12 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે 2 લોકોના મોત છતા CEOએ ખંખેર્યા હાથ, દર્દીઓ પોતાની મરજીથી આવ્યા હોવાનો દાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2024 | 8:50 PM

આજ 12 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

12 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે 2 લોકોના મોત છતા CEOએ ખંખેર્યા હાથ, દર્દીઓ પોતાની મરજીથી આવ્યા હોવાનો દાવો

આજે 12 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Nov 2024 07:45 PM (IST)

    રાજકોટ: ગોંડલમાં એક વ્યક્તિએ પોતાના ગળામાં મારી છરી

    • રાજકોટ: ગોંડલમાં એક વ્યક્તિએ પોતાના ગળામાં મારી છરી
    • ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં કમળપૂજાનો કર્યો પ્રયાસ
    • બેભાન હાલતમાં આધેડનો ખસેડાયો સારવાર હેઠળ
    • ગોંડલમાં અપાઇ પ્રાથમિક સારવાર
    • હાલ રાજકોટ સિવિલ હોસ્પિ.માં આધેડની ચાલી રહી છે સારવાર
    • મુંબઇમાં રહેતો હતો આધેડ ધર્મેન્દ્રસિંહ ઝાલા
    • 2 મહિનાથી પોતાના વતન ગોંડલ આવ્યો હતો ધર્મેન્દ્રસિંહ ઝાલા
    • આધેડે આ પગલું શા માટે ભર્યું તેના કારણ અંગે તપાસ
  • 12 Nov 2024 07:44 PM (IST)

    આવતીકાલે વાવ પેટાચૂંટણી મતદાનને લઈને પોલીસનો સુરક્ષા પ્લાન

    • આવતીકાલે વાવ પેટાચૂંટણી મતદાનને લઈને પોલીસનો સુરક્ષા પ્લાન
    • સંવેદનશીલ મતદાન મથકો પર BSF અને પેરામિલિટરીની ટુકડી ગોઠવાઈ
    • પોલીસના અલગ અલગ મોબાઈલ પેટ્રોલિંગના રૂટ હશે
    • દર 4 થી 5 ગામડા વચ્ચે એક પોલીસ મોબાઇલ રૂટ હશે
    • 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં DySP, PI અને PSI કક્ષાના અધિકારીઓ રહેશે
    • બોર્ડર પર 7 ચેકપોસ્ટ અને તમામ બોર્ડર પર પેરામિલિટરીની 7 ટીમ તૈનાત
  • 12 Nov 2024 06:23 PM (IST)

    સુરત: ઘરમાં ઘુસીને બાળકીના અપહરણની ઘટના

    • સુરત: ઘરમાં ઘુસીને બાળકીના અપહરણની ઘટના
    • ગણતરીના કલાકોમાં આરોપી પોલીસના સકંજામાં
    • આરોપીને ઝડપવા પોલીસે 6 જેટલી ટીમો બનાવી હતી
    • દોઢસોથી વધુ CCTV ચેક કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો
    • વર્ષ 2021માં પોક્સોના કેસમાં પકડાયો હતો આરોપી
    • 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવ્યો હતો આરોપી
  • 12 Nov 2024 05:48 PM (IST)

    સુરત: ઓલપાડ સરોલી રોડ પર સ્કૂલ બસનો અકસ્માત

    • સુરત: ઓલપાડ સરોલી રોડ પર સ્કૂલ બસનો અકસ્માત
    • સ્કૂલ બસની બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયાની આશંકા
    • બાળકો ભરેલી બસ ડિવાઇડર પર ચઢી ગઇ
    • શાળાએથી વિદ્યાર્થીઓને ઘેર મુકવા જતા સમયે અકસ્માત
    • બસમાં સવાર બાળકો અને ડ્રાઇવરનો બચાવ
  • 12 Nov 2024 04:42 PM (IST)

    સુરત: ઓલપાડ સરોલી રોડ પર સ્કૂલ બસનો અકસ્માત

    • સુરત: ઓલપાડ સરોલી રોડ પર સ્કૂલ બસનો અકસ્માત
    • સ્કૂલ બસની બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયાની આશંકા
    • બાળકો ભરેલી બસ ડિવાઇડર પર ચઢી ગઇ
    • શાળાએથી વિદ્યાર્થીઓને ઘેર મુકવા જતા સમયે અકસ્માત
    • બસમાં સવાર બાળકો અને ડ્રાઇવરનો બચાવ
  • 12 Nov 2024 04:27 PM (IST)

    અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલના CEOએ ખંખેર્યા હાથ

    • અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલના CEOએ ખંખેર્યા હાથ
    • ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે કર્યો લૂલો બચાવ
    • પોલીસ તપાસમાં અમે સહયોગ આપીશુંઃ CEO
    • “અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર મેડિકલ કેમ્પ થતાં હોય છે”
    • “20 દર્દીઓને તપાસની જરૂર હોવાથી અહીં બોલાવ્યા હતા”
    • “કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એસેસમેન્ટ અને રિપોર્ટ કરાયા હતા”
    • “જરૂર જણાતા 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિ કરાઇ હતી”
    • “સ્થિતિ ગંભીર હોવાથી 7માંથી 2 દર્દીઓના મૃત્યુ થયા હતા”
    • “દર્દીઓ પોતાની મરજીથી અહીં આવ્યા હતા”
    • “તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે”
    • “કેમ્પ કરવા માટે અમે તમામ મંજૂરી લીધી હતી”
    • “તમામ દર્દીઓની સારવાર હાલ પૂર્ણ થઇ ચૂકી છે”
    • “તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે”
  • 12 Nov 2024 04:06 PM (IST)

    અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન આવ્યું સામે

    • અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન આવ્યું સામે
    • રાજકોટનો પરિવાર પણ બન્યો ખ્યાતિ હોસ્પિટલનો ભોગ
    • બાલાસિનોરના એક યુવકને થયો કડવો અનુભવ
    • જાણ વિના જ ખ્યાતિ હોસ્પિટલે યુવકના પિતાનું કાઢ્યું હતું અમૃતમ કાર્ડ
    • પરિવારને જાણ કર્યા વિના જ 16 જૂને યુવકના પિતાની કરાઈ એન્જિયોપ્લાસ્ટી
    • ખૂબ જ તાવ છતાં 17 જૂને નરસિંહ પટેલ નામના દર્દીને અપાઈ રજા
    • દર્દીના સગાએ પૂછપરછ કરતાં મુખ્ય ડૉક્ટર મૌન વ્રત પર હોવાનું જણાવ્યું
    • 18 જૂને તબિયત લથડતા દર્દીને ફરી ખ્યાતિ હોસ્પિટલમાં કરાયા એડમિટ
    • હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું નિપજ્યું હતું મોત
    • કાર્ડ દ્વારા સારવાર છતાં હોસ્પિટલે રૂપિયા પડાવ્યાનો આક્ષેપ
    • પ્રક્રિયાના નામે 12 હજાર અને ઈમરજન્સીના નામે 25 હજાર પડાવ્યા
  • 12 Nov 2024 04:06 PM (IST)

    છોટા ઉદેપુરમાં વન વિભાગે દીપડાનું કર્યુ દિલધડક રેસક્યુ

    છોટાઉદેપુરમાં વન વિભાગે દીપડીનું દિલધડક રેસ્ક્યૂ કર્યું. ડુંગરભીંત ગામે વન વિભાગની ટીમે કુવામાં ખાબકેલ દીપડીનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. શિકારની શોધમાં દીપડી કૂવામાં પડી જતાં ગ્રામજનોએ વન વિભાગ ટીમને જાણ કરતા વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં જ દીપડીનું રેસ્ક્યૂ કરી બચાવી લીધી હતી.

  • 12 Nov 2024 03:59 PM (IST)

    અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસ તપાસ શરૂ

    • અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસ તપાસ શરૂ
    • બંને દર્દીઓના પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે
    • એક્સપર્ટ ટીમના ઓપિનિયનને આધારે થશે તપાસ
    • તપાસમાં બેદરકારી સામે આવશે તો ગુનો દાખલ કરાશે
    • ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે બે દર્દીના મોત થયાનો આરોપ
  • 12 Nov 2024 03:58 PM (IST)

    સાબરકાંઠામાં બિલાડીના બચ્ચાનું કરાયુ દિલધડક રેસક્યુ

    સાબરકાંઠામાં જીવદયા પ્રેમી ટીમ અને ફાયર વિભાગની ટીમે બિલાડીના બચ્ચાનું રેસ્ક્યૂ કર્યું. હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશન સામેના કોમ્પ્લેક્ષમાં 20 ફૂટ પાઈપમાં વચ્ચો વચ્ચ.. ફસાયેલ બિલાડીના બચ્ચાને દોઢ કલાકની ભારે જહેમત બાદ દીલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. કોમ્પ્લેક્ષમાં પાણીના નિકાલ માટે લગાવેલ પાણીની પાઈપ લાઈનમાં બિલાડીનું બચ્ચું ફસાઈ ગયું હતું. બિલાડીનું બચ્ચું ફસાઈ જતાં જીવદયા પ્રેમી ટીમ અને ફાયર વિભાગે કેમેરા વડે તપાસ કરી 6 કલાકથી ફસાયેલ બચ્ચાને પાઈપ કાપી બહાર કાઢવામાં આવ્યું.

  • 12 Nov 2024 03:39 PM (IST)

    વડોદરાઃ IOCLમાં ભીષણ આગ મામલે મોટો ખુલાસો

    • વડોદરાઃ IOCLમાં ભીષણ આગ મામલે મોટો ખુલાસો
    • IOCLમાં આગ અંગે વડોદરા ફાયર બ્રિગેડને ત્રણ કલાક પછી જાણ કરાઈ
    • વડોદરાના ચીફ ફાયર ઓફિસરનો IOCL પર મોટો આરોપ
    • “ઘટના બની તેના ત્રણ કલાક સુધી જાણ ન કરાઈ”
    • “બેદરકારી બદલ રાજ્યના ફાયર વડાને જાણ કરાઈ”
    • “આગ બુજાવવા 2.5 લાખ AQQI ફોર્મનો કરાયો ઉપયોગ”
  • 12 Nov 2024 03:38 PM (IST)

    IOCL કંપનીમાં લાગેલી આગમાં મૃત્યુ પામનારા ધીમંત મકવાણાના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર

    • વડોદરા: IOCL કંપનીમાં આગમાં બેના મોતનો મામલો
    • એક કામદારના પરિવારજનો અને IOCL વચ્ચે બેઠક પૂર્ણ
    • ધિમંત મકવાણાના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર
    • પરિવારને અપાઈ વીમા, અન્ય સહાય અને નોકરીની ખાતરી
    • અન્ય કામદાર શૈલેષ મકવાણાના પરિવારને સમજાવવા બેઠક ચાલુ
    • બંને મૃતક કામદારોના પરિજનો કંપનીના ગેટ પર બેઠા હતા
    • ગેટ પર બેસીને પરિજનોએ નોંધાવ્યો વિરોધ
  • 12 Nov 2024 03:22 PM (IST)

    અમદાવાદઃ આનંદનગરમાં સામાન્ય બાબતમાં યુવક પર હુમલો

    • અમદાવાદઃ આનંદનગરમાં સામાન્ય બાબતમાં યુવક પર હુમલો
    • સંસ્કાર એપાર્ટમેન્ટ ખાતે બન્યો હતો બનાવ
    • ફ્લેટનાં સેક્રેટરી નીરજ રધુવંશી પર કરાયો હુમલો
    • હોર્ન મારવા જેવી બાબતમાં ફ્લેટનાં સભ્યએ લાફો માર્યો
    • બેટથી ફટકા મારીને મારી નાખવાની આપી ધમકી
    • 31 ઓક્ટોબરનાં રોજ બની હતી ઘટના
    • સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
    • મનીન ગાંધી અને ગીરીશ ગાંધી સામે નોંધાયો ગુનો
  • 12 Nov 2024 03:21 PM (IST)

    અમદાવાદઃ આશ્રમ રોડ સ્થિત ખ્યાતિ ગ્રુપની ઓફિસ પર પહોચ્યું TV9

    • અમદાવાદઃ આશ્રમ રોડ સ્થિત ખ્યાતિ ગ્રુપની ઓફિસ પર પહોચ્યું TV9
    • ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ ઉતર્યા ભૂગર્ભમાં
    • ગઈકાલની ઘટના બાદ પણ ચેરમેન કાર્તિક પટેલ છે ગાયબ
    • ખ્યાતિ ગ્રુપની ઓફિસ પર પણ જોવા મળ્યો સન્નાટો
    • આશ્રમ રોડની ઓફિસમાં માત્ર એક મહિલા કર્મચારી જ હાજર
    • કાર્તિક પટેલ આ ઓફિસ પર ક્યારેક જ આવતા હોવાની માહિતી
    • ઘટના બન્યા બાદ આ ઓફિસ પર કાર્તિક પટેલ નથી આવ્યા
  • 12 Nov 2024 02:49 PM (IST)

    સિક્કિમમાં અનુભવાયા ભૂકંપના આંચકા

    સિક્કિમના ગંગટોકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ ભૂકંપ બપોરે 2 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.

  • 12 Nov 2024 02:33 PM (IST)

    ખ્યાતિ હોસ્પિટલમાં રાજકોટનો પરિવાર પણ બન્યો છે ભોગ !

    બાલાશિનોર રહેતા યુવકના પિતા સાથે ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારને જાણ કર્યા વગર જ દાખલ દર્દીનુ મા અમૃતમ કાર્ડ કાઢી દેવામાં આવ્યું હતું. પરિવારને જાણ કર્યા વગર જ એન્જીયોગ્રાફી પણ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં સ્ટેન્ટ પણ મૂકી દેવામાં આવ્યું હતું. 16 જૂનના રોજ નરશીભાઇ પટેલ નામના દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. 17 જૂને તારીખે એન્જીયોગ્રાફી કરી હોવાનું કહીને રજા અપી દેવાઈ હતી. 18 જૂને યુવાનની ફરી તબિયત લથડતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. રાત્રીના સમયે નરશીભાઇ પટેલ નામના દર્દીનું મોત થયું હતું. કાર્ડ દ્રારા સારવાર ચાલતી હોવા છતા પ્રોસેસના નામે 12000 અને ઇમરજન્સી સારવારના નામે 25000 રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

  • 12 Nov 2024 01:37 PM (IST)

    ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીની ધરપકડ

    ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી દ્વારા સ્થાનિક યુવતી પર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવવાના કેસમાં ઉમરેઠ પોલીસ દ્વારા પીડિતાનું નિવેદન લીધા બાદ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કાંતિ વાઘેલાની ઉમરેઠ પોલીસે ધરપકડ કરી છે. ઉમરેઠ પોલીસ દ્વારા આરોપીના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. પીડિતા પર બળાત્કાર ગુજારવાને કારણે પીડિતા સગર્ભા થઇ હતી. બે દિવસ પહેલા જ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. મૃત બાળકના DNA સાથે આરોપીના DNA મેચ કરવામાં આવશે.

  • 12 Nov 2024 01:22 PM (IST)

    વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા રાહુલ ગાંધીનો આજનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ્દ

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આજે મહારાષ્ટ્ર પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે X પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.

  • 12 Nov 2024 12:39 PM (IST)

    પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને જાનથી મારી નાખવાની મળી ધમકી

    પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનન, ભારતીબેન પટેલને ગામના જ કિરણસિંહ પટેલે ધમકી આપી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે છે. તું મોટી ચેરમેન થઈ ગઈ છે અને તે તારા ઘરની આજુબાજુમાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે તો શું કરી લઈશ તેમ જણાવી ધમકી આપી હતી. આ બાબતે શહેરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  • 12 Nov 2024 11:31 AM (IST)

    દિવાળી વેકેશન છતા મોરબીમાં કેટલીક શાળાઓ શરૂ કરી દેવાઈ, DEO કરશે કાર્યવાહી

    ગુજરાતમાં હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. આમ છતાં મોરબીમાં કેટલીક સ્કૂલો ચાલુ કરી દેવાઇ હોવાનું સામે આવ્યું છે. દિવાળી વેકેશન અંગેના સરકારી પરિપત્રની પરવા કર્યા વગર અમુક શાળાઓ ચાલુ કરી દેવામાં આવી હોવાનો વીડિઓ વાયરલ થયો છે. 17 નવેમ્બર સુધી વેકેશન હોવા છતાં મોરબીની સ્કૂલોએ સરકારી પરિપત્રની પરવા કર્યા વગર સ્કૂલો ચાલુ કરી દીધી છે. મોરબીની નવજીવન સ્કૂલ, એલિટ સ્કૂલ, નાલંદા સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ, સ્વામિનારાયણ સ્કૂલ અને આર્ય વિદ્યાલય ચાલુ કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. વેકેશન પૂર્ણ થયા પહેલા જ સ્કૂલ ચાલુ કરી દેવાનો વીડિયો જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આવતા આવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

  • 12 Nov 2024 10:16 AM (IST)

    સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં ધરતીકંપના અનુભવાયા આંચકા

    સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે. સટવાન, જૂના ઉમરપાડા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે 6 વાગ્યે ધરતી કંપના હળવા આંચકા આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘરના વાસણો ખખડતા ધરતીકંપ આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. લોકોએ તંત્રને ભૂકંપ અંગેની જાણ કરી હતી. જાનમાલને કોઈ નુકસાન નહીં થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે.

  • 12 Nov 2024 09:58 AM (IST)

    દેહરાદૂનમાં કન્ટેનર સાથે ટક્કર બાદ ઝાડ સાથે અથડાઈ કાર, 6 લોકોના મોત

    ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. ઈનોવા કાર કન્ટેનર સાથે ટકરાયા બાદ ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 7 લોકોમાંથી 6ના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરાયેલ છે, જેની હાલત નાજુક હોવાનું તબીબોનું કહેવું છે.

  • 12 Nov 2024 09:16 AM (IST)

    વિધાનસભાની વાવ બેઠકની બુધવારે પેટાચૂંટણી, 3,10,681 મતદારો, 321 મતદાન મથક

    વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે  બુધવારે મતદાન હાથ ધરાશે. જેની મતગણતરી આગામી 23 નવેમ્બરે મત કરવામાં આવશે. તંત્રએ પેટા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વાવ વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 3,10,681 મતદારો નોંધાયેલા છે. મતદાન માટે કુલ 321 મતદાન મથક બનાવાયા છે. મહિલા ચૂંટણી અધિકારી સહિત 2000 જેટલો સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. 275 સ્પેશ્યલ પોલિંગ સ્ટેશન ઉભા કરાયા છે. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે.

  • 12 Nov 2024 08:35 AM (IST)

    જૂનાગઢ લીલી પરિક્રમા વિધિવત શરૂ થાય તે પહેલા 2 લાખ ભક્તો પરિક્રમાના માર્ગે

    જૂનાગઢના ગિરનાર લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ થાય તે પહેલા જ બે લાખથી વધુ ભાવિક ભક્તો પરિક્રમાના માર્ગે ચાલવા લાગ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે કારતક અગિયારશની મધ્યરાત્રીએ લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. એ મુજબ આજે મંગળવારે મધ્યરાત્રીએ લીલી પરિક્રમાનો પ્રારંભ થાય. પરંતુ ભાવિક ભક્તો અને યાત્રાળુઓની વિશાળ સંખ્યાને જોતા, સત્તાવાળાઓએ લીલી પરિક્રમા તેના નિર્ધારિત સમયપત્રક પૂર્વે જ શરૂ કરી દીધી છે.

  • 12 Nov 2024 08:20 AM (IST)

    અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2ના મોતનો આક્ષેપ

    અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલે, કડી પાસેના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. જેના આધારે કેટલાક લોકોને વિનામૂલ્યે સઘન સારવાર અર્થે ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં બોરીસણા ગામના કેટલાક દર્દીઓને એન્જીયોગ્રાફી કરાઈ હતી તો કેટલાકને સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન બે દર્દીઓના હોસ્પિટલની બેદકરારીને કારણે મોત થયા હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે.

  • 12 Nov 2024 07:59 AM (IST)

    ગિરનારની લીલી પરિક્રમામા આવેલા બે યાત્રાળુના હાર્ટ એટેકથી મોત

    ગિરનારની લીલી પરિક્રમામા આવેલા બે યાત્રાળુના હાર્ટ એટેકથી મોત થયા છે. પરશોતમભાઈ જગદીશભાઈનું હાર્ટએટેકથી મોત થયું છે. જ્યારે રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ હ્રદયરોગના હુમલાથી મોત થયું છે. ગિરનાર પરિક્રમાના પહેલા દિવસે બે યાત્રાળુના હાર્ટ એટેકથી મોત થયા છે.

  • 12 Nov 2024 07:27 AM (IST)

    વડોદરા IOCL કંપનીમાં લાગેલી આગ મધ્યરાત્રી બાદ કાબુમાં આવી, 2 કામદારના મોત

    વડોદરા IOCL કંપનીમાં લાગેલી આગ મધ્યરાત્રી બાદ કાબુમાં આવી હતી. રાત્રે અઢી વાગે આગને કાબૂમાં લેવા માટેનું ઓપરેશન પૂર્ણ જાહેર કરાયુ હતું. ભીષણ આગમાં બે કામદારોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. ધિમંત મકવાણા અને શૈલેષ ઝાલા નામના બે કામદારોના આગને કારણે મોત થયા છે.

    IOCLના ફાયર ફાયટર ઉપરાંત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ, અન્ય વિવિધ કંપનીઓના ફાયર સ્ટાફ, વડોદરા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓના ફાયર સ્ટાફ, અને મધ્ય ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના ફાયર સ્ટાફની મદદથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો.

  • 12 Nov 2024 07:25 AM (IST)

    મહારાષ્ટ્રના ચિમુર અને સોલાપુરમાં આજે પીએમ મોદી જાહેર સભાને સંબોધશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે, તેઓ ચિમુર અને સોલાપુરમાં ચૂંટણી રેલીઓને સંબોધશે. આ સિવાય અમિત શાહ મુંબઈના ઘાટકોપરમાં પણ ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધી અને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે પણ આજે મહારાષ્ટ્રમાં અનેક જાહેર સભાઓ કરશે.

Published On - Nov 12,2024 7:24 AM

Follow Us:
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ
ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
g clip-path="url(#clip0_868_265)">