શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન?

21 May, 2024 

Image - Instagram

વજન ઘટાડવા માટે તંદુરસ્ત જીવનશૈલી અને યોગ્ય આહારની સલાહ આપવામાં આવે છે. તેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છ

Image - Instagram

જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો ખોરાક સિવાય તમારે પાણી પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે

Image - Instagram

દરરોજ પૂરતી માત્રામાં પાણીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, તે શરીરને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે.

Image - Instagram

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ખોરાક ખાતા પહેલા પાણી પીવાથી વજન ઘટાડી શકાય છે. ત્યારે અમે જણાવીશું કે આ દાવામાં કેટલી  સત્યતા છે

Image - Instagram

સંશોધન મુજબ, જો લોકો જમતા પહેલા પાણી પીવે છે, તો તેઓની ભૂખ પર ખરેખર ઘણી અસર પડે છે.

Image - Instagram

નિષ્ણાંતોના મતે જમવાના 20 થી 30 મિનિટ પહેલા 2 ગ્લાસ પાણી પીવાથી તમને પેટ ભરેલું લાગે છે. આ કારણે ઓવર ઈટિંગથી બચો છો

Image - Instagram

એક સ્ટડી મુજબ દરરોજ ભોજન પહેલાં 2 ગ્લાસ પાણી પીવાથી 12 અઠવાડિયાના સમયગાળામાં 2 કિલો વજન ઓછું થઈ શકે છે.

Image - Instagram

એક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે સવારના નાસ્તા પહેલા પાણી પીવાથી કેલરીની માત્રા 13% ઘટી જાય છે.

Image - Instagram

અહીં આપેલા સૂચનો દરેક માટે અલગ હોઈ શકે છે, તેથી હેલ્થકેર પ્રેક્ટિશનરની સલાહ લીધા પછી જ તેનો પ્રયાસ કરો.

Image - Instagram