Surat : ખટોદરા વિસ્તારમાં પેટ્રોલ પંપ ખાતે પાણીની બોટલના મુદ્દે મારામારી, એક યુવકનું મોત

Surat News :  સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ આવેલ સર્વોત્તમ પેટ્રોલ પંપ પર પાણીની બોટલમાં થયેલ મારામારીમાં રવિન્દ્ર નામના યુવકનું મોત થયું છે.

Surat : ખટોદરા વિસ્તારમાં પેટ્રોલ પંપ ખાતે પાણીની બોટલના મુદ્દે મારામારી, એક યુવકનું મોત
સુરત ખટોદરા પોલીસ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 02, 2021 | 3:47 PM

Surat News update :  સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર આવેલા બે યુવકો સાથે બોટલની બાબતમાં બોલાચાલ થયા બાદ પેટ્રોલ પંપના કર્મચારીઓએ (Employee) યુવકોને ઢોર માર માર્યો હતો. જેમાં હોસ્પિટલમાં (Hospital) સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું છે. ત્યારે હાલ, પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ આવેલ સર્વોત્તમ પેટ્રોલ પંપ પર રાત્રીના સમયે રવિન્દ્ર તેના મિત્ર સાથે પેટ્રોલ પંપ ગયો હતો. ત્યારે પેટ્રોલ પંપના (Petrol Pump) કર્મચારીઓ સાથે પાણીની બાબતમાં બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બનતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ખટોદરા પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

CCTVમાં સામે આવ્યું હતું કે,પેટ્રોલ પંપના કર્મચારીઓએ એકી સાથે યુવકો પર હુમલો કર્યો હતો.ખટોદરા પોલીસે હાલ CCTVના આધારે  તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

યુવકના પરિવારજનોનું કહેવું છે કે, “પેટ્રોલપંપના કર્મચારીઓ દ્વારા રવિન્દ્રને ઢોર માર મારવામાં આવતા તેનું મોત થયું છે, ત્યારે પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.”

ઉલ્લેખનીય છે કે, શરુઆતમાં કસ્ટોિયડલ ડેથ ( Custodial Death ) થયું હોવાનું માનવામાં આવતુ હતુ. પરંતુ પેટ્રોલપંપના CCTV જોતા સમગ્ર હકિકત સામે આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">