Gujarati Video : ભારે પવન અને વરસાદથી હાલોલ-શામળાજી હાઇવે પર 4 વીજપોલ ધરાશાયી, ટ્રાફિકને ડાયવર્ટ કરવાની ફરજ પડી

ભારે વરસાદ અને પવનના કારણે કેટલાક સ્થળોએ વીજપોલ ધરાશાયી થયા છે. હાલોલ-શામળાજી હાઇવે પર ચાર જેટલા વીજપોલ (Electric polls) ધરાશાયી થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 1:09 PM

Panchmahal : પંચમહાલ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. વરસાદના પગલે હાલોલ-શામળાજી રોડ બ્લોક કરવાની ઘટના બની છે. ભારે વરસાદ અને પવનના કારણે કેટલાક સ્થળોએ વીજપોલ ધરાશાયી થયા છે. હાલોલ-શામળાજી હાઇવે પર ચાર જેટલા વીજપોલ (Electric polls) ધરાશાયી થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. જોખમ વચ્ચે વાહનચાલકો પસાર થઇ રહ્યા છે. જીવંત વાયરના કારણે વાહનચાલકો પર કોઇ સંકટ ન આવે તે માટે હાઇવે પર ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે.

આ પણ વાંચો-Ahmedabad: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, અમદાવાદના યુવાનની દક્ષિણ અમેરિકામાં હત્યા

મહત્વનું છે કે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ઘોઘંબાના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે અનેક રસ્તા બંધ કરવાની ફરજ પડી છે..જેને કારણે લોકોને અવરજવર કરવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક કોતરોમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. આસપાસના ખેતરોમાં પાણી વરસાદી પાણી ફરી વળતા ખેતરો જળમગ્ન બન્યાં છે. અનેક રસ્તા બંધ થવાને કારણે આસપાસના ગામ સંપર્કવિહોણા બન્યાં છે.

પંચમહાલ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">