13 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમરેલી લેટરકાંડ મામલાની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ, નિર્લિપ્ત રાય કરશે સમગ્ર કેસની તપાસ

|

Jan 13, 2025 | 1:18 PM

આજે 13 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

13 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમરેલી લેટરકાંડ મામલાની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ, નિર્લિપ્ત રાય કરશે સમગ્ર કેસની તપાસ

Follow us on

LIVE NEWS & UPDATES

  • 13 Jan 2025 01:18 PM (IST)

    અમરેલી લેટરકાંડ મામલાની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ

    અમરેલીઃ લેટરકાંડ મુદ્દે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા. સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ છે. નિર્લિપ્ત રાય સમગ્ર કેસની તપાસ કરશે.અગાઉ અમરેલી જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા. SPની LCBમાં જ ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા છે.

  • 13 Jan 2025 01:16 PM (IST)

    બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી બાળકનું મોત

    સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. ઉધના રેલવે સ્ટેશન બાંધકામ સાઈટ પર પાણીમાં પડી જવાથી બાળકનું મોત થયુ છે. ઉધના રેલવે તંત્રની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આરોપ છે. ઉધના રેલવે યાર્ડમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે બાળક રમી રહ્યો હતો. અંડરગ્રાઉન્ડ ટાંકી ખુલ્લી હોવાથી બાળકનું પડી જવાથી મોત થયુ.


  • 13 Jan 2025 12:46 PM (IST)

    રાજકોટ: લાતી પ્લોટ વિસ્તારમાં દિવાલ ધરાશાયી

    રાજકોટ: લાતી પ્લોટ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. મંડપનો સામાન ભરેલા ગોડાઉનની દિવાલ પડી. દિવાલ પડવાની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોડાઉન બહાર પાર્ક વાહનોમાં મોટું નુકસાન થયુ છે. આઈશર ટ્રક, ટેમ્પો અને બાઈકનો કચ્ચરઘાણ નિકળી ગયો. ઈજાગ્રસ્તોની મદદે સ્થાનિકો દોડી આવ્યા હતા.

  • 13 Jan 2025 12:39 PM (IST)

    સુરત: કામરેજમાં 70 ફૂટ ઊંડી જોખમી ખાડીમાંથી ગાયનું રેસ્ક્યૂ

    સુરત: કામરેજમાં 70 ફૂટ ઊંડી જોખમી ખાડીમાંથી ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. મોડી રાત્રે શિવદર્શન સોસાયટી પાસે ગાય ખાડીમાં ખાબકી છે. વરસાદને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલનું સમારકામ ન કરવાથી ઘટના બની છે. ફાયર વિભાગ દ્વારા ક્રેન બાલાવી ગાયનું રેસ્કયુ કર્યું.

  • 13 Jan 2025 10:27 AM (IST)

    અમરેલી લેટરકાંડ મામલે સુરતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    અમરેલી લેટરકાંડ મામલે સુરતમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં કોંગ્રેસનો ધરણાં કાર્યક્રમ છે. પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાતની આગેવાનીમાં ધરણાં કાર્યક્રમ છે. કાર્યક્રમ પહેલા વરાછાના માનગઢ ચોક પાસે પોલીસની ધાડા ઉતારાયા. કોંગ્રેસના કાર્યક્રમને પોલીસે મંજૂરી નથી આપી. મેટ્રોની કામગીરી અને ટ્રાફિકની સમસ્યાના કારણે મંજૂરી ન આપી.


  • 13 Jan 2025 10:10 AM (IST)

    બનાસકાંઠા: વાહનો પર પથ્થરમારો કરનાર આરોપીઓનું સરઘસ

    બનાસકાંઠા: વાહનો પર પથ્થરમારો કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યુ. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી 7 આરોપીની ધરપકડ કરી. અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં આ લોકો પથ્થરમારો કરતા હતા. મોડી સાંજ બાદ પથ્થરમારો કરતા હોવાની સ્થાનિકોની ફરિયાદ હતી.

  • 13 Jan 2025 10:07 AM (IST)

    પોષી પૂનમને લઈને યાત્રાધામ અંબાજીમાં માઈભક્તોની ભીડ

    પોષી પૂનમને લઈને યાત્રાધામ અંબાજીમાં માઈભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોષસુદ પૂર્ણિમા મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ દિવસ તરીકે ઉજવાય છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને લઈ મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે પૂનમને લઈ સવારે 6 વાગે મંગળા આરતી કરવામાં આવી છે. વહેલી સવારથી જ અંબાજી મંદિર મા અંબાના નાદથી ગુંજી ઉઠ્યું.

  • 13 Jan 2025 09:09 AM (IST)

    બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું

    આગામી 2 દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે્. વિવિધ જિલ્લામાં તાપમાન 2થી 6 ડિગ્રી ઘટ્યું. ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે.

  • 13 Jan 2025 08:32 AM (IST)

    અમરેલીઃ જાફરાબાદમાં દિપડાના હુમલાથી બાળકીનુ મોત

    અમરેલીઃ જાફરાબાદમાં દિપડાના હુમલાથી બાળકીનુ મોત થયુ છે. ચિત્રાસર ગામની સીમમાં 7 વર્ષની બાળકી પર હુમલો થયો છે. માતા પિતા કપાસ વીણતા સમયે જ ઘટના બની. ચત્રુપા જોધુભાઇ બાંભણીયાને ગળાના ભાગે દીપડાએ ગંભીર ઈજા પહોંચાડી હતી. બાળકીને જાફરાબાદ હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરી.

  • 13 Jan 2025 07:56 AM (IST)

    દાહોદઃ પતંગની દોરી વાગતા બાઈકચાલક ઈજાગ્રસ્ત

    દાહોદઃ પતંગની દોરી વાગતા બાઈકચાલક ઈજાગ્રસ્ત થયો. રોઝમ ગામે બાઈક સવારના ગળાના ભાગે પતંગની દોરીના કારણે ઈજાગ્રસ્ત થયો. બાઇક સવારને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. બે દિવસમા પતંગની દોરીથી ઇજા થવાની બીજી ઘટના બની છે.

  • 13 Jan 2025 07:34 AM (IST)

    મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો

    સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એકસપ્રેસ ટ્રેનના B-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો.જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા. કોચમાં રહેલા બાળકો મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મુસાફરો દ્વારા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

  • 13 Jan 2025 07:33 AM (IST)

    આણંદઃ ઉમરેઠની પણસોરા ચોકડી નજીક હિટ એન્ડ રન

    આણંદઃ ઉમરેઠની પણસોરા ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની. અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર 2ના મોત, 1 ઘાયલ થયા. નડિયાદ તરફ જતા બાઈકચાલકને અકસ્માત નડ્યો. મૃત્યુ પામનાર યુવકો ઉમરેઠના ઝાલા બોરડી ગામના વતની છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ભાલેજ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

  • 13 Jan 2025 07:30 AM (IST)

    પ્રયાગરાજમાં આસ્થાનો મહાકુંભ જામ્યો

    પ્રયાગરાજમાં આસ્થાનો મહાકુંભ જામ્યો છે. દેશભરમાંથી તપસ્વી સાધુઓ કુંભના મેળામાં પોતાની ઉપસ્થિતિ રજૂ કરી રહ્યા છે. ત્યારે પ્રયાગરાજમાં વ્રતધારી હઠયોગીઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઉત્તરાખંડથી કુંભમેળામાં આવેલા આ બાબા છેલ્લા 12 વર્ષથી સતત ઊભા રહીને હઠ યોગ કરી રહ્યા છે. ગમે તેવી સ્થિતિ હોય બાબા ઊભા-ઊભા જ ભોજન, ઊંઘ અને પોતાના નિત્ય કાર્ય કરે છે.

  • 13 Jan 2025 07:29 AM (IST)

    અમરેલીઃ LCBમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

    અમરેલીઃ લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. LCBમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કર્યા. કિશન આસોદરીયા,વરજાંગ મૂળયાસીયા, મહિલા પોલીસકર્મી હીના મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ ત્રણેય પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરાઇ.

પ્રયાગરાજમાં આસ્થાનો મહાકુંભ જામ્યો છે. દેશભરમાંથી તપસ્વી સાધુઓ કુંભના મેળામાં પોતાની ઉપસ્થિતિ રજૂ કરી રહ્યા છે, ત્યારે પ્રયાગરાજમાં વ્રતધારી હઠયોગીઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આણંદના ઉમરેઠની પણસોરા ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર 2ના મોત થયા, તો 1 ઘાયલ થયો છે. કેશોદના એક ગામમાં તાંત્રિક વિધિ કરવાના બહાને તાંત્રિકે દુષ્કર્મ કર્યાનો આરોપ છે. કેલિફોર્નિયામાં લાગેલી આગ સતત છઠ્ઠા દિવસે પણ બેકાબૂ બની. અત્યાર સુધી 16 લોકોના મોત થયા. 12 હજાર ઈમારતો ખાક થઈ.

Published On - 7:26 am, Mon, 13 January 25