Gujarati Video : ખેડા જિલ્લામાં ડાકોર અને નડિયાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો

ખેડાના (Kheda) ડાકોરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. સુઈ, ધુણાદરા, આગરવા, કાલસર,નેશ, જાખેડ, વલ્લભપુરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 10:30 AM

Kheda : હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. નડિયાદ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. નડિયાદ સહીત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે ગરમી ઉકળાટ વચ્ચે મેઘ મહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો- Jamnagar : જર્જરિત આવાસ ધરાશાયી થતા હવે અન્ય આવાસોનો કરાશે સર્વે, હાઉસિંગ બોર્ડની ટીમ આજે આવશે જામનગર, જૂઓ Video

બીજી તરફ ખેડાના ડાકોરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. સુઈ, ધુણાદરા, આગરવા, કાલસર,નેશ, જાખેડ, વલ્લભપુરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી જ વરસાદની એન્ટ્રી થઇ છે. ડાકોરમાં રણછોડરાયની મંગળા આરતી કરવા આવેલા ભક્તો વરસાદના કારણે ફસાયા હતા. મંદિર બહાર વરસાદી પાણી ભરાઇ જતા તેઓ અટવાયા હતા. જો કે ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">