Gujarati Video: ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું કાર્યકરોને આહ્વાન

Navsari: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવસારી ભાજપના કાર્યકરોને સંબોધતા ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાનું આહ્વાન કર્યુ હતુ. પાટીલે જણાવ્યુ કે પેજ પ્રમુખ અભિયાનને હવે દેશભરમાં ભાજપ અમલી બનાવી રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 6:27 PM

ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવા ભાજપ પ્રદેશ પ્રમુખે કાર્યકરોને આહવાન કર્યું. નવસારી ભાજપના કાર્યકરોને સંબોધતા સી. આર. પાટીલે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષોની ડિપોઝીટ જપ્ત થાય તેવું પરિણામ મેળવવાનું છે. નવસારીએ શરૂ કરેલા પેજ પ્રમુખ અભિયાનને હવે દેશભરમાં ભાજપ અમલી બનાવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય પક્ષો પણ પેજ પ્રમુખની સફળ ફોર્મ્યૂલાને અમલમાં મૂકવા મથામણ કરે છે.

નવસારીના ગણદેવી તાલુકામાં ગણદેવી ભાજપ દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ નવસારી દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી લોકસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ એવા સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલના હસ્તે 16,000 થી વધુ લોકોને આ શ્રમિક કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સી.આર. પાટીલના હસ્તે કાર્ડ આપ્યા બાદ લોકસભાની ચૂંટણીને લઈને સીઆર પાર્ટીને મહત્વનું નિવેદન કર્યું. 2024 માં લોકસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે, જેના માટે સી.આર. પાર્ટીલે અત્યારથી જ તૈયારીઓ અને મીટીંગો શરૂ કરી છે. પાટીલે જણાવ્યુ કે આ વખતે સામેવાળી પાર્ટીમાં જે કોઈપણ ઉમેદવાર ઉભો રહે કે પછી અપક્ષ ઉમેદવાર ઉભો રહે એની ડિપોઝિટ પરત ન આવવી જોઈએ અને આ વખતે તમામ લોકસભા બેઠક પર 5 લાખથી વધુ લીડ સાથે જીતવાના પ્રયાસો કરવામાં આવશે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Video : ભાજપ પ્રદેશ પ્રમુખે સી આર પાટીલે રાહુલ ગાંધીની સજા મામલે આપી પ્રતિક્રિયા, સાંભળો શું જણાવ્યુ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">