વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક

05 July, 2024

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી T-20 વર્લ્ડ કપમાં ટાઇટલ જીત્યા બાદ તેના બાળપણના કોચ રાજકુમાર શર્માને મળ્યો હતો.

રાજકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મીટિંગની તસવીરો શેર કરી છે.

તસવીરમાં જોઈ શકાય છે કે મીટિંગ દરમિયાન વિરાટ કોચને ગળે લગાડતા ભાવુક જોવા મળ્યો હતો.

કોહલી જ્યારે પણ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરે છે, ત્યારે તે ચોક્કસપણે તેના બાળપણના કોચને મળે છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલમાં મહત્વની ઈનિંગ રમી હતી.

કોહલીએ 59 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા.

આ ખિતાબ જીત્યા બાદ તરત જ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી દીધી હતી.

કોચ રાજકુમારે પણ તેની નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા આપી હતી. એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત દરમિયાન કોચે કહ્યું - 'હું તેના નિર્ણયની પ્રશંસા કરું છું.'

રાજકુમારે આગળ કહ્યું કે - 'વિરાટે એક મોટા અવસર પર જાહેરાત કરી છે. કોઈપણ ખેલાડી માટે આ યોગ્ય સમય છે.

તેણે વધુમાં કહ્યું કે - 'ભારત જીત્યું છે અને વિરાટ કોહલી તેની ફાઈનલમાં 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો છે.'