આજે 24 જૂન શનિવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Ahmedabad : અમદાવાદના જમાલપુર નજીક ચાલીમાં કિન્નરો વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં બબાલ થતા એક વાહનને સળગાવવામાં આવ્યું છે. જો કે આ ઘટનાની જાણ થતાં કાગડાપીઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટોળાને હટાવ્યું હતું. જેમાં પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તેમજ આ વિસ્તારમાં હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દીધું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ઇજિપ્તની રાજધાની કૈરોમાં ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મેડ સાથે મુલાકાત કરી હતી. બંનેએ રાઉન્ડટેબલ બેઠક યોજી હતી.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પ્રથમ વરસાદે જ હાહાકાર મચ્યો છે. શનિવારે પડેલા મુશળધાર વરસાદમાં ગોવંડી વિસ્તારમાં એક નાળામાં તણાઈને બે લોકોના મોત થયા હતા. અંધેરીમાં, રસ્તા પર વહેતા પાણીના પ્રવાહને કારણે એક મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને નજીકના ગટરમાં વહેવા લાગી હતી ત્યારે સ્થાનિક લોકોએ તેને બચાવી હતી. પોતાનો જીવ જોખમમાં મૂકીને એક પોલીસકર્મીએ સાંતાક્રુઝ નજીક જુહુ બીચ પર બે બાળકોને ડૂબતા બચાવ્યા. મુંબઈમાં અંધેરી, કુર્લા, ઘાટકોપર, સાયન, સાંતાક્રુઝ, પરેલ, દાદર અને અન્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા છે.
પીએમ મોદી ઇજિપ્ત પહોંચ્યા છે જેમાં તેમને ટ્વિટ કર્યું કે તેઓ ઇજિપ્તમાં ભારતીય પ્રવાસીઓના ઉષ્માભર્યા સ્વાગતથી ખૂબ પ્રભાવિત થયા છે. તેમનું સમર્થન અને સ્નેહ ખરેખર આપણા રાષ્ટ્રો વચ્ચેના શાશ્વત બંધનનું પ્રતીક છે. તે પણ નોંધપાત્ર હતું કે ઇજિપ્તવાસીઓ ભારતીય વસ્ત્રો પહેરે છે, જે ખરેખર આપણા સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત બાદ હવે ઈજીપ્ત પહોંચી ગયા છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યા. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. છેલ્લા 26 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પ્રથમ મુલાકાત છે. ભારત અને ઇજિપ્તે આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરી છે. જો કે પીએમ નરેન્દ્ર મોદીની આ મુલાકાત ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
اشكر رئيس الوزراء معالي مصطفى مدبولي على اللفته الخاصه بالترحيب بي في المطار. اتمنى ان تزدهر العلاقات الهندية المصرية بما يحقق النفع لشعبي امتينا. pic.twitter.com/G8rWaf3AdY
— Narendra Modi (@narendramodi) June 24, 2023
#WATCH | An Egyptian woman sings ‘Yeh Dosti Hum Nahi Todenge’ to welcome PM Modi in Cairo pic.twitter.com/Ce4WGcSYhc
— ANI (@ANI) June 24, 2023
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જુના વાઘણીયા ગામની શેરીઓના રસ્તાઓ જાણે તોફાની નદીઓ જેવા નજર આવવા લાગ્યા હતા. શનિવારે ધોધમાર વાર વરસાદ બગસરા તાલુકાના કેટલાક ગામડાઓમાં વરસ્યો હતો. જુના વાઘણીયા ઉપરાંત ધારી, નાજાપુર અને કુકાવાવ પંથકમાં પણ ધોધમાર વરસાદ હોવાના સમાચાર સામે આવ્યા છે. ધોદમાર વરસાદને લઈ સ્થાનિક ગામના રસ્તાઓ પર પાણી વહ્યા હતા.
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસાએ (Monsoon) દસ્તક આપી છે. મુંબઈમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. લોકો ચોમાસાને આવકાર આપી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં કુર્લા, સાયન, ઘાટકોપર, સાંતાક્રુઝ, બોરીવલી, અંધેરી, બાંદ્રા દરેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ, પુણે, નાગપુર, નાસિક સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની તીવ્રતા રહેવાની આગાહી કરવામાં આવી છે.
મુંબઈની સાથે થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, નવી મુંબઈ, પાલઘર, ઈગતપુરી, રાયગઢ અને કોંકણ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ સાથે પુણે જિલ્લા અને વિદર્ભ વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. પુણેની આસપાસ પિંપરી-ચિંચવડ અને વિદર્ભના નાગપુર, અમરાવતી, ચંદ્રપુર, વર્ધામાં ભારે વરસાદ શરૂ થયો છે.
કેટલાક લોકોએ તમિલનાડુ મર્કન્ટાઈલ બેંક રિંગ રોડની શાખામાંથી બેંકના જ મેનેજર, ગેરંટર અને વેલ્યુઅરની મદદગારીથી લોન લેવાની પ્રોસિજર બેંકમાં ખોટા સ્ટોકના બિલો રજૂ કરી લોન મંજૂર કરાવી હતી. આ અંગે સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં પ્રભાકર કાલી નામના વ્યક્તિએ એક ફરિયાદ આપી હતી.
આ સમગ્ર પ્રક્રિયામાં ખોટી પેઢી ઊભી કરી બેંક મોર્ગેજમાં મૂકેલી પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં તેની વેલ્યુ વધારે બતાવી ખોટા રિપોર્ટ બનાવી બેન્ક પાસેથી લોન મેળવી હતી. જે બાદ બેંકની લોનના તમામ નાણાં અંગત ખર્ચમાં વાપરી નાખી બેંકને 16 કરોડથી વધુનું નુકસાન બેંકને પહોંચાડયું હતું. સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ બાબતે તપાસ કરી જેના આધારે સમગ્ર કૌભાંડમાં બેંક મેનેજર સહિત અગાઉ 14 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બે આરોપીઓમાં કલ્પેશ છાસવાલા અને ઉન્નતી છાશવાલાનો સમાવેશ થાય છે.
સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. હિંમતનગર શહેર અને પશ્વિમ પટ્ટાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિક લોકો પરેશાન બન્યા હતા. લોકોને વરસાદી પાણીમાંથી વાહન પસાર કરવા મુશ્કેલ થયા હતા.
જિલ્લામાં હિંમતનગર ઉપરાંત પ્રાંતિજ અને તલોદ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ અને દિવસે વરસાદ વરસવાની સંભાવના જોવામાં આવી રહી હતી. આ મુજબ જ જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાની મુલાકાત બાદ હવે ઈજીપ્ત પહોંચી ગયા છે. ભારત અને ઇજિપ્તે (Egypt) આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરી છે. જો કે પીએમ નરેન્દ્ર મોદીની આ મુલાકાત ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત ડિફેન્સ ટેક્નોલોજીમાં અમેરિકા સાથે ભાગીદારી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે એવા બજારની શોધમાં છે જ્યાં તેના સંરક્ષણ સાધનો વેચી શકાય.
ભારત તેના સંરક્ષણ ઉદ્યોગને શક્ય તેટલું વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે. ભારત-ઇજિપ્ત નૌકાદળ સહયોગ વધારવા અંગે પણ ચર્ચા કરી શકે છે. પીએમ મોદીની ઇજિપ્તની મુલાકાત દરમિયાન સંરક્ષણ સાધનોના સંયુક્ત ઉત્પાદનની શક્યતાઓ પણ તપાસવામાં આવશે. ઇજિપ્તની જરૂરિયાત મુજબ ભારત તેના માટે જહાજો, આર્ટિલરી ગન અને નાના હથિયારો બનાવી શકે છે. ભારત એક શસ્ત્ર ઉત્પાદક દેશ તરીકે પોતાની ઓળખ બનાવવા માટે કામ કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) અમેરિકાની મુલાકાતના ઘણા પાસાઓ છે, જેના પર ભારત અને અમેરિકાની સરકારે વ્યૂહાત્મક સુરક્ષાથી લઈને વેપાર, કૂટનીતિ, અર્થશાસ્ત્ર વગેરે તમામ બાબતો પર પ્રકાશ પાડ્યો છે, પરંતુ આ મુલાકાતનું મહત્વ પણ છે. કારણ કે આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી જે લોકોને મળ્યા છે તેનું વિશેષ મહત્વ છે. મોદી અમેરિકામાં જે લોકોને મળ્યા તે તમામ એજ્યુકેશન, હેલ્થ, ડિપ્લોમસી, ઈકોનોમિક્સ, બિઝનેસ અને આર્ટસ ક્ષેત્રની હસ્તીઓ છે.
વડાપ્રધાનને જેમની સાથે મળવાનું થયું હતું તે તમામ વ્યક્તિત્વની પસંદગી એમ જ નથી કરવામાં આવી પરંતુ ખૂબ જ સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો એક ભાગ છે. ટેસ્લાના વડા એલોન મસ્કની પસંદગી ભારતમાં તેમની કંપનીની રોકાણ યોજનાને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાનો અંત લાવવા માટે થઈ હતી. તો બીજી તરફ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર જેવા સામાન્ય જીવનને અસર કરતા વિષયો પર, એવા લોકો મળ્યા જેમના સૂચનો સૂચનો ભવિષ્યના ભારતનો પાયો નાખી શકે છે.
બિહાર અને ઝારખંડમાં પહેલીવાર વંદે ભારત ટ્રેન દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ વંદે ભારતનું વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરશે.
રશિયાની ખાનગી સેના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) વિરુદ્ધ થઈ ગઈ છે. પુતિને કહ્યું કે વૈગનરે રશિયાના લોકોની પીઠમાં છરો માર્યો હતો. રશિયન સેનાને પડકાર આપ્યો છે. જનતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રોસ્ટોવમાં સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. પુતિને કહ્યું કે રશિયન સેના હીરોની જેમ વર્તી રહી છે. તે આરપારના મૂડમાં છે. તેમણે કહ્યું કે વૈગનર વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પુતિનના શબ્દોથી સ્પષ્ટ છે કે તેઓ યુક્રેન પર કોઈ બાંધછોડ નહીં કરે. દરમિયાન, બળવાખોરોને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે.
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય અંતર્ગત આવતા આત્મિય સંકુુલના સંચાલક ત્યાગવલ્લભ સ્વામી દ્રારા કરવામાં આવેલી 33 કરોડની છેતરપિંડીના કેસમાં હવે પોલીસ તપાસ તેજ થઇ છે આ કેસમાં ત્યાગવલ્લભ સ્વામી અને તેના સાગ્રીત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર ભવનના વડા સમીર વૈદ્યની પણ ભુમિકા સામે આવતા તેઓએ પણ આગોતરા જામીન અરજી કરી છે. સમીર વૈદ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાની સાથે સાથે IQASના ડાયકેટર પણ છે.સમીર વૈદ્યનું ફરિયાદમાં નામ ન હોવા છતા તેઓએ આગોતરા જામીન અરજી કરી છે જેના પગલે પોલીસ તપાસમાં તેનું નામ ખુલવાની પુરી શક્યતા છે.
હરિયાણાના પાણીપતમાં આયોજિત ગ્લોરિયસ ઈન્ડિયા રેલીમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાનું નામ લીધા વિના કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના સાળાએ ભ્રષ્ટાચારમાં કોઈ કસર છોડી નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી (Rahul Gandhi) હજુ પણ જામીન પર બહાર છે.
તેમણે કહ્યું કે ગઈકાલે જ પટનામાં વિપક્ષી નેતાઓની બેઠક થઈ હતી, જેમાં વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી હતી પરંતુ નેતાઓના દિલ મળી શક્યા ન હતા. 5 કલાક સુધી વિપક્ષી દળોની બેઠકમાં શું તેઓ માત્ર રોટલી ખાતા રહ્યા અને પછી લાલુ પ્રસાદ યાદવ કહે છે કે, રાહુલજી હવે લગ્ન કરો, મમ્મી નારાજ છે. વિપક્ષનો એજન્ડા રાહુલ ગાંધીના લગ્ન કરાવવાનો છે. અરે વિપક્ષના લોકો, પહેલા તમે કોંગ્રેસને ઘરમાં બેસાડી અને હવે રાહુલને કહો છો કે લગ્ન કરી લો.
રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલી મોટી વાવડી ગામમાં કેમિકલ માફીયાઓ સક્રિય થયા હોવાનું સામે આવ્યું છે. મોટી વાવડી ગામની બાજુમાંથી પસાર થતા નાળામાં કેટલાક શખ્સોએ કેમિકલયુક્ત પાણી ઠાલવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કેમિકલ માફિયાઓએ નાળામાં નાખેલું કેમિકલ ભારે દુર્ગંધ મારતુ હતુ. ત્યારે આ અંગે સ્થાનિકોએ ધારાસભ્યને જાણ કરી હતી. જે પછી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આની ગંભીરતાથી નોંધ લઈ સ્થાનિક તંત્રને જાણ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસે હતા. અમેરિકાની આ તેમની પ્રથમ રાજકીય મુલાકાત હતી જે ઘણી રીતે ખાસ હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન (Joe Biden) અને પીએમ મોદીએ સંયુક્ત નિવેદનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરહદ પારના આતંકવાદની આકરી ટીકા કરી હતી. આ સાથે પાકિસ્તાનને તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું હતું. જો કે, હંમેશની જેમ આ વખતે પણ પાકિસ્તાનને મરચા લાગ્યા છે.
PM નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન આતંકવાદનો મુદ્દો ઉઠાવવો પાકિસ્તાનને ખાસ પસંદ આવ્યો નથી. આ જ કારણ છે કે હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આતંકવાદ પર પીએમ મોદી અને બાયડનના નિવેદનોને એકતરફી અને ભ્રામક ગણાવ્યા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનનો સંદર્ભ રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ હતો.
મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસા પછી, રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું જણાય છે. રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા વિસ્તારોમાંથી ગોળીબાર અને આગચંપીના અહેવાલો છે. દરમિયાન હવે એક મંત્રીના ખાનગી ગોડાઉનમાં આગ લાગી છે. મળતી માહિતી મુજબ, શનિવારે પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના ચિંગારેલમાં બદમાશોએ મણિપુરના મંત્રી એલ સુસિન્દ્રોના અંગત ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી.
ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવે ત્યાં સુધીમાં આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. આ ઉપરાંત શુક્રવારે રાત્રે પણ આ જ જિલ્લાના ખુરાઈમાં ગ્રાહક અને ખાદ્ય બાબતોના મંત્રીની અન્ય મિલકત અને તેમના નિવાસસ્થાને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમાં TMC અને NCPના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.
એક લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડના પાંચ વર્ષ બાદ, ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS) ઓફિસર પ્રશાંત કુમાર રાઉત ફરી એકવાર સમાચારમાં છે. અપ્રમાણસર સંપત્તિ ધરાવવા બદલ તે ફરી એકવાર તકેદારી હેઠળ છે. તેના ઘરેથી એક-બે લાખ નહીં પરંતુ 3 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ઓડિશા વિજિલન્સના અધિકારીઓએ પ્રશાંત કુમાર રાઉતની ઓફિસ, ઘર અને ઘણી જગ્યાઓ પર દરોડા (Raid) પાડ્યા હતા. રાઉત નબરંગપુરના એડિશનલ સબ-કલેક્ટર છે.
વિજિલન્સ અધિકારીઓએ દરોડામાં પ્રશાંત રાઉતના પાડોશીના ઘરેથી છ કાર્ટૂન જપ્ત કર્યા હતા. આ કાર્ટૂનમાં 500 રૂપિયાની કિંમતના બે કરોડ રૂપિયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુલ 2.91 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આટલી મોટી રકમ ગણવા માટે મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો. બે વધારાના એસપી રાઉતની ઓફિસ, ઘર અને ઠેકાણાઓ પર દરોડાની આગેવાની કરી રહ્યા હતા. આ ટીમમાં 7 ડીએસપી, 8 ઈન્સ્પેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ સામેલ હતા. તેઓએ ભુવનેશ્વર, ભદ્રક અને નબરંગપુરમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
ચોમાસુ આજે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. નાગપુર સહિત વિદર્ભના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મુંબઈમાં ચોમાસાએ આસપાસના વિસ્તારોને સ્પર્શ કર્યા બાદ વિદાય લીધી હતી. અંબરનાથ, કલ્યાણ, ડોમ્બિવલીમાં વરસાદ પડ્યો હતો. પણ મુંબઈ-પુણેમાં સૂકું રહ્યું છે. હવે 25મી જૂને સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું આવવાની સંભાવના છે. એટલે કે બાકીના મહારાષ્ટ્રમાં લોકોએ હજુ બે દિવસ ચોમાસાની રાહ જોવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ-પુણે જેવા શહેરોમાં 25 જૂન પછી જ ચોમાસું આવી શકશે, પરંતુ પશ્ચિમ મહારાષ્ટ્ર, કોંકણમાં ચોમાસું શનિવારથી બેસવાની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગે મુંબઇ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, અને આગામી 4-5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળ ભાજપે (BJP) કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસવાદીના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણી પહેલા પટનામાં વિપક્ષી પક્ષોની બેઠકમાં મમતા બેનર્જીની (Mamata Banerjee) ભાગીદારી પર કટાક્ષ કર્યો છે. બંગાળના ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટોણો માર્યો છે કે બંગાળમાં કુસ્તી ચાલી રહી છે અને પટનામાં દોસ્તી થઈ છે. તેમણે કહ્યું કે બંગાળમાં કાર્યકરો લોહી વહાવી રહ્યા છે, જ્યારે પટનામાં નેતાઓ એકબીજા સાથે દોસ્તી કરી રહ્યા છે.
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસ પટનામાં ભાજપ વિરુદ્ધ મોરચો રચવા માટે ભાજપના નિશાના પર છે. ખુદ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ પણ મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં (કોંગ્રેસ + સીપીએમ) તૃણમૂલની B ટીમ છે. જ્યારે દિલ્હીમાં (તૃણમૂલ + CPM) કોંગ્રેસ પાસે B ટીમ છે. જ્યારે કેરળમાં કોંગ્રેસ અને સીપીએમ વચ્ચે જંગ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુર હિંસા અંગે મહત્વની બેઠક બોલાવી છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી શાહની બેઠકમાં ભાગ લેશે નહીં.
પૂર્વોત્તર રાજ્ય આસામ ફરી એકવાર પૂરની ઝપેટમાં છે. અત્યાર સુધીમાં લગભગ 5 લાખ લોકો પ્રભાવિત થયા છે. દરમિયાન, હવામાન વિભાગે ઘણા ભાગોમાં ભારે વરસાદ (Heavy Rain)અને વાવાઝોડાની ચેતવણી આપી છે. આ દરમિયાન ઘણી નદીઓમાં પૂર જોવા મળી રહ્યુ છે. જોરહાટના નેમાટીઘાટ પર બ્રહ્મપુત્રા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કામરૂપ અને નલબારી જિલ્લામાં પુથિમરી અને પાગલડિયા નદીનું જળસ્તર લાલ નિશાનથી ઉપર છે. આવતીકાલે સાંજ સુધીમાં બ્રહ્મપુત્રાની જળસપાટીમાં 15-30 સેમીનો વધારો થવાની સંભાવના છે.
હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન લોકોને તેમના ઘરોમાં સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાના જોખમોનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં 16 જિલ્લાઓમાં 4.88 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના કારણે બે લોકોના મોત પણ થયા છે.
બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવનું કહેવું છે કે વિપક્ષી એકતા એ ઐતિહાસિક ઘટના હતી અને એ નક્કી કરવામાં આવ્યું છે કે આગામી બેઠકમાં સામાન્ય ઉમેદવાર પર એજન્ડા અને અન્ય ઔપચારિકતાઓ પર પણ કામ કરવામાં આવશે. બીજી તરફ અમિત શાહના ફોટો સેશનના નિવેદન પર તેજસ્વીએ કહ્યું કે તે ચિંતિત છે અને તેની પાસે કહેવા માટે કંઈ નથી.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ટેરર ફંડિંગ કેસમાં 13 પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાંથી 10 આરોપીઓની ગયા વર્ષે જ ધરપકડ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે હથિયારો અને પ્રતિબંધિત દવાઓની દાણચોરી સંબંધિત કેસમાં દાખલ કરવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દાણચોરી પાકિસ્તાનથી ગુજરાતના દરિયાકાંઠે થઈ રહી હતી. આ મામલામાં ધરપકડ કરાયેલા 10 પાકિસ્તાની નાગરિકોની ઓળખ કાદરબક્ષ ઉમેતાન બલોચ, અમાનુલ્લાહ મૂસા બલોચ, ઈસ્માઈલ સબઝલ બલોચ, અલ્લાહબક્ષ હતાર બલોચ, ગુલ મોહમ્મદ હતર બલોચ, અંદમ અલી બોહર બલોચ, અબ્દુલગની જાંગિયા બલોચ, અબ્દુલહકીમ દિલમુરાદ બલોચ તરીકે કરવામાં આવી છે. આ તમામની ગયા વર્ષે ડિસેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે પશ્ચિમ મહારાષ્ટ્રમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDના આ દરોડા પૈકી એક રાજારામબાપુ કોઓપરેટિવ બેંક લિમિટેડ (RSBL)નો છે. આ બેંક સાથે જોડાયેલા 1,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં શરદ પવારના નજીકના સહયોગી અને મહારાષ્ટ્ર NCP અધ્યક્ષ જયંત પાટીલનું નામ સામે આવી રહ્યું છે. સાંગલીમાં થયેલા આ કૌભાંડમાં નકલી માહિતી (KYC) આપીને ઘણા ખાતા ખોલવામાં આવ્યા હતા, અને તેના દ્વારા કરોડો રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હતી. આવા દસ વ્યવહારોની માહિતી EDના હાથમાં છે. મહારાષ્ટ્રના સમાચાર અહીં વાંચો.
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરતના કોસ્મેટિક ટ્રીટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરીની સેવાઓ આપનાર વિક્રેતાઓને ત્યાં દરોડા કામગીરી કરવામાં આવતા કોસ્મેટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓ તેમની કિંમતની સામે જીએસટી ભરતા ના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ વિભાગના ધ્યાને આવ્યું છે.. બીજી તરફ સુરતમાં યાર્ન ઉત્પાદક ગ્રુપની 5.75 કરોડની કરચોરી પણ જીએસટી વિભાગના દરોડામાં સામે આવી છે.
ગુજરાતમાં ચોમાસાને (Monsoon) લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના લોકોને હવે ચોમાસાની રાહ નહીં જોવી પડે. 27-28 જૂનથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે. ખાનગી સંસ્થાની આગાહી મુજબ આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ છે. જેને કારણે વરસાદ (Rain) પડી શકે છે.
આજે ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર વરસાદ પણ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 28 તારીખે ભારે વરસાદ પડવાની શકયતા છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. ગૃહપ્રધાને બીજા દિવસે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો. આ બલિદાન સ્તંભ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં બનાવવામાં આવશે. શિલાન્યાસ કર્યા બાદ હાલમાં શાહ લાલ ચોકથી રવાના થયા છે.
Jamnagar : જામનગરની ન્યુ સાધના કોલોનીમાં જર્જરિત આવાસ (Dilapidated house) ધરાશાયી થવાની ઘટના બાદ હવે બિલ્ડિંગનો બીજો ભાગ પણ દૂર કરવામાં આવશે. આવાસ ધરાશાયી થયા બાદ મોડી રાત સુધી કાટમાળ ખસેડવાની કામગીરી કરાઇ હતી. તો હવે અન્ય જર્જરિત આવાસોનો પણ સર્વે કરવામાં આવશે. હાઉસિંગ બોર્ડની ટીમ આજે જામનગર આવશે. જર્જરિત આવાસ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા હતા. ત્યારે 5 ગંભીર ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ખેડા, આણંદ, છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ
Gujarat Rains: Various parts of Central Gujarat were lashed due to rain showers #Gujaratweather #gujaratrain #Gujarat #TV9News pic.twitter.com/SjOD6OML3N
— Tv9 Gujarati (@tv9gujarati) June 24, 2023
Vadodara : છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં PMOના નામે ઓળખ બતાવી લોકો સાથે ઠગાઇ થવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક નકલી PMO ઓફિસર સકંજામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસે (Vadodara police) નકલી PMO ઓફિસરની ધરપકડ કરી છે. મયંક તિવારી PMOના ડાયરેકટર તરીકે ઓળખાણ આપી ડંફાસ મારતો ઝડપાયો છે.
weather News : હવામાન વિભાગે (Meteorological department ) ગુજરાતમાં પાંચ દિવસ વરસાદને (Rain) લઇને આગાહી કરી છે. જે અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના ડાકોરમાં તો વહેલી સવારે મંગળા આરતી કરવા આવેલા ભક્તો વરસાદમાં ફસાયા હતા.
રશિયન સેના પર વેગનર ગ્રુપના હુમલાને લઈને મોસ્કોને એલર્ટ કરવામાં આવ્યું છે. મોસ્કો આવતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે વેગનરનો દાવો છે કે અત્યાર સુધીમાં બે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે.
અમેરિકી સરકારે 100થી વધુ જૂની ભારતીય મૂર્તિઓ અને ચોરાયેલી વસ્તુઓ પરત કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રાચીન વસ્તુઓ વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચી હતી. તેઓ વસ્તુઓ પરત કરવા બદલ યુએસ સરકારનો આભાર વ્યક્ત કરે છે. બીજા દેશની ભાવનાઓનું સન્માન કરવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે. ગત વખતે પણ ઘણી ઐતિહાસિક વસ્તુઓ મને પરત કરવામાં આવી હતી.
BMCએ જણાવ્યું કે મુંબઈના ગોરેગાંવ ઈસ્ટમાં ગઈ કાલે એક ખાનગી શાળાના સ્વિમિંગ પૂલમાં ડુબવાના કારણે શાર્દુલ સંજય નામના 14 વર્ષના બાળકનું મોત થયું છે. હોસ્પિટલ લઈ ગયા બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
હરિયાણાના રોહતકમાં આજે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 3.57 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
Bharuch: ભરૂચના નબીપુરથી ઝનોર રોડ પર પિસ્તોલની અણીએ બે કાર લઈ આવેલા લૂંટારુંઓએ સોનીની કારને ઘેરી પિસ્તોલની અણીએ રૂપિયા 1 કરોડના સોના સહિત રોકડની લૂંટ (Robbery) ચલાવી હતી. લૂંટના બનાવ બાદ ભરૂચ પોલીસે (Bharuch Police) આરોપીઓની શોધખોળ હાથ ઘરી હતી. ભરૂચ તેમજ વડોદરા જિલ્લામાં પણ નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે શિનોર પોલીસે ગઈકાલે સેગવા ચોકડી નજીકથી ત્રણ લૂંટારુંઓ અને કારને ઝડપી પાડયા હતા. શિનોર પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ તેમજ ત્રણેય આરોપીઓને ભરૂચ પોલીસને હવાલે કર્યા છે.
વડાપ્રધાન મોદી અમેરિકાથી મિસ્ત્ર જવા રવાના
#WATCH | Prime Minister Narendra Modi departs for Cairo, Egypt after concluding his maiden State Visit to the United States. pic.twitter.com/BEz1giGKZx
— ANI (@ANI) June 24, 2023
(Credit- ANI)
Published On - 6:21 am, Sat, 24 June 23