GUJARAT : વીજ કંપની દ્વારા વસુલાતા વધારાના ચાર્જ મામલે હાઇકોર્ટનો ચુકાદો, ગ્રાહકોને ચાર્જ પરત કરવા આદેશ
GUJARAT : વીજ કંપની સાથે સંકળાયેલા ઉપભોક્તાઓ માટે આ મોટા રાહતના સમાચાર છે. ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટના ચૂકાદાથી લાખો વીજગ્રાહકોને રાહત મળશે.

GUJARAT : ગુજરાતની વીજ કંપનીઓના ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસૂલવા અંગે હાઇકોર્ટે વીજ કંપનીઓને ઝટકો આપ્યો છે. જર્ક દ્વારા નિયત ચાર્જથી વસૂલાયેલા વધુ રૂપિયા અરજદારોને પરત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. હાઇકોર્ટના આ આદેશ બાદ 2011થી 2014 સુધીમાં જે વીજ ગ્રાહકો પાસેથી વીજ કંપનીઓએ વધારાનો ચાર્જ વસૂલ્યો હશે અને ગ્રાહક ફરિયાદ કરશે તો એ ચાર્જ પરત કરવો પડશે.
વીજકંપનીના લાખો ઉપભોક્તાઓને રાહત મળી
વીજ કંપની સાથે સંકળાયેલા ઉપભોક્તાઓ માટે આ મોટા રાહતના સમાચાર છે. ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટના ચૂકાદાથી લાખો વીજગ્રાહકોને રાહત મળશે. કંપની દ્વારા ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જિસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીને પગલે કોર્ટે આ હુકમ કર્યો છે. વીજકંપની જર્ક દ્વારા નિયત ચાર્જથી વધુ રૂપિયા વસૂલવા અંગે હાઈકોર્ટે આ હુકમ આપ્યો છે.
હાઇકોર્ટે શું કર્યો આદેશ ?
હાઇકોર્ટના આદેશ પ્રમાણે અરજદારોને 4 અઠવાડીયામાં લીધેલી વધારાની રકમ પરત કરવામાં આવશે. હાઇકોર્ટના આ આદેશ બાદ 2011 થી 2014 સુધીમાં જે વીજ ગ્રાહકો પાસેથી વીજ કંપનીઓએ વધારાનો ચાર્જ વસુલ્યો હશે અને ગ્રાહકો ફરિયાદ કરશે તો એ ચાર્જ પરત કરવો પડશે. નવા કનેક્શન અંગે વધુ રકમ વસુલતા મામલો કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં ચૂકાદો વીજ કંપનીઓની તરફેણમાં આવ્યો છે.
ત્યારપછી ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનમાં ચુકાદો વીજ ગ્રાહકોની તરફેણમાં આવ્યો છે. જે પછી વીજ કંપનીઓએ હાઇકોર્ટમાં અરજી કરી, અને હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનના ચુકાદાને રદ્દ કર્યો છે. જે પછી વીજ ગ્રાહકોએ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો અને ડબલ બેન્ચ દ્વારા સિંગલ જજના ચુકાદાને રદ્દ કરીને વીજ કંપનીઓને વધારાની લોધેલી રકમ પરત કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.
આ પણ વાંચો : Rajkot જિલ્લામાં રસીકરણની ગતિ ધીમી, અંધશ્રધ્ધાના કારણે વિછીયામાં ઓછુ રસીકરણ
Latest News Updates





