Breaking News : ‘દાદા’ની નવી ટીમે લીધા શપથ ! જાણો નવામંત્રી નિયુક્ત કરવા પાછળનું ગણિત
રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે આજે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લીધા છે. ભાજપની સરકારમાં આગામી 2 વર્ષ માટે નવું મંત્રીમંડળ રચવામાં આવ્યુ છે.

રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે આજે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ શપથ લીધા છે. ભાજપની સરકારમાં આગામી 2 વર્ષ માટે નવું મંત્રીમંડળ રચવામાં આવ્યુ છે. આજે હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીઓએ આજે શપથ લીધા છે. હર્ષ સંઘવીએ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. ત્યારે નવા મંત્રી મંડળમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકીએ રિપીટ થયા છે.
નવા અને રિપીટ મંત્રીઓની યાદી
આ વખતે પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ અને પુરસોત્તમ સોલંકી, કનુ દેસાઇ ફરીથી મંત્રી તરીકે શપથ લેશે. લવિંગજી ઠાકોર અને કુમાર કાનાણી જેવા ચહેરાઓને મંત્રીમંડળમાં નવી એન્ટ્રી મળશે. તો 20 જેટલા નવા ચહેરા આ મંત્રીમંડળમાં જોવા મળી શકે છે.
મંત્રીમંડળમાં 4 આદિવાસી નેતાઓને મળ્યું સ્થાન
મંત્રીમંડળમાં 4 આદિવાસી નેતાઓને દાદાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. 3 sc નેતાઓઓને સ્થાન મળ્યુ છે. હાલમાં જે પી નડ્ડા મુખ્યમંત્રી નિવાસ્થાન પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ CM નિવાસસ્થાન પહોંચ્યા છે.
ઋષિકેશ પટેલે મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યુ
ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પરથી સતત 4 વખત ચૂંટાયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આરોગ્ય પ્રધાન રહ્યા. 1990માં એલકે અડવાણી સાથે રથયાત્રા સાથે કારકીર્દીની શરૂઆત કરી. 2007માં તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની જવાબદારી સંભાળી. 2016માં વિસનગર APMCમાં ચેરમેન રહ્યા. ધારાસભ્ય તરીકે 95 ટકા ગ્રાન્ટનો ઉપયોગ કર્યો હતો.
જાણો શું છે ગણિત
નવનિયુક્ત મંત્રીઓ ભારતીય જનતા પાર્ટીએ 8 જેટલા મંત્રીઓ OBCમાંથી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 3 જેટલા મંત્રીને SCમાંથી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ 4 જેટલા મંત્રી STમાંથી નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવનિયુક્ત મંત્રીઓની યાદી જુઓ
| ક્રમ | નામ | મતવિસ્તાર |
| 1 | ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ | 41 – ઘાટલોડિયા |
| 2 | ત્રિકમ બીજલ છાંગા | 4 – અંજાર |
| 3 | સ્વરૂપજી સરદારજી ઠાકોર | 7 – વાવ |
| 4 | પ્રવિણકુમાર ગોરધનજી માળી | 13 – ડીસા |
| 5 | ઋત્વિકેશ ગણેશભાઈ પટેલ | 22 – થરવસનગર |
| 6 | પી.સી. બરાંડા |
30 – દાહોદ (અ.જ.જ્ઞિ.)
|
| 7 | દર્શના એમ. વાઘેલા |
56 – અસારવા (અનુ.જાતિ)
|
| 8 | કાંતિલાલ શીવલાલ અમૃતિયા | 65 – મોરબી |
| 9 | કુવરજીભાઈ મોહનભાઈ બાવળિયા | 72 – જસદણ |
| 10 | રેવાબા રવિન્દ્રસિંહ જાડેજા |
78 – જામનગર ઉત્તર
|
| 11 | અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા | 83 – પોરબંદર |
| 12 | ડૉ. પ્રદ્યુમન વાજા |
92 – કોડીનાર (અનુ.જાતિ)
|
| 13 | કૌશીક કાંતિભાઈ વેકરિયા | 95 – અમરેલી |
| 14 | પુરૂષોત્તમભાઈ ઓ. સોલંકી |
103 – ભાવનગર ગ્રામ્ય
|
| 15 | જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી |
105 – ભાવનગર પશ્ચિમ
|
| 16 | રમણભાઈ ભીખાભાઈ સોલંકી | 109 – બોરસદ |
| 17 | કમલેશભાઈ રમેશભાઈ પટેલ | 113 – પેટલાદ |
| 18 | સંજયસિંહ વિજયસિંહ મહિદા | 118 – મહુધા |
| 19 | રમેશભાઈ ભુરાભાઈ કટારા |
129 – ફતેપુરા (અ.જ.જ્ઞિ.)
|
| 20 | મનીષા રાજીવભાઈ વકીલ |
141 – વડોદરા શહેર (અ.જાતિ)
|
| 21 | ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ | 154 – અંકલેશ્વર |
| 22 | પ્રફુલ પાનસેરીયા | 158 – કામરેજ |
| 23 | હર્ષ રમેશભાઈ સાંઘવી | 165 – મજુરા |
| 24 | ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત |
172 – સોનગઢ (અ.જ.જ્ઞિ.)
|
| 25 | નરેશભાઈ મગનભાઈ પટેલ |
176 – ગણદેવી (અ.જ.જ્ઞિ.)
|
| 26 | કનુભાઈ મોહનલાલ દેસાઈ | 180 – પારડી |