મોરબીના માળિયામાં જાહેરમાં ફાયરિંગની ઘટના સાથે ભાવનગરમાં લગ્નમાં બંદૂકની ગોળીથી એકનું મોત

મોરબી જિલ્લાના માળિયાના વાધરવા ગામે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં લગ્નના વરઘોડામાં ધડાધડ ફાયરિંગ થતાં જોવા મળે છે. જાહેરમાં 6થી 7 લોકો હથિયાર સાથે કાયદાની જરા પણ પરવા કર્યા વિના ફાયરિંગ કરતાં જોવા મળે છે. જેમાં અનેક વખત હવામાં ફાયરિંગ થતું દેખાય છે. વાયરલ વીડિયોમાં વરરાજા સત્યપાલસિંહ જાડેજા પણ ઘોડી પર […]

મોરબીના માળિયામાં જાહેરમાં ફાયરિંગની ઘટના સાથે ભાવનગરમાં લગ્નમાં બંદૂકની ગોળીથી એકનું મોત
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 5:03 PM

મોરબી જિલ્લાના માળિયાના વાધરવા ગામે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં લગ્નના વરઘોડામાં ધડાધડ ફાયરિંગ થતાં જોવા મળે છે. જાહેરમાં 6થી 7 લોકો હથિયાર સાથે કાયદાની જરા પણ પરવા કર્યા વિના ફાયરિંગ કરતાં જોવા મળે છે. જેમાં અનેક વખત હવામાં ફાયરિંગ થતું દેખાય છે. વાયરલ વીડિયોમાં વરરાજા સત્યપાલસિંહ જાડેજા પણ ઘોડી પર બેસી ફાયરિંગ કરતાં દેખાય છે. લગ્ન પ્રસંગમાં ફૂલેકા અને મંડપ પાસે હવામાં ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. ત્યારે હવે પોલીસે ફાયરિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.

આ પણ વાંચોઃ LRD વિવાદ મુદ્દે સરકારના નવા ફોર્મ્યુલાથી બંને પક્ષ નારાજ!…ગાંધીનગરમાં યથાવત્ રાખશે આંદોલન

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ભાવનગરના વલ્લભીપુરમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ દરમિયાન એકનું મોત થયું છે. ઘટના છે પચ્છેગામની. જ્યાં ગત રાત્રે રામદેવસિંહ તખુભા ગોહિલના પુત્ર ધમભા ગોહિલના લગ્ન હતા. લગ્ન પ્રસંગ નિમિત્તે દાંડિયા રાસ ચાલી રહ્યો હતો. લોકો રાસ રમવામાં મસ્ત હતા. તે દરમિયાન આમંત્રિત મહેમાનમાંથી કોઈ એક શખ્સે પોતાના હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. અને બંદૂકની ગોળી 20 વર્ષના યુવકને વાગી હતી. જેને સારવાર માટે તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">