AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad માં કોરોના અને H3N2 વાયરસનો ડબલ એટેક, કોર્પોરેશને લેબ ટેસ્ટિંગ વધાર્યું

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે દરમ્યાન કોરોના સાથે સાથે H3N2 કેસો પણ વધારો જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન અમદાવાદમાં કોરોના અને H3N2 વાયરસનો ડબલ એટેક જોવા મળ્યો છે. તેમજ છેલ્લા એક માસમાં કોરોનાના 205 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં H3N2ના કુલ 43 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ચાલુ મહિને કોરોનાના 146 એક્ટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 14 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Ahmedabad માં કોરોના અને H3N2 વાયરસનો ડબલ એટેક, કોર્પોરેશને લેબ ટેસ્ટિંગ વધાર્યું
Ahmedababad Corona H3N2 Attack
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 5:45 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે દરમ્યાન કોરોના સાથે સાથે H3N2 કેસો પણ વધારો જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન અમદાવાદમાં કોરોના અને H3N2 વાયરસનો ડબલ એટેક જોવા મળ્યો છે. તેમજ છેલ્લા એક માસમાં કોરોનાના 205 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં H3N2ના કુલ 43 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ચાલુ મહિને કોરોનાના 146 એક્ટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 14 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ કોરોના અને H3N2ના કેસો વધતા AMCએ લેબ ટેસ્ટિંગ વધાર્યું છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 13 માર્ચના રોજ નવા 48 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 268એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 30 , ભાવનગરમાં 4, રાજકોટમાં 4, વડોદરામાં 4, અમરેલીમાં 3, મહેસાણામાં 2, સુરત જિલ્લામાં 2, અમદાવાદ જિલ્લામાં 1, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ જિલ્લામાં 1, સાબરકાંઠામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.11 ટકા થયો છે. તેમજ કોરોનાથી 23 દર્દી સાજા થયા છે. આજે કોરોનાંથી એક પણ મોત થયુ નથી.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો

ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.

(With Input,Jignesh Patel, Ahmedabad ) 

આ પણ વાંચો : Breaking News : ડૉ. અતુલ ચગ આત્મહત્યા મુદ્દે હાઇકોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી, 28 માર્ચે હાજર થવા આદેશ

Follow Us
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">