Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા, એક વ્યકિતનું મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 26 માર્ચના રોજ કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા, એક વ્યકિતનું મૃત્યુ
Gujarat Corona Update
Follow Us:
| Updated on: Mar 26, 2023 | 8:09 PM

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 26 માર્ચના રોજ કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે.જેમાં અમદાવાદમાં 118, રાજકોટમાં 30, સુરતમાં 25, મોરબીમાં 17, વડોદરામાં 16, રાજકોટ જિલ્લામાં 14, વડોદરા જિલ્લામાં 14, સુરત જિલ્લામાં 08, અમરેલીમાં 06, જામનગરમાં 06, મહેસાણામાં 06, સાબરકાંઠામાં 06, ભાવનગરમાં 05, કચ્છમાં 05, બનાસકાંઠામાં 04, પાટણમાં 04, વલસાડમાં 04, ગાંધીનગરમાં 03, પોરબંદરમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, નવસારીમાં 02, ભરૂચ 01,ભાવનગરમાં 01અને ખેડામાં 01 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1697 એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ 99.00 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 134 દર્દી સાજા થયા છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.

આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદમાં 50થી વધુ બ્રિજની ડિઝાઈનનું કામ કોઈપણ ટેન્ડર વગર ઈન્ફિનીઝી કન્સલ્ટન્ટને આપી દેવાતા ઉઠ્યા સવાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">