28 june  2024

Photo :Instagram

હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો

પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાને સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે તે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજથી પીડિત છે. તેણે એ પણ માહિતી આપી છે કે તેની સારવાર શરૂ થઈ ગઈ છે.

સ્તન કેન્સર, ગંભીર રોગોમાંની એક છે, આજે અમે તમને સ્તન કેન્સરના લક્ષણો વિશે જણાવશું

સ્તન કેન્સરને કારણે મહિલાઓના સ્તનોમાં ગાંઠ્ઠો બનવા લાગે છે.આ સિવાય ઘણી વખત બગલમાં દુખાવો કે નસ ખેંચાવા જેવી ફરીયાદ પણ રહે છે.

બ્રેસ્ટ કેન્સરની સમસ્યામાં બ્રેસ્ટની ત્વચા લાલ થવા લાગે છે, આ સિવાય મહિલાઓને બ્રેસ્ટમાં સોજો જેવી સમસ્યા પણ થઈ શકે છે.

સ્તન કેન્સરના શરૂઆતી લક્ષણ માંથી એક છે સ્તનમાંથી રક્તસ્રાવ અથવા પ્રવાહી નીકળવું.

સ્તન કેન્સરનું બીજુ એક લક્ષણ છે કે સ્તનમાં ખંજવાળ આવે છે તથા બળતરા અને પીડા જેવી સમસ્યાઓનો અનુભવ થાય છે.

મહિલાઓના સ્તનના કદમાં અસામાન્ય ફેરફાર અથવા સોજો જેવા લક્ષણો જોવા મળે છે.

વજન સતત ઉતરવું એ પણ કેન્સરનું શરૂઆતી લક્ષણ છે.

સ્તન કેન્સર મોટાભાગના કિસ્સામાં વરસામાં આવતી બીમારી છે, એટલી જેની મા ને હોય તેમની દિકરીને આવે તેવી શક્યતા વધું હોય છે.