AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ઓકટોબરના મહત્વના સમાચાર : ભાજપના તમામ ધારાસભ્યોને 16-17 ઓક્ટોબર ગાંધીનગરમાં રહેવા પક્ષનો આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2025 | 10:01 PM
Share

આજે 15 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

15 ઓકટોબરના મહત્વના સમાચાર : ભાજપના તમામ ધારાસભ્યોને 16-17 ઓક્ટોબર ગાંધીનગરમાં રહેવા પક્ષનો આદેશ

આજે 15 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Oct 2025 09:19 PM (IST)

    ધનતેરસથી ત્રણ દિવસ માટે તમામને AMTSમાં મફત મુસાફરી કરવા દેવાશે, ગુરુવારે કરાશે જાહેરાત

    અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીએ (AMTS) દિવાળીના પર્વને ધ્યાને લઈને શહેરીજનોના હિતને ધ્યાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. AMTSમાં ધનતેરસથી ત્રણ દિવસ તમામને મફત મુસાફરી કરવા દેવાશે. પહેલી વાર AMTS કમિટીએ આવો મહત્વપૂર્ણ નિર્ણય સૌ પ્રથમવાર લેવાયો છે. લોકોને દિવાળીના પર્વમાં ખરીદીમાં સરળતા રહે તે માટે વિના મૂલ્યે મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલ ગુરુવારના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે જાહેરાત કરાશે.

  • 15 Oct 2025 09:12 PM (IST)

    ભાજપના તમામ ધારાસભ્યોને 16-17 ઓક્ટોબર ગાંધીનગરમાં રહેવા પક્ષનો આદેશ

    ગાંધીનગરમાં  ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે  મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ, ભાજપના તમામ ધારાસભ્યને ગાંધીનગર હાજર રહેવા સૂચના આપી છે. તમામ ધારાસભ્યને ટેલિફોનિક જાણ કરીને, બે દિવસ ગાંધીનગર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી 16 અને 17 ઓક્ટોબર એમ બે દિવસ તમામ ધારાસભ્યને ગાંધીનગર હાજર રહેવા  સૂચના આપવામાં આવી છે. પાર્ટીની સૂચના બાદ આવતીકલથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગાંધીનગર રહેશે.

  • 15 Oct 2025 09:08 PM (IST)

    અમદાવાદના ધારાસભ્યોએ, શહેરમાં અશાંત ધારાનો ભંગ, આડેધડ ખુલતા ગેરેજ અને નોનવેજની લારીઓ અંગે પોલીસ કમિશનરને કરી રજૂઆતો

    અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ધારાસભ્યો સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. શહેરના તમામ ધારાસભ્યો અને પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. શહેરની કાયદો અને વ્યવસ્થા, ટ્રાફીકની પરિસ્થિતિ અને વર્તમાન મુદ્દા અંગે થઇ ચર્ચા. શહેરમાં અશાંત ધારાનો ભંગ, આડેધડ ખુલતા ગેરેજ અને નોનવેજની લારીઓ અંગે રજૂઆતો. આશ્રમ રોડ પર અશાંતધારાનો ભંગ કરી બે દુકાનો વેચાઇ હોવાની બેઠકમાં રજુઆત.

    દુધેશ્વર મહાકાળી માતાના મંદિર રોડ પર આડેધડ ગેરેજમાં પગલે અનેક વાહનો રસ્તા પર રહેતાં ટ્રાફિકની સમસ્યાની વધી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. શાહપુર વિસ્તારમાં નોનવેજની લારીઓ શરૂ થવા અંગે પણ ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો. કેટલાક વિસ્તારમાં દારૂના થતા વેપાર અંગે પણ રજુઆત કરાઇ. શહેરના સીસીટીવી યોગ્ય રીતે વર્ક કરે અને નેટવર્ક વધે તે અંગે ચર્ચા કરાઈ હતી.

    સંકલન સાથે ટ્રાફિક સલાહકાર મિટિંગ પણ યોજાઈ હતી. ટ્રાફિક સલાહકાર મિટિંગમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જતી જગ્યાઓ બાબતે ચર્ચા કરવામાં આવી. ટ્રાફિક સલાહકાર મિટિંગમાં ગત મિટિંગની કામગીરી પ્રશ્નોની ચર્ચા સાથે નવા પ્રશ્નો મૂકવામાં આવ્યા. મુખ્યત્વે રેલવે સ્ટેશન કામગીરી અને રાણીપ ઓવર બ્રિજ કામગીરીથી ટ્રાફિકની સમસ્યા સર્જાય તે બાબતે ધ્યાન દોરાયું. એસ.જી હાઇવે પર બની રહેલા ઓવર બ્રિજ અને નરોડા પાટિયા ઓવર બ્રિજ કામગીરી લઈ ટ્રાફિક સમસ્યા બાબતે ચર્ચા કરાઈ. કોર્પોરેશન દ્વારા આડેધડ ખાડા ખોદી દેવાથી રોડ પર ટ્રાફિક સર્જાતો હોવાની ચર્ચા થઇ.

  • 15 Oct 2025 07:51 PM (IST)

    પાલડી જૈન દેરાસરમાં 1.65 કરોડની ચોરીના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

    પાલડી જૈન દેરાસરમાં 1.65 કરોડની ચોરીના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ કેસની સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે. અગાઉ આ કેસમાં પાલડી પોલીસે ગુનો નોધી એક મહિલાની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે પૂજારી સહિત બે લોકોની અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરાઈ રહી.

  • 15 Oct 2025 05:57 PM (IST)

    ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, મૈથિલી ઠાકુરને ફાળવી ટિકિટ

    બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદીમાં 12 નામોને મંજૂરી આપી છે. આ યાદીમાં લોક ગાયિકા મૈથિલી ઠાકુરને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. ભૂતપૂર્વ IPS અધિકારી આનંદ મિશ્રાને બક્સરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

  • 15 Oct 2025 05:05 PM (IST)

    વિરમગામમાં વૈદફળીના ડેલામાં બંધ મકાનમાં લાગી આગ

    અમદાવાદના વિરમગામ શહેરમા જર્જરીત મકાન આગ ભભૂકી ઉઠી હતી. રહેણાંક વિસ્તારમા લાગેલી આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના વૈદફળીના ડેલામાં બંધ મકાનમાં કચરાના ઢગમા અચાનક આગ લાગી હતી. વિરમગામ નગરપાલિકા ગણતરીના મિનિટમાં સ્થળ પર પહોંચી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. કોઇ જાનહાનીના સમાચાર નહી.

  • 15 Oct 2025 04:45 PM (IST)

    ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદો- ખેડૂતોએ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર

    દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં કિસાન કોંગ્રેસ અને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું. ટેકાના ભાવે મગફળીની 300 મણ ખરીદી કરવા માંગ કરવામાં આવી છે. મગફળીના પાથરા લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા ખેડૂતો. કોંગ્રેસ અગ્રણીઓ, તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું. મામલતદાર કચેરીએ ખેડૂતોએ માંગ સાથે કરી રજૂઆત.

  • 15 Oct 2025 04:28 PM (IST)

    મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે સ્વર્ણિય સંકુલ 2 ખાતે બંધ પડેલ આઠ ઓફિસમાં હાથ ધરાઈ સાફ સફાઈ

    મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે સામે આવ્યા એક મહત્વના સમાચાર. સ્વર્ણિય સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ થયું છે. સ્વર્ણિય સંકુલ ના 2 ના બીજા માળે ખાલી પડેલ ત્રણ ઓફિસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વર્ણિય સંકુલ 2 ના ત્રીજા માળે પણ પાંચ ઓફિસોની સફાઈ કરવામાં આવી રહી છે. સરકારની સૂચના બાદ સ્વર્ણિય સંકુલ 2 માં ખાલી રહેલી ઓફિસો ખુલી અને સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

  • 15 Oct 2025 04:10 PM (IST)

    અમદાવાદના પૂર્વ વિસ્તારના વેપારીઓને વીસી સ્કીમમાં જોડીને કરોડો રુપિયાનું ફુલેકુ ફેરવનાર ઝડપાયો

    અમદાવાદના રામોલમાં વેપારીઓનું કરોડો રુપિયાનું ફુલેકુ ફેરવનાર ઝડપાયો છે. રોકાણ કરીને ઊંચું વળતર આપવાના નામેં કરી હતી છેતરપીંડી. મહેશ ઝાગડાં નામના આરોપીની પોલીસે કરી ધરપકડ. થોડા સમય પહેલા આરોપી થયો હતો ગુમ. આરોપીની પત્નીએ ગુમ થવાની ફરિયાદ નોંધાવતા આરોપી થયો પોલીસ સ્ટેશનમાં હાજર. ભોગ બનનાર વેપારીઓને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. ઠગાઈને લઈને રજુઆત કરતા પોલીસે છેતરપીંડીનો નોંધ્યો ગુનો. વસ્ત્રાલ-અમરાઈવાડી-ઓઢવ-બાપુનગર-હાટકેશ્વર-ખોખરા-મણિનગરના અનેક વેપારીઓ સાથે કરી ઠગાઈ. આરોપીએ જૈન સમાજના તમામ લોકોને લઈને એક વીસી સ્કીમ શરૂ કરી હતી. જેના વડે આચરી હતી ઠગાઈ.

  • 15 Oct 2025 02:02 PM (IST)

    કાલે અથવા પરમદિવસે નવા પ્રધાનોની થઈ શકે શપથવિધિ

    કાલે અથવા પરમદિવસે નવા પ્રધાનોની શપથવિધિ થઈ શકે છે. રાજ્ય સરકારનો વિકાસ સપ્તાહનો કાર્યક્રમ આજે પૂર્ણ થયો છે. નવા પ્રધાનમંડળની કવાયત  હવે વધુ તેજ થઈ છે. ગુજરાતના રાજ્યપાલનો પ્રવાસ પણ ટૂંકાવાયો. આજે મોડી રાત્રે રાજ્યપાલ ગુજરાત પરત ફરશે. નવા પ્રધાનમંડળની શપથની તારીખ અંગે સ્પષ્ટતા નહીં. પ્રધાનોએ સચિવાલય આવવાનું ટાળ્યું છે.

  • 15 Oct 2025 01:49 PM (IST)

    મહેસાણાઃ ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

    મહેસાણાઃ ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરાઈ. શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા. 16 હજાર 812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ઘીની ગુણવત્તાનો ખ્યાલ આવશે.

  • 15 Oct 2025 01:25 PM (IST)

    ગાંધીનગર: ખ-રોડ પરનાં ભંગારનાં ગોડાઉનમાં આગ

    ગાંધીનગર: ખ-રોડ પરનાં ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી છે. પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગાંધીનગર ફાયર બ્રિગેડનો આગને કાબુમાં લેવાનો પ્રયાસ છે. મનપા વિસ્તારમાં પરવાનગી વગર સ્ક્રેપ ગોડાઉન ચાલતુ હોવાની આશંકા છે.

  • 15 Oct 2025 11:55 AM (IST)

    વલસાડ: નેશનલ હાઈવે 48 પર કારમાંથી ઝડપાયો દારૂ

    વલસાડ: નેશનલ હાઈવે 48 પર કારમાંથી દારૂ ઝડપાયો. અતુલ નજીક પોલીસે કારમાં તપાસ કરતા 2.60 લાખનો દારૂ મળ્યો. સંઘ પ્રદેશ દમણથી સુરત દારૂ લઈ જવાતો હતો. નવા વર્ષની ઉજવણી માટે દારૂ લઈ જતા હોવાનું સામે આવ્યું. 2 મહિલા સહિત કુલ ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી.

  • 15 Oct 2025 11:51 AM (IST)

     વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા

    વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા. વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વલસાડ થી 46 કિલોમીટર દૂર ભૂકંપની એપિ સેન્ટર નોંધાયું.

  • 15 Oct 2025 11:32 AM (IST)

    વડોદરાઃ બાળકોને કફ સિરપ આપનાર ઝોલાછાપ ડૉક્ટરની ધરપકડ

    ડૉ. અશ્વિન પનોટે બે બાળકોને કફ સિરપ આપ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. બાળકોને દવાનો ઓવરડોઝ આપવાથી તકલીફ થયાનું સામે આવ્યું છે. જો કે હાલ બન્ને બાળકોની તબિયત સ્થિર છે. સમગ્ર મામલે જુદા-જુદા વિભાગો દ્વારા તપાસનો ધમધમાટ બોલાવાયો હતો. અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડૉક્ટરની પૂછપરછ શરૂ કરાઈ હતી. તપાસમાં ડૉક્ટર પાસે દવા રાખવાનું લાયસન્સ જ ન હોવાનો ખુલાસો થયો છે. જેની ફરિયાદ બાદ ઝોલાછાપ ડૉક્ટરને ઝડપી લેવાયો છે.

  • 15 Oct 2025 10:29 AM (IST)

    રાજકોટઃ સાધુ વાસવાણી રોડ પર આગ

    રાજકોટઃ સાધુ વાસવાણી રોડ પર આગ લાગી છે. ધારેશ્વર ડેરીમાં આગ લાગતા નાસભાગ મચી. ફાયરની ટીમે સ્થળ પર જઈ આગ કાબૂમાં લીધી. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઇ.

  • 15 Oct 2025 09:56 AM (IST)

    સુરત: તહેવારોને લીધે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ

    સુરત: તહેવારોને લીધે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર ભીડને પગલે રેલને પ્રશાસન એલર્ટ છે. રેલવે સ્ટેશનમાં હવે મોબાઈલ ટિકિટિંગ સેવાનો આરંભ થયો છે. બુકીંગ ક્લાર્ક પ્લેટફોર્મ હોલ્ડિંગ એરિયામાં યાત્રિકોને જનરલ ટિકિટ આપી રહ્યાં છે. શાળા-કોલેજો પરીક્ષા પૂર્ણ થતા વેકેશનને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. છઠ પૂજા, દિવાળી અને બિહારમાં ચૂંટણીને લઈ ભીડ વધવાની શક્યતા છે.

  • 15 Oct 2025 07:59 AM (IST)

    રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા, બસ સળગી ઉઠતા 20 લોકો થયા ભડથું

    રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા સર્જાઇ છે. બસ સળગી ઉઠતા 20 લોકો ભડથું થયા છે. 16 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા  છે. બસમાં 57 જેટલા યાત્રીઓ સવાર હતા. જૈસલમેરથી જોધપુર જતી વખતે દુર્ઘટના સર્જાઇ.

  • 15 Oct 2025 07:48 AM (IST)

    સોનલબેન ખાખરાવાડાના સાંતેજના ગોડાઉનમાં આગ

    અમદાવાદના પ્રખ્યાત સોનલબેન ખાખરાવાડાના સાંતેજના ગોડાઉન ખાતે આગ લાગી હતી. થલતેજ ફાયર દ્વારા 4 ફાયર ફાઈટર ગાડીઓ સાથે ફાયર ટીમ દ્વારા આગને કાબુમાં લઈ લેવામાં આવી છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

Published On - Oct 15,2025 7:43 AM

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">