Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 માર્ચના મહત્વના સમાચાર : ડાંગર પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતના પ્રધાન મુકેશ પટેલે કહ્યું- ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2025 | 10:03 PM

આજે 18  માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 માર્ચના મહત્વના સમાચાર : ડાંગર પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતના પ્રધાન મુકેશ પટેલે કહ્યું- ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું

આજે 18  માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Mar 2025 10:02 PM (IST)

    યુક્રેન યુદ્ધ અંગે ટ્રમ્પ અને પુતિન વચ્ચે ગંભીર વાતચીત

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધને લઈને વાતચીત ચાલી રહી છે. બંને નેતાઓ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી આ વાતચીત ચાલી રહી છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, ટ્રમ્પ અને પુતિન ચર્ચા કરી રહ્યા છે કે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવાની યોજના પર અમેરિકા, રશિયાની સહમતિ ઈચ્છે છે.

  • 18 Mar 2025 09:45 PM (IST)

    ડાંગર પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતના પ્રધાન મુકેશ પટેલે કહ્યું- ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું

    સુરતમાં ગુજરાત સરકારના પ્રધાન મુકેશ પટેલે જાહેર મંચ પરથી ખેડૂતો માટે ચોકાવનારુ નિવેદન કર્યું છે.  મુકેશ પટેલે કહ્યું કે, એક કિલો ડાંગરના પાક પાછળ 40,00 લિટર પાણી વપરાય છે. આવનાર સમયમાં ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગરનો પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું. પાણી બચાવવા આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી સારો અને સફળ ડાંગરનો પાક દક્ષિણ ગજરાતમા જ થાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

    પાણીની દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાત સૌથી સુખી અને સંપન્ન પ્રદેશ છે. સિંચાઈ વિભાગને કહી પૂરતું પાણી પૂરું પાડવાને બદલે પાક બંધ કરાવાઇ રહ્યો છે. સુરતમાં પાણી માટે ખેડૂતોની બુમ પડી છે. હજુ તો ઉનાળુ સિઝન શરૂ પણ નથી થઈ ત્યાં શરૂઆતમાં જ પાણીનું રોટેશન ખોરવાયું ગયું હોવાનું મુકેશ પટેલે કહ્યું હતું. કાકરાપાર, જમણાકાંઠા, માયનોર નહેરથી પાણી નહીં મળતાં નહેર ખાલી ખમ્મ થઈ છે. ડાંગરના પાકમાં વધુ પાણીની જરૂર પડે છે. આથી આવો નિર્ણય લેવો પડશે.

  • 18 Mar 2025 09:38 PM (IST)

    ઓઢવ રીંગ રોડ પરથી કારના ચોરખાનામાંથી 30 લાખની 29 કિલો ચાંદી ઝડપાઈ

    અમદાવાદનાં ઓઢવ રીંગ રોડ પરથી PCB એ એક કારમાંથી ચાંદીનો મોટા જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીને બાતમી મળી હતી તેના આધારે એક કારની તપાસ કરતા તેમાંથી 30 લાખની કિંમતની 29 કિલો 740 ગ્રામ ચાંદી ઝડપી પાડી છે. કારમાં ગુપ્ત ખાનું બનાવીને ચાંદી લઈ જવાતી હતી. ચાંદીનો જથ્થો માણેકચોકના પાટીદાર જવેલર્સના માલીક કરણ પટેલ પાસેથી લઈને મધ્યપ્રદેશ લઈ જવામાં આવતી હતી.  કરણ પટેલ પાસેથી આશીષ સોની ચાંદી મેળવી અને તેના સબંધી દ્વારા મધ્યપ્રદેશમાં ભાવેશ સોનીની લઈ જઈ રહ્યા હતા. કારમાં ડ્રાઇવર અબ્દુલ વહીદ ઉર્ફે ભૂરું ખાન અને ભાવેશ સોનીની હાલમાં અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 18 Mar 2025 09:34 PM (IST)

    જામજોધપુર માકેટીંગ યાર્ડમાં ધાણા ભરેલ વાહનોની 4 કિમી સુધી લાગી લાઈન

    જામનગરના જામજોધપુર માકેટીંગ યાર્ડમાં ધાણાની મબલક આવક થવા પામી છે. માર્કેટીગ યાર્ડની બહાર ચાર કિમી સુધી ધાણાના વાહનોની ક્તાર લાગી છે. આજે સમી સાંજથી જ ખેડૂતો તેમની જણસો લઈ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. હરાજીમાં ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. માર્કેટીંગ યાર્ડ પ્રસાશન દ્વારા ખેડૂતોને અગવડતા ના પડે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવી છે.

  • 18 Mar 2025 07:25 PM (IST)

    સુરતની કંપની, ડ્રગ્સ બનાવવામાં વપરાતુ પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં મોકલતી હતી

    અમદાવાદ એટીએસે ગતા 24 નવેમ્બરે સુરતની કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપીઓ વિદેશમાં નશીલુ કેમિકલ મોકલતા હતા. કસ્ટમથી બચવા આરોપીઓ ખોટી પ્રોડક્ટનું નામ બતાવીને એર કાર્ગો મારફતે મોકલતા હતા. નશીલા કેમિકલ સપ્લાય કરવા માટે આરોપીઓ ખોટા સર્ટિફિકેટ રજૂ કરતા હતા. ભારતમાં રહેલ કંપનીઓ પાસેથી ખોટા  યૂઝર સર્ટિફિકેટ તથા બોગસ ઇન્વૉઇસો મેળવવામાં આવતા હતા. આરોપીઓ મુખ્યત્વે મેક્સિકો, ગ્વાટેમાલા જેવા દેશોમાં આવા પ્રતિબંધિત કેમિકલ સપ્લાય કરતા હતા. સતીશ સુતરીયા અને યુક્તા કુમારી મોદી નામની યુવતી સામે BNS અને NDPS ની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આરોપીઓ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારના પ્રતિબંધિત કેમિકલની સપ્લાય કરતા હતા. પ્રતિબંધિત કેમિકલ સપ્લાય કરવા બાબતે આરોપીઓને 5 થી 7 ગણા રૂપિયા મળતા હતા. રીસીવર પાર્ટી સિનલોવા કાર્ટેલ સાથે જોડાયેલ હોવાનુ ખુલ્યું છે. આરોપીઓ પ્રતિબંધિત સાયકોટ્રોપીક સબસ્ટન્સ ફેંટાનીલ બનાવવા માટે પ્રિકર્સસનો જથ્થો મોકલતા હતા.

  • 18 Mar 2025 05:19 PM (IST)

    મોરબી, ટંકારા અને હળવદમાં ગુનેગારો-ટપોરીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયાં

    મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા અને હળવદમાં પોલીસે તૈયાર કરેલ અપરાધીઓની યાદીમાં જે લોકોએ તેમના રહેઠાણે ગેરકાયદે વીજ જોડાણ મેળવ્યા છે તેમના પર પોલીસ અને વીજ કંપનીએ ભેગા મળીને તવાઈ બોલાવી છે. પોલીસે PGVCLની ટીમને સાથે રાખીને ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખ્યાં છે. મોરબીમાં ઈરફાન વલીમહમદ કટારીયા રહે કુલી નગર 1, શાહરૂખ ફિરોજભાઈ પઠાણ, ઈકબાલ ગુલમામદ માણેકના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખ્યાં છે. ટંકારામાં કુલદીપસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નંખાયા છે. હવે આગામી સમયમાં, આ અપરાધીઓના ઘરે કરાયેલા ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવશે.

  • 18 Mar 2025 05:14 PM (IST)

    પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસેથી લાંચ લેનાર ઝડપાયો

    મહીસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી પાસેથી લાંચ લેનાર ઝડપાયો છે. રૂ 20,000 લેતા સરપંચ પિતા અને એક વચેટિયાને, મહીસાગર એસીબીએ  રંગે હાથ ઝડપી પાડ્યા છે. કડાણા તાલુકાના દધાલીયા ગ્રામ પંચાયતના સરપંચના પિતા વહીવટ કરતા અને તેમના વતીથી નાણાં લેનાર બન્ને આરોપી પકડાયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ તેમજ બીજા હપ્તાના ટકાવારીના કુલ 22,500 લાંચ પેટે માંગ્યા હતા. જેમાં વચેટીયા દ્વારા મલેકપુર ચોકડી પર 20,000 સ્વીકારવામાં આવ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.

  • 18 Mar 2025 05:01 PM (IST)

    ATS અને DRIને અમદાવાદના પાલડીમાંથી 100 કરોડનુ 107 કિલો સોનુ, 1.37 કરોડ રોકડા મળ્યા

    અમદાવાદના પાલડીમાં ગુજરાત ATS અને DRI દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન બાદ કેટલાક વધુ ચોકાવનારા ખુલાસા થવા પામ્યા છે. વિદેશથી સોનાનો મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ATS એ તમામ વિગત શેર DRI કરીને સંયુક્ત ઓપરેશન કર્યું. મુંબઈના મેઘ શાહે, અમદાવાદમાં આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. સોના બિસ્કીટ અને જ્વેલરી મળી 107 કિલો મળી કુલ 100 કરોડનું સોનું અને 1.37 કરોડ રોકડ મળી આવ્યા છે. 52 કિલો સોનુ વિદેશથી આવ્યું હતું. આ સમગ્ર મામલે DRI વધુ તપાસ હાથ ધરશે. મેઘ શાહે સોનુ અને રોકડ રાખવામાટે જ ફ્લેટ ભાડે રાખ્યો હતો.

  • 18 Mar 2025 04:56 PM (IST)

    સુરત વેડ રોડ ચોકબજાર વિસ્તારમાંથી વોન્ટેડ આરોપી ઝડપાયો

    ચોક બજાર વિસ્તારમાંથી ગાંજાનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે.  કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સભ્ય દિપક કુટેકરની પોલીસે ધરપકડ કરી છે. વેડ રોડ વિસ્તારમાંથી વોન્ટેડ આરોપી ઝડપાયો છે. આરોપી પર અગાઉં અનેક ગુના નોંધાયેલા છે. હત્યાના પ્રયાસ , મારામારી, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુના તેની સામે નોંધાયેલા છે.

  • 18 Mar 2025 04:53 PM (IST)

    મોરબીના  હળવદમાં મોબાઈલ વિક્રેતા પર GST ટીમ ત્રાટકી !

    મોરબીના  હળવદમાં GST ટીમ મોબાઈલના વિક્રેતાઓ પર ત્રાટકી છે. GST ટીમ ઓડિટ માટે આવી હોવાની માહિતી સામે આવી છે. જો કે. GST ટીમ આવ્યાની માહિતી મળતા જ સમગ્ર હળવદમાં આવેલ મોબાઇલની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી.

  • 18 Mar 2025 03:42 PM (IST)

    રાજકીય અરણ્યવાસ પર બોલ્યા પ્રદિપસિંહ, કહ્યું- હું રાજકારણમાં સક્રિય રહેવાનો જ છું

    ભાજપમાં હોદ્દા પરથી રાજીનામુ આપીને હાલ રાજકીય અરણ્યવાસ કહી શકાય તે રીતે રહેતા પ્રદિપસિંહે આખરે રાજકોટમાં મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, હું રાજકારણમાં સક્રિય રહેવાનો જ છું. હું આજીવન રાજકારણમાં જ રહીશ. મેં કોઇ એવું કામ નથી કર્યું જેના કારણે મારા સમાજે નીચે જોવું પડે. હમણાં થોડો વેકેશનમાં છું. અત્રે ઉલ્લેખનીય છે કે, સી આર પાટીલની ટીમમાં પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાધેલાને રાજીનામુ આપવાની ભાજપના મોવડી મંડળે ફરજ પાડી હતી.

  • 18 Mar 2025 02:25 PM (IST)

    કચ્છના શિક્ષણમાં રહેલી સૌથી મોટી અડચણ સરકારે કરી દૂર

    કચ્છના શિક્ષણમાં રહેલી સૌથી મોટી અડચણ સરકારે દૂર કરી છે. કચ્છની શાળાઓમાં કચ્છમાં રહેનારા જ શિક્ષકોની  ભરતી કરાશે. ભરતી થનારા શિક્ષકોએ આજીવન કચ્છમાં જ રહેવું પડશે. કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા ઘણા સમયથી સરકાર મથામણ કરતી હતી. ધોરણ 1થી 5 માટે 2500 અને 6થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે. કચ્છમાં રહેવા તૈયાર ન થતા શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ હતી.

  • 18 Mar 2025 02:03 PM (IST)

    AMC સંચાલિત શાળામાં હવે ધોરણ 10 સુધીનો અભ્યાસ થઈ શકશે

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરશે.  AMC આગામી શૌક્ષણિક સત્રથી શહેરના 7 ઝોનમાં 7 માધ્યમિક શાળાઓ શરૂ કરશે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિનામુલ્યે ધોરણ 10 સુધી અભ્યાસ કરી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ હેઠળ શહેરમાં કુલ 400થી વધુ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે.પરંતુ માધ્યમિક શાળા કાર્યરત ન હોવાથી ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાં ફી ફરીને જવું પડતું હતું, પરંતુ હવે આગામી શૈક્ષણીક વર્ષથી સ્કુલ બોર્ડ માઘ્યમિક શાળા શરૂ કરવા જઇ રહી છે જેનાથી વિદ્યાર્થીઓને ફી ભરીને શાળાઓમા અભ્યાસ કરવો નહી પડે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહીતની સુવીધાઓ વિનામુલ્યે મળી રહેશે.

  • 18 Mar 2025 02:02 PM (IST)

    અમદાવાદઃ વસ્ત્રાલ કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

    અમદાવાદઃ વસ્ત્રાલ કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. 13 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. આરોપીઓનો મેડિકલ રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. કોર્ટે આરોપીઓને પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ છે કે નહીં એ બાબતે સવાલ કર્યો. આરોપીઓએ પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ નહીં હોવાનું નિવેદન આપ્યુ.

  • 18 Mar 2025 01:43 PM (IST)

    ભરૂચ : ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાંથી 1.27 કરોડ રૂપિયાની ચાંદીની ચોરી

    ભરૂચના વાલિયામાં સ્થિત ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાંથી 1.27 કરોડ રૂપિયાની ચાંદીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. 12 માર્ચે બુકાનીધારી 3 ચોર જર્મનીથી ઈમ્પોર્ટ કરેલા 117 કિલોગ્રામ સિલ્વર લઈ ફરાર થઈ ગયા. સ્ટોક વેરિફિકેશન દરમિયાન ચોરીનો પર્દાફાશ થયો, რის પછી વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 18 Mar 2025 01:41 PM (IST)

    ભૂવાના ત્રાસથી યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યાનો આરોપ

    રાજકોટમાં 26 વર્ષની યુવતીએ ભૂવાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું આરોપ છે. મૃતકના પરિવારજનોએ કેતન સાગઠિયા નામના ભૂવા પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. યુવતીએ અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પિતાનું કહેવું છે કે તેની દીકરીને ઝેર પીવડાવવામાં આવ્યું છે. પોલીસ તપાસ શરૂ થઈ છે.

  • 18 Mar 2025 12:36 PM (IST)

    ખેડા: તારાપુર રોડ પર રફતારના કહેરે લીધો નિર્દોષનો ભોગ

    ખેડા: તારાપુર રોડ પર રફતારના કહેરે નિર્દોષનો ભોગ લીધો છે. ત્રાજ ગામ પાસે બેફામ સ્પોર્ટ્સ બાઈકની અડફેટે રાહદારીનું મોત થયુ છે. સ્પોર્ટ્સ બાઈકચાલકે બેફામ બાઈક હંકારી અકસ્માત સર્જ્યો. પોતાના ખેતરે જતા રાહદારીને ટક્કર મારી બાઈકચાલક ફરાર થયો. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા.

  • 18 Mar 2025 11:23 AM (IST)

    અમદાવાદ: કારના ચોરખાનામાંથી મળી ₹30 લાખની કિંમતની ચાંદી

    અમદાવાદ: કારના ચોરખાનામાંથી  ₹30 લાખની કિંમતની ચાંદી મળી આવી છે. બિલ વગર સોના-ચાંદીના બિસ્કિટની હેરાફેરીની બાતમી મળી હતી. બાતમીના આધારે PCBની ટીમે કાર્યવાહી કરી હતી. ઓઢવ રિંગ રોડ પર કારની તપાસ કરતાં બિલ વગરનો ચાંદીનો જથ્થો મળ્યો હતો. કુલ ₹30 લાખની કિંમતની 29.940 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી. PCB દ્વારા બે લોકોની અટકાયત કરાઈ.

  • 18 Mar 2025 11:09 AM (IST)

    સુનિતા વિલિયમ્સની ઘરવાપસીનો પ્રવાસ શરૂ

    અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમના ઘરવાપસીના પ્રવાસની શરૂઆત થઈ છે. ડ્રેગન સ્પેસક્રાફ્ટ ISSથી અલગ થઈ ગયું છે અને પૃથ્વી પર પાછા ફરતા લગભગ 17 કલાકનો સમય લેશે. આવતીકાલે રાત્રે 2:41 વાગ્યે ડીઓર્બિટ બર્ન થશે અને સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે સુરક્ષિત લેન્ડિંગ થશે.

  • 18 Mar 2025 10:33 AM (IST)

    નાગપુરઃ ઔરંગઝેબની કબર વિવાદમાં હિંસા બાદ અજંપાભરી શાંતિનો માહોલ

    નાગપુરમાં ઔરંગઝેબની કબર વિવાદને લઈને ઉગ્ર હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે શહેરના 10 વિસ્તારોમાં કરફ્યુ લાગુ કરાયો છે. મહાલ વિસ્તારમાં VHP દ્વારા ઔરંગઝેબનું પૂતળું બાળ્યા બાદ તણાવ વધ્યો હતો. પથ્થરમારો, તોડફોડ અને આગચંપી થઈ, જેમાં 25 પોલીસ કર્મચારીઓ ઘવાયા. પોલીસે ટીયર ગેસ છોડી અને 65થી વધુ લોકોને અટકાયત કરી. અત્યારે શહેરમાં અજંપાભરી શાંતિ છે.

  • 18 Mar 2025 10:22 AM (IST)

    આરોપી રક્ષિતનો ડ્રગ્સ રિપોર્ટ વહેલીતકે આપવા ફોરેન્સિકને તાકીદ

    વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી રક્ષિતનો ડ્રગ્સ રિપોર્ટ વહેલી તકે મળે તે માટે ફોરેન્સિક વિભાગને સૂચના અપાઈ છે. અકસ્માત સમયે કારની સ્પીડ જાણવા વાહન ઉત્પાદક કંપનીને માહિતી માટે અરજી કરાઈ છે. પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે ડેનિશ ફિલ્મના પ્રભાવ હેઠળ રક્ષિતે ‘અનધર રાઉન્ડ’ની બૂમો પાડી હતી. રક્ષિતના ફ્લેટમાં તપાસ કરવા માટે સ્નિફર ડોગની મદદ લેવામાં આવી. હાલ, આરોપીને એક દિવસ માટે જેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.

  • 18 Mar 2025 10:03 AM (IST)

    વડોદરાઃ વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાનો મામલે વધુ બે પકડાયા

    વડોદરાઃ વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાના મામલામાં વાઘોડિયા પોલીસે વધુ બે આરોપીની  ધરપકડ કરી છે. અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ કરાઈ છે. 3 આરોપી વિરૂદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. 10 લોકો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

  • 18 Mar 2025 09:33 AM (IST)

    બનાસકાંઠામાં ફૂડ વિભાગ એક્શનમાં

    બનાસકાંઠામાં ફૂડ વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યુ છે.જિલ્લાની 22 પેઢીઓને 47.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઘી, માવો, દૂધ અને ખાદ્ય તેલના સેમ્પલ ફેઈલ ગયા છે. 6 માસ અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાલનપુર અધિક કલેક્ટરે દંડ ફટકાર્યો છે.

  • 18 Mar 2025 08:43 AM (IST)

    વડોદરા: વાઘોડિયા ચોકડી પાસે સ્ક્રેપના ગોડાઉનમાં આગ

    વડોદરા: વાઘોડિયા ચોકડી પાસે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી છે. વિકરાળ આગ લાગતા દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા. ફાયર વિભાગની 20 ગાડીએ આગ પર કાબૂ મેળવ્યો છે. પાની ગેટ અને વાડી ફાયર વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. સદનસીબે આગની ઘટનામાં જાનહાની થઇ નથી.

  • 18 Mar 2025 07:14 AM (IST)

    પાટણઃ MBBS ઉત્તરવહીકાંડમાં મોટી કાર્યવાહી

    પાટણઃ MBBS ઉત્તરવહીકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. MBBS ઉત્તરવહીકાંડ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. VC અને રજિસ્ટ્રાર પોલીસ સ્ટેશન પહોંચ્યા. MBBSકાંડમાં વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલીને ગુણ સુધારીને પાસ કરાયા હતા. 5 વર્ષ બાદ MBBS ઉત્તરવહીકાંડ મામલે ફરિયાદ થઇ છે.

  • 18 Mar 2025 07:13 AM (IST)

    કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં 3થી વધુ મહિલાકર્મી બેભાન

    અમદાવાદઃ કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં 3થી વધુ મહિલાકર્મી બેભાન થઈ. એક મહિલાનુ મોત થયું , 3 મહિલા સારવાર હેઠળ છે. વર્ષાબેન રાજપુત નામની મહિલાનું મોત થયુ છે. બે મહિલા અને એક પુરુષ ધોળકાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વોશરૂમમાં 3 મહિલા બેભાન થઈ ગઈ હતી. બેભાન થવાનું કારણ હજી અકબંધ છે. મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ઈનકાર કર્યો છે.

Published On - Mar 18,2025 7:11 AM

Follow Us:
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">