ગુજરાત સરકાર શનિવારે ઉજવશે વિકાસ દિવસ, અમિત શાહ 1400 કરોડથી વધુના વિકાસ કામો અને વતન પ્રેમ યોજનાનું કરશે લોન્ચિંગ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી લોકાર્પણ કરશે. તેમજ તેની સાથે જ વતન પ્રેમ યોજનાનું પણ લોન્ચિંગ કરશે.

ગુજરાત સરકાર શનિવારે ઉજવશે વિકાસ દિવસ, અમિત શાહ 1400 કરોડથી વધુના વિકાસ કામો અને વતન પ્રેમ યોજનાનું કરશે લોન્ચિંગ
gujarat govt to celebrate development day on saturday amit shah to launch rs1400 crore development works and vatan prem yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 7:03 AM

ગુજરાત(Gujarat)  સરકાર શનિવારે તેના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ દિવસની ઉજવણી કરશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah)  1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી લોકાર્પણ કરશે. તેમજ તેની સાથે જ વતન પ્રેમ યોજનાનું પણ લોન્ચિંગ કરશે.

તા. ૭મી ઓગસ્ટ, ૨૦૨૧ શનિવાર ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભારતના ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે.

તેઓ વિકાસ દિવસે ‘‘વતનપ્રેમ’’યોજનાનો શુભારંભ પણ કરાવવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. ૩૮૨ કરોડના રપ હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. ૭૦૩ કરોડના ૪૬ હજાર આવાસનું ખાતમૂહર્ત થશે. આઇ.ટી.આઇ.ના રૂ. ૨૪૫ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે.

નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?

વિકાસ દિવસે રૂ. ૪૮૯ કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂ. ૪૬૪ કરોડના બ્રિજનો લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(EWS/LIG સહિત)ના નિર્માણ પામેલા રૂ. ૩૨૩ કરોડના ૫૧૭૦ આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે. રૂ. ૨૮૬ કરોડના GEB ૨૧ સબ સ્ટેશનોનું લોકાર્પણ અને ૮ સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂ. ૨૬૫ કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે.

આ દિવસે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨૫૫ કરોડના ૧૫૧ બસો, ૫ બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે. બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂ. ૧૫૩ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કરાશે. સૌની યોજના – વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) ૫૩.૫૩૨ કિ.મી.ની રૂ. ૧૪૬ કરોડની પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૯૭ કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૭૫ કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂ. ૨૩ કરોડના બે બ્રિજનું લોકાર્પણ થશે. આમ કુલ આશરે રૂ. ૩૯૦૬ કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવશે.

વિકાસ દિવસે જિલ્લા દીઠ ૧ અને મહાનગર પાલિકા દીઠ ૧ મળીને કુલ ૪૧ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, લોકાર્પણ અને ખાતમુહર્તના સ્થળે મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમો યોજવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad : 200 વર્ષ જુના વિક્ટોરિયા ગાર્ડનને રીડેવલપ કરાશે, હેરીટેઝ લુક અપાશે

આ પણ વાંચો : DANG : ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 2021ની શરૂઆત, કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન

g clip-path="url(#clip0_868_265)">