કચ્છ: મોબાઈલ ગેમની લતે વધુ એકનો ભોગ લીધો છે. મોબાઈલ ગેમમાં હારી જતાં 17 વર્ષીય કિશોરે જીવન ટૂંકાવ્યું છે. ભુજના મોખાણા ગામમાં કિશોરે ઝેરી દવા પી લીધી છે. હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ કિશોરનું મોત થયુ છે. કિશોરના મોબાઈલમાંથી ઘણી બધી ગેમ મળી આવી છે. કઈ ગેમમાં કિશોર હાર્યો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. કિશોરે આપઘાત કરતાં નાનકડા ગામમાં શોકનો માહોલ છે.
દેવભૂમિ દ્વારકા: ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે. DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ટીમો હાજર છે. બેટ દ્વારકા જતા પ્રવાસીઓના વાહનોને પણ અટકાવી દેવાયા છે. સુરક્ષાના કારણોસર બેટ દ્વારકા મંદિરમાં જવાની દર્શનાર્થીઓને મનાઈ ફરમાવવામાં આવી છે. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોને પાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ હતી.
અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. 11 થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ભુતાન, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક સહિત 47 દેશના પતંગબાજો ઉપસ્થિત છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યુ છે કે ઉતરાયણને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું કામ નરેન્દ્ર મોદીના વિઝને કર્યું છે. ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડને આંબી ગયો છે. ગુજરાતના પતંગ વિદેશમાં એક્સપોર્ટ થાય છે.
કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી આગ હજુ બેકાબૂ થઇ છે. ભીષણ આગમાં કુલ 11ના મોત થયા છે, અનેક ઘાયલ થયા છે. 1 લાખથી વધુ લોકોને સ્થળાંતરના આદેશ અપાયા છે. કુલ 40 હજાર એકર વિસ્તારમાં આગ ફેલાઈ છે. આગને લીધે 29 હજાર એકર વિસ્તાર સંપૂર્ણ રાખ થયો. 12 હજારથી વધુ મિલકતો નષ્ટ થઈ.
અયોધ્યા: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયુ છે. ફૂલો અને રોશનીથી સંપૂર્ણ અયોધ્યા નગરી સજાવવામાં આવી છે. 11 થી 13 જાન્યુઆરી સુધી અયોધ્યામાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગત વર્ષે પોષ સુદ બારસે જ મંદિરમાં રામલલા બિરાજ્યા હતા. આજે રામલલાનો મહાભિષેક અને મહાઆરતી થશે. CM યોગી આદિત્યનાથ રામલલાનો મહાભિષેક કરશે.
સુરત: ઓલપાડના માસમા ગામે ફરી ઝડપાઈ ડુપ્લીકેટ ઘીની ફેકટરી પકડાઇ છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યો છે. પોલીસે ગોડાઉનમાંથી નકલી ઘીના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અગાઉ પણ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી.
સુરત: કામરેજના પરબ ગામે પાંચ મહિનાની બાળકી પર જેસીબી ફરી વળતા મોત થયુ છે. શ્રમજીવી પરિવાર કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો. પરિવારે રોડની સાઈડમાં બાળકીને સુવડાવી હતી. જેસીબી ચાલકે બાળકી પર જેસીબી ચઢાવી દેતા હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયુ છે.
સુરત: ઉત્તરાયણ નજીક આવતા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ ઝડપી કાર્યવાહી કરી છે. ચાઈનીઝ દોરીની 152 રીલ, કાંચનો ભૂક્કો કબજે કરાયો છે. 250 જેટલા ચાઈનીઝ તુક્કલ પણ જપ્ત કરાયા છે.
દાહોદઃ સુખસરમાંથી નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ ઝડપાયા છે. 6 શખ્સોએ નકલી ઇન્કમટેક્સ અધિકારી બની રેડ કરી હતી. સુખસરના વેપારીના ત્યાં દરોડા પાડ્યા. સેટલમન્ટ માટે નાણા પડાવતા હતા ત્યારે પકડાયા. કેસ ન કરવા માટે 25 લાખની માગ કરી હતી. પોલીસે 2 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓની ધરપકડ કરી. 4 આરોપી પોલીસ પકડથી દૂર છે.
સાબરકાંઠાઃ ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયુ છે. પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક નેશનલ હાઇવે પર અકસ્માત થયો છે. ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકચાલકના શરીરના બે ટુકડા થઈ ગયા. શામળાજી તરફથી આવતી ટ્રક આગળ જતી ટેન્કર સાથે અથડાઈ હતી. પ્રાંતિજ પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
પંજાબઃ લુધિયાણા પશ્ચિમના આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયુ છે. AAPના MLA ગુરપ્રીત ગોગીનું ગોળી વાગતા મોત થયું છે. લાયસન્સવાળી બંદૂકની સફાઈ દરમ્યાન MLAને ગોળી વાગી. માથામાં ગોળી વાગતા તેમના જ રૂમમાં થયું મોત. પોલીસે MLAની લાશનું પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ શરૂ કરી.
રાજકોટઃ કાલાવડ રોડ પર બેફામ કારચાલકનો આતંક જોવા મળી રહ્યો છે. 1 કાર, 1 રિક્ષા અને બાઈકને અડફેટે લીધું. કારચાલક ડોક્ટર રાજ ગામી નશામાં હોવાનું બહાર આવ્યું છે. એક મહિલા સહિત ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ. પોલીસે કારચાલકનો પીછો કરીને પકડ્યો છે.
ઉત્તરાયણના 4 દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે કાચ પાયેલી દોરી, ચાઈનીઝ તથા નાઈલોન દોરી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથે જ સરકારને યોગ્ય પગલા લેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ મામલે 13 જાન્યુઆરી સુધી કડક પગલા લેવા સરકારે ખાતરી આપી છે. કોર્ટનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારની દોરીઓ લોકોના અને પક્ષીઓના જીવ લઈ રહી છે. તેનો ઉપયોગ અટકવો જ જોઈએ. તો આ નિર્ણયને રાજ્યના કેટલાક નાગરિકોએ પણ વધાવ્યો છે.
કમલેશ શાહ સામેના કેસનો વિગત જેના આધારે આવક વેરા વિભાગે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ખાદ્ય પદાર્થોના નમૂના નિષ્ફળ ગયા છે. 14 પેઢીમાંથી આરોગ્ય વિભાગે નમૂના લીધા હતા. ઘી, મરચું, તેલના સેમ્પલ ફેલ ગયા છે. સુરતના 11 વર્ષનાં બાળક સાર્થક ભાવસારે 5 અલગ અલગ આકાર અને કોમ્બિનેશનનાં રૂબિક્સ ક્યુબ્સ ઉકેલી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. રાજકોટના કાલાવડ રોડ પર બેફામ કારચાલકનો આતંક જોવા મળી રહ્યો છે. 1 કાર, 1 રિક્ષા અને બાઈકને અડફેટે લીધુ. કારચાલક ડોક્ટર રાજ ગામી નશામાં હોવાનું બહાર આવ્યું છે.
Published On - 7:32 am, Sat, 11 January 25