ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015નું સર્ટિફિકેશન એનાયત, દેશમાં એકમાત્ર CMO

|

Jul 01, 2024 | 3:54 PM

આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત સર્ટિફિકેશન એનાયત મુખ્યમંત્રી કાર્યાલયને એનાયત કરાયું છે. મુખ્યમંત્રીના કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત તેમજ સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને લઈ ISO 9001:2015 સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015નું સર્ટિફિકેશન એનાયત, દેશમાં એકમાત્ર CMO
દેશમાં એકમાત્ર CMO

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન એનાયત થયું છે. આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત સર્ટિફિકેશન એનાયત મુખ્યમંત્રી કાર્યાલયને એનાયત કરાયું છે. મુખ્યમંત્રીના કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત તેમજ સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને લઈ આ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.

પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત સર્ટિફિકેશન મળ્યું હતું. જે બાદ સતત 2009 થી અત્યાર સુધી ISO પ્રમાણપત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને મળી રહ્યું છે. આ શરુઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયે શરુ થઈ હતી. જે આજ સુધી જળવાઈ રહી છે. જે ગુજરાત માટે ગૌરવ છે.

દેશમાં એકમાત્ર મુખ્યમંત્રી કાર્યાલય

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી કાર્યાલયને આંતરરાષ્ટ્રીય માપદંડ એટલે કે, ISO બેન્‍ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું. જેને સતત જાળવી રાખતા અત્યાર સુધી આ ગૌરવ જળવાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ ISO 9001:2015 સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું હતું. જેને પ્રથમવાર 2009માં એનાયત કરવામાં આવ્યું હતું.

ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર
ફેટી લીવર હોય તો સવારે શું ખાવું ?
વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?

તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ 2009થી સતત જાળવી રાખી છે. 2009 થી 2023 સુધી સળંગ પાંચ ત્રિ-વાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રકારની વિશેષ ગૌરવ સિદ્ધિ દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે પ્રાપ્ત કરી છે.

આગામી ત્રણ વર્ષ માટે સર્ટિફિકેશન એનાયત

જે પ્રકારે મુખ્યમંત્રી કાર્યાલયની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સ્વાગત કાર્યક્રમ તથા ISO ઓડિટની પરંપરાને આગળ ધપાવવામાં આવી રહી છે. જે સફળતાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયને વર્ષ 2024 થી 2026 સુધીના સમયગાળા માટેની સાયકલ માટે ISO 9001:2015 સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે. આમ સતત છઠ્ઠી વખત આ સર્ટિફિકેશન કાર્યાલયને મળ્યું છે.

વર્ષ 2024 થી 2026ની સાયકલ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ISO સર્ટિફિકેશન ટેક્નોક્રેટ કન્સલ્ટન્ટના ડિરેક્ટર ભાવિન વોરા તથા સર્ટિફાઇંગ એજન્સી-બ્યુરો વેરિટાસના અધિકારીઓ દ્વારા અર્પણ કરાયું હતું. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, તેમના કાર્યાલય દ્વારા સુનિશ્ચિત માપદંડ સાથે કાર્યસિદ્ધિ, ક્ષમતા અને અસરકારકતા તથા સમયબદ્ધતા દ્વારા લોકોની અપેક્ષાની પૂર્તિને હાંસલ કરવા સતત પ્રતિબદ્ધ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિંતન અને ઉત્તમ જનસેવા સંકલ્પને સાકાર કરવાના અવિરત પ્રયાસના ફળ સ્વરુપ ISO 9001:2015 સર્ટિફિકેશન મળ્યું છે. આ માટે ટીમ CMOને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

 

 

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વકપ જીતને લઈ જશ્નનો માહોલ, હિંમતનગરના ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article