Rain News : અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં પડ્યુ વરસાદી ઝાંપટુ, વાતાવરણમાં ઠંડક પ્રસરી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટુ પડ્યુ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 4:54 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટુ પડ્યુ છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે. અમદાવાદના સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર,જોધપુર, એસ.જી. હાઇવે ,પાલડી, વાસણા તેમજ સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોનિક સર્જયુલેશન સક્રિય થતા અમદાવાદમાં વરસાદ પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

આજે ગુજરાતના 15થી વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને 27 જૂન થી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">