1 મેના મહત્વના સમાચાર : PM મોદીની ગુજરાતના નેતાઓ સાથે કમલમમાં મહત્વની બેઠક પૂર્ણ, પ્રચારની કામગીરી અંગે થઈ વાતચીત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 10:53 PM

Gujarat Live Updates : આજે 1મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

1 મેના મહત્વના સમાચાર : PM મોદીની ગુજરાતના નેતાઓ સાથે કમલમમાં મહત્વની બેઠક પૂર્ણ, પ્રચારની કામગીરી અંગે થઈ વાતચીત

આજથી ગુજરાતમાં નરેન્દ્ર મોદી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. ડીસા અને હિંમતનગરમાં આજે જાહેર સભા સંબોધશે. PMના ગુજરાત પ્રવાસ પહેલા રાજપૂત સંકલન સમિતિએ મોટી જાહેરાત કરી છે. સંઘર્ષમાં ઉતર્યા વગર અહિંસક વિરોધ કરવા અપીલ કરી છે. આંદોલનની આડમાં કાંકરીચાળાની આશંકા છે. ગઇકાલે અમદાવાદના નરોડામાં અમિત શાહે હુંકાર કર્યો છે. જીતનો વિશ્વાસ દર્શાવતા કહ્યુ કે, પ્રથમ બે તબક્કાના મતદાનમાં જ 100 સીટો પર આગળ ચાલી રહ્યું છે NDA. એપ્રિલમાં ગરમીનો તૂટ્યો 80 વર્ષનો રેકોર્ડ. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી. સૌરાષ્ટ્રમાં યલો, તો દીવમાં ઓરેન્જ અલર્ટ. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 May 2024 10:32 PM (IST)

    લોકસભા ચૂંટણી પહેલા PM મોદીની ગુજરાતના નેતાઓ સાથે બેઠક

    • PM મોદીની ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક પૂર્ણ
    • કમલમમાં નેતાઓ સાથે બેઠક પૂર્ણ કરી PM મોદી રવાના
    • PM નરેન્દ્ર મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક
    • CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક
    • આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા
    • આઈ.કે.જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજર
    • PM મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આપી માહિતી
    • PM મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વધ્યો
    • 25 કમિટીઓનાં 195 સભ્યો સાથે PM મોદીએ કરી ચર્ચા : પાટીલ
    • પ્રચારની કામગીરી અંગે PM મોદીએ પોતાના સમયના અનુભવ અંગે કરી ચર્ચા

  • 01 May 2024 07:04 PM (IST)

    મોદીને તમારુ વીજળી, પેટ્રોલનું બિલ ઝીરો કરવુ છે

    તમારુ વીજળી, પેટ્રોલનું બિલ ઝીરો કરવુ છે. પીએમ સૂર્યઘર યોજના થકી સરકાર સબસિડી આપે છે સોલાર સિસ્ટમ ઘર પર ફિટ કરો અને વીજળી વાપરો, વધારાની વીજળી વેચો. પેટ્રોલની બિલ ઝીરો કરવા જમાનો ઈલેક્ટ્રિક વ્હીકલનો આવશે. રાત્રે ચાર્જ કરો અને સવારે લઈને નીકળો, એક રૂપિયાનો પણ પેટ્રોલનો ખર્ચ નહી.

  • 01 May 2024 07:02 PM (IST)

    અમારી સરકારે 4 કરોડ પાકા ઘર બનાવ્યા

    ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં એક સમયે વિજ્ઞાનની શાળા જ નહોતી. હુ મુખ્યપ્રધાન બન્યો ત્યારબાદ વિજ્ઞાનની શાળા જ નહી કોલેજ બની, યુનિવર્સિટી બની. ચાર કરોડ પાકા ઘર બનાવ્યા છે. પાકુ ઘર મળે એટલે સપના પાકા થઈ જાય. 70 વર્ષની ઉપરના નાગરિકની બિમારીનો ઈલાજ કરવાની જવાબદારી મોદીની છે.

  • 01 May 2024 06:57 PM (IST)

    પુરો દેશ વિશ્વાસ સાથે કહે છે ફરી એકવાર મોદી સરકાર

    વિજાપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી જે ચાવડા અંગે મોદીએ કહ્યું કે, તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે મારી એક પણ વાત ટાળતા નહોતા. તમારો એક મત મોદીને મજબૂત કરશે. પુરો દેશ વિશ્વાસ સાથે કહે છે ફરી એકવાર મોદી સરકાર. ગુજરાતના વિકાસ માટે ભૂપેન્દ્રભાઈ મહેતન કરી રહ્યાં છે. ગુજરાતનુ ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યો છુ.

  • 01 May 2024 06:53 PM (IST)

    પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા છે

    પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા છે તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે મારુ ગુજરાત વિજયયાત્રામાં સૌથી આગળ રહેશે. સૌથી વધુ મત ગુજરાત આપશે. બધી બેઠકો ગુજરાત આપશે.

  • 01 May 2024 06:51 PM (IST)

    કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધન ફેક ફેકટરી બની ચૂકી છે

    કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં હોવાનું કહીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે ફેક વીડિયો બનાવે છે. દેશ એમને સાંભળવા નથી માગતી. જોવા પણ નથી માગતી, કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધન ફેક ફેકટરી બની ચૂકી છે. માત્રને માત્ર જુઠ્ઠાણો ફેલાવી રહી છે.

  • 01 May 2024 06:50 PM (IST)

    કાશ્મીરમાં મોદીએ બંધારણ-અનામત લાગુ કર્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં જાહેરસભા સંબોધતા કહ્યું કે, દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે ઈન્ડિ ગઠબંધન ઈચ્છે છે. સીએએ કાયદા વખતે નકારાત્મકતા પ્રસરાવી હતી. વિભાજન સમયે હિન્દુઓને નાગરિકતા આપે તો પણ કોંગ્રેસને નથી ગમતુ. આજે દેશને ઈવીએમનો વાંક કાઢી રહ્યાં છે. હવે તેઓ બંધારણ ખતરામાં હોવાની વાતો કરે છે. અનામત હટાવી દેવાશેનો ભ્રમ ફેલાવે છે. કાશ્મીરમાં અનામત અને બંધારણ લાગુ નહોતુ કરી શક્યા

  • 01 May 2024 06:47 PM (IST)

    આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે

    વોટબેંકની રાજનીતિને કારણે તીન તલ્લાક માટે હિંમત ના બતાવી પરંતુ મને વોટબેંકની મને નહોતી પડી. મુસ્લિમ બહેનો માટે મે તીન તલ્લાકની સ્થિતિ નાબૂદ કરી. મુસ્લિમ બહેનોને માટે હિંમત બતાવી. પરંતુ કોંગ્રેસના શાહજાદા કહે છે કે, મોદી ત્રીજીવાર દેશમાં સરકાર લઈને આવશે તો આગ લાગશે. પરંતુ કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે. પાર્ટીને બચાવી નથી શકતા અને સત્તા મેળવવા નીકળ્યા છે.

  • 01 May 2024 06:44 PM (IST)

    આજનું ભારત આતંકના આકાઓને ડોઝીયર નહી ડોઝ આપે છે, ઘરમાં ઘૂસીને મારે છે

    પડોશી દેશ આતંકવાદ એક્સપોર્ટ કરે છે. તેમનો ધંધો જ એ છે. કાશ્મીરમાં આપણા જવાનો શહિદ થતા હતા. એ વખતની સરકાર ડોઝીયર મોકલતી હતી. કોંગ્રેસ પાકિસ્તાનને કહેતી હતી કે અમારા પર બોંબ કેમ ફોડો છો. પરંતુ આજનું ભારત આતંકના આકાઓને ડોઝીયર નહી ડોઝ આપે છે ઘરમાં ઘૂસીને મારે છે

  • 01 May 2024 06:42 PM (IST)

    કાશ્મીરમાંથી 370 હટી પણ ક્યાય લોહીની નદીઓ ના વહીં

    રામ મંદિરના ટ્ર્સ્ટીઓએ લોકોના ઘરે જઈને આમંત્રણ આપ્યા પરંતુ કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવી દીધું. માત્રને માત્ર વોટબેંકની રાજનીતિને કારણે જ તેઓ રામ મંદિરનુ આમંત્રણ ના સ્વીકાર્યું. કાશ્મીરમાં 370 હટશે તો આમ થશે, તેમ થશે કહેનારને ખબર નથી કે આ મોદી છે. ડરાવવાનું બંધ કરો.

  • 01 May 2024 06:39 PM (IST)

    કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે- મોદી

    વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ દેશને ડરાવતો હતો કે રામ મંદિર બનશે તો દેશમાં આગ લાગી જશે. પરંતુ રામ મંદિર બન્યુ ક્યાય આગ પણ ના લાગી. કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે ભયભીત કરે છે. કોંગ્રેસના દીલમાં આગ લાગી છે તેને કોઈ ઓલવી શકે તેમ નથી

  • 01 May 2024 06:37 PM (IST)

    પડકારોને પડકારવા માટે 2014માં દિલ્લીમાં મોકલ્યો હતો

    વડાપ્રધાને કહ્યું કે, દેશ ચલાવવા માટે સાબરકાંઠા પણ જોઈએ અને મહેસાણા પણ જોઈએ. 7 તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને ભાજપને જીતાડશો તેવી મને પૂરી શ્રદ્ધા છે. પડકારોને પડકારવા માટે મને 2014માં દિલ્લી મોકલ્યો હતો.

  • 01 May 2024 06:35 PM (IST)

    140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ

    દુનિયાના દેશો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ઓળખતા હશે પરંતુ દેશ માટે હુ માત્ર સેવક છુ. દેશ માટે સેવાનું વ્રત લઈને નીકળ્યો હતો. સદાય તમારો સાથી છુ અનેકને હુ નામ લઈને બોલાવી શકુ છુ. કેટલાય લોકો મને નરેન્દ્રભાઈ ઊભા રહો તેમ કહી શકે તેમ છે. આજે હુ તમારી પાસે માંગવા આવ્યો છુ. તમારા આર્શીવાદ જોઈએ છે.

  • 01 May 2024 06:33 PM (IST)

    સાબરકાંઠાથી મારો નિકટનો નાતો રહ્યો છે - વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સાબરકાંઠાના હિંમતનગર ખાતે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, હિંમતનગરવાસીઓને કેમ છે આપણુ હેમનગર કહીને લોકો સાથે આત્મીયતા વ્યક્ત કરી હતી. કેટકેટલાય દાયકાઓથી સાબરકાંઠાથી મારો નિકટનો નાતો રહ્યો છે.

  • 01 May 2024 06:20 PM (IST)

    PM મોદી હવે હિંમતનગરમાં સંબોધશે જાહેરસભા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના ડીસા બાદ, સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરસભાને સંબોધશે. ગુજરાતમાં બે દિવસના પ્રવાસ દરમિયાન કુલ છ જાહેરસભાને સંબોધન કરવાના છે. હિંમતનગર ખાતેની જાહેરસભા તેમની કુલ છ જાહેરસભા પૈકીની બીજી જાહેરસભા છે. આ જાહેરસભાને સંબોધ્યા બાદ, વડાપ્રધાન મોદી, ગાંધીનગરના ભાટ ખાતે આવેલ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે, ભાજપના પ્રદેશ પ્રમુખ, મુખ્ય પ્રધાન અને ભાજપના પ્રદેશ મહામંત્રી સહીતના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. ગુજરાતની બાકીની 25 બેઠક અંગેની સમિક્ષા કરશે.

  • 01 May 2024 05:36 PM (IST)

    PM મોદી ગાંધીનગરના કોબામાં આવેલ કમલમ ખાતે યોજશે બેઠક

    સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરસભાને સંબોધ્યા બાદ, પીએમ મોદી ગાંધીનગરના કોબામાં આવેલ કમલમ કાર્યાલયે જશે. કમલમ ખાતે પીએમ મોદી, ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સાથે બેઠક યોજશે. આ બેઠકમાં ગુજરાતની બાકી રહેલી 25 બેઠકની સમિક્ષા કરશે.

  • 01 May 2024 05:21 PM (IST)

    ગરમી ગમે એટલી હોય મતદાન અવશ્ય કરવા મોદીની અપીલ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાનના દિવસે રહેનાર હીટવેવને ધ્યાને લઈને અપિલ કરી હતી કે ગરમી ગમે એટલી હોય પરંતુ મતદાન અવશ્ય કરજો અને ભાજપને જીતડજો.

  • 01 May 2024 05:20 PM (IST)

    ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત રહી છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં કહ્યું કે, કોંગ્રેસથી ચેતતા રહેજો. આજે 35 વર્ષથી નાની ઉમંરના હોય તેમને ખબર નહી હોય કે ગુજરાતમાં વીજળી નહોતી. પાણી નહોતું. આજે દાડમની ખેતી થાય છે. આલુની ખેતી થાય છે. જો કોઈએ કોંગ્રેસના કહેશે તો આલુમાથી સોનુ બનાવવા આવી પહોચશે..નળથી જળ યોજના અમલમાં લાવ્યા. માતા બહેનો માથે બેડુ લઈને અડધો દિવસ રઝળપાટ કરતા હતા. આવા દિવસો આપણે પાછા નથી લાવવાના. છોકરુ જન્મે તો કાકા-મામાનુ નામ ના આવડે પર કર્ફ્યુ શબ્દ બોલતા આવડે. આવી સ્થિતિમાંથી ગુજરાતને મુક્ત કરાવ્યું છે. ગુજરાતે જે વિકાસ કર્યો છે તેની પાછળ વિઝન છે લાબા ગાળાની મહેનત રહી છે

  • 01 May 2024 05:15 PM (IST)

    કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અહેમદ પટેલને યાદ કરીને કહ્યું કે, અહેમદ પટેલના પરિવારના લોકો ભરૂચમાં રહે છે પરંતુ તેઓ કોંગ્રેસને મત આપી નહી શકે. કોંગ્રેસના બીજા મોટા નેતા ભાવનગરના છે તેઓ પણ કોંગ્રેસને મત નહી આપી શકે, કોંગ્રેસના શાહી પરિવારના લોકો પણ કોંગ્રેસના ઉમેદવારને મત નહી આપી શકે એવી સ્થિતિ છે.

  • 01 May 2024 05:13 PM (IST)

    આજકાલ આટલા પકડ્યા, આટલા જેલમાં નાખ્યા તેવા જે સમાચાર આવે છે ને એનો જ આ ફફડાટ છે

    જેઓ આજે 18 વર્ષના હોય તેમને તો આ દેશની શુ સ્થિતિ હશે તેની કોઈ જાણ જ નહોતી. આજકાલની પેઢી ગુગલ વાળી છે. ગુગલ પર જઈને જૂના સમાચાર શોધજો. આજકાલ આટલા પકડ્યા, આટલા જેલમાં નાખ્યા એનો જ આ ફફડાટ છે. તમારી કાળી મજૂરીને લૂંટી લેનારાને જેલમાં જ મોકલવા જોઈએ ને ? જો કોંગ્રેસને સરકાર બનાવવી હોય તો 272 સંસદ સભ્ય જોઈએ. પરંતુ દેશમાં 272 લોકોને દેશભરમાં લડાવતા નથી અને સરકાર બનાવવાની વાતો કરે છે.

  • 01 May 2024 05:10 PM (IST)

    દેશને કોંગ્રેસ લેખિતમાં ગેરંટી આપે કે ધર્મના આઘારે અનામત નહી આપીએ

    આંધ્રપ્રદેશમાં પ્રયોગ કરી ચુક્યા છે.વોટબેંક માટે એબીસી, દલિતનો અધિકાર છિનવી રહ્યાં છે. મુસ્લિમોને ઓબીસી જાહેર કરી દીધા શુ આ દેશમાં આવુ ચાલી શકે, આવી ચાલવા દઉ ? દેશને કોંગ્રેસ લેખિતમાં ગેરંટી આપે કે ધર્મના આઘારે અનામત નહી આપીએ. આવી જાહેરાત તેઓ ક્યારેય નહી કરે.

  • 01 May 2024 05:08 PM (IST)

    કોંગ્રેસને મારો પડકાર છે, હિંમત હોય તો જાહેર કરો ધર્મના આધારે અનામત નહી આપીએ

    કોંગ્રેસના શાહજાદાને સમગ્ર કોંગ્રેસને ચુનોતી આપુ છુ કે જો તમારામાં હિંમત હોય તો જાહેરાત કરે કે ધર્મના આધારે અનામતનો દુરપોયગ કરીશુ કે બંધારણની સાથે ચેડા નહી કરીએ. આવી જાહેરાત નહી કરે કારણ કે દાળમાં કઈક કાળુ છે.

  • 01 May 2024 05:06 PM (IST)

    કોંગ્રેસને ધર્મના આધારે ક્યારેય અનામતનો ખેલ ખેલવા નહી દઉ

    કોંગ્રેસ વધુ એક જુઠ્ઠાણુ ફેલાવે છે કે, 400 બેઠક મળશે તો મોદી બંધારણ બદલી નાખશે પરંતુ તેમને ખબર નથી કે અમારી પાસે પાંચ વર્ષ સુધી 400ની તાકાત હતી. પરંતુ આ પાપ કરવા પેદા નથી થયા અને પાપ કરવાના નથી. બંધારણની સુચિતા, સંરક્ષણ કરવાના છે. આ મોદી છે જ્યા સુધી જીવતા છે ત્યા સુધી ક્યારેય ધર્મના આધારે ક્યારેય અનામતનો ખેલ ખેલવા નહી દઉ તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.

  • 01 May 2024 05:04 PM (IST)

    કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે

    બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. તેમાં કોંગ્રેસ ધ્વસ્ત થઈ ગયું છે. રાજસ્થાનમાં એક બેઠક પણ નહી મળે. મહોબ્બતની દુકાન ચલાવવા નીકળ્યા હતા. તેમાં હવે ફેક વીડિયો ચલાવે છે. જનતા પાસે જવા માટે સત્ય શબ્દ નથી ફેક ફેકટરીની રૂપમાં મહોબ્બતની દુકાન ચલાવે છે.

  • 01 May 2024 05:02 PM (IST)

    કોંગ્રેસ હવે બંધારણ બદલવાનો ડર લોકોને બતાવી રહ્યો છે

    2019માં  કોંગ્રેસ રાફેલ લઈને ફરતા હતા પરંતુ જનતાએ એવી હાલત કરી નાખી કે વિપક્ષ તરીકે પણ ના રહી શક્યા. કોંગ્રેસના શહેજાદેએ ઓબીસી સમાજને મોદી સમાજને ચોરી કહ્યા, ગુજરાતીઓ પ્રત્યે નફરત ફેલવવામાં પાછળ ના રહ્યાં. 2024માં નવુ જુઠ્ઠાણુ લઈને આવ્યા છે.બંધારણનો ડર બતાવી રહ્યાં છે. ગપ્પાબાજી કરે છે.

  • 01 May 2024 05:00 PM (IST)

    દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા

    તમે એક વાર કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી પછી પાછી નથી લાવ્યા. કોંગ્રેસ પાસે વિઝન નથી. 2014માં ચહા વાળો શુ કરશે. ગુજ્જુ શુ કરશે. દાળભાત ખાનારો શુ કરશે. તેમ કહીને મારી મજાક ઉડાવતા હતા. પરંતુ દેશે તેમને એવો જવાબ આપ્યો કે એક સમયે 400 વાળા 40ના થઈ ગયા.

  • 01 May 2024 04:58 PM (IST)

    તમારો એક મત મારી ગેરંટી પાકી કરશે

    મારી ગુજરાત ભાજપ અને ગુજરાતી ભાઈ-બહેનોને 26 બેઠકો માટે જ નહી, પરંતુ બધા પોલીગ બૂથ જીતવાના છે. રેખાબેન ચૌધરી, ભરત ડાભી વીજયી બનીને દિલ્લી આવશે. તમે એમને એક મત આપશો તે મત સીધે સીધો મને મળશે. જેનાથી ગેંરટી પાકી થઈ જશે. ગુજરાતે સ્થિર સરકાર આપી છે.

  • 01 May 2024 04:56 PM (IST)

    2014ની ચૂંટણીમાં ગેરંટી લઈને આવ્યો છુ : PM MODI

    તમે મને 25 વર્ષથી સરકારમાં કામ કરતા જોયો છે. તમે જે અપેક્ષાએથી મોકલ્યો હતો તે પુરો કરીને નવો વિશ્વાસ જગાવ્યો છે. દેશ નવા વિશ્વાસ સાથે આગળ વધ્યો છે. 2019માં બીજીવાર સરકાર નહી બને તેમ માનવામાં આવતુ હતું. તમે મને બીજીવાર મજબૂત સરકારનો મેન્ડેટ આપ્યો.મારા 25 વર્ષના અનુભવના આધારે કહુ છુ કે, આ 2014ની ચૂંટણીમાં ગેરંટી લઈને આવ્યો છુ.

  • 01 May 2024 04:53 PM (IST)

    2014 પહેલા દેશમાં આતંકવાદ, ગોટાળા, ભ્રષ્ટાચારના સમાચાર રહેતા

    પ્રચારની શરુઆત એક બહેન માટે આર્શિવાદ મળી રહ્યાં છે. વિકસીત ભારત બનાવવા વિકસીત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહીં રહેવા દઈએ. તમે બધાએ મને 2014માં દિલ્હીમાં દેશની સેવા કરવાનો અવસર આપ્યો છે. 2014 પહેલાની સરકાર હતી તે સમયે ચારેબાજુ જે સમાચાર હતા તે આતંકવાદ, ગોટાળા, ભ્રષ્ટાચારના હતા. નિરાશા વ્યાપી હતી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાની જાહેરસભામાં કહ્યું હતું.

  • 01 May 2024 04:50 PM (IST)

    પીએમ તો દિલ્હીમાં, અહીં તો આપણા નરેન્દ્ર ભાઈ આવ્યા

    ગુજરાતની ધરતીએ મને શિક્ષણ આપ્યું, લાંબા સમય સુધી મુખ્યપ્રધાન રહીને જે તક આપી તે મને દિલ્લીમાં લેખે લાગે છે. પીએમ સાહેબ દિલ્લીમાં, અહીં તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે.

  • 01 May 2024 04:48 PM (IST)

    મા અંબાના ચરણોમાં આવીને પહેલી સભા સંબોધવાનું સૌભાગ્યઃ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી, બે દિવસ રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે. આજે ગુજરાતમાં સૌ પ્રથમ જાહેરસભા, બનાસકાંઠા ડીસામાં સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભારત માતાના જયનારાથી શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને પહેલી સભા સંબોધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

  • 01 May 2024 03:58 PM (IST)

    PM મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, બનાસકાંઠા જવા રવાના

    આજથી બે દિવસ માટે ગુજરાતમાં છ જાહેરસભા સંબોધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. જ્યા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહીતના આગેવાનો અને અધિકારીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડીસાાં જાહેરસભા સંબોધશે ત્યાર બાદ તેઓ સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરસભાને સંબોધન કરશે.

  • 01 May 2024 03:16 PM (IST)

    ભાવનગરમાં ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન સમયે ક્ષત્રિય યુવાનોએ મચાવ્યો હોબાળો, બે કલાક માર્યા તાળા

    ભાવનગરમાં મહુવા- જેસર હાઈવે રોડ પર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય યુવાનોએ હોબાળો મચાવ્યો હતો. પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના 100થી વધુ યુવાઓ ધસી આવીને, સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યાલયના ઉદ્ધાટન સમયે, અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા હાજર હતા, ક્ષત્રિય યુવાનોએ ભાજપના નેતાઓની હાજરીમાં રુપાલાનો વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજના યુવાનોના ઉગ્ર વિરોધને લઈને, ભાજપ કાર્યાલયને બે કલાક સુધી તાળા મારવા પડ્યા હતા. જોકે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા તમામ યુવાનોને કાર્યક્રમ સ્થળેથી દૂર ખસેડ્યા હતા.

  • 01 May 2024 02:56 PM (IST)

    ભાવનગર : સીદસર-બુધેલ રોડ પર અકસ્માતમાં બેના મોત

    ભાવનગરમાં સીદસર-બુધેલ રોડ પર એન્જીનીયરીંગ કોલેજ નજીક અકસ્માત સર્જાયો છે. ટેન્કર ચાલકે એક્ટિવા અને સ્કૂટરને અડફેટે લેતા 2ના મોત થયા છે. એકટીવા ચાલક જીવાભાઈ ભીખાભાઇ મોરી અને બુધેલ નામના સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે મોત થયુ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે છે.

  • 01 May 2024 02:53 PM (IST)

    સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસના આરોપીએ કર્યો આપઘાતનો પ્રયાસ

    સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસના એક આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.મુંબઈ પોલીસે બાંદ્રામાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. તેમાંથી બે લોકોએ સલમાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. આ આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

  • 01 May 2024 02:52 PM (IST)

    લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

    લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવશે ગુજરાત પ્રવાસે. આવતીકાલથી બે દિવસ વિવિધ સ્થળોએ સભાઓ ગજવશે. આવતીકાલે મહેસાણા અને 3 મેના રોજ દાહોદમાં સભા સંબોધશે. મહેસાણા અને દાહોના ભાજપના ઉમેદવાર માટે મત માંગશે.

  • 01 May 2024 02:28 PM (IST)

    આગામી 5 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે

    આગામી 5 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. 5 દિવસ હીટવેવની સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અસર રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન ઘટવાની શકયતા નહિવત છે. અમદાવાદ ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન રહેશે. રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન સૌથી વધુ નોંધાયું છે. લોકસભાની ચૂંટણીમાં ગરમીનો પ્રકોપ રહેશે. 7મી મે 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહેશે.

  • 01 May 2024 01:57 PM (IST)

    અમદાવાદ: ચાંદખેડાની રેસ્ટોરન્ટમાં પિત્ઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું

    અમદાવાદમાં ચાંદખેડાની રેસ્ટોરન્ટમાં પિત્ઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે. ધ ઓશન પિત્ઝા રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે. પ્લાસ્ટિક નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના કિચનમાં તપાસ કરી હતી. રેસ્ટોરન્ટના કિચનમાં પુષ્કળ ગંદકી અને વાસી ખોરાક જોવા મળ્યો. વાસી બ્રેડ પિઝા અને સડેલા બટેટા જોઈ ગ્રાહક રોસે ભરાયા હતા.

  • 01 May 2024 01:27 PM (IST)

    GST કલેક્શનના તમામ રેકોર્ડ તૂટ્યા, પહેલીવાર ₹2 લાખ કરોડને વટાવ્યો આંક

    ડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ક્ષેત્રે એક નવો વિક્રમ રચાયો છે. ગત મહિને એટલે કે, એપ્રિલ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન પ્રાપ્ત થવા પામ્યું છે. એપ્રિલ 2024માં થયેલ જીએસટીની આવકનો આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં થયેલી આવકને વાર્ષિક ધોરણે ગણીએ તો કુલ આવકમાં 12.4%નો વધારો થવા પામ્યો છે.

  • 01 May 2024 12:40 PM (IST)

    ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ

    નાના પડદાની ફેમસ સીરિયલ 'અનુપમા' દરેક ઘરમાં જોવા મળે છે. આ સીરિયલમાં અનુપમાનું પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન અનુપમાના ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે, રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.

  • 01 May 2024 12:01 PM (IST)

    અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાતમાં કરશે પ્રચાર

    અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાતમાં પ્રચાર કરશે. ભરૂચ અને ભાવનગર બેઠકના ઉમેદવારો ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે.

  • 01 May 2024 11:08 AM (IST)

    અમદાવાદ:વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત

    અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ નામના વેપારીએ આપઘાત કર્યો છે. હથિયાર વડે પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું  છે. યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આરોપીઓ 7 અને 10 ટકાના લેખે  વ્યાજ વસુલતા હતા.

  • 01 May 2024 11:06 AM (IST)

    PM મોદીની સભામાં મંડપની અંદરનું તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું રહેશે

    .વડાપ્રધાન મોદી ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા ગજવશે. ડીસામાં જંગી જાહેર સભાને સંબોધી શરૂઆત કરવાના છે..જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, તો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આ સભા બપોરના સમયે હોવાથી કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં ગરમીથી ઠંડક રહે તે માટે સભા મંડપમાં મિસ્ટીંગ કુલીંગ સિસ્ટમ લગાવાઈ છે. જેમાં ફુવારા દ્વારા પ્રેસરથી પાણીનો છંટકાવ થશે. આ ઉપરાંત સભા મંડપમાં 100 જેટલા જમ્બો કુલર લગાવાશે. જેથી બહાર કરતા મંડપની અંદરનું તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું રહેશે. આ ઉપરાંત આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત કરાઈ છે. જેમાં પેરા મેડિકલ સ્ટાફ સાથે 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે.

  • 01 May 2024 09:31 AM (IST)

    ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટવાસીઓને મળશે વધુ એક નજરાણું

    ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટવાસીઓને વધુ એક નજરાણું મળ્યુ છે. 132 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવર ખુલ્લું મુકાશે. રાજકોટ વાસીઓને રેસકોર્સ, આજી ડેમ ઉપરાંત વધુ એક પિકનીક પોઈન્ટ મળશે. અટલ સરોવરમાં પ્રવેશ ફી પુખ્તવયના લોકો માટે 25 રૂપિયા અને બાળકો માટે 10 રૂપિયા રહેશે.

  • 01 May 2024 08:47 AM (IST)

    દિલ્હીના મયુર વિહાર સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    દિલ્હીના મયુર વિહાર સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ધમકીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ છે. શાળાના બાળકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.

  • 01 May 2024 08:13 AM (IST)

    ખેડા: MLA અર્જુનસિંહ ચૌહાણ સામે થશે લેન્ડ ગ્રેબિંગની તપાસ

    ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સામે લેન્ડ ગ્રેબિંગની તપાસ થશે. તેમના પર ખાનગી ટ્રસ્ટની 10 કરોડની જમીન પચાવી પાડવાનો આક્ષેપ છે. મહેમદાવાદના MLA અર્જુનસિંહ ચૌહાણે વાત્રક નદીના કાંઠે સણસોલીમાં ટ્રસ્ટની જમીન પચાવી પાડી હોવાનો આરોપ લાગ્યો છે. ધારાસભ્ય સહિત 8 લોકો સામે લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત  તપાસ કરાશે. બંસીવાલા ટ્રસ્ટની 12 વીઘા જમીન બાનમાં લીધાનો આક્ષેપ છે. સ્થાનિક પ્રશાસને કાર્યવાહી ન કરતાં હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.

  • 01 May 2024 08:09 AM (IST)

    PMની ગુજરાત મુલાકાત પહેલા રાજપૂત સમાજની સંકલન સમિતિનો સંદેશ

    PM મોદીની ગુજરાત મુલાકાત પહેલા રાજપૂત સમાજની સંકલન સમિતિએસમાજ જોગ સંદેશ આપ્યો છે. કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉતર્યા વગર અહિંસક વિરોધ કરવા અપીલ કરી છે. લોકશાહી ઢબે આંદોલન આગળ વધારવા ક્ષત્રિય સમાજને સૂચના આપવામાં આવી છે. PM મોદીની સભાઓ, રેલીઓ તથા સંમેલન સ્થળોએ વિરોધથી દુર રહેવા અપીલ કરવામાં આવી છે. આંદોલનની આડમાં કેટલાક તત્વો કાંકરીચાળો કરે તેવી આશંકા છે. સમાજને તોડવાના પ્રયત્નમાં લાગેલા તત્વોથી સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે.

  • 01 May 2024 07:24 AM (IST)

    PM મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે, કુલ 6 સભાઓને ગજવશે

    લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે. PM મોદી 2 દિવસમાં કુલ 6 સભાઓને સંબોધશે.  PM મોદીની ડીસામાં સભાને પગલે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..તો બીજી બાજુ પાટણથી ડીસા ખાતે 30 હજાર જેટલા લોકો જાહેરસભામાં આવશે. તેમના માટે પણ વિશેષ સુવિધા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. તો ત્રીજા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જામનગરમાં PM મોદીની જંગી સભાને લઈને વિશાળ ડોમ બનાવવવામાં આવ્યો. PMની સભાને લઈને પાંચ સ્તરિય સુરક્ષા ગોઠવવામાં આવી છે.

Published On - May 01,2024 7:23 AM

Follow Us:
આ રાશિના જાતકોએ આજે ના લેવું કોઈપણ જાતનું જોખમ
આ રાશિના જાતકોએ આજે ના લેવું કોઈપણ જાતનું જોખમ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">