિટ માટે કેટલી રકમ રાખવી, કેવી રીતે ચૂકવણીનો મુદ્દે વિચારણા હેઠળ છે. રાજ્યમાં 43 હજાર લોકો પાસે લિકર પરમિટ, પરંતુ ગિફ્ટ સિટીમાં તેમને સુવિધા નહીં મળે.