Manipur violence : મણિપુરમાં શિક્ષણ, ઈન્ટરનેટ, ધંધા રોજગાર બજાર બંધ, સરકાર જેવુ કાંઈ છે જ નહી, જાણો લોકો કેવી રીતે જીવી રહ્યાં છે

હિંસાગ્રસ્ત મણિપુરમાં રાજ્ય સરકારે સમયાંતરે મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. જેના કારણે મણિપુરના શાંતિપ્રિય લોકો બેવડી હાલાકીનો સામનો કરી રહ્યાં છે. તોફાનીઓ અલગથી પરેશાન કરી રહ્યા છે. શિક્ષણથી લઈને ધંધા રોજગાર પર ખરાબ અસર પડી છે.

Manipur violence : મણિપુરમાં શિક્ષણ, ઈન્ટરનેટ, ધંધા રોજગાર બજાર બંધ, સરકાર જેવુ કાંઈ છે જ નહી, જાણો લોકો કેવી રીતે જીવી રહ્યાં છે
Manipur Violence ( file photo)Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 5:26 PM

મણિપુર રાજ્યમાં, ગત 3 મેના રોજ શરૂ થયેલી હિંસા પછી બીજા જ દિવસે, 4 મેથી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હજુ પણ આગામી 25મી જૂન સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. મણિપુરમાં જે રીતે હાલમાં પણ હિંસા થઈ રહી છે તે જોતા આગામી 25 જૂન પછી પણ મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ થવાની ખાતરી નથી. જો છુટીછવાઈ હિંસા ચાલુ રહેશે તો સરકાર ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ વધુ લંબાવી શકે છે. સરકારે ઈન્ટરનેટ પ્રતિબંધના આદેશો ઘણી વખત સમયાંતરે આપ્યા છે. જેના કારણે મણિપુરના શાંતિપ્રેમી લોકોને બેવડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તોફાનીઓ અલગથી પરેશાન કરી રહ્યા છે. શિક્ષણથી લઈને ધંધા અને રોજગાર પર ખરાબ અસર પડી છે.

શાળાઓ અને કોલેજો પહેલેથી જ બંધ છે. ઈન્ટરનેટ બંધ થવાની અભ્યાસ પર વધુ ખરાબ અસર પડી છે. કોવિડના સમયગાળા દિવસોમાં જ્યારે ઈન્ટરનેટ ચાલુ હતું, ત્યારે અભ્યાસ ઓનલાઈન ચાલતો હતો, પરંતુ આ વખતે મોબાઈલ ઈન્ટરનેટની સુવિધા બંધ થવાને કારણે, મણિપુરના હજ્જારો વિદ્યાર્થીઓ ચિંતિત છે, હિંસા બાદ તેઓએ અન્ય ભાગોમાં પોતાની સંસ્થાઓ છોડી દેવી પડી હતી. જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફર્યા છે તેઓ પણ ચિંતિત છે.

શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ

તેઓ જ્યાં છે ત્યાં ઇન્ટરનેટ છે પરંતુ તેમની શૈક્ષણિક સંસ્થામાં ઇન્ટરનેટ નથી. સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ નથી, તેથી શિક્ષણવિંદ અને શિક્ષકો ઈચ્છે તો પણ કંઈ કરી શકે તેમ નથી. શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મણિપુરમાં અભ્યાસ કરતા લખનૌના વતની અભિષેકનું કહેવું છે કે, જ્યારે હિંસા શરૂ થઈ ત્યારે તેને લાગ્યું કે આ થોડા દિવસોની વાત છે. એકવાર હિંસા શાંત થતાંની સાથે જ તે મણિપુર પાછો ફરશે અને ફરી અભ્યાસ શરૂ કરશે. પરંતુ, હાલની સ્થિતિ જોતા, મણિપુર પાછા ફરવાની કોઈ આશા નથી અને ના તો ઓનલાઈન અભ્યાસ શરૂ થઈ રહ્યો છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

અભિષેકના કહેવા પ્રમાણે, મણિપુરમાં શિક્ષકો ઈચ્છે છે કે ઈન્ટરનેટ સેવા વહેલી તકે શરૂ થાય જેથી શિક્ષણકાર્ય શરુ કરી શકાય, પરંતુ સરકારે ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે અને તે ઈન્ટરનેટ ક્યારે શરૂ થશે તે ખબર નથી.

ઈન્ટરનેટ શરૂ કરવા માટે હાઈકોર્ટમાં અપીલ

મણિપુરના વતની સામાજિક કાર્યકર મોન્ટુ અહંથમે, ફોન પર વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ સેવા બંધ થવાને કારણે મણિપુરમાં બધું ઠપ થઈ ગયું છે. અમે રાહત શિબિરોમાંથી સતત કામ કરી રહ્યા છીએ. વોટ્સએપ કાર્યરત ન હોવાને કારણે સહકર્મીઓ સાથે વાતચીત શક્ય નથી. આ શિબિરોમાં લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. ફોન એ દરેક લોકો માટે એકમાત્ર આધાર છે.

મોન્ટુએ જણાવ્યું કે તેના સાથીઓએ મણિપુર હાઈકોર્ટમાં અપીલ કરી છે. અમને અપેક્ષા છે કે એક-બે દિવસમાં થોડીક રાહતના સમાચાર મળી શકે છે. માત્ર એટલા માટે કે સરકારે બેંકોના એટીએમ શરૂ કર્યા છે, પછી જીવનને થોડું સરળ બનાવવા માટે ચોક્કસપણે એક સિસ્ટમ શરૂ કરી છે. પરંતુ, તેમની સમસ્યા એ છે કે કેટલીકવાર એટીએમમાં રોકડ રકમ નથી હોતી, જ્યા રોકડ હોય છે ત્યાં લાંબી કતાર લાગે છે. પૈસા આવ્યા નથી કે ખતમ થયા નથી તેવી સ્થિતિ છે. વર્તમાન સમયમાં બિઝનેસનો આધાર પણ ઈન્ટરનેટ હોવાથી બેન્કિંગથી લઈને ધંધો બધું જ ઠપ્પ થઈ ગયું છે. આ પોતાનામાં એક અલગ પ્રકારનો આતંક છે. જો ઈન્ટરનેટ નહીં હોય તો સર્વર કામ કરશે નહીં, જો આવું થશે તો બેંકિંગ પણ નહીં થાય.

ધંધા રોજગાર ઠપ્પ થયા

ઓનલાઈન મની ટ્રાન્સફરના તમામ સાધનો ફોનમાં નકામા સાબિત થઈ રહ્યા છે. જેના કારણે વડીલો, વૃદ્ધો, બાળકો, બધા પરેશાન છે. મણિપુરના શાંતિપ્રેમી લોકો ઈચ્છે છે કે, સરકાર સમગ્ર ઈન્ટરનેટ નહીં પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકે. તેનાથી બંને કામ સરળતાથી થઈ જશે. સોશિયલ મીડિયા દ્વારા કોઈ નકારાત્મક પ્રચાર થશે નહીં અને શાંતિ પ્રેમી લોકોને પણ અસુવિધા થશે નહીં.

ઇમ્ફાલમાં સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલના જથ્થાબંધ વેપારી સૂરજ કુમાર, મોન્ટુએ કરેલી વાતને સમર્થન આપતા આગળ ધપાવે છે. તેઓ કહે છે કે અમારો ધંધો મોટા પાયે પડી ગયો છે. કોઈપણ વ્યક્તિ એટીએમમાંથી એક સાથે 20 હજારથી વધુ રકમ ઉપાડી શકતા નથી. મકાન બાંધવામાં 20 હજાર રૂપિયાનો કોઈ અર્થ નથી. જેના કારણે ખરીદી બંધ છે. જે માલ અમારા ગોડાઉનમાં નથી તે અમે ઓર્ડર પણ કરી શકતા નથી, કારણ કે ફંડ ટ્રાન્સફરની સમસ્યા છે. પહેલા અમે જાતે જ ફંડ ટ્રાન્સફર કરતા હતા. હવે બેંકમાંથી પણ તે કરી શકતા નથી. ટ્રાન્સફર વારંવાર નિષ્ફળ રહી છે.

આવી સ્થિતિમાં, એમ કહી શકાય કે અમને બેવડો માર પડી રહ્યો છે. સૂરજ ઈચ્છે છે કે સરકાર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકે, પરંતુ ઈન્ટરનેટ શરૂ કરે. તેઓ કહે છે કે સરકાર પણ ધંધાના અભાવે પરેશાન છે. સરકારે હિંસા ઉપર ઉતરી આવેલા સિવાયના લોકોની વાત અને સમસ્યાને પણ સમજવી પડશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">