જમ્મુ-કાશ્મીરમાં સેનાની ટ્રક ખીણમાં ખાબકી. 4 જવાનનાં મોત, 2ની હાલત ગંભીર.. 10 દિવસ પહેલાં અકસ્માતમાં 5 જવાનનાં થયા હતા મોત. કેજરીવાલ પર ભાજપનું 4 દિવસમાં ચોથું ફિલ્મી પોસ્ટર. લખ્યું કે દિલ્લીના રાજાબાબુએ સામાન્ય માણસ બનીને ઠગ્યા. અગાઉ ચૂંટણીલક્ષી હિન્દુ ગણાવ્યા હતા. પુણેના પિંપરી ચિંચવડમાં પિઝાના ટોપિંગમાંથી ચપ્પુનો ટુકડો નીકળ્યા, પિઝામાં ચપ્પુ નીકળતા પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ. અમરેલી લેટરકાંડના આરોપીઓના જામીન નામંજૂર. ભાજપના પૂર્વ પ્રમુખ સહિત 3 આરોપીઓને કોર્ટે ન આપી રાહત. જામનગરમાં ગેંગરેપના આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર. આરોપીની 4થી વધુ મિલકત તોડી પડાઈ.. રંગમતિ નદીના કાંઠે કરાયું હતું દબાણ. સમુહ લગ્નમાં ઉશ્કેરણીજનક નિવેદન મુદ્દે જામનગરના કોંગ્રેસ નેતાની વધી મુશ્કેલી. રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ફરિયાદ નોંધાઇ. પૂર્વ વિપક્ષી નેતા સામે પણ ગુનો દાખલ.
ગાંધીનગરના જમીયતપુરા ખાતે 300 કરોડના ખર્ચે તૈયાર થનારા આંજણાધામનો શિલાન્યાસ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં આંજણાધામનો શિલાન્યાસ કરાયો. આંજણા ચૌધરી સમાજના પ્રયાસથી બની રહેલા આંજણાધામનો હેતુ સમાજના સંતાનોને શિક્ષણલક્ષી મદદ કરવાનો છે. જેમાં સમાજ માટે વિવિધ કાર્યો કરવામાં આવશે. આંજણાધામમાં UPSC/GPSC, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ, કુમાર-કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ- વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંજણા સમાજની પ્રશંસા કરતા કહ્યું કે.આ સમાજની મહેનતના કારણે ઉત્તર ગુજરાતની ધરતી સમૃદ્ધ બની છે.
પોરબંદરમાં ફરી એકવાર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. જેમા બે પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. કોસ્ટગાર્ડના એરપોર્ટ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતા અફરાતફી સર્જાઇ હતી અને હેલિકોપ્ટર ધડાકા ભેર તૂટી પડ્યું હતું. ઘટના બાદ સ્ટાફમાં દોડધામ સર્જાઇ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા હતા. જોકે પ્રયાસો સફળ થાય તે પહેલા જ આગની જ્વાળાઓમાં 3 જિંદગી હોમાઇ ગઇ હતી. આપને જણાવી દઇએ કે, ALH ધ્રુવ હેલિકોપ્ટર નિયમિત ફ્લાઈટ પર હતું. જ્યાં એરસ્ટ્રીપ પર ઉતરતી વખતે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ અગાઉ 3 સપ્ટેમ્બર 2024ના રોજ પણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ક્રેશની ઘટના સર્જાઇ હતી. જે તે સમયે પણ હેલિકોપ્ટર ક્રેશમાં કોસ્ટગાર્ડના 3 જવાનો શહીદ થયા હતા..આ ઘટનાના 4 મહિના બાદ જ ફરી એકવાર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થયું છે…ત્યારે અહીં સવાલ સર્જાય કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગ પાછળ કયું કારણ જવાબદાર છે. શું કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં કોઇ ટેક્નિકલ ખામી તો નથી ને. શું કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની યાંત્રિક ખામીની તપાસ કરાશે. જોવાનું રહ્યું કે તપાસમાં શું કારણ સામે આવે છે.
GST વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં 37 સ્થળોએ દરોડા પાડ્યા. GST વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ.
રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં ડખો થયો છે. રાજકોટ શહેર ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. મુકેશ દોશીના નામને લઇને કેટલાક નેતાઓ ખુલીને મેદાને છે. ચૂંટણી અધિકારી માયા કોડનાનીને સર્કિટ હાઉસ જઇને રજૂઆત કરાઇ હતી. પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો સહિત અનેક નેતાઓએ મુકેશ દોશીના નામને લઇને વિરોધ કર્યો. સેન્સ પ્રક્રિયાની શરૂઆતથી જ રૂપાણી જૂથ પણ મેદાને છે. બે જૂથ વચ્ચે બરાબરનું લોબિંગ થતાં ચૂંટણી નિરીક્ષકે સમર્થકોને મળવાનું ટાળ્યું.
અમદાવાદ: વિરમગામમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. ડુમાણા-કાલીયાણા ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યુ છે. માઇનોર કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. કેનાલમાં ભંગાણથી પડતર જમીન પર પાણી ભરાયા છે. નર્મદા સિંચાઇ વિભાગની બેદરકારીથી પાણીનો વેડફાટ થયો છે.
સુરતઃ સરથાણામાં પરિવારની સામુહિક હત્યાના પ્રયાસના કેસમાં પત્ની-પુત્રની હત્યા કરનાર સ્મિતની પૂછપરછમાં નવો ઘટસ્ફોટ થયો છે. ઘરકંકાસથી કંટાળીને સ્મિતે પરિવારની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. સોશિયલ મીડિયા પર પત્નીના સ્ટેટસથી દંપતી વચ્ચે ઝઘડો સર્જાયો હતો. પુત્રની સ્કૂલ બદલાવવાની વારંવારની ટકોરથી સ્મિત કંટાળ્યો હતો. ઝઘડાથી વ્યથિત સ્મિતે પરિવારની હત્યા બાદ આપઘાતનો નિર્ણય કર્યો હતો. હાલ સુરતની હોસ્પિટલમાં સ્મિતની સારવાર ચાલી રહી છે.
સુરત: શહેરમાં વધુ એક કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ સામે આવ્યુ છે. સાયલન્ટ ઝોનમાં 2500 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ તૈયારી કરવાની હતી. CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. મોટા બિલ્ડરોએ ભાગીદારી પેઢી બનાવી સાયલન્ટ ઝોનમાં જમીન કૌભાંડ કરતા હોવાનો આરોપ છે.
સમુદ્ધી કોર્પોરેશને સાયલન્ટ ઝોન સ્કીમ ઉભી કરી કૌભાંડનો કારસો રચ્યો હતો.
સુરતઃ મોબાઈલ બાબતે ઠપકો આપતા ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત કર્યો છે. પાંડેસરમાં રહેલી વર્ષા નીસાદ નામની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો. વિદ્યાર્થિનીને મોબાઈલની લત લાગી જતાં ઠપકો અપાયો હતો. માતાએ વિદ્યાર્થિની પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો. માતા શાકભાજી લઈ પરત આવતા દીકરીએ ગળેફાંસો ખાધો.
ચીનમાં નવા વાયરસની એન્ટ્રી, ભારત સરકાર એલર્ટ બની છે. ચીનમાં પ્રસરી રહેલ HMPV વાયરસને લઈ સરકાર એલર્ટ પર છે. કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. આ વાયરસનો સામનો કરવા ભારત સંપૂર્ણ સજ્જ છે. લોકોને અફવાઓથી બચવા અને સાવધાની રાખવા અપીલ કરી છે. તેલંગાણા સરકારે સતર્કતાના ભાગરૂપે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મેચ રમાઇ. ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ 6 વિકેટે જીતી લીધી છે, જ્યારે ભારત 1-3થી શ્રેણી હારી ગયું છે.
કચ્છઃ ટ્રેનની અડફેટે 3 લોકોના કરુણ મોત થયા છે. અંજારના ભીમાસર પાસે ટ્રેનની અડફેટે 3 મોત થયા છે. કચ્છ એક્સપ્રેસની અડફેટે એક મહિલા અને તેના 2 પુત્રના મોત થયા. રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાત્રો થીજવતી ઠંડી અને કોલ્ડવેવમાં દિલ્લી ઠુઠવાયું છે. દિલ્લી-એનસીઆર ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. દિલ્લીના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરોએ પહોંચી છે.
વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આઈજીઆઈ એરપોર્ટ પર પરિસ્થિતિ ખરાબ, 507 ફ્લાઈટ પ્રભાવિત થઇ.ખરાબ હવામાનને પગલે 15 ફ્લાઈટ રદ, તો ૉદિલ્લીની 12 ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરાઈ.
જૂનાગઢ: પરિણીતા સાથે દુષ્કર્મ કરનાર પકડાયો છે. કરણ નામના શખ્સને ઝડપીને પોલીસે તપાસ હાથ ધરી છે. રિક્ષામાં બેસાડી દર્શન કરાવવાના બહાને લઇ ગયો હતો. ચોટીલાના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ન્યૂડ વીડિયો બનાવી પરિણીતાને ધમકી આપી હતી.
Published On - 7:44 am, Sun, 5 January 25