17 માર્ચના મહત્વના સમાચાર : ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં તોફાન, 2 જૂથો વચ્ચે પથ્થરમારો, વાહનોમાં તોડફોડ
આજે 17 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 17 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કચ્છમાં અસામાજિક તત્વો સામે સરકારી કાર્યવાહી, ગુનેગારના ઘરના વીજ જોડાણ કાપી નાખ્યા
કચ્છમાં અસામાજિક તત્વો સામે સરકારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાપરમાં અસામાજીક તત્વોના ઘરના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. ગેરકાયદેસર વીજ કનેક્શન કાપીને કાયદેસરનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાપરના ગંગારામ કોળી અને શૈલેષ કોલીના વીજકનેક્શન કાપી નખાયા. વીજચોરી માત્ર ઇલેક્ટ્રિક થાંભલા નાખી ચોરી કરતા હતા. વીજ કનેક્શન કાપી બંનેને એક એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બંને આરોપીઓ પર પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
-
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં તોફાન, 2 જૂથો વચ્ચે પથ્થરમારો, વાહનોમાં તોડફોડ
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આજે સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. નાગપુરના મહેલમાં ઔરંગઝેબની કબરને લઈને તોફાન ફાટી નીકળ્યું હતું. બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. બંને જૂથો સામસામે આવી ગયા બાદ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા હતા.
-
-
મહેસાણાના ખેરાલુ પંથકમાં પોલીસ બંદોબસ્ત છતા તોફાનીઓએ દુકાનો અને વાહનોમાં કરી તોડફોડ
મહેસાણાના ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, તોફાની તત્વો દ્વારા દુકાનો અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી. વાહનના ઓવરટેક મામલે થયેલ માથાકુટ ઉગ્ર થવા પામી છે. બે દિવસ અગાઉ ઓવરટેક કરવા મામલે બે જૂથ વચ્ચે થઈ હતી માથાકૂટ. આ બનાવની અદાવત રાખીને આજે દુકાનો અને વાહનોમાં કરાઇ તોડફોડ કરાઈ છે. કેટલાક લોકો હથિયાર સાથે રોડ પર આવી વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ખેરાલુ પોલીસના બંદોબસ્ત વચ્ચે, કેટલાક લોકો હથિયારો સાથે હુમલો અને તોડફોડ કરી હતી.
-
વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં સાતેય સભ્યો બિનહરિફ વિજેતા જાહેર
ખેડાના વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બીનહરિફ વિજેતા જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારીવિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. વડતાલ ટેમ્પલ બોર્ડની સને 1975થી સ્કીમનો અમલ શરૂ કરાયો છે. 50 વર્ષના ઇતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થતા સંપ્રદાયના ઇતિહાસમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે. વડતાલ ટેમ્પલ બોર્ડમાં સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ તથા હરિભક્ત વિભાગના મળી કુલ સાત સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે. સંત વિભાગમાંથી ડો. સંત સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભભગત (સુરત) તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ, તેજસ બીપીનચંન્દ્ર પટેલ (પીપળાવ), અલ્પીત પંકજભાઇ પટેલ (વડોદરા) તથા સંજય હીરાલાલ પટેલ (ગોધરા)ને બીનહરીફ વિજેતા જાહેર કરાયા છે.
-
ફરજ દરમિયાન જે તે વિસ્તારમાં ક્રાઈમ રેટ વધ્યો કે ઘટ્યો- DySP થી ઉપરના તમામે રિપોર્ટ કાર્ડ આપવું પડશે
ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કાયદો અને વ્યવસ્થાની બેઠકને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી DySP થી ઉપરના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરવુ પડશે. તમામ DySP એ નોકરી પર હાજર થયાથી દર વર્ષનુ રિપોર્ટ કાર્ડ કમ્પેરીઝન સાથે DGP ને મોકલવાનું રહેશે. ક્રાઈમ રેટ ઘટ્યો કે વધ્યો એ પણ જણાવવું પડશે. તમામ એસપી અને ડીસીપી અને તેનાથી ઉપરના અધિકારીઓએ પણ પોતાનો રિપોર્ટ કાર્ડ આપવાના રહેશે. આઇપીએસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડ ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રિવ્યુ કરશે. બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તેના પર ભાર મુકાયો છે.
-
-
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીનો પોડકાસ્ટ ટ્રુથ પર કર્યું શેર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ હેન્ડલ પર પીએમ મોદીનો પોડકાસ્ટ શેર કર્યો છે. અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેને પીએમ મોદી સાથે પોડકાસ્ટ કર્યું હતું. જે ગઈકાલ રવિવારે પ્રસારિત કરવામાં આવ્યું હતું.
-
અમદાવાદના પાલડીમાં ગુજરાત ATS – DRIના સંયુક્ત દરોડા, 95.5 કિલો સોનુ અને 70 લાખ રોકડા મળ્યાં
ગુજરાત ATS અને DRI એ અમદાવાદના પાલડીમાં સંયુક્ત દરોડા પાડીને કરોડો રૂપિયાનું સોનુ અને લાખ્ખોની રોકડ પકડી પાડી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ આવિષ્કાર ફ્લેટમાં મુંબઈનો મેધ શાહ નામનો એક વ્યક્તિ ભાડે રહેતો હતો. આ અંગે ગુજરાત ATS અને DRI ના સંયુક્ત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુંબઈના મેઘ શાહના ઘરેથી સોનુ અને રોકડ મળી આવી છે. મેઘ શાહ શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગ કરે છે તેવી વિગતો સામે આવી છે. ગુજરાત ATS અને DRI એ વધુ તપાસ હાથ ધરી છે.
-
ઈડરના જાદર પાસેના અચરાલ ગામના કુવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
સાબરકાંઠાના ઈડરના જાદર પાસેના અચરાલ ગામના કુવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહના કરેલ પ્રાથમિક અવલોકનમાં મૃત મહિલાના શરીર પર કેટલીક ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે, મહિલાને શરીર પર ઇજાઓને ધ્યાને લઈને હત્યાની આશંકાએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે કોઈએ તેની હત્યા કરીને કુવામાં નાખી દીધી હોય. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની ધારણા પોલીસ રાખી રહી છે.
-
દ્વારકામાંથી પાંચ બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલા ઝડપાઈ
દ્વારકાના રૂપેણ બંદર સામે આવેલ રૂક્ષ્મણી માતાજીના મંદિરની પાછળના રોડ ઉપર શંકાસ્પદ રીતે હરીફરી રહેલ મહિલાઓની તપાસ કરતા તેઓ બાંગ્લાદેશી નાગરીક હોવાની કબુલાત કરી હતી. આ મહિલાઓ સમક્ષ પોલીસે, ભારતમાં પ્રવેશવા અંગેના સત્તાવાર પાસપોર્ટ, વિઝા તથા અન્ય દસ્તાવેજ રજુ કરવા જણાવતા પોતાની પાસે કોઈ દસ્તાવેજ નહિં હોવાનું જણાવેલ. તમામ મહીલાઓને વધુ પુછપરછ અર્થે તાત્કાલીક ડિટેઇન કરીને વધુ તપાસ હાથ ધરી છે.
-
એક સમયે મહેસાણાના આ વિસ્તારમાંથી પાકિસ્તાનમાં જતા હતા ટામેટા, આજે નથી કોઈ લેનાર
મહેસાણાના કડીના ખાખરિયા ટપ્પામાં ટામેટાનો સારો એવો પાક થાય છે. આ વિસ્તારના 20 ગામ ટામેટાની ખેતી પર નિર્ભર છે. એક સમયે આ વિસ્તારમાંથી પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ થતી હતી. આજે 26 કિલો ટામેટાના એક કેરેટના માત્ર 60 રૂપિયા મળે છે. આમ છતા કોઈ લેનાર ના હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ખેતરમાં પાકેલા ટામેટા ઉતારવા જાય તો પણ મોંઘા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ટામેટાના વેચાણમાં સરકારે ભાવ વધુ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેમ ખેડૂતોનું કહેવું છે.
-
અમદાવાદ મહેસાણા હાઇવે પર અકસ્માતમાં 1 મોત
અમદાવાદ મહેસાણા હાઇવે પર દિતાસણ પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં 1 મોતનુ મોત થયું છે. દિતાસણ પાટિયા પાસે અક્સમાતમાં બાઇકચાલકનુ મોત થયું હતું. અજાણ્યો વાહન ચાલક, બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. યુવકના પરીવારજનોએ રોડ બ્લોક કરીને હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ ઉપાડવાનો પરીવારજનોએ ઇન્કાર કર્યો છે.
-
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનાહીત ઈતિહાસ ધરાવનારા 1100ની યાદી કરી તૈયાર
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે, ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમાં 1100 લોકોના નામનો સમાવેશ થાય છે. આ તમામ ગુનેગારો સામે ગુજસીટોક, પાસા અને તડીપાર કરીને એક્શન લેવાશે. પોલીસ કમિશ્નર જી એસ મલીકે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે 3 કલાક સુધી મીટીંગ કરી હતી. ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવા બનાવ્યો છે એક્શન પ્લાન. રીઢા ગુનેગારો અને અગાઉના ગેંગના આરોપીઓની તપાસ શરૂ કરાઇ છે. સોશિયલ મીડિયા પર હથિયારો સાથે વીડિઓ વાયરલ કરનાર ટપોરીઓ પર પોલીસ રાખશે નજર. નજીકના ભૂતકાળમાં પોલીસે, તેમનો વોટ્સએપ નંબર જાહેર કરીને, લોકોને ટપોરીઓ અંગેની માહિતી આપવા અપીલ પણ કરી છે. ગુનેગારોમાં પોલીસ અને કાયદાનો ડર બનાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કાયદામાં રહીને ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે સૂચન કર્યું છે.
-
દાદા સરકારની વાતો કરતા ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
ગુજરાતના વિવિધ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય, ભૂપેન્દ્ર પટેલ દાદાની સરકારનો કોઈ ખોફ ના રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. જેને નિશાન બનાવીને કોંગ્રેસે, ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું છે કે, સરકાર ઉત્સવો અને તાયફાઓમાં વ્યસ્ત રહે છે અને સામાન્ય પ્રજા હેરાન પરેશાન છે. આખે આખી સરકાર હોળીના ઉત્સવમાં મસ્ત હતી ત્યારે ગુંડાઓ પ્રજા ઉપર ત્રાસ વર્તાવી રહ્યાં હતા.
-
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કર્યા
વડોદરા: મનપાની દબાણ શાખાએ કારેલીબાગ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કર્યા છે. લારી-ગલ્લા સહિતના દબાણ દૂર કરીને સામાન જપ્ત કર્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે 3 ટ્રકથી વધુ સામાન જપ્ત કરાયો છે.
-
અમદાવાદની ઘટના બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં
રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા થશે. સાંજે 4 વાગે ગૃહમંત્રી મહત્વપૂર્ણ બેઠક કરશે. રાજ્યના પોલીસ વડા, તમામ IG, પોલીસ કમિશનર, SP બેઠકમાં હાજર રહેશે. અમદાવાદની ઘટના બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં છે.. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના DGP વિકાસ સહાયને કડક પગલા ભરવા આદેશ આપ્યા છે. ગુનાખોરી અને ગુંડાતત્વો સામે કડકાઈથી પગલાં ભરવા આદેશ કરાયા છે. સાથે CMએ અમદાવાદ પોલીસ કમિશનરનો પણ ઉધડો લીધો છે. આ પ્રકારની ઘટના કોઈપણ રીતે સાંખી ના લેવાય તેવા નિર્દેશ આપી ગુનેગારો સાથે જવાબદાર પોલીસકર્મીઓ સામે પણ કડક પગલાં ભરવા આદેશ કર્યા છે.
-
વડોદરાઃ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી
વડોદરાઃ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીના મામલામાં વાઘોડિયા પોલીસે 7 લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. થાઈલેન્ડ, સાઉથ સુદાન, UK ના વિદ્યાર્થીઓ સાથે મારામારી થઇ. તળાવ કિનારે ફરવા ગયેલા 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થયો. ધાર્મિક સ્થળ પાસે ચપ્પલ પહેરીને જતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકોએ વિદ્યાર્થીઓ પર દંડા, ક્રિકેટ બેટ વડે હુમલો કર્યો. વિદેશી વિદ્યાર્થીઓને ઢોર માર મારતા દ્રશ્યો સામે આવ્યા છે.
-
આરોપી રક્ષિત ચોરસિયા સામે વડોદરામાં NSUIએ કર્યો વિરોધ
વડોદરા: કારેલીબાગમાં ‘રક્ષિત’ અકસ્માત કેસમાં આરોપી રક્ષિત ચોરસિયા સામે NSUIએ વિરોધ કર્યો. MS યુનિવર્સિટીમાંથી એડમિશન રદ કરવા માગ કરવામાં આવી. NSUIએ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું.
-
સુરતઃ ડમ્પર ચાલકે લીધો માસુમ બાળકનો જીવ
સુરતઃ સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલક બેફામ બન્યો. ડમ્પર ચાલકે GIDC માં શિવ નગર ચોકડી નજીક રિવર્સ લેતા સમયે બાળકને કચડી નાખ્યો અને માસુમ બાળકનો જીવ લીધો.
-
સુરત : પુણા ગામ વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ ઝડપાઇ
સુરત શહેર SOG ને મોટી સફળતા મળી છે. SOGએ પુણા ગામ વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ ઝડપી પાડી છે. પોલીસે 500 ના દરની 9 હજારની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી છે. ડુપ્લીકેટ નોટો સાથે બે લોકોને ઝડપી પાડ્યા. બાંગ્લાદેશના માલદા શહેરનું કનેક્શન સામે આવ્યુ.
-
20 માર્ચ બાદ તાપમાનનો પારો ઉંચકાશે- અંબાલાલ પટેલ
રાજ્યમાં 20 માર્ચથી 30 માર્ચ દરમિયાન આકરી ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ, ઉત્તર ગુજરાતમાં તાપમાન 40°C, મધ્ય ગુજરાતમાં 42°C, અને પૂર્વ ગુજરાતમાં 41°C પહોંચવાની શક્યતા છે.
-
પાકિસ્તાન: વિદ્રોહીઓના એક બાદ એક હુમલાથી વણસી સ્થિતિ
પાકિસ્તાન: વિદ્રોહીઓના એક બાદ એક હુમલાથી સ્થિતિ વણસી છે. 48 કલાકમાં પાકિસ્તાનમાં 57થી વધુ હુમલા થયા. મોટાભાગના હુમલાને BLA અને TTPએ અંજામ આપ્યો. પાકિસ્તાને 16 લોકોના મોતની પુષ્ટિ કરી, 46 લોકો ઘાયલ થયા છે. 100થી વધુને મોતને ઘાટ ઉતાર્યાનો BLAનો દાવો છે.
-
રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. 32 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી.
-
રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
રાજકોટના વડાળી ગામે 32 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખસે અગમ્ય કારણોસર યુવક પર હુમલો કર્યો અને ગંભીર રીતે ઇજા પામતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. સ્થાનિક લોકોની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સન આજે પીએમ મોદીને મળશે
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે રવિવારે પાંચ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. લક્સન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વ્યાપક વાટાઘાટો કરશે અને રાયસીના સંવાદના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
Published On - Mar 17,2025 7:20 AM





