15 માર્ચના મોટા સમાચાર: મહારાષ્ટ્રમાં ખેડૂતોનું પ્રદર્શન, નાસિકથી મુંબઈ સુધી 10 હજારથી વધુ ખેડૂતોનો પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 11:51 PM

Gujarat Live Updates : આજ 15 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

15 માર્ચના મોટા સમાચાર: મહારાષ્ટ્રમાં ખેડૂતોનું પ્રદર્શન, નાસિકથી મુંબઈ સુધી 10 હજારથી વધુ ખેડૂતોનો પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ

ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Mar 2023 11:51 PM (IST)

    Gujarat News Live: ઓસ્ટ્રેલિયા: બ્રિસબેનમાં ખાલિસ્તાનીઓનો ત્રાસ, ભારતીય કોન્સ્યુલેટ બહાર ગેટ બ્લોક કર્યો

    ઓસ્ટ્રેલિયા: બ્રિસબેનમાં ખાલિસ્તાનીઓનો ત્રાસ, ભારતીય કોન્સ્યુલેટ બહાર ગેટ બ્લોક કર્યો

  • 15 Mar 2023 11:38 PM (IST)

    Gujarat News Live: મહારાષ્ટ્રમાં ખેડૂતોનું પ્રદર્શન, નાસિકથી મુંબઈ સુધી 10 હજારથી વધુ ખેડૂતોનો પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ

    મહારાષ્ટ્રમાં ખેડૂતો સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં રસ્તા પર ઉતર્યા છે. નાસિકથી મુંબઈ સુધી 10 હજારથી વધુ ખેડૂતોએ પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ કર્યુ છે.

  • 15 Mar 2023 11:33 PM (IST)

    Gujarat News Live: ઉપલેટામાં મામલતદારનો ખનીજચોરો સામે સપાટો, 48 લાખ રૂપિયાના વાહનો, રેતીનો જથ્થો જપ્ત

    રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મામલતદાર ટીમે ખનીજચોરી કરતા લોકો સામે સપાટો બોલાવ્યો છે અને બે દિવસમાં જ તંત્રએ 48 લાખ રૂપિયાના વાહનો, રેતીનો જથ્થો જપ્ત કર્યો છે. ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાંથી 12.60 લાખના રેતી ભરેલા ટ્રેક્ટર, 1 ડમ્પર બે મોટર સાઈકલને ઝડપી પાડ્યા હતા.

    ત્યારબાદ બીજા દિવસે વરજાંગ જાળીયા ગામ પાસે વેણુ નદીમાં ચેકિંગ કરીને 24.50 લાખનો જથ્થો ઝડપ્યો હતો. આ ઉપરાંત પોરબંદર હાઈવે પર ઓવરલોડ રેતી સાથેના 1 ડમ્પરને ડીટેન કરાયું હતું. આ વાહનો અને અન્ય મિલકતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારની કડક કાર્યવાહીના પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

  • 15 Mar 2023 11:08 PM (IST)

    Gujarat News Live: અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં કરાયો આ ફેરફાર

    અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. જેમાં હવે બદલાયેલા સમય અનુસાર અરજદારો લાયસન્સ માટે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. જ્યારે અગાઉ આ સમય સવારના 6.30થી રાત્રિના 10 સુધીનો હતો. તેમજ આ નવા સમયપત્રકનો 13મી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે.

  • 15 Mar 2023 10:48 PM (IST)

    Gujarat News Live: Gir Somnath: કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે માછીમારોની ગેરકાયદે ઘૂસણખોરી

    ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે માછીમારોની ગેરકાયદે  ઘૂસણખોરી સામે આવી છે. જેમાં અંદાજે 200 બોટ સાથે 1 હજાર જેટલા લોકોએ ગામમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. જેમાં બહારના લોકો ઘૂસી જતા ગામમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર દ્વારા દ્વારકા ઓખા, હર્ષદ, મીયાણી સહિત ગુજરાતના દરિયા કિનારા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી વસવાટ કરતા ઈસમો પર લાલ આંખ કરી છે અને તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, તો ગીર સોમનાથ જિલ્લામાં પણ કેટલાક ગેર કાયદે બાંધકામો તોડી પાડયા હતા. ત્યારે આ અલગ અલગ બાંધકામો તોડી પાડયા બાદ આ લોકો ક્યાં જઈ વસે છે તે કોઈ ને ખબર નથી.

  • 15 Mar 2023 10:45 PM (IST)

    Gujarat News Live: સુરતના કડોદરામાં જવેલર્સ દુકાનમાં રૂ. 4.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

    સુરતના કડોદરામાં જવેલર્સ દુકાનમાં રૂ. 4.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

  • 15 Mar 2023 10:28 PM (IST)

    Gujarat News Live: Gandhinagar: રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 65,918 લાખની ખનીજ ચોરી પકડાઈ, વિધાનસભા ગૃહમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્યા આંકડા

    આજે વિધાનસભાના સત્રમાં ખનીજ ચોરી , જમીન માપણી તેમજ MSME, શાળાઓની સ્વચ્છતા તેમજ શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્ય હતો. તેમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ વિભાગની માંગણીઓ ઉપરની ચર્ચામાં જવાબ રાજ્યમાં થયેલી ખનીજ ચોરી અંગેના મહત્વના આંકડા જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65,918 લાખની ખનીજ ચોરી પકડાઈ હતી અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40,483 કેસ નોંધાયા છે વિધાનસભામાં આપવામાં આવેલા અન્ય આંકડા આ મુજબ છે.

  • 15 Mar 2023 10:16 PM (IST)

    Gujarat News Live: Ahmedabad ના કૃષ્ણનગરમાં નકલી પોલીસની અસલી પોલીસે ધરપકડ કરી, નકલી પોલીસ બનીને યુવકને લૂંટતા થયો પર્દાફાશ

    અમદાવાદમાં શહેરમાં ફરી એક વખત નકલી પોલીસના આતંકની ઘટના સામે આવી છે. નકલી પોલીસે એક યુવકને રોકી મોટા સાહેબ બોલાવે છે તેમ કહીને યુવકને અવાવરું જગ્યાએ લઈ ગયો. જ્યાં તેના સાગરીતો સાથે મળી 20 હજાર લૂંટી લીધા. જોકે સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોચ્યો અને અસલી પોલીસે નકલી પોલીસને પકડી જેલ હવાલે કર્યો. જેમાં આરોપી હારુન રસીદ શેખ અને અંજુર ખાન પઠાણ નકલી પોલીસ બન્યા હતા જે હાલ અસલી પોલીસની ગિરફતમાં આવી ગયા છે.

    આ બંને નકલી પોલીસે સિલાઈ કામ કરતા યુવકને કૃષ્ણનગર વિસ્તારમાં રોક્યો હતો. બાદમાં આરોપીઓએ અસલી પોલીસની ઓળખ આપી મોટા સાહેબ બોલાવે છે એમ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું. જ્યાં રસ્તામાં અવાવરું જગ્યાએ લઈ ગયા હતા જ્યાં પહેલેથી જ અન્ય શખ્સો પણ ઉભા હતા. ત્યાં અવાવરૂ જગ્યા પર યુવકને માર મારી 20 હજાર લૂંટી લીધા હતા.

  • 15 Mar 2023 09:30 PM (IST)

    Gujarat News Live: ખેડાના નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યા, પતિએ જ કરી પત્નીની સોસાયટીમાં હત્યા

    ખેડાના નડિયાદમાં જાહેરમાં હત્યા થઈ છે. નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. તેના પતિએ જ કરી પત્નીની સોસાયટીમાં જાહેરમાં હત્યા કરી છે.

  • 15 Mar 2023 09:20 PM (IST)

    Gujarat News Live: WPL 2023, UP vs RCB: યુપી વોરિયર્સ 135 રન નોંધાવી ઓલઆઉટ, ગ્રેસ હેરિસની શાનદાર બેટિંગ, એલિસ પેરીની 3 વિકેટ

    WPL 2023ની 13મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુપી વોરિયર્સની ટીમે ટોસ હારીને બેટિંગ કરવાની શરુઆત કરી હતી. જોકે શરુઆત સારી રહી નહોતી. શરુઆતની બે ઓવરમાં જ 3 વિકેટ યુપીએ ગુમાવી દીધી હતી. આમ શરુઆત ખરાબ રહેતા યુપીની ગતિ ધીમી રહી હતી. 20મી ઓવરમાં યુપીની ટીમ 135 રનના સ્કોરમાં જ સમેટાઈ ગઈ હતી.

  • 15 Mar 2023 08:55 PM (IST)

    Gujarat News Live: દ્વારકામાં નાવદ્રા બંદરે ગેરકાયદે દબાણ હટાવાયા

    દ્વારકામાં નાવદ્રા બંદરે ગેરકાયદે દબાણ હટાવાયા, 800થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત

  • 15 Mar 2023 08:54 PM (IST)

    Gujarat News Live: સુરતના યોગીચોક વિસ્તારમાં તંત્રએ મંદિર તોડયુ, સ્થાનિકોનો વિરોધ

    સુરતના યોગીચોક વિસ્તારમાં SMCએ મંદિર તોડયુ છે. ત્યારે સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિકોએ SMCની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે.

  • 15 Mar 2023 08:26 PM (IST)

    Gujarat News Live: પંજાબના કેબિનેટ મંત્રીઓના વિભાગોમાં ફરી એકવાર ફેરબદલ કરવામાં આવ્યો

    પંજાબના કેબિનેટ મંત્રીઓના વિભાગોમાં ફરી એકવાર ફેરબદલ કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી અમન અરોરા પાસેથી હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ લઈને સીએમએ પોતે પોતાની પાસે રાખ્યું છે. માહિતી અને જનસંપર્ક વિભાગ મંત્રી અમન અરોરા પાસેથી લઈને મંત્રી ચેતન સિંહ જોરામાજરાને આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીની માહિતી મુજબ કુલ 6 મંત્રીઓના ખાતાઓમાં ફેરબદલ કરવામાં આવી છે. 5 મંત્રીઓના પોર્ટફોલિયોમાં નજીવો ફેરબદલ કરવામાં આવ્યો છે, પરંતુ કેબિનેટ મંત્રી અમન અરોરા પાસેથી બે મહત્વના પોર્ટફોલિયો લેવામાં આવ્યા છે.

  • 15 Mar 2023 07:50 PM (IST)

    Gujarat News Live: આગામી 3 કલાકમાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, છોટા ઉદેપુરમાં થશે વરસાદ

    આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, આણંદ, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 15 Mar 2023 07:24 PM (IST)

    Gujarat News Live: ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, કોરોનાના નવા 90 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 366

    ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 15 માર્ચના રોજ કોરોનાના નવા 90 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસની સંખ્યા 366એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા છે. જેમાં મહેસાણામાં 10 અને રાજકોટમાં 8 કેસ નોંધાયા છે.

  • 15 Mar 2023 07:10 PM (IST)

    Gujarat News Live: જેપી નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયમાં બેઠક શરૂ

    ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવની બેઠક શરૂ થઈ છે. કર્ણાટક ચૂંટણીની તૈયારીઓને લઈને બેઠક ચાલી રહી છે. 2023ની શરૂઆતમાં નોર્થ ઈસ્ટના 3 રાજ્યોમાં BJP અને NDAની જીત બાદ હવે BJP આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવવા જઈ રહી છે.

  • 15 Mar 2023 07:07 PM (IST)

    Gujarat News Live: બનાસકાંઠાના થરાદમાં ભારે પવનથી મંડપનો ગેટ ધરાશાયી, કોઈ જાનહાનિ નહિ

    ગુજરાતમાં બદલાયેલા હવામાનના પગલે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન પણ ફૂંકાયો છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં ભારે પવનથી મંડપનો ગેટ ધરાશાયી થયો થયો છે. જેમાં ધાર્મિક કાર્યક્રમ માટે ઉભો કરાયેલો ગેટ રસ્તા ઉપર પડ્યો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી.

  • 15 Mar 2023 06:33 PM (IST)

    ગૃહમંત્રી અમિત શાહ 19 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમિત શાહ જૂનાગઢ જિલ્લા બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી જૂનાગઢમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અને જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે.

  • 15 Mar 2023 06:27 PM (IST)

    મુંબઈઃ મહિલાના ઘરમાંથી શરીરના અંગો મળ્યા, પુત્રીની ધરપકડ

    મુંબઈમાં એક 55 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી અને તેના ટુકડા કરાયેલી લાશ તેના ઘરના કબાટ અને પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. આ પછી પોલીસે તેની 23 વર્ષની પુત્રીની ધરપકડ કરી હતી. શરીરના કેટલાક ભાગો લાલબાગ વિસ્તારમાં તેના ઘરના કબાટની અંદર પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલા મળી આવ્યા હતા જ્યારે અન્ય ભાગો પાણીની ટાંકીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

  • 15 Mar 2023 06:10 PM (IST)

    સાઉથ આફ્રિકામાં રાજકોટના સિંધી વેપારીની ગોળી મારીને હત્યા, હત્યારાઓએ કરી 70 લાખની લૂંટ

    રાજકોટના સિંધી વેપારીની દક્ષિણ આફ્રિકામાં હત્યા થઈ છે. દક્ષિણઆફ્રિકાના માડાગાસ્કરમાં હરેશ નેભાણી નામના વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા 4 માર્ચના રોજ થઈ હતી. હત્યારાઓએ 70 લાખની લૂંટ પણ ચલાવી હતી. હરેશભાઈ નેભાણી આફ્રિકામાં અનાજનો વેપાર કરતા હતા. આ હત્યાને અંજામ આપવામાં 2 લોકો સામેલ હતા.

  • 15 Mar 2023 05:02 PM (IST)

    ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ તો ખનીજ ચોરીના 40483 કેસ નોંધાયા

    છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ તો છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40483 કેસ નોંધાયા છે. વર્ષ 2018 – 19માં રાજ્યમાં ખનીજ ચોરીના 7734 કેસ નોંધાયા જેમાં રૂ. 10988.42 લાખની વસુલાત કરાઈ તો વર્ષ 2019 – 20માં રાજ્યમાં ખનીજ ચોરીના 7446 કેસ નોંધાયા જેમાં રૂ. 10634.61 લાખની વસુલાત, વર્ષ 2020 – 21માં રાજ્યમાં ખનીજ ચોરીના 7155કેસ નોંધાયા જેમાં રૂ. 10322.84 લાખની વસુલાત, વર્ષ 2021 – 22માં રાજ્યમાં ખનીજ ચોરીના 8672 કેસ નોંધાયા જેમાં રૂ. 14064.26 લાખની વસુલાત તો વર્ષ 2022 – 23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ નોંધાયા જેમાં રૂ. 19907.86 લાખની વસુલાત કરાઈ

  • 15 Mar 2023 05:00 PM (IST)

    ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની મહત્વની જાહેરાત, રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત

    ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં મહત્વની જાહેરાત કરી હતી. રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરી છે. જાહરાત મુજબ અમદાવાદના ગાંગડને મળશે નવી જીઆઇડીસી સાથે જ થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુર, સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને નાની ભલુમાં બનશે જીઆઇડીસી, તો કડજોદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીને પણ મળશે. ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે

  • 15 Mar 2023 04:24 PM (IST)

    SCOની બેઠકમાં ભારતે પાક સંરક્ષણ મંત્રીને આમંત્રણ આપ્યું

    SCO બેઠક માટે ભારતે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફને આમંત્રણ આપ્યું

  • 15 Mar 2023 04:22 PM (IST)

    અદાણી કૌભાંડ મુદ્દે આવતીકાલે સવારે 10 વાગ્યે 18 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ રણનીતિ બનાવશે

    અદાણી કૌભાંડ પર વિપક્ષ ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે 10 વાગ્યે 18 વિપક્ષી પાર્ટીના નેતાઓ અદાણી કૌભાંડ પર આગળની રણનીતિ ઘડવા માટે બેઠક કરશે. બેઠકમાં તમામ સાંસદોના હસ્તાક્ષર કરવાના પત્રના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલની બેઠકમાં વિરોધ પક્ષો દ્વારા આક્રમક હિલચાલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

  • 15 Mar 2023 04:09 PM (IST)

    ઈ-ટેન્ડરિંગ પર યુ-ટર્ન, હરિયાણા સરકાર 5 લાખથી વધુનું કામ જોશે

    સરપંચોની માંગને ધ્યાનમાં રાખીને હવે સરપંચોને ₹5 લાખ સુધીના કામ કરાવવાનો અધિકાર રહેશે. હરિયાણા સરકાર ઉપરોક્ત કામ માટે ઈ-ટેન્ડર બહાર પાડશે. સરપંચોનો પગાર પણ મહિને 3000 થી વધારીને 5000 કરવામાં આવ્યો. પંચોનો પગાર દર મહિને 1000 થી વધારીને 1600 રૂપિયા કરવામાં આવ્યો. હરિયાણાના સીએમ મનોહર લાલે ચંદીગઢમાં આ જાહેરાત કરી હતી.

  • 15 Mar 2023 03:04 PM (IST)

    ગૃહ મંત્રાલય દ્વારા લોકસભામાં નિવેદન, દેશની જેલોમાં 1.25 લાખથી વધુ કેદીઓ કેદ

    દેશમાં 1 લાખ 28 હજાર 425 કેદીઓ ક્ષમતા કરતા વધુ છે. જેલમાં 4 લાખ 25 હજાર 609 કેદીઓ રાખવાની ક્ષમતા છે જ્યારે 5 લાખ 54 હજાર 034 કેદીઓ જેલમાં બંધ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભામાં દેશભરના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બંધ ટ્રાયલ કેદીઓની માહિતી આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા લોકસભામાં જણાવવામાં આવ્યું છે કે દેશની જેલોમાં 1410 દોષિત કેદીઓ તેમની સજા પૂર્ણ કર્યા પછી પણ દંડની રકમ ચૂકવી શકતા ન હોવાના કારણે જેલમાં છે.

  • 15 Mar 2023 02:49 PM (IST)

    દરેક જણ વિપક્ષની સમસ્યાને સમજી રહ્યા છે: જી કિશન રેડ્ડી

    કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ વિપક્ષને આડે હાથ લીધા છે. વિપક્ષની કૂચ અંગે તેમણે કહ્યું કે અમારે તેમને રોકવાની જરૂર નથી. અમે કોઈપણ મુદ્દે ખુલીને વાત કરવા તૈયાર છીએ. અમે પીછેહઠ કરીશું નહીં કારણ કે અમે જાણીએ છીએ કે અમે દેશ માટે સારી સરકાર છીએ. અમે કોઈનાથી ડરતા નથી. વિપક્ષની સમસ્યા શું છે તે બધા સમજી રહ્યા છે.

  • 15 Mar 2023 02:48 PM (IST)

    બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા 17થી કર્ણાટકના પ્રવાસે જશે

    કર્ણાટકમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. આ કવાયતમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા 17, 18 અને 19 માર્ચે કર્ણાટકની મુલાકાત લેશે. તેઓ બેલ્લારી અને કર્ણાટકના અન્ય ભાગોની મુલાકાત લેશે. નડ્ડા સંગઠનની બેઠક અને ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે.

  • 15 Mar 2023 02:43 PM (IST)

    લોકસભામાં ભાજપના સાંસદોનો હંગામો, કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

    રાહુલ ગાંધીના નિવેદન પર થયેલા હોબાળા વચ્ચે આજે પણ લોકસભાની કાર્યવાહી ચાલી શકી ન હતી. બપોરે 2 વાગ્યા પછી ફરી શરૂ થયેલી કાર્યવાહીમાં બીજેપી સાંસદો ફરી રાહુલ ગાંધીની માફી માંગવા પર અડગ રહ્યા. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશમાં દેશનું અપમાન કર્યું છે અને તેમણે માફી માંગવી જોઈએ.

  • 15 Mar 2023 02:15 PM (IST)

    અતીક અહેમદ સામે EDની કાર્યવાહી વધુ ઝડપી બનાવાઈ

    અતીક અહેમદ અને તેના નજીકના લોકો સામે EDની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. પહેલાથી જ નોંધાયેલા પીએમએલએ કેસની તપાસ માટે જોઈન્ટ ડાયરેક્ટર ED પોતે પ્રયાગરાજમાં હાજર છે. લગભગ 8 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ED પ્રોપર્ટીની ઓળખ કરવાની અને તેને એટેચ કરવાની પ્રક્રિયામાં રોકાયેલી છે.

  • 15 Mar 2023 02:13 PM (IST)

    આ સપ્તાહના અંત સુધીમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પરના આરોપોનો તપાસ રિપોર્ટ આવશે

    ભારતીય કુસ્તી સંઘના અધિકારીઓ સામેના આરોપોની તપાસ માટે રચાયેલી સમિતિનો અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપરત કરવામાં આવશે. આ સમિતિ શનિવારે રમત મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. વિશ્વ ચેમ્પિયન બોક્સર મેરી કોમના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે.

  • 15 Mar 2023 01:18 PM (IST)

    ઓસ્કાર વિજેતા હાથીના કેરટેકરનું સન્માન કરવામાં આવ્યું

    ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ ઓસ્કાર જીત્યા બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રઘુ, બોમમેન અને બેઈલી નામના હાથીની સંભાળ રાખનારાઓનું સન્માન કર્યું છે. એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટ્રી તેમના જીવન પર આધારિત છે.

  • 15 Mar 2023 01:16 PM (IST)

    વિપક્ષ ED ઓફિસ સુધી પગપાળા કૂચ કરશે

    અદાણી કેસ પર સરકારને ઘેરવા માટે વિપક્ષ સંસદથી EDની ઓફિસ સુધી કૂચ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસની સાથે એસપી, બીઆરએસ અને આમ આદમી પાર્ટી સામેલ છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આ કૂચથી પોતાને દૂર રાખ્યા છે.

  • 15 Mar 2023 12:35 PM (IST)

    Gujarat News Live : વિદિશામાં 77 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા બાળકનું મોત

    વિદિશામાં 77 ફુટ ઊંડા બોલવેલમાં મંગળવારે પડી ગયેલા આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. મધ્ય પ્રદેશ રાજ્યના વિદિશા જિલ્લાના લાતેરી તાલુકામાં આનંદપુર ગામ નજીક, ખેરખેડી પઠારમાં એક ખેતરના ખુલ્લા બોરવેલમાં આઠ વર્ષનો બાળક ગઈકાલે રમતા રમતા પડી ગયો હતો. મધ્યપ્રદેશ જિલ્લાના લાતેરી તાલુકાના ખેરખેડી પાથર ગામમાં 77 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા આઠ વર્ષનો લોકેશ અહિરવારને બચાવવા માટે SDRF અને NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 77 ફુટ ઊંડા બોરવેલમાં લોકેશ 43 ફૂટે ફસાઈ ગયો હતો. બાળકને બચાવવા માટે બોરવેલની સમાંતર 48 ફૂટ સુધી ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. SDRF ની 3 ટીમો અને NDRF ની 1 ટીમ ઘટનાસ્થળે સતત બચાવ કામગીરી કરી હતી.

  • 15 Mar 2023 12:08 PM (IST)

    Gujarat News Live : બે બાઈકસવારે પ્રમુખ સ્વામી મહારાજ હાઈસ્કૂલના વિદ્યાર્થીને ઉઠાવી જઈ નર્મદા કેનાલમાં નાખી દીધો

    વડોદરાના પાદરામાં આવેલ પ્રમુખ સ્વામી મહારાજ હાઈસ્કૂલના વિદ્યાર્થીને બે અજાણ્યા વ્યક્તિ દ્વારા બાઇક પર ઉઠવી જઈ, નર્મદા કેનાલમાં ફેંકી દેવાનો બનાવ સામે આવ્યો છે. પાતાળિયા હનુમાન પાસે આવેલી નર્મદા કેનાલમાં આ વિદ્યાર્થીને નાખી દિધો હોવાનો બનાવ બન્યો છે. કેનાલમાં ડૂબતા વિદ્યાર્થીએ બુમાબૂમ કરતા, નજીકના ખેડૂતોએ કેનાલમાં દોરડું નાખી વિદ્યાર્થીનો જીવ બચાવ્યો હતો. બનાવની જાણ થતા જ, વિદ્યાર્થીના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાદરા પોલીસ ઘટનાસ્થળે પહોચીને પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં બે યુવકો મોઢું ઢાંકી વિદ્યાર્થીને ઉપાડી ગયા હોવાનો વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો.

  • 15 Mar 2023 11:30 AM (IST)

    Gujarat News Live : ઈંટના ભઠ્ઠામાં સૂઈ રહેલા પાંચ મજૂરોનું ગૂંગળાઈ જવાથી મોત

    છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં એક ઈંટના ભઠ્ઠામાં પાંચ કામદારોના શ્વાસ રૂંધાઈ જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક બીમાર પડ્યો હતો. પોલીસ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે જિલ્લાના ગઢફુલઝાર ગામમાં ઈંટના ભઠ્ઠાની ઉપર સૂઈ રહેલા પાંચ મજૂરોનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે પોલીસને માહિતી મળી છે કે મંગળવારે રાત્રે છ મજૂરો માટીની ઈંટો પકવવા માટે બનાવેલા ભઠ્ઠા પર સૂઈ ગયા હતા. તે સમયે ભઠ્ઠામાં આગ લાગી હતી.

  • 15 Mar 2023 11:23 AM (IST)

    Gujarat News Live : રાજકોટમાં જુગારના કેસમાં પકડાયેલા એક વ્યક્તિનું મોત, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો આરોપ

    Rajkot : રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં પકડાયેલા એક વ્યક્તિનું મોત થયુ હોવાના સમાચાર મળી રહ્યા છે. ગત મોડી રાત્રે ઇન્વેસ્ટીગેશન રૂમમાં બેભાન થયા બાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે આ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

  • 15 Mar 2023 09:02 AM (IST)

    Gujarat News Live : રાજકોટની હોટલ-રેસ્ટોરન્ટમાં વાસી અને અખાદ્ય ખોરાક મળ્યો, RMC એ ફટકારી નોટીસ

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હાથ ધરેલ ચકાસણી દરમિયાન કેટલીક હોટલ-રેસ્ટોરન્ટમાંથી વાસી અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. રાજકોટની પરિશ્રમ રેસ્ટોરાં, મેંગો ચીલી, હિર પંજાબી સહિતના રેસ્ટોરન્ટમાંથી વાસી અને અખાદ્ય ખોરાક મળી આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન 33 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. વાસી અને ખાવા યોગ્ય ના હોય તેવા શાકભાજીના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે 22 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે

  • 15 Mar 2023 08:21 AM (IST)

    Gujarat News Live : વાપી જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં લાગેલી આગે અન્ય બે કંપનીને લીધી લપેટમાં

    વાપી જીઆઈડીસીની વ્રજ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે, આજુબાજુની અન્ય બે કંપનીમાં પ્રસરી હતી. આગને કાબુમાં લેવા માટે બ્રિગેડ કોલ જાહેર કરવામા આવ્યો હતો. 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડી અને કર્મચારીઓએ ભારે જહેમત હાથ ધરીને આગને કાબુમાં લીધી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થવાના સમાચાર સામે આવ્યા નથી.

  • 15 Mar 2023 08:05 AM (IST)

    Gujarat News Live : અમદાવાદના શાહપુરમાં ધાર્મિક પ્રસંગે પાડો રમતો મુક્યો, ઘટનાસ્થળે પોલીસ પહોચતા, લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

    અમદાવાદના શાહપુર વિસ્તારમાં દેવીપુજક સમાજના ધાર્મિક પ્રસંગે પાડો રમતો મુક્યો હતો. આ અંગે શાહપુર પોલીસને પાડાની બલિ આપવામાં આવનાર હોવાની માહિતી મળતા, પોલીસ ઘટનાસ્થળે પહોચીને પાડાનો કબજો મેળવ્યો હતો. આ બાબતની જાણ થતા જ લોકો શાહપુર પોલીસ સ્ટેશને પહોચીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પોલીસ કાફલો સ્ટેશને પહોચ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

  • 15 Mar 2023 07:34 AM (IST)

    Gujarat News Live : અમદાવાદમાં બીઆરટીએસ બસ-એક્ટિવા વચ્ચે અકસ્માત, ત્રણ ઘાયલ

    અમદાવાદના ચંદ્રનગર બીઆરટીએસ કોરીડોરમાં એક્ટિવા અને બીઆરટીએસ બસ વચ્ચે થયેલા અકસ્માતમાં એક્ટિવા ઉપર સવાર ત્રણ જણા ઈજાગ્રસ્ત થયા હતા. બીઆરટીએસ કોરીડોરમાં ઘૂસેલા એક્ટિવા ચાલકે, બીઆરટીએસ બસ સાથે એક્ટિવા અથડાવી હતી. બીઆરટીએસ કોરીડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતા, એક્ટિવા ચાલક કોરિડોરમાં પ્રવેશ્યો હતો.

Published On - Mar 15,2023 7:14 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">