મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સામેલ થશે. 27 ફેબ્રૂઆરીએ અમિત શાહ શાહી સ્નાન કરશે. 3જી તારીખે CM ડૂબકી લગાવશે.
સુરતઃ પલસાણામાંથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું છે. ટેન્કરમાંથી જ્વલનશીલ કેમિકલનો જથ્થો કાઢી ચોરી કરાતી હતી. પોલીસે 72 લાખની કિંમતનો કેમિકલનો જથ્થો કબજે કર્યો. ગતરાજથી સામરોદ ગામ જતા માર્ગ પર વેપલો ચાલતો હતો. 50 જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા બેરલ મળી આવ્યા છે. આસિફ રસીદ શેખ નામનો ઈસમ માણસો રાખી વેપલો કરી રહ્યો હતો.
દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કર્યા છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ જશે. મહાકુંભમાં જઈને CM શાહી સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીએ CM મહાકુંભમાં ભાગ લેશે.
રાજકોટ: હિરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર થઇ ગયુ છે. 9 ફેબ્રુઆરીએ નવા ટર્મિનલનું લોકાર્પણ કરાશે. 23 હજાર ચો. મીટરમાં ફેલાયું છે નવું ટર્મિનલ. ATC ટાવર અને 256 CCTVથી સજ્જ છે. 4 એરોબ્રીજથી મુસાફર ટર્મિનલમાંથી સીધા ફ્લાઈટમાં પહોંચી શકશે. બે હજાર આઠસો મુસાફરોને એક સાથે હેન્ડલ કરવાની ક્ષમતા છે્. એક સાથે 14 વિમાન પાર્ક થાય તેવી સુવિધા આપવામાં આવી છે.
બનાસકાંઠાઃ ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા યોજાશે. પૂર્વ ધારાસભ્યો સાથે ધાનેરાના ધારાસભ્ય પણ સભામાં જોડાશે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ધાનેરાના વિવિધ વેપારી સંગઠનો ધાનેરા બંધને ટેકો આપશે.
મહેસાણા: ફતેપુરા બાયપાસ સર્કલ પાસે શંકાસ્પદ ઘી ઝડપાયું છે. પાટણથી મુંબઇ જતી ખાનગી બસમાં શંકાસ્પદ ઘી ઝડપાયું. બસની સીટ નીચે ચોરખાનામાં દારૂ છુપાવાયો હતો. મહેસાણા તાલુકા પોલીસ અને DySPએ તપાસ હાથ ધરી.
સુરેન્દ્રનગરઃ લીંબડીના લક્ષ્મીસર ગામે જૂથ અથડામણ થઇ. બે જુથો વચ્ચે ઘાતક હથિયારોથી મારામારી થઇ. મારામારીમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા. પ્રાથમિક તપાસમાં જુના મનદુઃખમાં અથડામણ થઇ હોવાનું સામે આવ્યુ છે.
અમેરિકામાં 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા. વ્હાઇટ હાઉસમાં બાઇડન સાથે કરી મુલાકાત. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને પત્ર લખી પાઠવી શુભેચ્છા. રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારત વતી વિદેશપ્રધાન જયશંકરની ઉપસ્થિતિ. જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા. સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાનો આરોપ. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક ફરતે ગાળિયો. કાર્તિકને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ. ફાઇલ, ચેક સહિત મહત્વની સામગ્રી કરી કબજે. સુરતમાં કથાકાર પ્રદીપ મિશ્રાએ યુવતીઓને લવ જેહાદીઓથી ચેતવી. કહ્યું ખોટા વ્યક્તિનો બંગલો જોઇને ફસાયા તો ફ્રિજમાં મળશે 41 ટુકડા. રાજ્યમાં HMPVનો વધુ એક કેસ. મહેસાણાના 69 વર્ષીય વૃદ્ધા પોઝિટિવ. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. રાજ્યમાં કુલ 7 કેસ.
Published On - 7:33 am, Tue, 21 January 25