Mumbai Rain Update: માયાનગરીને પાણી પહોંચાડતો વિહાર ડેમ થયો ઓવરફ્લો

મુંબઈમાં અવિરત વરસાદને પગલે વિહાર ડેમમાં પાણીની આવક થઈ છે. ત્યારે વિહાર ડેમનું જળ સ્તર સુધરતા મુંબઈવાસીઓની પાણીની સમસ્યા હલ થઈ છે.

Mumbai Rain Update: માયાનગરીને પાણી પહોંચાડતો વિહાર ડેમ થયો ઓવરફ્લો
Mumbai Rain Update: Vihar Dam overflows
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 12:59 PM

મુંબઈમાં અવિરત વરસાદને પગલે સમગ્ર શહેર પાણી પાણી થયું છે. ત્યારે મુંબઈને પીવાનું પાણી પહોંચાડતો તુલસી ડેમ (Tulsi Dam) ઓવરફ્લો થયા બાદ વિહાર ડેમ પણ ઓવરફ્લો (Vihar Dam) થયો છે.મહત્વનું છે કે, મુંબઈ શહેરને તુલસી ડેમ પછી સૌથી વધારે પાણી વિહાર ડેમ દ્વારા પહોંચાડવામાં આવે છે.

છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે વિહાર ડેમના જળ સ્તરમાં સતત વધારો જોવા મળ્યો હતો.ત્યારે આજે ભારે વરસાદને પગલે વિહાર ડેમમાં ઓવરફ્લોની(Overflow) સ્થિતિ સર્જાઈ છે.

વિહાર ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા મુંબઈવાસીઓ માટે પાણીની સમસ્યા દુર થઈ ગઈ છે. કોર્પરેશન વિસ્તારમાં(Corporation Area) આવેલું વિહાર તળાવ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં એલર્ટ (Alert)આપવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

મહત્વનું છે કે, આજે પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જેને લઈને શહેરમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert)પણ જાહેર કરવામાં આવ્યું છે. હાલ,મેઘના તાંડવથી શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે,મુંબઈમાં આસમાની આફતથી અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત થયા છે. જ્યારે,હજુ 7 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે.હાલ, કાટમાળમાં દબાયેલા લોકોનું રેસક્યું કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

આ પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં મુશ્કેલીનો મેઘ, અંધેરી પશ્વિમ વિસ્તારમાં લોકોના ઘરમાં ઘુસ્યા વરસાદી પાણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">