23 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, કચ્છનાં લખપતમાં માવઠું, મહેસાણામાં પડ્યા કમોસમી વરસાદી છાંટા
આજે 23 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
અમદાવાદઃ શહેરની સ્કૂલને ફરી મળી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદઃ શહેરની સ્કૂલને ફરી મળી ઉડાવી દેવાની ધમકી મળી. બે સ્કૂલને ફરી મળ્યો ધમકી ભર્યો મેઇલ. સેંટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલને મળ્યો મેઇલ.ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ સ્કૂલમાં ચેકિંગ હાથ ધરાયુ
-
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડા પવનો સાથે દિલ્લીમાં વરસાદી માહોલ છવાયો. રાજસ્થાનના જયપુર સહિતના વિસ્તારોમાં માવઠું છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષાના એલર્ટ વચ્ચે વરસાદ ખાબક્યો. જમ્મુ-કાશ્મીરમાં પણ શિયાળામાં વરસાદી માહોલ છે.
-
-
મહેસાણાઃ વિસનગરના વાતાવરણમાં પલટો
મહેસાણાઃ વિસનગરના વાતાવરણમાં પલટો આવ્યો. ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો. વિસનગર શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો.
-
વડાપ્રધાન મોદી આજે બે રાજ્યનો કરશે પ્રવાસ
વડાપ્રધાન મોદી આજે બે રાજ્યનો પ્રવાસ કરશે. PM મોદી સૌપ્રથમ કેરળના તિરૂવનંતપુરમની મુલાકાત લેશે. PM મોદી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તિરૂવનંતપુરમમાં 4 નવી ટ્રેનોનો PM મોદી આપશે લીલીઝંડી. PM મોદી 3 નવી અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. તમિલનાડુમાં પણ ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.
-
આજે વસંત પંચમી માટે મુખ્ય સ્નાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમમાં ઉમટ્યા
પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, “આજે વસંત પંચમી માટે મુખ્ય સ્નાન છે. મધ્યરાત્રિથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બધા ઘાટ પર સ્નાન સરળતાથી ચાલી રહ્યું છે. જળ પોલીસ ખૂબ જ સતર્કતા સાથે તેમની ફરજો બજાવી રહી છે. SDRF અને NDRF પણ તૈનાત છે. ભક્તોને કોઈ અસુવિધા ન થાય તે માટે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો પણ તૈનાત છે. હાલમાં હળવું ધુમ્મસ છે. ધુમ્મસ દૂર થયા પછી મોટી સંખ્યામાં ભક્તો પહોંચશે.”
#WATCH | Prayagraj, Uttar Pradesh: Prayagraj DM Manish Kumar Verma says, “Today is the main bath of Basant Panchami. Devotees have been arriving in large numbers since midnight. Bathing is proceeding smoothly at all ghats. The Water Police is performing its duties with full… https://t.co/Sk2tr5I9HC pic.twitter.com/6QQ0FarLM3
— ANI (@ANI) January 23, 2026
-
-
રશિયા-અમેરિકા વચ્ચે યુક્રેન યુદ્ધ પર શાંતિવાર્તા મુદ્દે ચર્ચા
રશિયા-અમેરિકા વચ્ચે યુક્રેન યુદ્ધ પર શાંતિવાર્તા મુદ્દે ચર્ચા થઇ. ક્રેમલિનમાં પુતિન-વિટકૉફ વચ્ચે સાડા 3 કલાક થઇ વાતચીત. વાતચીત સમયે જેરેડ કુશનર પણ હાજર રહ્યા. શાંતિ વાર્તા મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા વિચારણા ચાલી.
-
કચ્છ: સરહદી તાલુકા લખપતમાં માવઠું
કચ્છ: સરહદી તાલુકા લખપતમાં માવઠું થયુ. નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી ખેતીને નુકશાની થવાની ભીતી છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા માવઠાની સંભાવના હતી.
-
આજે 23 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 23,2026 7:33 AM