Gujarat Budget 2024: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ જાહેર કરાઈ

|

Feb 02, 2024 | 1:14 PM

આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1 લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ.

Gujarat Budget 2024: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ જાહેર કરાઈ
Gujarat Budget 2024

Follow us on

નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ. વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ દરમિયાન આદિજાતિ વિકાસને લઇને કેટલીક જોગવાઇ કરવામાં આવી છે, વાંચો અહેવાલ

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના ક્ષેત્રે લાભ આપવામાં આવી રહેલ છે.

શૈક્ષણિક ઉત્કર્ષ

• આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1 લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ.
• અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 584 કરોડની જોગવાઈ.
• આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે 539 કરોડનું આયોજન.
• સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના 70 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 269 કરોડની જોગવાઈ.
• સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડની જોગવાઇ.
• પ્રિ-મેટ્રિકના આશરે 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 176 કરોડની જોગવાઈ.
• દૂધ સંજીવની યોજના અંતર્ગત 150 કરોડની જોગવાઇ.
• ધો. 1 થી 8 માં અભ્યાસ કરતાં અંદાજે 13 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 120 કરોડની જોગવાઈ.
• અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 3900 વિદ્યાર્થીઓ માટે 23કરોડની જોગવાઇ.
• ધો.9 માં અભ્યાસ કરતી અંદાજે ૩૯ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા `૨૧ કરોડની જોગવાઈ.
• ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા 14 કરોડની જોગવાઈ.
• રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 6 કરોડની જોગવાઈ.
આર્થિક ઉત્કર્ષ

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

• મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ `૧૩૪ કરોડની જોગવાઈ.
• કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 35 કરોડની જોગવાઇ.
• આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000 થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે 26 કરોડની જોગવાઇ.
• માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા 17 કરોડની જોગવાઈ.
• આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્‍સરી શરૂ કરવા માટે ડોકટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે 13 કરોડની જોગવાઇ.
• સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 13 કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેન્‍ક લોન પર સહાય આપવા માટે 6 કરોડની જોગવાઇ.

અન્ય

• અનુસૂચિત જનજાતિના લોકોને નિ:શુલ્ક તબીબી સહાય યોજના અંતર્ગત ક્ષય, રક્તપિત્ત, કેન્‍સર, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, એઇડ્સ જેવા ગંભીર રોગોની સારવાર માટે હાલ આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 33 કરોડની જોગવાઇ.

Next Article