Gujarati Video: લાંચ કેસમાં EPFOના અધિકારી થયા CBI સમક્ષ હાજર, બેંક ડિટેઈલ, સીલ કરાયેલા ઘર સહિતની તપાસ હાથ ધરાશે
એક મહિનાથી EPFOના અધિકારી CBI સમક્ષ હાજર થતા ન હતા. જો કે આખરે એક માસ બાદ નિરંજનસિંહ સીબીઆઇ સમક્ષ હાજર થયા છે. નિરંજનસિંહ પર પ્રોવિડન્ડ ફંડના (Provident Fund) ઇસ્યૂને લઇને કોન્ટ્રાક્ટર પાસે 12 લાખ રુપિયાની લાંચ માગી હતી.
Rajkot : ગુજરાતમાં ફરી એકવાર લાંચિયો અધિકારી સકંજામાં આવ્યો છે. રાજકોટમાં લાંચ કેસમાં EPFOના અધિકારી CBI સમક્ષ હાજર થયા છે. એક મહિનાથી EPFOના અધિકારી CBI સમક્ષ હાજર થતા ન હતા. જો કે આખરે એક માસ બાદ નિરંજનસિંહ સીબીઆઈ સમક્ષ હાજર થયા છે. નિરંજનસિંહ પર પ્રોવિડન્ડ ફંડના (Provident Fund) ઈસ્યૂને લઈને કોન્ટ્રાક્ટર પાસે 12 લાખ રુપિયાની લાંચ માગી હતી. જે પછી 2 લાખ રુપિયાની લાંચ (bribe) લેતા વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે નિરંજનસિંહની પણ ધરપકડ થઇ છે. હવે નિરંજનસિંહના બેંક અકાઉન્ટની ડિટેઇલ તેમજ સીલ કરાયેલા ઘર સહિતની તપાસ હાથ ધરાશે.
આ પણ વાંચો- Gujarati Video: વડોદરાના વૃદ્ધ બન્યા હનીટ્રેપનો શિકાર, મહિલાએ 50 હજાર રુપિયા પડાવ્યા
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News