AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત, UAEને 9 વિકેટથી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2025 | 10:03 PM
Share

IND vs UAE લાઈવ સ્કોર: ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025 માં પોતાની પહેલી મેચ સંયુક્ત આરબ અમીરાતની ટીમ સામે રમશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જે રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

Asia Cup 2025: એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત, UAEને 9 વિકેટથી હરાવ્યું
IND vs UAE

આજે 10 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Sep 2025 09:57 PM (IST)

    ભારતે UAEને 9 વિકેટથી હરાવ્યું

    એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત, ટીમ ઈન્ડિયાએ UAEને 9 વિકેટથી હરાવ્યું, ભારતની મોટી જીત, શુભમન ગિલે વિજયી ચોગગો ફટકાર્યો. અભિષેક શર્માના 30 રન, શુભમન ગિલના 20 રન, સૂર્યાના 7 રન.

  • 10 Sep 2025 09:52 PM (IST)

    ભારતને પહેલો ઝટકો

    ભારતને પહેલો ઝટકો, અભિષેક શર્મા 16 બોલમાં 30 રન બનાવી થયો આઉટ, સિક્સર મારવા જતા કેચ આઉટ થયો. જુનૈદ સિદ્દીકએ લીધી વિકેટ.

  • 10 Sep 2025 09:42 PM (IST)

    2 ઓવરમાં ભારતનો સ્કોર 25 ને પાર

    2 ઓવરમાં ભારતનો સ્કોર 25 ને પાર, શુભમન-અભિષેકની તોફાની બેટિંગ, ચોગ્ગા છગ્ગાનો કર્યો વરસાદ

  • 10 Sep 2025 09:15 PM (IST)

    UAE 57 રનમાં ઓલઆઉટ

    UAE 57 રનમાં ઓલઆઉટ, કુલદીપ યાદવની 4, શિવમ દુબેની 3 વિકેટ, ભારતને જીતવા માત્ર 58 રનનો ટાર્ગેટ

  • 10 Sep 2025 09:09 PM (IST)

    UAEને નવમો ઝટકો

    UAEને નવમો ઝટકો, શિવમ દુબેએ લીધી ત્રીજી વિકેટ, સૂર્યકુમાર યાદવનો મજબૂત કેચ

  • 10 Sep 2025 09:06 PM (IST)

    UAEને આઠમો ઝટકો

    UAEને આઠમો ઝટકો, શિવમ દુબેએ પરાસરને કર્યો LBW આઉટ. UAEનું ખૂબ જ ખરાબ પ્રદર્શન.

  • 10 Sep 2025 09:01 PM (IST)

    અક્ષર પટેલે લીધી વિકેટ

    અક્ષર પટેલે ભારતને અપાવી છઠ્ઠી સફળતા, સિમરનજીત સિંહ માત્ર 1 રન બનાવી આઉટ, LBW વિકેટ પર લીધો રિવ્યુ, અમ્પાયર્સ કોલ આવ્યો અને સિમરનજીત થયો આઉટ

  • 10 Sep 2025 08:53 PM (IST)

    દુબેએ અપાવી છઠ્ઠી સફળતા

    શિવમ દુબેએ ભારતને અપાવી છઠ્ઠી સફળતા, સંજુ સેમસનનો શાનદાર કેચ, UAEની ખરાબ બેટિંગ

  • 10 Sep 2025 08:43 PM (IST)

    કુલદીપની એક ઓવરમાં 3 વિકેટ

    કુલદીપની એક જ ઓવરમાં 3 વિકેટ, 50 રનમાં UAEની અડધી ટીમ પોવેલિયન ભેગી, રાહુલ, વસીમ બાદ હર્ષિત કૌશિકને કર્યો આઉટ

  • 10 Sep 2025 08:40 PM (IST)

    એક જ ઓવરમાં બે ઝટકા

    UAE ને એક જ ઓવરમાં બે ઝટકા, કુલદીપે લીધી બેક ટુ બેક વિકેટ, કેપ્ટન મુહમ્મદ વસીમને કર્યો આઉટ

  • 10 Sep 2025 08:36 PM (IST)

    કુલદીપે ભારતને અપાવી ત્રીજી સફળતા

    કુલદીપની સ્પિનમાં ફસાયો રાહુલ ચોપરા, યુએઈએ ત્રીજી વિકેટ ગુમાવી, ભારતને ત્રીજી સફળતા

  • 10 Sep 2025 08:23 PM (IST)

    UAE ને બીજો ઝટકો

    UAE ને બીજો ઝટકો, વરુણ ચક્રવર્તીએ મુહમ્મદ ઝોહૈબને કર્યો આઉટ, ભારતને બીજી સફળતા મળી.

  • 10 Sep 2025 08:18 PM (IST)

    ભારતને પહેલી સફળતા

    UAE ને પહેલો ઝટકો, બુમરાહે શરાફુને કર્યો ક્લીન બોલ્ડ કર્યો અને ભારતને પહેલી સફળતા અપાવી.

  • 10 Sep 2025 08:00 PM (IST)

    UAE પ્લેઈંગ 11

    મુહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, મુહમ્મદ ઝોહૈબ, રાહુલ ચોપરા, આસિફ ખાન, હર્ષિત કૌશિક, હૈદર અલી, ધ્રુવ પરાશર, મુહમ્મદ રોહીદ ખાન, જુનેદ સિદ્દીકી, સિમરનજીત સિંહ.

  • 10 Sep 2025 07:42 PM (IST)

    ભારતની પ્લેઈંગ 11

    અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી

  • 10 Sep 2025 07:34 PM (IST)

    ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    એશિયા કપ 2025ના પોતાના પહેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

  • 10 Sep 2025 07:15 PM (IST)

    ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ ગળતરથી 40ને અસર, 20ને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા

    પંચમહાલના ઘોઘંબાના રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા અસરગ્રસ્તોની સંખ્યાં વધીને 40 થઈ છે. જેમાથી 20 લોકોને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. 11 લોકોને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

  • 10 Sep 2025 06:50 PM (IST)

    બનાસકાંઠાના વાવના ગોલગામમાં વરસાદી પૂરમાં 2ના મોત !

    બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કેશડોલ પહોંચાડવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અનેક ગામોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે. વાવ તાલુકામા ફ્રુડ અને પાણીની બોટલો અસગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ મોકલી છે. કેશડોલ, પશુ મૃત્યુ, મકાન નુકશાની સહિતના સર્વે માટે તમામ તલાટી કમ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. વીજ પુરવઠો ચાલુ કરવામાં માટે 14 ટીમો કામે લાગી છે. મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી ચાલુ કરાયો છે. વાવ તાલુકામાં બે વ્યક્તિઓના મોત થયા છે. એકનું ગભરામણના કારણે બીજાનું પાણીમાં લપસતા મોત થયું છે. બન્ને વ્યક્તિ વાવ તાલુકાના ગોલગામના હોવાનું સામે આવ્યું છે.

  • 10 Sep 2025 05:53 PM (IST)

    રશિયાએ પોલેન્ડ પર 19 ડ્રોનથી હુમલો કર્યો… શું પુતિને ત્રીજા વિશ્વયુદ્ધનું વગાડ્યુ બ્યુગલ

    રશિયાએ 19 ડ્રોન વડે અચાનક પોલેન્ડની સરહદ પર હુમલો કર્યા સમાચાર છે. પોલેન્ડે રશિયાના ડ્રોન હુમલાને બીજા વિશ્વયુદ્ધ સાથે જોડ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જર્મનીએ પહેલા પોલેન્ડ પર હુમલો કર્યો હતો. દરમિયાન, રશિયાએ ડ્રોન વડે પોલેન્ડ પર હુમલો કર્યાના યોગ્ય પુરાવા ના મળે ત્યાં સુધી અમેરિકા અને નાટોએ સમગ્ર મામલે મૌન રહેવાનું પસંદ કર્યું છે.

  • 10 Sep 2025 05:53 PM (IST)

    અમૂલના નિયામક મંડળની ચૂંટણી સંપન્ન, 97 ટકા મતદાન, 12મીએ હાથ ધરાશે મતગણતરી

    આણંદમાં અમૂલ ડેરીના નિયામક મંડળ માટેની ચૂંટણી સંપન્ન થઈ છે. અમૂલ ડેરીના 8 બ્લોક અને એક વ્યક્તિગત બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. સવારે 9 કલાકે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા બપોરે 3 કલાકે પૂર્ણ થઈ હતી, જેમાં અંદાજે 97 % મતદાન નોંધાયું છે. ​8 બ્લોક બેઠકો પર 24 ઉમેદવારોનું ભાવી હવે મતપેટીમાં સીલ થયું છે. નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીની ​મતગણતરી આગામી 12મી સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે અમૂલ પરિસરમાં બે રાઉન્ડમાં યોજાશે.

  • 10 Sep 2025 04:58 PM (IST)

    ઘોઘંબાના રણજીતનગરની ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ ગળતર, 1નુ મોત 12ને અસર

    પંચમહાલના ઘોઘંબાના રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા, એકનુ મોત થયું છે, જ્યારે 12 લોકોને ગેસ ગળતરની અસર થવા પામી છે. રેફ્રિજેશન ગેસ બનાવવાના પ્લાન્ટમાં  ગેસ લીકેજ થયો હતો. લીકેજને 15 મિનિટ જેટલા સમયમાં બંધ કરવામાં આવ્યું હતું. રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટને તાત્કાલિક અસરથી કરાયો સટડાઉન. રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટમાં લીકેજની ઘટનામાં 1નું મોત જ્યારે અન્ય 12 કામદારોને તબિયત બગડી હતી. ગેસ લીકેજ ની ઘટનામાં કંપની કમ્પાઉન્ડમાં આવેલ મંદિરના પૂજારીને ગંભીર અસર પહોંચતા તેમનુ મોત થયું છે. તમામ કામદારોને પ્રથમ સારવાર માટે કંપનીમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ હાલોલ અને વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા છે.

  • 10 Sep 2025 04:15 PM (IST)

    પશુપતિનાથના દર્શન કરવા ગયેલા ભાવનગરના 43 લોકો હિંસાગ્રસ્ત નેપાળમાં ફસાયા

    ભાવનગરના 43 જેટલા લોકો નેપાળમાં સર્જાયેલ અરાજકતામાં ફસાયા છે. ભગવાન પશુપતિનાથના દર્શન કરવા નેપાળમાં ગયા હતા. પશુપતિનાથના દર્શન કરવા ગયેલા ભાવનગરના 43 લોકો હિંસાગ્રસ્ત નેપાળમાં ફસાયા છે. હાલ નેપાળ માં સરકાર ના વિરોધ માં ચાલી રહ્યું છે આંદોલન.

    ભાવનગરના યાત્રીકોએ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘણી સમક્ષ મદદની અપેક્ષા રાખતો વીડિઓ સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં ભાવનગર યાત્રિકોનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ. હાલ તમમ યાત્રિકો નેપાળના પોખરામાં આવેલ ગેસ્ટહાઉસમાં સુરક્ષિત હોવાનું તંત્રે જણાવ્યું છે.

    જોકે ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ પ્રવાસીઓ સાથે વીડિયો કોલમાં વાત કરી હતી. તમામ યાત્રીકોને કહ્યું કે તમે જ્યા છો ત્યાં સુરક્ષિત છો ટૂંક સમય માં સરકાર તમારો સંપર્ક કરશે. તમામને સહી સલામત અને સુરક્ષિત રીતે ભારત પરત પહોંચાડવાના પ્રયત્ન કરાઈ રહ્યાં છે.

  • 10 Sep 2025 04:10 PM (IST)

    નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો આક્ષેપ

    નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવાઈ રહી છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઈવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મપરિવર્તન ની કામગીરી ચલાવતી હોવાનો આરોપ.નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઈબલનું જ્ઞાન આપવામાં આવતું હોવાના આરોપ. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો દ્વારા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા માટે કરી માંગ.

  • 10 Sep 2025 02:45 PM (IST)

    નેપાળમાં 300થી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાનો ટુર ઓપરેટરોનો દાવો

    હિંસક પ્રદર્શનના કારણે નેપાળમાં 300થી વધુ ગુજરાતીઓ ફસાયા છે. ટુર ઓપરેટરોના દાવા મુજબ આ પ્રવાસીઓ કૈલાસ માનસરોવર યાત્રા માટે ગયા હતા અને યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અટવાયા છે. હિંસક સ્થિતિ વચ્ચે સ્થાનિક સુરક્ષા બંદોબસ્તથી પ્રવાસીઓને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તમામ ફસાયેલા પ્રવાસીઓ હાલ હોટલમાં રોકાયા છે.

  • 10 Sep 2025 02:30 PM (IST)

    વડોદરા: સાવલી તાલુકામાં અનુભવાયા ભૂકંપના આંચકા

    વડોદરા: સાવલી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 1.8થી 2ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો. સવારે 10થી 11 વાગ્યામાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા. પરથમપુરા, ડુંગરાપુરા, તાડીયાપુરામાં ભૂકંપ અનુભવાયો. ભૂકંપ અનુભવાતા કેટલીક શાળાના બાળકોને રજા અપાઈ. કેટલીક શાળાના બાળકોને મેદાનમાં બેસાડી અભ્યાસ કરાવ્યો.

  • 10 Sep 2025 01:25 PM (IST)

    નેપાળમાં ફસાયેલા ભારતીયો વિશે ગુજરાતના ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનો જવાબ

    ગુજરાતના ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નેપાળમાં હાલની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. તેમણે જણાવ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને લઈને સતત કાળજી લેવામાં આવી રહી છે. જીતુ વાઘાણીએ ઉમેર્યું કે ભાવનગર અને શિહોરના તેમના પરિચિત લોકો પણ નેપાળમાં ફસાયા હતા, પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર એ તમામ નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારનું તંત્ર પણ આ મુદ્દે સક્રિય રીતે કામ કરી રહ્યું છે અને મદદ માટે ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારે નેપાળની આર્મી સાથે પણ સંપર્કમાં રહીને તાત્કાલિક મદદ માટે પગલાં લીધા છે.

  • 10 Sep 2025 12:44 PM (IST)

    નેપાળમાં ભડકેલી હિંસામાં ફસાયા ગુજરાતી પરિવારો

    નેપાળમાં ચાલી રહેલી હિંસાની ઘટનામાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી આકૃતિ સોસાયટીના ત્રણ પરિવારો ફસાઈ ગયા હતા. આ પરિવારોએ કુલ 37 પ્રવાસીઓ સાથે મળી નેપાળ પ્રવાસ માટે નીકળ્યા હતા. હિંસાની સ્થિતિ વચ્ચે નેપાળમાં ઈન્ટરનેટ સેવા બંધ થતાં છેલ્લા બે દિવસથી તેમના પરિજનો સાથે સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે પરિવારજનોમાં ચિંતા વધી હતી. હાલમાં વીડિયોકોલ દ્વારા સંપર્ક થઈ શક્યો છે, જેનાથી થોડા હદે ચિંતાને રાહ મળી છે. મળતી માહિતી મુજબ, ફસાયેલા ગુજરાતીઓનું ગ્રુપ નેપાળના એક વૃદ્ધાશ્રમમાં રોકાયું છે. હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને બપોર બાદ તેઓ નેપાળ બોર્ડર તરફ આગળ વધશે. પરિવારજનો હવે તેમના સ્વજનોના હેમખેમ પરત ફેરાની રાહ જોઈ રહ્યા છે.

  • 10 Sep 2025 12:43 PM (IST)

    કૃષિપ્રધાન રાઘવજી પટેલની વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત

    ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી કે કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ખેત સાધનોની ખરીદીની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ટ્રેક્ટર સહિતના ખેત સાધનો ખરીદવા માટેનો સમયગાળો હવે વધારી દેવામાં આવ્યો છે જેથી ખેડૂતોને નવા GST દરનો લાભ મળી શકે. 22 સપ્ટેમ્બરથી નવા GST દરો અમલમાં આવશે, જેના કારણે આગામી 30 દિવસ સુધી આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી એક લાખથી વધુ ખેડૂતોને રૂ. 45,000 સુધીનો નાણાકીય લાભ મળી શકે છે. સરકારના આ પગલાથી ખેડૂતોને ન માત્ર વ્યવસ્થિત ટેકનિકલ સાધનો મળશે, પરંતુ આર્થિક બચત પણ થશે.

  • 10 Sep 2025 11:14 AM (IST)

    નેપાળ : ભીમફેડી જેલમાંથી કુલ 260 કેદીઓ ભાગી ગયા

    ભીમફેડી જેલમાંથી કુલ 260 કેદીઓ ભાગી ગયા છે, જ્યાં કેદીઓ અને નેપાળી સેના વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન 200 રાઉન્ડથી વધુ ફાયરિંગ હવામાં કરવામાં આવ્યું હતું. અત્રે જ  રૌતહટ જેલમાંથી 233 કેદીઓ, મહોત્તરીની જલેશ્વર જેલમાંથી 572 કેદીઓ તથા પોખરા જેલમાંથી આશરે 900 કેદીઓ ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, પૂર્વ નેપાળ સ્થિત ઝુમકા જેલમાંથી પણ ઘણા કેદીઓના ભાગી જવાની ઘટના સામે આવી છે. હિંસક પ્રદર્શનકારીઓ અને જેલમાં રહેલા કેદીઓએ મળીને અનેક સ્થળે જેલની દિવાલ તોડી નાંખી, જેના કારણે મોટા પાયે કેદીઓ ફરાર થયા છે. આ ઘટનાઓને પગલે દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ બગડતી જાય છે.

  • 10 Sep 2025 10:14 AM (IST)

    આવતીકાલે સવારે 6 કલાક સુધી નેપાળમાં રહેશે કર્ફ્યૂ

    10 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આવતીકાલે સવારે 6 કલાક સુધી નેપાળમાં કર્ફ્યૂ રહેશે. નેપાળની સેના દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

  • 10 Sep 2025 10:08 AM (IST)

    ભારત અને અમેરિકા ગાઢ મિત્રો છે… ટ્રમ્પની પોસ્ટ પર પીએમ મોદીનું નિવેદન

    ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી વેપાર તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચેના વેપાર તણાવને ઉકેલવા માટે વાતચીત કરશે. ટ્રમ્પના આ નિવેદન પછી, પીએમ મોદીનું એક નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે અમારી વેપાર વાતચીત ભારત-અમેરિકા ભાગીદારીની અપાર શક્યતાઓ ખોલવાનો માર્ગ મોકળો કરશે.

  • 10 Sep 2025 10:01 AM (IST)

    ગાંધીનગર : વિધાનસભા સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ

    ગાંધીનગર: આજે વિધાનસભા સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે ગૃહમાં ત્રણ સરકારી બિલ રજૂ કરવામાં આવશે, જેમાં “ગુજરાત કારખાના સુધારા વિધેયક બિલ” અને “ગુજરાત ચિકિત્સા સંસ્થાઓનું રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા બિલ” પણ શામેલ છે. સત્ર દરમિયાન આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સંબંધિત પ્રશ્નો પર પણ ચર્ચા થવાની છે.

  • 10 Sep 2025 09:35 AM (IST)

    બનાસકાંઠા: સુઈગામ, ભાભર, વાવ, થરાદમાં પૂરજોશમાં રાહત-બચાવ

    બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ વિસ્તારોમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં હાલ પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર ટ્રેક્ટર અને બોટના સહારે લોકોને મળવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. સુઈગામના 12 ગામો સાથે સંપર્ક સાધી જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ઉભી કરાઈ છે. કલેક્ટરે CHC ખાતે મહિલાઓ અને બાળકો સાથે મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. તેમજ, નડાબેટ ઝીરો પોઇન્ટના માર્ગ પર તૂટેલા નાળાનું નિરીક્ષણ કરીને યોગ્ય સૂચનાઓ આપી. અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પીવાના પાણીના પાઉચનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

  • 10 Sep 2025 09:33 AM (IST)

    મહેસાણાઃ ધરોઈ ડેમની સપાટી 619.91 ફૂટ પર પહોંચી

    મહેસાણા: ધરોઈ ડેમની જળસપાટી હાલ 619.91 ફૂટ પર પહોંચી છે. વધતી આવકને ધ્યાનમાં રાખીને ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી બે દરવાજા પાંચ ફૂટ અને એક દરવાજો ત્રણ ફૂટ સુધી ખોલાયો છે. હાલ ડેમમાં 17,865 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલી જ જાવક પણ કરવામાં આવી રહી છે. ડેમમાં હાલમાં કુલ 91.77 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

  • 10 Sep 2025 08:37 AM (IST)

    બનાસકાંઠાઃ સુઈગામમાં હજી પરિસ્થિતિ ખરાબ

    બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારમાં હાલ પણ પરિસ્થિતિ ગંભીર છે. ભરડવા ગામનો અન્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટ્યો છે અને ગામ સંબંધ વિહોણું બની ગયું છે. ક્ષેત્રમાં સેંકડો પરિવારો હજુ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. લીંબોળી ગામ બાદ આસપાસના વિસ્તારોમાં પાણીનું લેવલ અત્યંત ઊંચું નોંધાયું છે. મોબાઈલ નેટવર્ક સેવા હજુ પણ બંધ છે, જેના કારણે સંચાર વ્યવસ્થા ખોરવાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી અનેક ગામોમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. શિવનગરના રહેવાસીઓએ જાતે જ ચાલીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવું પડ્યું હતું. તેમણે આરોપ મૂક્યો છે કે તેમને માટે જમવાની કે પીવાના પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.

  • 10 Sep 2025 07:49 AM (IST)

    નેપાળમાં ભારે હોબાળા વચ્ચે એરપોર્ટ બંધ, અંધાધૂંધી, નેપાળી સેનાએ કમાન સંભાળી

    નેપાળમાં વ્યાપક વિરોધ પ્રદર્શનોને કારણે, ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક સહિત તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સેંકડો મુસાફરો ફસાયેલા છે. ભારત સરકારે નેપાળની મુસાફરી માટે સલાહકાર જારી કર્યો છે. નેપાળી સેનાએ સુરક્ષા સંભાળી લીધી છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર છે. હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. નેપાળના વડા પ્રધાને રાજીનામું આપ્યું છે.

Published On - Sep 10,2025 7:45 AM

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">