ગુજરાત ભાજપનાં પ્રમુખ બદલાતા જ પક્ષમાં ફેરફારની મોસમ પૂરબહારમાં,સરકારથી લઈ પ્રધાન મંડળમાં પણ બદલાવ આવવાની શક્યતા

પ્રદેશ ભાજપ સંગઠન બાદ સરકારમાં ફેરફાર થવાની સાથેસાથે પ્રધાનમંડળમાં પણ થઇ શકે છે ફેરફાર. CM રૂપાાણીની રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ અટકળો તેજ બની છે. તો ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ દિલ્લીની મુલાકાતે પહોચ્યા છે.ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટમાં મળી શકે છે સ્થાન તો જીતુ વાઘાણીને પ્રધાનમંડળમાં મળી શકે છે સ્થાન, વાઘાણીને સ્થાન મળે તો […]

ગુજરાત ભાજપનાં પ્રમુખ બદલાતા જ પક્ષમાં ફેરફારની મોસમ પૂરબહારમાં,સરકારથી લઈ પ્રધાન મંડળમાં પણ બદલાવ આવવાની શક્યતા
http://tv9gujarati.in/gujarat-bjp-na-p…andal-ma-ferfaar/
Follow Us:
| Updated on: Jul 23, 2020 | 6:45 AM

પ્રદેશ ભાજપ સંગઠન બાદ સરકારમાં ફેરફાર થવાની સાથેસાથે પ્રધાનમંડળમાં પણ થઇ શકે છે ફેરફાર. CM રૂપાાણીની રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ અટકળો તેજ બની છે. તો ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ દિલ્લીની મુલાકાતે પહોચ્યા છે.ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટમાં મળી શકે છે સ્થાન તો જીતુ વાઘાણીને પ્રધાનમંડળમાં મળી શકે છે સ્થાન, વાઘાણીને સ્થાન મળે તો વિભાવરી દવે અથવા પુરષોત્તમ સોલંકીને પડતા મૂકવા પડે તેવી સ્થિતનું નિર્માણ થઈ શકે છે. CM રૂપાણીની ટીમમાં હાલમાં વિભાવરીબેન દવે એક માત્ર મહિલાપ્રધાન છે અને પુરષોત્તમ સોલંકી નાદુરસ્ત તબિયતના કારણે નથી આપી શકતા હાજરી પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી પુરષોત્તમ સોલંકીને પડતા મૂકવા અશક્ય છે તો બની શકે કે કુમાર કાનાણીને પ્રધાનમંડળમાંથી પડતા મૂકી શકાય તેમ છે કેમકે કુમાર કાનાણી સતત વિવાદોમાં રહેવાના કારણે લેવાઇ શકે છે નિર્ણય. વાસણ આહીરને પણ ડ્રોપ કરવાની ચર્ચા ચાલી રહી છે અને વની એન્ટ્રી તરીકે સંગીતા પાટીલને મંત્રી મંડળમાં મળી શકે છે સ્થાન. મધ્ય ગુજરાતનું નેતૃત્વ મજબૂત કરવા રાજેન્દ્ર ત્રિવેદીનો પ્રધાનમંડળમાં થઇ શકે છે સમાવેશ, અગાઉ રાજેન્દ્ર ત્રિવેદી રૂપાણી સરકારના પ્રધાન રહી ચૂક્યા છે અને ગણપત વસાવાને વિધાનસભા અધ્યક્ષ બનાવાય તેવી શક્યતાઓ છે અને અગાઉ ગણપત વસાવા રહી ચૂક્યા છે અધ્યક્ષ. સચિવાલયમાં બ્રિજેશ મેરજા અને આત્મારામ પરમારના નામની ચર્ચાએ જોર પકડ્યું છે કેમ કે મેરજા અને આત્મારામ પરમારનો દારોમદાર પેટાચૂંટણી પર નિર્ભર છે અને આત્મારામ પરમારને ચૂંટણી લડાવવામાં આવે અને જીતે તો પ્રધાનમંડળમાં મળી શકે છે સ્થાન. જો આત્મારામ પરમારને પ્રધાન બનાવાય, તો ઇશ્વર પરમારને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવા પડે તેમ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">