BPSC ની પ્રારંભિક પરીક્ષા રદ કરવાની માગ સાથે ધરણા પર બેઠેલા પ્રશાંત કિશોરની ધરપકડ થઇ. વિરોધ સ્થળ પરથી બળજબરી પૂર્વક ધરપકડ કરાઈ. કોલ્ડ વેવની ઉત્તર ભારતમાં અસર જોવા મળી રહી છે, દિલ્લી ઠંડીમાં ઠુંઠવાયુ છે. ઝીરો વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ અને ટ્રેન વ્યવહારને અસર જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 7.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર થયુ, 6 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે છે. આજે કમલમ પર મહત્વપૂર્ણ બેઠક મળશે,,શહેર તથા જિલ્લા પ્રમુખ માટે બેઠકોનો દોર જોવા મળશે.સ્થાનિક સ્તરેથી આવેલા નામો પર મંથન થશે. રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, સવારે સાડા 4 વાગે3.7ની તિવ્રતાનો આંચકો અનુભવાયો. .વલસાડથી 39 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયુ. રાજકોટના સાણથલી ગામે દીપડો પાંજરે પુરાયો. 10 દિવસથી દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ હતો.
પાયલ ગોટી દ્વારા ગઈ કાલે મીડિયાના માધ્યમથી પોલીસ પર કરેલા ગંભીર આરોપને લઈ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. અમરેલીના બોગસ લેટર કાંડમાં આરોપી પાયલ ગોટીએ મીડિયા સમક્ષ પોલીસના વ્યવહારને લઈને આક્ષેપ કર્યો છે. અમરેલી SP સંજય ખરાત દ્વારા ગંભીરતા દાખવી તપાસ ટીમની રચના કરવામાં આવી. પાયલ ગોટી દ્વારા સોશ્યલ મીડિયામાં પોલીસે માર મારવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાયલ ગોટી દ્વારા લગાવવામાં આવેલ આક્ષેપો અંગે તટસ્થ તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવી છે. અમરેલી DYSP અશોક સિંહ ગોહિલ અને PI અને PSI નો તપાસ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે કે કેમ ? તે અંગે તપાસ થશે
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે અમને સંસદના નવા સત્રની જરૂર છે. ટ્રુડોએ તેમના પદ તેમજ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રુડો પર પદ છોડવાનું સતત દબાણ હતું.
અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ કેસમાં પાયલ ગોટી તરફે પોલીસે કરેલ અરજી કોર્ટએ ફગાવી દિધી છે. અમરેલી પોલીસે, બોગસ લેટરકાંડમાં આરોપી પાયલ ગોટી સામેનો કેસ પડતો મુકવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી ઉપર કોર્ટે પાયલ ગોટીને કોઈ રાહત આપી નથી. જેથી તેની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધી શકે છે. હવે પાયલ ગોટી સામેનો કેસ અમરેલી કોર્ટમાં ચાલશે.
બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ જતા 10 પેઢીને 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અલગ અલગ સ્થળોથી ઘી અને માવા લીધેલા નમૂનાના પરિક્ષણમાં ફેલ સાબિત થયા છે. ડીસા, થરાદ, પાલનપુર અને મહારાષ્ટ્રના થાણેની પેઢીઓને અધિક કલેકટર દ્વારા 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા કરેલી કાર્યવાહીને લઈને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. તમામ કેસ પાલનપુર અધિક કલેકટરની કોર્ટમાં ચાલી જતા 26 લાખનો દંડ કરાયો હતો.
સ્ટેટ GST વિભાગે પાનમસાલાના વેપારીને ત્યાં પાડેલા દરોડામાંસ 9 કરોડની કરચોરી હાથ લાગી છે. અમદાવાદ ચાંગોદરમાં પાન મસાલાના વેપારીને ત્યાં સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા હતા. પાન મસાલાના વેપારીઓ રોકડમાં નાણાંકીય વ્યવહાર કરતા હતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ઈનકમ ટેક્સ અને GST ના ભરવો પડે તે માટે એકાઉન્ટમાં એન્ટ્રી કરતા નહોતા.
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીબીના દરોડા પાડ્યા છે. ત્રાગડ વિસ્તારમાં આવેલા દ્વારકેશ ઓપિલન્સ ફ્લેટમાં પીસીબીએ દરોડા પાડ્યા છે. ફ્લેટમાં ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હતો. ફ્લેટમાંથી રોકડ, લેપટોપ, મોબાઈલ સહિત 2.56 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 1 લેપટોપ, 9 મોબાઈલ, રાઉટર, ઇલેક્ટ્રોનિક સાધનો મળી આવ્યા છે. પીસીબીની ટીમ સટ્ટો રમાડી રહેલા ત્રણ લોકોની અટકાયત કરી છે.
વાયરસની ઇન્ટેસિટી કેટલી છે તેના આધારે ફોરેન ટૂરિસ્ટ માટેની ગાઈડલાઈન નક્કી કરાશે તેમ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વડોદરામાં જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર, HPMV વાયરસ મુદ્દે રાજ્ય સરકારને ગાઈડ લાઇન આપશે એ પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર આ રોગમાં જો પરિસ્થિતિ ખરાબ થાય તો તેને પહોંચી વળવા માટે તૈયાર છે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો તેવા લક્ષણો આ વાયરસમાં છે.
જે લક્ષણ હોય તેની દવા થાય એ જ SOP છે. વાયરસને પહોચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે. આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી. વાયરસને પહોચી વળવા માટે એડવાન્સમાં તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા વખતોવખત આવતી SOP ને અનુસરવામાં આવશે. આ રોગ અન્ય રોગ જેવો જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી
અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરઝડપે આવતી કારે અકસ્માત સર્જયો હતો. પુર ઝડપે આવતી કારે એક રિક્ષાને અડફેટે લીધી હતી. કારની ટક્કર બાદ, 500 મીટરથી વધુ ઢસડાઈ હતી રિક્ષા. રિક્ષામાં સવાર એરપોર્ટનાં મુસાફરને ગંભીર ઇજા થવા પામી હતી. કાર સવાર યુવતી, અકસ્માત બાદ ફરાર થઈ ગઈ હતી. કેન્ટોનમેન્ટથી લઈને એરપોર્ટ સુધી લાબો ટ્રાફિક જામ થયો છે.
છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટમાં 7 જવાન શહીદ થયા છે જ્યારે 8 જવાનો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. વિસ્ફોટ સુરક્ષા દળોના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે.
જામનગર: સ્વિમિંગ કોચનું ધાબા પરથી પટકાતા મોત થયુ છે. જલાની જાર વિસ્તારમાં રહેતા યુવકનું બીજા માળેથી પટકાતા મોત થયુ છે. પોલીસે યુવકના મોત અંગે તપાસ હાથ ધરી છે.
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. સુરક્ષાદળોના વાહનને IED વડે નિશાન બનાવવામાં આવ્યું છે. નક્સલવાદીઓએ કુત્રુ રોડમાં IED પ્લાન્ટ કર્યો હતો, સુરક્ષા દળોનું વાહન તેની અસરમાં આવ્યું હતું. IED બ્લાસ્ટને કારણે 9 જવાનો શહીદ થયા છે. 6થી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૈનિકોની ટીમ ઓપરેશનમાંથી પરત ફરી રહી હતી.
અમરેલીની ઘટના બાદ ગોપાલ ઈટાલિયાએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. સુરતના વરાછાના કાર્યક્રમમાં ઈટાલિયાએ પોતાને પટ્ટા માર્યા. લેટરકાંડમાં પાયલ ગોટીને પોલીસે પટ્ટા માર્યાનો દાવો કરાયો હતો. ઇટાલિયાએ જણાવ્યુ કે દીકરીને બેરહેમીથી માર મરાયો અને ન્યાય ન અપાવી શક્યો. ગુજરાતની જનતાનો આત્મા ઉંઘી ગયો છે. ગોપાલ ઈટાલિયાએ પણ પોતાને 6 પટ્ટાથી માર માર્યો.
કચ્છઃ કંડેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાની શક્યતા વચ્ચે રેસ્ક્યૂ ટીમને યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળ્યા છે. 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયું છે. યુવતી જીવિત છે કે નહી તે અંગે તપાસ ચાલુ છે. બોરવેલમાં યુવતીને ઓક્સિજન મોકલવા માટે કામગીરી ચાલી રહી છે. BSFની ટીમ યુવતીને બચાવવા ઘટનાસ્થળે પહોંચી છે. કલેકટર અમિત અરોરા ઘટનાસ્થળે પહોંચ્યા છે. કલેકટરે સ્થિતિ અંગે માહિતી મેળવી છે. NDRFની ટીમ પણ બચાવ કાર્યમાં જોડાશે.
અમદાવાદઃ HMPV વાયરસના કેસે ચિંતા વધારી. સતર્કતા વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. વિદેશી મુસાફરોની અવરજવર છતાં વિશેષ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ NRIની અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ અવરજવર જોવા મળે છે.
HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં નાના બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવા સૂચન આપવામાં આવ્યુ છે. વૃદ્ધ અને નાના બાળકો વધુ આ વાયરસની ઝપેટમાં આવે છે. આ વાયરસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી કરે છે. શ્વાસને લગતા ચેપી રોગના રક્ષણ માટે તે માટેના નિયમો જાહેર કર્યા છે. આ પ્રકારની કોઈ બીમારી હોય તો શું ન કરવું તે પણ નિયમો જાહેર કર્યા છે.
કચ્છઃ ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી છે. અંદાજે 540 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી પડી. ભુજ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ શરૂ કર્યું છે. ભચાઉ ફાયરની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે. NDRFની ટીમને પણ જાણ કરાઈ છે.
વડોદરાઃ વેમાલી કેનાલમાં કિશોર ડૂબ્યો છે. ગઈકાલે સાંજે કિશોર કેનાલમાં હાથ પગ ધોવા જતાં લપસ્યો હતો. 12 વર્ષીય કિશોર ડૂબ્યો ત્યારથી ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે.
હાર્દિક પટેલે જણાવ્યુ કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરશનભાઈને ના ખબર હોય, કેમ કે એ કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. આંદોલનના કારણે માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ દરબાર, બ્રાહ્મણ, લુહાણા અને જેમને અનામતનો લાભ નહતો મળતો એવી 50 થી વધુ જ્ઞાતિને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી, બિન અનામત આયોગ અને નિગમ મળ્યું તેમજ આર્થિક નબળા પાટીદારોને 10% અનામત મળી. છેલ્લા 3/4 વર્ષમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં ભણી રહ્યા છે અને નોકરીએ લાગી રહ્યા છે. કરશનભાઈ જેવા અનેક એવા આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા-લેઉવામાં વેચી રહ્યા છે, આવા આગેવાનોને ઓળખવાની જરૂરી છે કેમ કે આ આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા, સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે.
પાટણમાં લેઉવા પાટીદાર સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા નિરમાના વડા કરસન પટેલે પાટીદાર આંદોલન અંગે આપેલા નિવેદનથી ફરી ગુજરાતની રાજનીતિમાં વમળો ઉઠ્યા છે. કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. સાથે જ હાર્દિક પટેલ સહિતના આંદોલનકારી નેતાઓ પર નામ લીધા વગર પ્રહારો પણ કર્યા. કરસન પટેલે જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલનને કારણે પાટીદાર યુવાનો શહીદ થયા, પરંતુ આ આંદોલન અનામત માટે નહીં પરંતુ તત્કાલીન CM આનંદીબેન પટેલને હટાવવા માટેનું કાવતરું હતું તેવો આક્ષેપ પણ તેમણે કર્યો.
અમદાવાદઃ દીવાન પકોડી સેન્ટર સીલ કરવામાં આવ્યુ છે. પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો હતો. જે પછી હેલ્થ વિભાગે કરી કડકાઈભરી કાર્યવાહી કરી છે. સંચાલકે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો. ગ્રાહકે કિચન જોવા માટે માગ કરી હતી, સેટેલાઈટ ખાતે આવેલા દીવાન પકોડી સેન્ટરમાં આ ઘટના બની છે.
અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ મળી છે. અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા આયોગ દ્વારા કોન્સર્ટને નોટિસ આપવામાં આવી છે. જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા આયોજકોને ટકોર કરાઇ. બાળકોને ઇયરપ્લગ વિના કોન્સર્ટમાં પ્રવેશ નહીં આપવા પણ આયોજકોને નિર્દેશ આપવામાં આવ્યો છે.
કેનેડાના PM જસ્ટિન ટ્રુડો આજે રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નેશનલ કોક્સની બુધવારે યોજાનારી બેઠક પહેલા જ ટ્રુડો પદ છોડશે. બેઠકમાં ટ્રુડો સામે વિદ્રોહ થવાની શક્યતા હતી. વિદ્રોહનો સામનો કરવો પડે તે પહેલા જ ટ્રુડો રાજીનામું આપશે.
રાજ્યમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપ આવ્યો. 04:35 કલાકે 3.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 39 કિમી દૂર નોંધાયુ છે.
Published On - 8:48 am, Mon, 6 January 25