Gujarat GMERS Strike: રાજ્યની આરોગ્ય સ્થિતિ જોઈને ડોક્ટરોએ સરકારનું નાક દબાવ્યુ, કોવિડ દર્દીઓની સારવાર બંધ કરવાની ચિમકી

Gujarat GMERS Strike: રાજયની GMERSના તબીબો અને કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. રાજ્યની આરોગ્ય સ્થિતિ વચ્ચે સરકાર પર દબાણ વધારવા માટે 8 મેડિકલ કોલેજના ડૉકટર પ્રાધ્યાપકો અને કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. એટલું જ નહીં, ડૉકટર પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ કોવિડ દર્દીની સારવાર બંધ કરવાની પણ ચીમકી આપી છે.

| Updated on: May 12, 2021 | 9:52 AM

Gujarat GMERS Strike: રાજયની GMERSના તબીબો અને કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. રાજ્યની આરોગ્ય સ્થિતિ વચ્ચે સરકાર પર દબાણ વધારવા માટે 8 મેડિકલ કોલેજના ડૉકટર પ્રાધ્યાપકો અને કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. એટલું જ નહીં, ડૉકટર પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ કોવિડ દર્દીની સારવાર બંધ કરવાની પણ ચીમકી આપી છે.

તબીબો અને પ્રધ્યાપકો 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી છે. આ હડતાળમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા અને નવસારીના તબીબો જોડાયા છે. પડતર માગણીઓના પ્રશ્નનો નિવેડો નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળની પણ ચિમકી તબીબો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતમાં એક તરફ કોરોનાની સ્થિતિ સુધરી રહી છે પણ બીજી તરફ સરકારની ચિંતા ઘટવાનું નામ નથી લઈ રહી કારણકે કોરોના સામેના આ યુદ્ધમાં પહેલી હરોળના યોદ્ધાઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યમાં GMERS સંચાલિત 8 મેડિકલ કોલેજના ડૉક્ટર પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ હડતાળ પર ઉતરી ગયા છે.

આ તબીબો અને પ્રધ્યાપકોનું કહેવું છે કે 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. અમદાવાદ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા અને નવસારીના તબીબો આ હડતાળમાં જોડાયા છે.

વડોદરામાં તબીબોએ કોવિડ સિવાયની તમામ કામગીરી કરી બંધ કરી દીધી છે.. અને બુધવારથી કોવિડની કામગીરી પણ તેઓ બંધ કરી દેશે. તેઓ ફક્ત 24 કલાક સુધી જ કોવિડના દર્દીઓની સારવાર કરશે.. આવતીકાલે સવારે 11 વાગ્યા બાદ કોવિડના દર્દીઓની સારવાર પણ નહીં કરે. તબીબોએ રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે  જો 24 કલાકમાં તેમની પડતર માગણીઓના પ્રશ્નનો નિવેડો નહીં આવે તો આવતીકાલથી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જશે.

ઈન્ટર્ન તબીબો કોરોનામાં છેલ્લા નવ મહિનાથી સતત કામ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં 300 જેટલા ઈન્ટર્ન તબીબો કોરોના સંક્રમિત થયા છે. આ તબીબો સ્ટાઈપેન્ડ વધારવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ કોઈ ઉકેલ ના આવતાં હવે અચોક્કસ મુદ્તની હડતાળ પાળવાનું નક્કી કર્યુ છે. ઈન્ટર્ન તબીબોની એવી પણ માગ છે કે તેઓ એપ્રિલ મહિનાથી સતત ફરજ બજાવી રહ્યા છે.

ઇન્ટર્ન ડોક્ટર્સની માગ છે કે સ્ટાઇપેન્ડ 12,800થી વધારી 20 હજાર કરવામાં આવે, કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ આપવામાં આવે, કોવિડમાં ફરજ બદલ પ્રતિદિન 1 હજાર પ્રોત્સાહન વેતન આપવામાં આવે, વધારાનું એરિયર્સ એપ્રિલ મહિનાથી આપવામાં આવે, ઇન્ટર્નશિપ સમયગાળાને બોન્ડ સમયગાળા સાથે ગણવામાં આવે અને ઇન્ટર્નશિપ પૂર્ણ થતા બોન્ડ મુક્ત ગણવાની પણ માગ તબીબો કરી રહ્યા છે.

તબીબોએ રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્ય સરકાર કોઈ નક્કર નિર્ણય કે પગલાં નહીં લે તો અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">