12 જાન્યુઆરીના મહત્વના સમાચાર : મોરેશિયસમાં હિન્દુ અધિકારીઓને 22 જાન્યુઆરીએ 2 કલાકની રજા મળશે
આજ 12 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

ઓડિશામાં એસિડ હુમલામાં બે પરિવારના પાંચ લોકો ઘાયલ થયા છે. મણિપુરમાં નદીમાં હેવી ફ્યુલ લીકેજના મામલાની તપાસ માટે સરકારે એક સમિતિની રચના કરી છે. પ્રથમ T-20માં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. યુએનએ હાફિઝ સઈદના નાયબના મોતની પુષ્ટિ કરી છે. તેણે મુંબઈ હુમલાના આતંકવાદીઓને તાલીમ આપી હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ઝારખંડ મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. હવે તે 21મી જાન્યુઆરીના બદલે 3જી ફેબ્રુઆરીએ જશે. યુપીમાં તમામ પોલીસકર્મીઓની રજા 26મી જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક શિયા બહુલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં દશ્ત-એ-બરચી વિસ્તારમાં આ બીજો જીવલેણ વિસ્ફોટ છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.
LIVE NEWS & UPDATES
-
મોરેશિયસમાં હિન્દુ અધિકારીઓને 22 જાન્યુઆરીએ 2 કલાકની રજા મળશે
મોરેશિયસ સરકારે જાહેરાત કરી છે કે તે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે પ્રાર્થનામાં ભાગ લેવા માટે 22 જાન્યુઆરી 2024ના રોજ હિન્દુ ધાર્મિક અધિકારીઓને બે કલાકની રજા આપશે.
-
સેનાના કાફલા પર ફાયરિંગની ઘટના બાદ પૂંછમાં સુરક્ષા વધારાઈ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના વાહનોના કાફલા પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ પૂંછમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેનાએ કહ્યું કે આપણા સૈનિકો સુરક્ષિત છે, વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
-
-
દેશને ટૂંક સમયમાં જ પોતાની પ્રથમ લાઇટ ટેન્ક Zorawar મળશે, ટ્રાયલ શરૂ
ભારતની સૌપ્રથમ સ્વદેશી લાઇટ ટેન્ક ઝોરાવરની ડેવલપમેન્ટ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. ડીઆરડીઓને આશા છે કે તેના યુઝર ટ્રાયલ પણ એપ્રિલ સુધીમાં શરૂ થઈ જશે. આ ટ્રાયલ ભારતીય સેના દ્વારા કરવામાં આવશે. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું છે કે તેમાં એન્જિન લગાવવામાં આવ્યા છે. હાલમાં તે 100 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કર્યું છે.
ભારતીય સેનાએ DRDOને 59 જોરાવર ટેન્ક બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. આ ટેન્ક L&T દ્વારા બનાવવામાં આવી રહી છે. ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન બનાવવામાં આવી છે. આ ઉપરાંત 259 લાઇટ ટેન્કની માંગ છે જેના માટે સાતથી આઠ કંપનીઓ સ્પર્ધામાં છે. ભારતીય સેના આ ટેન્કને ચીન સરહદ પાસે લદ્દાખમાં તૈનાત કરવાની તૈયારી કરી રહી છે.
Indian light tank Zorawar begins trials, expected to be ready for user tests by April
Read @ANI Story | https://t.co/8jh0V2Qgnm#IndianArmy #DRDO #Zorawar pic.twitter.com/4L2B2ZoJzw
— ANI Digital (@ani_digital) January 12, 2024
-
VHPએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આપ્યું આમંત્રણ
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર અને RSS નેતા રામ લાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આજે અયોધ્યા રામ મંદિર ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહનું આમંત્રણ આપ્યું હતું.
-
ઓડિશા સરકારની ડોક્ટરોને સૂચના, દવાઓ સ્પષ્ટ અક્ષરોમાં લખવી
ઓડિશા સરકારે તમામ ડોક્ટરોને સ્પષ્ટ હસ્તાક્ષરમાં દવાઓ લખવાની સૂચના આપી છે. એક સત્તાવાર સૂચનામાં આ માહિતી આપવામાં આવી છે. આ સંદર્ભમાં, ઓડિશા હાઈકોર્ટના નિર્દેશો અનુસાર, મુખ્ય સચિવ પ્રદીપ કુમાર જેનાએ રાજ્યના ડૉક્ટરો માટે આ આદેશ જારી કર્યો છે.
-
-
કબુતરબાજી મામલે ગુજરાત, દિલ્હી સહિત 14 એજન્ટ સામે નોંધાયો ગુનો,
કબુતરબાજી માટે દુબઈથી નીકારાગુવા થઈ અમેરિકા જતી લેજન્ડ એરવેઝનુ ચાર્ટર્ડ પ્લેન ફ્રાન્સના વિટ્રી ઍરપોર્ટ પર પકડાયા બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે CID ક્રાઇમ એ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધી 14 એજન્ટોની શોધખોળ હાથ ધરી છે.
-
રામના દરબારમાં જવા માટે અમને કોઈ આમંત્રણની જરૂર નથી: સુખુ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ કહ્યું કે પાર્ટીએ ક્યાંય કહ્યું નથી કે અમે નહીં જઈએ, પાર્ટીએ કહ્યું છે કે અમે ભાજપના બેનર હેઠળ આપવામાં આવેલા આમંત્રણ હેઠળ નહીં જઈએ. ભગવાન રામના દરબારમાં જવા માટે અમને કોઈ આમંત્રણની જરૂર નથી.
-
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેના પર આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેના પર આતંકી હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓચિંતો હુમલો કરીને બેઠેલા આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
-
કોંગ્રેસના 3 સાંસદોનું સસ્પેન્શન રદ, લોકસભાની વિશેષાધિકાર સમિતિએ લીધો નિર્ણય
કોંગ્રેસે લોકસભાની વિશેષાધિકાર સમિતિના ત્રણ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચી લીધું છે. શુક્રવારે મળેલી બેઠકમાં લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ત્રણ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ત્રણ વિપક્ષી સાંસદો આજે સમિતિ સમક્ષ હાજર થયા હતા. સમિતિ ત્રણેયનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય કરીને સ્પીકરને રિપોર્ટ મોકલી રહી છે. જે સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. તેઓ છે અબ્દુલ ખાલીક, ડૉ કે જયકુમાર બિજય કુમાર ઉર્ફે વિજય બસંત.
-
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં રેકોર્ડ, રૂ.45 લાખ કરોડથી વધુનું રોકાણ
જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક MOU થયા છે. ગુજરાતે રૂ.45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે tweet કરીને આ જાણકારી આપી છે.
-
PM મોદીએ નમો મહિલા સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો મહિલા સશક્તિકરણ અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસ માટે આપણે સમુદ્ર સાથે પણ લડી શકીએ છીએ. દેશ બદલાશે અને વધશે.
-
ઈન્ડિયા ગઠબંધનના 14 પક્ષોની આવતીકાલે મહત્વની બેઠક
શનિવારે વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ 14 મહત્વપૂર્ણ પક્ષોની મહત્વપૂર્ણ બેઠક થશે. ઝૂમ પર યોજાનારી આ બેઠકમાં કન્વીનરના નામ અને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવશે.
-
વાઈબ્રન્ટ સમિટના સમાપનમાં શાહનું સંબોધન, કહ્યું- રોકાણકારોની પહેલી પસંદગી ગુજરાત
વાઈબ્રન્ટ સમિટનો આજે સમાપન સમારોહ યોજાયો હતો ત્યારે તેના સમાપનમાં અમિત શાહ સંબોધન કરી રહ્યા છે જેમાં તેમણે કહ્યું હતુ કે હવે રોકાણકારોની પહેલી પસંદગી ગુજરાત બન્યું છે. આ સાથે શાહે કહ્યું હતુ કે વડાપ્રધાન મોદીએ દેશને નવી દિશા આપી છે અને સીએમના નેતૃત્વમાં વાયબ્રન્ટનું સુંદર આયોજન થયુ હતુ. ત્યારે આજે વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે.
-
PM મોદીએ મુંબઈમાં દેશના સૌથી મોટા દરિયાઈ પુલનું કર્યું ઉદ્ઘાટન
PM નરેન્દ્ર મોદીએ મુંબઈમાં બનેલા દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે.
-
ગિફ્ટ સિટીથી પ્રભાવિત થયા ઉદ્યોગપતિઓએ, કરશે મોટું રોકાણ
આ ફોરમમાં ભાગ લેવા માટે આવેલા કેટલાક ઉદ્યોગપતિ પ્રથમ વખત જ ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.પરંતુ ગિફ્ટ સિટીની મુલાકાત બાદ તમામ ઉદ્યોગપતિ ગિફ્ટ સિટીથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમજ ગિફ્ટ સિટી ખાતે પોતાનું ઓપરેશન શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી.
-
CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ મિશન ગ્રીન હાઈડ્રોજન ગુજરાત લોન્ચિંગ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાથે MoU
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટની દસમી કડીનાં ત્રીજા દિવસે મિશન ગ્રીન હાઈડ્રોજન ગુજરાત લોન્ચ કર્યું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થયા છે. હાઈડ્રોજન ક્ષેત્રે નવી શોધ અને મદદ માટે બંને વચ્ચે MoU થયા છે.
-
ગુજરાતમાં પોલીસ સામેની ફરિયાદ હેલ્પલાઈન નંબર 14449 ઉપર કરી શકાશે
ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની જે કોઈ ફરિયાદ હોય તે જાહેર કરવા માટેનો ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ નાગરિક પોલીસ સામે હેલ્પલાઈન નંબર 14449 ઉપર ફરિયાદ કરી શકશે. ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે પોલીસ સામે ફરિયાદ કરવા માટેની હેલ્પલાઈન નંબરની જાહેરાત કરી હતી. કેંદ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 14449 નંબર અપાયો છે. જો કે આ હેલ્પલાઈન નંબર આગામી 15 દિવસમાં કાર્યરત થશે
-
મોસ્ટ વોન્ટેડ માઓવાદી નેતાની બંગાળમાંથી ધરપકડ
મોસ્ટ વોન્ટેડ માઓવાદી નેતા સબ્યસાચી ગોસ્વામીની બંગાળ પોલીસે પુરુલિયામાં ધરપકડ કરી હતી. NIAએ સબ્યસાચી ગોસ્વામીના માથા પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
-
સાવરકુંડલાના અમૃતવેલ નજીક ગુડ્સ ટ્રેનની હડફેટે આવતા સિંહનું મોત
સાવરકુંડલાના અમૃતવેલ નજીક રેલવે ટ્રેક ઉપર 4 વર્ષના સિંહનું મોત થયું છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર પીપાવાવ પોર્ટ ગુડ્સ ટ્રેનની હડફેટે સિંહ આવી ગયો હતો. વનવિભાગ દ્વારા મૃત સિંહનો કબજો લેવાયો છે. થોડા દિવસો પહેલા જ સાવરકુંડલાના વિજપડી નજીક સિંહનો અકસ્માત થયો હતો. અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સાવજો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. સાવરકુંડલા રેન્જમાં રેલવે ટ્રેક આસપાસ ફેંસિંગ ના હોવાને કારણે વધુ સિંહો ટ્રેક પર આવી જાય છે અને અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે મહારાષ્ટ્રના નાસિકના પ્રવાસ દરમિયાન નાસિકમાં કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at Shree Kalaram Mandir in Nashik, Maharashtra. pic.twitter.com/DRMN2DXNrN
— ANI (@ANI) January 12, 2024
-
નાસિકમાં PM મોદીનો રોડ શો, CM શિંદે, ફડણવીસ અને અજિત પવાર પણ રહ્યાં સાથે
વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. પીએમએ અહીં નાસિકમાં રોડ શો કર્યો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. વડા પ્રધાને મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યમાં રૂ. 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
-
પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીનો સાથીદાર પંજાબમાંથી ઝડપાયો
પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથેના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંડા અને યુએસએ સ્થિત હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાના મુખ્ય ગુલામ કૈલાશ ખિચાનની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે રાજસ્થાન અને પંજાબમાં ખંડણી, એનડીપીએસ એક્ટ, આર્મ્સ એક્ટ જેવા અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.
પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી ખેચન આતંકવાદી સંગઠન બબ્બર ખાલિસ્તાન ઈન્ટરનેશનલ (BKI)ના સહયોગીઓને આતંકવાદી રિંડાના નિર્દેશ પર પંજાબમાં સનસનાટીભર્યા ઘટનાઓને અંજામ આપવા માટે હથિયારો સપ્લાય કરતો હતો.
-
ભાજપના મહુવા તાલુકા બક્ષીપંચ મોરચાના મંત્રીનું અકસ્માતમાં મોત
ભાવનગર મહુવા તાલુકામાં ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં મોત થયું છે. પોતાનું બાઈક લઈને કિરીટભાઈ સોલંકી જઈ રહ્યા હતા એ સમયે ટ્રક ચાલકે અડફેટે લેતા તેમનુ કમકમાટી ભર્યું મોત થયું છે. અકસ્માત મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર થયો છે. જેમાં પોતાની બાઈક લઈને ઘર પર જઈ રહ્યા હતા એ સમયે ટ્રકને અડફેટે આવી જતા અવસાન થયું છે. આ બનાવને લઈને મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
-
ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં યુટ્યુબ ચેનલ અને અન્યો વિરુદ્ધ FIR
મહારાષ્ટ્ર સાયબર સેલે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના એક કેસમાં યુટ્યુબ ચેનલ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ મહારાષ્ટ્ર સાયબરને યુટ્યુબ ચેનલ વિશે માહિતી આપી હતી, જેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી પરની સામગ્રી હતી. IPC કલમ 509, IT એક્ટ અને POCSO કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
-
અમદાવાદના ચાંદખેડામાં ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ !
અમદાવાદના ચાંદખેડામાં હવામાં ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનો એક વીડિયો ફરતો થયો છે. ચાંદખેડાના તપોવન સર્કલ પાસે, એક શખ્સ ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. કહેવાય છે કે, જમીન લે વેચનો વ્યવસાય કરનારે ફાયરિંગ કર્યું છે. રસ્તા પર લારીવાળા આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે ફાયરિંગ કરીને શખ્સ ફરાર થઈ ગયો હતો. ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
-
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને PM મોદી આજથી 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન શરૂ કરશે
અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. વડા પ્રધાને કહ્યું છે કે, અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે હવે માત્ર 11 દિવસ બાકી છે, તેથી તેઓ આજથી 11 દિવસની વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છે. વડાપ્રધાને અયોધ્યામાં કાર્યક્રમમાં ભાગ લેવાને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું છે.
-
સુરતમાં પ્રદુષણ ફેલાવતા 8 એકમના પાણી – વીજ જોડાણ કપાયા
સુરતમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે સપાટો બોલાવ્યો છે. પ્રદુષણ ફેલાવતા સુરત શહેર અને જિલ્લાના 8 યુનિટ બંધ કરાવ્યા છે. પ્રદુષણ ફેલાવતા એકમોનુ ઉત્પાદન બંધ કરવાની સાથે પાણી -વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જીપીસીબીના અધિકારીઓ દ્વારા અચાનક કરેલ સ્થળ તપાસમાં પ્રદુષણ ફેલાવતા હોવાનુ સામે આવ્યું હતું.
-
ગળામાં દોરી ભરાઈ જવાથી ખેડા જિલ્લામાં 2 ના મોત
ચાલુ વાહને વાહન ચાલકના ગળામાં દોરી ભરાઈ જવાથી ખેડા જિલ્લામાંમાં કુલ 2ના મોત થયા છે. ગત 25 તારીખના રોજ નેશનલ હાઈવે 8 પર સંધાણા પાટિયા પાસેથી, બાઈક લઈને પસાર થઈ રહેલા 27 વર્ષના સાગર રાવળના ગળામાં દોરી ભરાઈ જવાથી મોત થયું છે. જ્યારે બીજા એક કિસ્સામાં, ગત 8 તારીખે નડિયાદ શહેરના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ પર નડિયાદ તાલુકાના ફતેપુરામાં રહેતી 25 વર્ષીય મયુરી સરગરા એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી તે સમયે ગળામાં દોરી ભરાઈ જવાથી તેનુ મોત થયું હતું.
-
મની લોન્ડરિંગ કેસમાં TMC નેતાઓ પર EDના દરોડા
કથિત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ એ કોલકાતામાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. મમતા બેનર્જી સરકારના મંત્રી સુજીત બસુ અને ટીએમસી નેતા તાપસ રોયના ઘરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દરોડા પાડ્યા છે.
-
અફઘાનિસ્તાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ
અફઘાનિસ્તાનમાં આજે વહેલી સવારે 4.51 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું ઉદગમસ્થાન 17 કિમીની ઊંડાઈએ હતી.
-
અફઘાનિસ્તાનમાં ગ્રેનેડ બ્લાસ્ટમાં બેના મોત, 12 ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક શિયા બહુલ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. દશ્ત-એ-બરચી વિસ્તારમાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજો ઘાતક વિસ્ફોટ છે. આ વિસ્ફોટ વ્યાપારી કેન્દ્રની બહાર બપોરે થયો હતો અને હજુ સુધી કોઈએ આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. કાબુલ પોલીસ વડાના પ્રવક્તા ખાલિદ ઝરદાને જણાવ્યું હતું કે, સુરક્ષા દળો હુમલાખોરોને ન્યાયના કઠેડામાં લાવવાના તમામ પ્રયાસો કરશે.
Published On - Jan 12,2024 7:21 AM





