Gujarat highcourt News: હાઈકોર્ટે સરકારની કાઢી આકરી ઝાટકણી, કહ્યું કે કેમ બાળકો જેવું વર્તન કરો છો? સરકાર સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ?

Gujarat highcourt News: વકરેલા કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાથ ધરાયેલી સુઓમોટો રીટ પિટિશનની સુનાવણીમાં કોર્ટે સરકારનો કાન આમળતા પુછ્યું હતું કે કેમ નાના બાળક જેવું વર્તન કરો છો?

| Updated on: May 04, 2021 | 3:32 PM

Gujarat highcourt News: વકરેલા કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાથ ધરાયેલી સુઓમોટો રીટ પિટિશનની સુનાવણીમાં કોર્ટે સરકારનો કાન આમળતા પુછ્યું હતું કે કેમ નાના બાળક જેવું વર્તન કરો છો? હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે તમે સ્વીકારો છો કે રાજ્ય સરકાર કોરોનાની સ્થિતિ સાંભળવામાં નિષ્ફળ ગયું છે?

રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે કોર્પોરેશન કામ કેમ નથી કરતું? હાઈકોર્ટ દ્નારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે 108 માટે 48 કલાક રાહ જોવી પડે છે. શું પોલિસીમાં ખામી છે? તે સામે કોર્પોરેશન તરફી વકીલ દ્વારા જણાવાયું હતું કે પોલિસીમાં ખામી નથી, એમ્બ્યુલન્સ વધારવાની જરૂર છે. કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેક્શન 10 દિવસમાં 45% પહોચાડી દેવામાં આવ્યા છે.

હાઇકોર્ટે સરકાર પાસેથી એ પણ સ્પષ્ટતા માગી હતી કે છેલ્લા 15 દિવસમાં અને એક મહિનામાં રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણીનો ચાર્ટ એફીડેવિટ સ્વરૂપે આપો.  આ સાથે રાજ્યમાં ઓકિસજનની અછતને પહોચી વળવા માટે લોકલ સપ્લાયર્સની મદદ લેવામાં આવશે તેમ સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું. કમલ ત્રિવેદીઓ જણાવ્યું હતું કે 20 જેટલા પ્લાન્ટ છે જેમને પરવાનગી આપી છે કે તેઓ નાઇટ્રોજનમાંથી ઓક્સિજન બનાવી શકાય.

કોરોના મામલે હાઈકોર્ટ દ્વારા હાથ ઘરાયેલી સુઓમોટોમાં સરકારે સોગંધનામું કર્યું હતું કે રાજ્ય સરકાર કોરોના અંગે કામગીરી તેજ કરી છે. રાજ્ય સરકારે કરેલી કામગીરીઓનો સોગંદનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મુકાઈ રહી છે, RTPCR ટેસ્ટિંગ વધારી દેવાયું હોવાનો રાજ્ય સરકારનો દાવો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 108 વગર પણ ખાનગી વાહનમાં દર્દીઓએ એડમિટ કરવામાં આવી  રહ્યા છે. આધારકાર્ડ વગર દર્દીઓની સારવાર થઇ રહી છે. ક્રિટીકલ કેસોને ઝડપી સારવાર માટે હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. વેક્સિનેશન પર ભાર મુકાયો છે તેમજ વધુ 4 જગ્યા પર RTPCR ટેસ્ટિંગ ડ્રાઇવ શરુ કરાશે.

ઓક્સીજનની અછત દૂર કરવા ક્ષમતા વધારી દેવાઈ છે. વેબ પોર્ટલમાં ગુજરાતના શહેર અને ગામડાના કેસોની વિગતો મુકાઈ રહી છે. હાઇકોર્ટેના નિર્દેશોનું પાલન કરતી હોવાનો રાજ્ય સરકારે કહ્યું. કોર્ટના આદેશ બાદ ટેસ્ટિંગ માટે 44 નવા મશીનનો ઓર્ડર આપવામાં આવ્યો છે, આ મશીનોની સુવિધા સાથે લેબોરેટરીઓને અપગ્રેડ કરવામાં આવી છે.

26 યુનિવર્સિટીને ટેસ્ટિંગ માટે કહેલું જે પૈકી 5 યુનિ.માં થાય છે ટેસ્ટિંગ. રાજ્યની લેબોરેટરી ડબલ શિફ્ટમાં કામ કરી રહી છે સાથે જ 108માં આવેલા દર્દીને દાખલ કરવાની નીતિ બદલી દેવાઈ છે. હવે તમામ હોસ્પિટલમાં કરાય છે પ્રત્યેક દર્દીને દાખલ.
કોરોના સંક્રમણની ચેન તોડવા નિર્ણય કરવામાં આવ્યો છે. 29 શહેરોમાં સરકારે રાત્રે 8 થી સવારે 6 સુધીનો કરફર્યું 5 મેં સુધી નાખ્યો છે.

જણાવવું રહ્યું કે કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 2 મેના રોજ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક મળી હતી. મેડિકલ ઓક્સિજનની વધતી જરૂરિયાતો અંગે સમીક્ષા કરાઈ હતી.

નાઇટ્રોજન પ્લાન્ટ્સને ઓક્સિજન પ્લાન્ટમાં તબદીલ કરી વધુ મેડિકલ ઓક્સિજન મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા નાઇટ્રોજન પ્લાન્ટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ identify કરાઈ છે. ઓપરેશન સમુદ્રસેતુ II અંતર્ગત નૌકાદળના સાત જહાજો કાર્યરત છે. વિદેશોમાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન ભરેલા ક્રાયોજેનિક કન્ટેનર અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ લાવવામાં 7 જહાજ કાર્યરત છે.

કોરોના મહામારીની લડાઈમાં નૌકાદળના 57 સભ્યોની મેડિકલ ટિમ અમદાવાદમાં ડિપ્લોય કરાઈ છે. 4 ડોકટર્સ, 7 નર્સ, 20 પેરામેડીક સ્ટાફ અને 20 સપોર્ટ સ્ટાફ ડિપ્લોય કરાયા છે. પ્રધાનમંત્રીએ પી.એમ. કેર ફંડમાંથી 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર લેવાની મંજૂરી આપી છે.

અગાઉ મંજુર થયેલા 713 PSA પ્લાન્ટ ઉપરાંત નવા 500 પ્લાન્ટને પીએમ કેર ફંડમાંથી મંજૂરી અપાઈ છે. 21 એપ્રિલથી 9 મે સુધીમાં કેન્દ્ર ગુજરાતને રેમડેસિવિરના 3,07,000 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવશે. વિદેશી કંપનીઓ પાસેથી 4,50,000 રેમડેસિવિર લેવા માટે ભારત સરકારની કમ્પની HLL લાઈફ કેર લિમિટેડે ઓર્ડર આપ્યો છે.

Follow Us:
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">