AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 જુનના મહત્વના સમાચાર : ગુજરાતમાં આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી, 81 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ, 25 જૂને જાહેર થશે પરિણામ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2025 | 9:12 PM

આજે 21 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 જુનના મહત્વના સમાચાર :  ગુજરાતમાં આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી, 81 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ, 25 જૂને જાહેર થશે પરિણામ

આજે 21 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jun 2025 09:10 PM (IST)

    સુરેન્દ્રનગર: સાયલામાં થયેલી આધેડની હત્યાનો ઉકેલાયો ભેદ

    • સુરેન્દ્રનગર: સાયલામાં થયેલી આધેડની હત્યાનો ઉકેલાયો ભેદ
    • પોલીસે હત્યા કેસમાં પાંચ આરોપીની કરી ધરપકડ
    • જૂની અદાવતમાં આરોપીએ કરી આધેડની હત્યા
    • આરોપીઓએ કારને સામસામે અથડાવી કર્યો હતો હુમલો
    • આધેડ કારમાં જઇ રહ્યા હતા ત્યારે થયો હુમલો
    • ગંભીર ઈજા થતાં આધેડનું નિપજ્યું હતું મોત
    • પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી
  • 21 Jun 2025 08:17 PM (IST)

    અમદાવાદ પ્લેન ક્રેશ: અત્યાર સુધીમાં 247 મૃતદેહોના DNA થયા મેચ

    • અમદાવાદઃ પ્લેન ક્રેશમાં મૃતકોના DNA મેચ કરવાની કામગીરી યથાવત્
    • અત્યાર સુધીમાં 247 મૃતદેહોના DNA થયા મેચ
    • 232 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા
    • 3 પરિવાર અન્ય સભ્યના મૃતદેહની જોઈ રહ્યા છે રાહ
    • 23 મૃતદેહને હવાઈ માર્ગે મોકલવામાં આવ્યા
    • 209 મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે મોલકવામાં આવ્યા
    • મૃતકોમાં 175 ભારતીય, 60 વિદેશી નાગરિક 12 નોન પેસેન્જર
  • 21 Jun 2025 07:09 PM (IST)

    વઢવાણ GIDC વિસ્તારમાં 25 વર્ષથી નથી બન્યો પાકો રસ્તો

    સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલી નાખી છે. વઢવાણ GIDCમાં છેલ્લા 25 વર્ષથી રસ્તાનો અભાવ છે. એમાંય વરસાદમાં તો સ્થિતિ બદ્દતર બની જતી હોય છે. ત્યારે આ વરસાદમાં પણ રસ્તાઓ પર એક-એક ફૂટના ખાડાઓ પડતા કારખાનેદારો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. વઢવાણ GIDCમાં 200થી વધુ કારખાના આવેલા છે. અને મનપામાં સૌથી વધુ કારખાનેદાર ટેક્સ ચૂકવતા હોય છે છતાં રસ્તો ન બનવાતા કારખાનેદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

  • 21 Jun 2025 07:04 PM (IST)

    અરવલ્લીના મેઘરજામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી

    અરવલ્લીમાં તો મેઘરાજા જાણે ભૂક્કા કાઢવા જ વરસી રહ્યા હોય તેમ બેફામ વરસ્યા. મોડાસા શહેરથી લઈ ગ્રામ્ય પંથકમાં પ્રચંડ ગાજવીજ સાથે મેઘો મૂશળધાર થઈ વરસ્યો. ભારે વરસાદ બાદ મોડાસા શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો ગાજણ, લિંભોઈ, ઈટાડી, મદાહેવપુરા, મેઢાસણમાં વરસાદ વરસ્યો. પ્રચંડ ગાજવીજ સાથે ભારે વરસાદના કારણે માર્કેટયાર્ડ પણ જાણે બેટમાં ફરેવાયું હોય તેમ પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી ભરાતા વેપારીઓ, ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. માર્કેટયાર્ડમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છતાં.  કોઈ ઉકેલ ન આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.  મેઘરજના આંબાવાડીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોડાસા ચાર રસ્તા પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા. અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક તરફ વરસાદના આગમથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ જળબંબાકારની સ્થિતિને પગલે લોકો તંત્ર સામે આક્રોશમાં છે.

  • 21 Jun 2025 07:00 PM (IST)

    4 કરોડના ખર્ચ બનાવેલા ડાયવર્ઝનના રોડ પર પડ્યુ ગાબડુ 

    છોટા ઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 પર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાયું. જેના કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનના રોડ પર ગાબડું પડતા તમામ વાહનોની અવરજવર બંધ કરાઈ છે. હવે રાહદારીઓને 40 કિલોમીટર ચાલીને રસ્તો પસાર કરવાનો વારો આવ્યો છે. જોકે જિલ્લા કલેક્ટરને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતુ.

  • 21 Jun 2025 06:39 PM (IST)

    ટીમ ઈન્ડિયા 471 રનમાં ઓલઆઉટ

    ભારત-ઈંગ્લેન્ડ લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પહેલઈ ઈનિંગમાં 471 રનમાં ઓલઆઉટ થઈ હતી. કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને વાઈસ કેપ્ટન રિષભ પંતે શાનદાર ફટકારી સદી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસ અને જોશ ટંગે 4-4 વિકેટ લીધી હતી.

  • 21 Jun 2025 05:14 PM (IST)

    પંચમહાલ: સીલ કરેલી કંપનીનો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

    • પંચમહાલ: સીલ કરેલી કંપનીનો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો
    • હાલોલમાં ટાસ્ક ફોર્સ કમિટીએ સીલ કરી હતી પ્લાસ્ટિકનું યુનિટ
    • 57 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
    • પનોરમા ચોકડી નજીક અલગ ટ્રાન્સપોર્ટની ટ્રકોમાંથી ઝડપાયો જથ્થો
    • 4 જેટલી ટ્રકોમાં કરાઇ રહી હતી પ્રતિબંધિત પ્લાસ્ટિકની હેરફેર

    પાલિકાએ જે પ્લાસ્ટિકનું યુનિટ સીલ કર્યું હતું. તેના દ્વારા ઉત્પાદિત જથ્થો કઇ રીતે ટ્રાન્સપોર્ટ સુધી પહોંચ્યું તે અંગે ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. કેવી રીતે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પાસિંગની ટ્રકમાં ભરીને રૂ. 70 લાખનો પ્લાસ્ટિકનો જથ્થાની હેરફેર થઇ રહી હતી તે અંગે પણ તપાસ થશે.

  • 21 Jun 2025 05:13 PM (IST)

    છોટાઉદેપુરઃ ઉંચાપન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આરોપ

    • છોટાઉદેપુરઃ ઉંચાપન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આરોપ
    • ગ્રામ પંચાયતના મતદારોને પ્રલોભન આપતો વીડિયો વાયરલ
    • સરપંચના ઉમેદવાર મતદારોને પ્રલોભન આપતા હોવાના આક્ષેપ
    • મતદારોને રીઝવવા સાડી અને 500 રૂપિયા અપાતા હોવાનો દાવો
    • મત મળવવા મટનની કાપલી અપાતી હોવાની લોક ચર્ચા
    • Tv9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી
  • 21 Jun 2025 04:57 PM (IST)

    રિષભ પંતે લીડ્સ ટેસ્ટમાં ફટકારી સદી

    લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં, ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે ફરી એકવાર પોતાની અદ્ભુત બેટિંગ કુશળતા બતાવી છે. પંતે સદી ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું એટલું જ નહીં, પરંતુ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. આ તેની ટેસ્ટ કારકિર્દીની સાતમી સદી છે, જ્યારે તેણે ઈંગ્લેન્ડ સામે તેની ચોથી ટેસ્ટ સદી ફટકારી છે.

  • 21 Jun 2025 03:55 PM (IST)

    સુરત: કામરેજ ગામે થઇ યુવતીની હત્યા

    • સુરત: કામરેજ ગામે થઇ યુવતીની હત્યા
    • યુવતીના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો આરોપ
    • શ્યામ સુંદર એપાર્ટમેન્ટમાંથી ધક્કો માર્યાનો આરોપ
    • પાંચમા માળેથી યુવતીને ધક્કો મારી દેતા મોત
    • અગમ્ય બાબતે તકરાર થતા હત્યા કરી દેવાઇ
    • હત્યા બાદ મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો
    • પોલીસને જાણ થતા વધુ કાર્યવાહી હાથ ધરાઇ
  • 21 Jun 2025 03:48 PM (IST)

    વડોદરા શહેરમાં સાતમી વખત નકલી જન્મ પ્રમાણપત્ર ઝડપાયું

    રાજ્યમાં નકલીનો જાણે રાફડો ફાટ્યો છે. તેવામાં વડોદરા શહેરમાં સાતમી વખત નકલી જન્મ પ્રમાણપત્ર ઝડપાયું. શહેરની વોર્ડ નંબર 17ની કચેરીમાં કામગીરી દરમિયાન આ પર્દાફાશ થયો. વડદલાની કરિયાણાની દુકાનમાં નકલી પ્રમાણપત્ર બનતા હોવાનો ખુલાસો થયો છે. ગામના એક યુવકે બાળકનું નકલી જન્મપ્રમાણ પત્ર બનાવ્યુ હતું. પોલીસે યુવકની અટકાયત કરી છે. ઉલ્લેનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનામાં સાતમું નકલી પ્રમાણપત્ર મળ્યું છે.

  • 21 Jun 2025 03:47 PM (IST)

    સુરત: સિટી બસમાં વગર ટિકિટે મુસાફરી કરનાર સામે કાર્યવાહી

    • સુરત: સિટી બસમાં વગર ટિકિટે મુસાફરી કરનાર સામે કાર્યવાહી
    • એક સપ્તાહમાં વગર ટિકિટે મુસાફરી કરનારને ફટાકર્યો દંડ
    • મનપાએ મુસાફરોને દોઢ લાખથી વધુનો દંડ ફટકાર્યો
    • પુખ્તવયનાને 100 રૂપિયાનો દંડ અને બાળકનો 50નો દંડ ફટકારાયો
    • ઉધના, લિંબાયત, કતારગામ અને રાંદેર ઝોનમાં કરી કાર્યવાહી
    • કટકી કરનાર ડ્રાઈવર અને કંડક્ટરને કરાયા સસ્પેન્ડ
    • જાહેર પરિવહન સમિતિ કડક તપાસમાં જોતરાઈ
  • 21 Jun 2025 02:48 PM (IST)

    છોટાઉદેપુર: જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ

    છોટાઉદેપુર: જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. સૌથી વધુ પાવીજેતપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી બે કાંઠે છે. જોજવામાં આવેલ આડબંધ ઓવરફ્લો થયો. લોકો સેલ્ફી માટે જીવના જોખમે આડબંધ પર પહોંચ્યા.

  • 21 Jun 2025 02:09 PM (IST)

    આગામી 24 કલાકમાં રાજ્યમાં પડી શકે ભારે વરસાદ

    આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદને લઇને હવામાન વિભાગે સૌથી મોટી આગાહી કરી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદથી સાબરકાંઠા, બનાસકાંઠા સુધી ભારેથી અતિભારેની આગાહી છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. રાજ્યમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

  • 21 Jun 2025 01:08 PM (IST)

    બનાસકાંઠા: પંચાયતની ચૂંટણી પહેલા ઉમેદવારને ધમકી

    બનાસકાંઠા: પંચાયતની ચૂંટણી પહેલા ઉમેદવારને ધમકી મળી છે. ધાનેરાના આશિયા ગામે ઉમેદવારને ધમકી મળ્યાની ફરિયાદ છે. સરપંચ અને સભ્યના પ્રચાર સમયે ધમકી મળ્યાની રાવ ઉઠી છે. તારી પત્નીએ કેમ ઉમેદવારી નોંધાવી તેવું કહીને ધમકી આપ્યાની રાવ છે. ધાનેરા પોલીસે 3 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. સરપંચની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે.

  • 21 Jun 2025 01:06 PM (IST)

    ગાંધીનગરઃ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

    ગાંધીનગરઃ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે બફારા વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા.

  • 21 Jun 2025 12:22 PM (IST)

    તાપી: જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ

    તાપી: જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી બેલેટ પેપરની ડિસ્પેચિંગ કામગીરી શરૂ થઇ. અધિકારીઓની હાજરીમાં પેપર ડિસ્પેન્ચિંગની કામગીરી શરૂ કરાઈ. જિલ્લામાં કુલ 37 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. ચૂંટણી ફરજ પરના સ્ટાફને મતદાન બુથ ખાતે રવાના કરાશે.

  • 21 Jun 2025 11:26 AM (IST)

    પોરબંદરમાં ચોપાટી ખાતે યોગ સમારોહનું આયોજન

    આજે સમગ્ર વિશ્વમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં ચોપાટી ખાતે રાષ્ટ્રીય કક્ષાના યોગ સમારોહનું આયોજન કરાયું. ચોપાટી પાસે કુદરતી વાતાવરણમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં શહેરના લોકો જોડાયા. વિવિધ સંસ્થાઓના સભ્યો તથા સ્કુલો અને કોલેજોના વિદ્યાર્થીઓએ યોગ કર્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ભાજપના આગેવાનો અને અધિકારીઓ પણ હાજર રહ્યા.

  • 21 Jun 2025 09:52 AM (IST)

    છોટા ઉદેપુર: બરોજ પ્રાથમિક શાળાની છત પડી

    છોટા ઉદેપુર: બરોજ પ્રાથમિક શાળાની છત પડી. ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે છત ધરાશાયી થયો છે. શાળાના ઉપરના તમામ પતરા ઉડ્યા. પ્રાથમિક શાળામાં ધો.1થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ છે. છત પડી જતા બાળકોને બેસાડવામાં મુશ્કેલી થઇ રહી છે.

  • 21 Jun 2025 09:23 AM (IST)

    જાપાનમાં ભારતીય દૂતાવાસે ટોક્યોમાં યોગ દિવસની ઉજવણી કરી

    યોગ દિવસ નિમિત્તે, જાપાનમાં ભારતીય દૂતાવાસે ટોક્યોમાં યોગ દિવસની ઉજવણી કરી.

  • 21 Jun 2025 09:10 AM (IST)

    AMC દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વૃક્ષારોપણ કર્યું. મકરબા તળાવ પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ યોજાયો હતો. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા.

  • 21 Jun 2025 09:05 AM (IST)

    પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ

    પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાંબુઘોડામાં ગત સાંજથી વરસાદ ખાબક્યો. છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો. હાલોલ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. કાલોલ અને ઘોઘંબામાં પણ 1-1 ઈંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી તમામ નદી, નાળા, તળાવો છલકાયા.

  • 21 Jun 2025 09:03 AM (IST)

    દાહોદઃ વહેલી સવારથી વરસાદની શરૂઆત

    દાહોદઃ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઇ છે. ઝાલોદ, ધાનપુર, ફતેપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો. દાહોદ શહેરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાયા. દાહોદ-ગોદીરોડ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 21 Jun 2025 09:00 AM (IST)

    આજે સમગ્ર દેશમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

    આજે સમગ્ર દેશમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. વડોદરા શહેરના વિવિધ સ્થળે પણ યોગા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મુખ્ય યોગ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર.પાટીલ કાર્યક્રમમાં હાજર રહ્યાં. વિધાનસભાના દંડક, મેયર અને સાંસદ પણ યોગમાં જોડાયા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

  • 21 Jun 2025 07:46 AM (IST)

    UPના CM યોગીએ ગોરખપુરમાં યોગ કર્યા

    UPના સીએમ યોગીએ ગોરખપુરમાં યોગ કર્યા અને બધાને યોગ કરવાની અને સ્વસ્થ રહેવાની સલાહ આપી.

  • 21 Jun 2025 07:36 AM (IST)

    વધતી જતી સ્થૂળતા સમગ્ર વિશ્વ માટે એક પડકાર છે, ખોરાકમાં તેલનું પ્રમાણ 10% ઘટાડવું: પીએમ મોદી

    પીએમ મોદીએ યોગ દિવસે દેશમાં વધતી જતી સ્થૂળતાનો ઉલ્લેખ કર્યો. પીએમએ લોકોને તેમના ખોરાકમાં તેલનું પ્રમાણ 10% ઘટાડવા કહ્યું. તેમણે સ્વસ્થ ખોરાક ખાવાની પણ સલાહ આપી.

  • 21 Jun 2025 07:35 AM (IST)

    લોકો પોતે યોગ ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છે, તે શાંતિને દિશા આપે છે: પીએમ મોદી

    યોગ દિવસ નિમિત્તે પીએમ મોદીએ કહ્યું કે, લોકો પોતે યોગ ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છે. પીએમએ એમ પણ કહ્યું કે યોગ શાંતિને દિશા આપે છે.

  • 21 Jun 2025 07:34 AM (IST)

    એવરેસ્ટનું શિખર હોય કે સમુદ્ર, યોગ દરેકનો છે, તે દરેક માટે છે: PM મોદી

    પીએમ મોદીએ કહ્યું, એવરેસ્ટનું શિખર હોય કે સમુદ્ર, યોગ દરેકનો છે, તે દરેક માટે છે. પીએમ મોદી આજે વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો સાથે યોગ કરી રહ્યા છે.

  • 21 Jun 2025 07:34 AM (IST)

    યોગનો સરળ અર્થ જોડવાનો છે : PM મોદી

    પીએમ મોદી આજે વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો સાથે યોગ કરી રહ્યા છે. આ પ્રસંગે પીએમએ કહ્યું, યોગનો સરળ અર્થ જોડવાનો છે.

  • 21 Jun 2025 07:20 AM (IST)

    વડગનરમાં યોગ દિનની ઉજવણીમાં મુખ્યપ્રધાન હાજર

    વિશ્વ યોગ દિનની વડનગરમાં ઉલ્લાસભેર ઉજવણી થઇ. વડગનરમાં યોગ દિનની ઉજવણીમાં મુખ્યપ્રધાન હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવાયો. વિવિધ શહેરોમાં યોગના ભવ્ય કાર્યક્રમો યોજાશે. રાજ્યમાં લાખો લોકો એકસાથે યોગાભ્યાસ કરશે.

Published On - Jun 21,2025 7:17 AM

g clip-path="url(#clip0_868_265)">