15 નવેમ્બરના મહત્વના સમાચાર : નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે જાહેર, 27 ટકા અનામત લાગૂ થતાં નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઈ
આજે 15 નવેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
અમદાવાદની હવા બની રહી છે પ્રદૂષિત
અમદાવાદ: શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે છે. રામોલ, હાથીજણ, વટવા, રિવરફ્રન્ટ વિસ્તારમાં AQI-400ને પાર છે. રામોલ-હાથીજણમાં હવા સૌથી ઝેરી, AQI-452 નોંધાયો. વટવામાં AQI-449, રિવરફ્રન્ટ પર AQI-435 છે. શહેરમાં સરેરાશ AQI-225 નોંધાયો છે. પ્રદૂષિત હવાથી શ્વસનતંત્રને લગતી બીમારીઓ વધવાની શક્યતા છે.
-
ગાંધીનગર: માણસામાં બાળક ચોરી કરતી મહિલા પકડાઇ
ગાંધીનગર: માણસામાં બાળક ચોરી કરતી મહિલા પકડાઇ છે. મહિલાનો વીડિયો આવ્યો સામે. લોકોએ ભેગા થઈ મહિલા બાળક ચોરવા આવી હોય એવો વીડિયો વાયરલ કર્યો. વીડિયોમાં મહિલા પર લોકોએ બાળક ચોરી કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે TV9 આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. હાલ રાજ્યમાં બાળક ચોરતી ગેગ એક્ટિવ થઈ છે એવી અફવાઓ વચ્ચે આ વીડિયો હાલ તપાસનો વિષય છે.
-
-
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટે તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસા બાદ હોસ્પિટલને નોટિસ ફટકારાઇ છે. તો દર્દીઓનું દિલ કારણ વગર ચીરી નાંખનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. જ્યાં કોર્ટે તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
PM મોદીને ‘ડોમિનિકા ઓર્ડર ઑફ ઓનર’ પુરસ્કારથી સન્માનિત કરાશે. ગયાનામાં આયોજીત ઇન્ડિયા-કેરીકોમ સમિટમાં સન્માનિત કરાશે. કોવિડ-19 દરમિયાન PM મોદીના યોગદાન બદલ અપાશે સન્માન. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતીય. હિંદુ નેતા તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટની જવાબદારી સોંપાઇ. 4 વખત ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ રહી ચૂક્યા છે. કંગાળ પાકિસ્તાનમાં મોંઘવારી બોમ્બ ફૂટી શકે છે. પાકિસ્તાનમાં ફરી ઈંધણના ભાવ વધી શકે છે. પેટ્રોલમાં 4 અને ડીઝલમાં 5 રૂપિયાનો વધારો થઇ શકે છે. રાજસ્થાનમાં થપ્પડકાંડના આરોપી નરેશ મીણાની ધરપકડ બાદ સમર્થકોએ હંગામો કર્યો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. લોકોને વિખેરવા છોડાયા ટિયરગેસના શેલ. EDના ત્રણ રાજ્યોમાં દરોડા. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ બંગાળમાં 23 સ્થળોએ સર્ચ ચાલુ. બંગાળમાં લોટરીકાંડ સહિત મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારની આશંકાએ કાર્યવાહી. કડીની ભાગ્યોદય હોસ્પિટલે ડૉ.વજીરાણીની સાથે ફાડ્યો છેડો. હોસ્પિટલની તબીબોની યાદીમાંથી ડૉ.વજીરાણીના નામ પર મારી ચોકડી.
Published On - Nov 15,2024 7:40 AM