ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો, પાંચ વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 હજારનો ઘટાડો થયો છે.ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે જે  ગુજરાત  સરકાર માટે ચિંતાજનક છે.

ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો, પાંચ વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા
Gujarat Standard 12 Science 35 thousand students dropped in five years
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jul 18, 2021 | 6:48 PM

રાજ્યમાં સાયન્સ(Science) ના વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.સાયન્સમાં વિદ્યાર્થી(Student) ઓની સંખ્યામાં થયેલો ઘટાડો શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 હજારનો ઘટાડો થયો છે.

રાજ્ય સરકાર વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ વધે તે માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે.જ્યારે બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો રસ અને રુચિ વધવાને બદલે ઘટી રહી છે. જેના કારણે સાયન્સમાં છેલ્લા પાંચ વર્ષમાં 34720 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.2017માં ધોરણ 12 સાયન્સમાં 1,41,984 વિદ્યાર્થીઓ નોંધાયા હતા..જેની સંખ્યા 2021માં ઘટીને 1,07, 264 પહોંચી ગઈ છે.. દર વર્ષે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ 12 સાયન્સમાં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો 2017માં 141984, 2018માં 134439, 2019માં 123860, 2020માં 116494 અને 2021માં 107264 વિદ્યાર્થીઓ નોંધાયા છે.છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થઇ રહ્યો છે.

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ નોકરીની તકો ઘટી ગઈ છે.વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને તક આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.અને શિક્ષણના વેપારીકરણના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે જે ગુજરાત માટે ચિંતાજનક છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિજ્ઞાન પ્રવાહ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક છાપ ઉભી થઇ છે કે એન્જીનીયરીંગ અને મેડિકલમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં જાય છે.પરંતુ એક્ચ્યુઅલ સાયન્સ અને રિસર્ચ માટે વિદ્યાર્થીઓ નીરસ જોવા મળી રહ્યા છે..પીઆરએલ, ઈસરો જેવી સંસ્થાઓ અમદાવાદમાં હોવા છતાં આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ આવતા નથી.સાયન્સને માત્ર એન્જીનીયરીંગ અને મેડિકલ પૂરતું સીમિત બનાવી દીધું છે.મેડિકલ અને એન્જીનીયરીંગમાં નોકરીની તકો ઓછી હોવાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો છે.

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા પાછળ શિક્ષણવિદ ઉમેશ જોષીના જણાવ્યા મુજબ ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓ ઘટવાનું મુખ્ય કારણ સતત બદલાતી શિક્ષણ પદ્ધતિ છે.2014થી દર વર્ષે શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ બદલાતી રહે છે.સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવી પછી ફરીથી બંધ કરાઇ, પરીક્ષા પદ્ધતિમાં સતત બદલાવ કરવામાં આવ્યા, JEE, NEET અને ગુજસેટ જેવી પરીક્ષાઓમાં દર વર્ષે ફેરફારો કરવામાં આવ્યા.એક વખત ગુજસેટના આધારે મેડીકલમાં પ્રવેશ મળે તો બીજા વર્ષે નિર્ણય બદલીને નીટ લાગુ કરવામાં આવે.જેના કારણે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે જે  ગુજરાત  સરકાર માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો :  Mumbai Rain Update: માયાનગરીને પાણી પહોંચાડતો વિહાર ડેમ થયો ઓવરફ્લો

આ પણ વાંચો :  Sara Ali Khan એ 30 સેકન્ડમાં દેખાડ્યા 15 એક્સપ્રેશન, ક્યુટનેસનાં ચાહકો થયા દિવાના

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">