Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine war: પુતિનના વિશ્વાસુ ગ્રુપે રૂસ સામે કર્યો વિદ્રોહ, મોસ્કો કબજે કરવાની કરી રહ્યા છે તૈયારી

પુતિનની ખાનગી સેનાએ રૂસ સામે બળવો કર્યો છે. વેગનર જૂથના 30 હજાર લડવૈયાઓ મોસ્કો પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે, રૂસની અંદર જ એક મોટો બળવો ફાટી નીકળ્યો છે.

Russia Ukraine war: પુતિનના વિશ્વાસુ ગ્રુપે રૂસ સામે કર્યો વિદ્રોહ, મોસ્કો કબજે કરવાની કરી રહ્યા છે તૈયારી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 9:55 AM

Russia: રૂસ-યુક્રેન યુદ્ધ હજુ ચાલુ છે. પરંતુ આ દરમિયાન મોસ્કો માટે મોટી મુસીબત ઉભી થઈ ગઈ છે. રૂસની અંદર જ એક મોટો વિરોધ થઈ રહ્યો છે. વેગનર ગ્રુપ રશિયન સેના પર હુમલો કરી રહ્યું છે.

આ પણ વાચો: Russia-Ukraine War: યુક્રેનમાં બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, ઝેલેન્સકીએ કહ્યું- રશિયાએ યુદ્ધમાં 500 બાળકોને માર્યા

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

પહેલા આ જૂથને રૂસની શક્તિ તરીકે ગણવામાં આવતું હતું. વેગનર ગ્રુપના 30 હજાર લડવૈયાઓ મોરચે છે. વેગનર ચીફે રૂસ સામે યુદ્ધની ઘોષણા કરી છે. રશિયાની રાજધાની મોસ્કો તરફ આવતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. વેગનરનો દાવો છે કે રશિયન સેનાનું બીજું હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યું છે. રોસ્તોવના ગવર્નરે લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

ખાનગી સેના તેમના તખ્તાપલટનું કારણ બની શકે છે

રૂસના રાષ્ટ્રપતિ યુક્રેનમાં જીતની આશા લઈને બેઠા હતા. પરંતુ હવે બળવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ક્રેમલિનની સુરક્ષા માટે ટેન્ક તૈનાત કરવામાં આવી છે. મોસ્કોની શેરીઓ ટેંક અને સશસ્ત્ર વાહનોથી ભરેલી છે. પુતિનને લાગે છે કે રૂસની ખાનગી સેના તેમના તખ્તાપલટનું કારણ બની શકે છે. ધ સનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો યુક્રેનના બખ્મુત સાથે સંબંધિત છે. વાસ્તવમાં, બખ્મુતમાં વેગનર તાલીમ શિબિર હતી. તાજેતરમાં તેમાં મિસાઈલ હુમલો થયો હતો. વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન માને છે કે આમાં ક્રેમલિનનો હાથ છે. આ પછી તેણે મોસ્કોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

વેગનર ગ્રુપ યુક્રેનની સેનામાં જોડાઈ ગયું

વેગનર ગ્રુપ પુતિનનું સૌથી મોટું બળ હતું. પરંતુ આજે રશિયા માટે આ સમસ્યા બની ગઈ છે. મળતી માહિતી મુજબ વેગનર ગ્રુપ યુક્રેનની સેનામાં જોડાઈ ગયું છે. આ પછી, રૂસ સામે બળવો કરવામાં આવ્યો છે. વેગનર ચીફે કહ્યું છે કે તેઓ મોસ્કો સુધી જશે અને જો કોઈ અમને વચ્ચે રોકવાનો પ્રયાસ કરશે તો અમે છોડીશું નહીં.

Credit- Twitter@AVindman

કાયદા એજન્સીઓ રોસ્ટોવ વિસ્તારમાં લોકોની સુરક્ષા માટે સખત મહેનત કરી રહી છે. રાજ્યપાલ વાસિલી ગોલુબેવે તેમની ટેલિગ્રામ ચેનલમાં માહિતી આપી છે કે લોકોએ ગભરાવું જોઈએ નહીં. આપણા સુરક્ષા દળો દરેક પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે. રશિયન સેનાનું મુખ્ય મથક રોસ્ટોવમાં છે. માહિતી મળી રહી છે કે અહીં વેગનર ગ્રુપે કબ્જો કરી લીધો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">