વડોદરામાં બે કેમિકલ ઉદ્યોગો પર ITની કાર્યવાહી યથાવત્, સર્ચ ઓપરેશન દરમિયાન 20થી વધુ લોકર મળી આવ્યા
વડોદરામાં આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન 20થી વધુ લોકર મળી આવ્યા હતા. જેમાંથી જમીનોના દસ્તાવેજો, મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. સોનાની કિંમત નક્કી કરવા સોનીઓની મદદ લેવાઈ હતી.
Vadodara: આવકવેરા વિભાગે (Income Tax Department) દ્વારા વડોદરામાં (Vadodara) બે મોટા કેમિકલ ઉદ્યોગો પર દરોડા પાડ્યા હતા. વડોદરાના જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપ અને નંદેસરીમાં પ્લાન્ટ ધરાવતા શિવ પ્રકાશ ગોયલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગોયલ ગ્રુપ ઉપરાંત પ્રકાશ કેમિકલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન 20થી વધુ લોકર મળી આવ્યા હતા. જેમાંથી જમીનોના દસ્તાવેજો, મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. સોનાની કિંમત નક્કી કરવા સોનીઓની મદદ લેવાઈ હતી. બંને કેમિકલ કંપનીઓના દેશ વિદેશના વેપાર અને આયાત નિકાસ અંગે પણ તપાસ કરાઈ રહી છે.
આ પણ વાંચો Bharuch: સોનાની લૂંટનો મામલો, વડોદરાથી ઝડપાયેલા ત્રણેય આરોપીઓનો કબજો ભરૂચ પોલીસને સોંપાયો
સર્ચ ઓપરેશન દરમિયાન 20થી વધુ લોકર મળી આવ્યા
આવકવેરા વિભાગ દ્વારા બેનામી આવક અને કરચોરીને લઈને વડોદરા સહિતના શહેરોમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં વડોદરાના કેટલાક વેપારીઓ આવકવેરા વિભાગની રડારમાં હતા. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા વડોદરાના બે કેમિકલ ઉધોગો પર તવાઈ બોલાવવામાં આવી હતી. આ ઉધોગોમાં સર્ચ ઓપરેશન દરમિયાન 20થી વધુ લોકર મળી આવ્યા હતા. જેમાંથી જમીનોના દસ્તાવેજો, મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા.
વડોદરાના બે કેમિકલ ઉદ્યોગો પર ITની કાર્યવાહી યથાવત્
વડોદરાના બે કેમિકલ ઉધોગો પર આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત્ છે. વડોદરા ઉપરાંત દિલ્હી, ગાંધીધામ, ભરૂચમાં 30 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ ગ્રુપના નિવાસ્થાનો, ઓફિસો અને અન્ય સંબંધિત સ્થળો પર ગુરુવારે વહેલી સવારથી સર્ચ ચાલી રહ્યું છે. મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ હોવાથી આ પ્રક્રિયામાં સમય લાગશે તેથી કરચોરીની અને બેનામી દસ્તાવેજોની વિગત મેળવવામાં વિલંબ થઇ શકે છે.
આવકવેરા વિભાગે 30થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા
આવકવેરા વિભાગે વડોદરા, કચ્છ અને દિલ્લી સહિત દેશમાં 30થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં વડોદરામાં શિવપ્રકાશ ગોયલ, જયપ્રકાશ ગોયલના પાનોલી ગ્રુપ અને પ્રકાશ કેમિકલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કંપનીના માલિક દિલીપ શાહ અને મનીષ શાહને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ કરી હતી. તો બીજી તરફ ગોયલ ગ્રુપના ગાંધીધામના ભીમાસરમાં આવેલા કચ્છ કેમિકલ પ્લાન્ટ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો