AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022 : ચૂંટણી પૂર્વે પાટીદારોઓની સંસ્થા SPG સક્રિય, સરકાર પાસે કરી આ માંગ

લાલજી પટેલે કહ્યું કે, સરકારે કહ્યું તમામ કેસો પરત લઇશું અને શહીદ થયેલા યુવાનોના પરિવારના સભ્યોને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપીશું. આ વાત 2017ની ચૂંટણીમાં પણ કહેતા હતા અને હવે 2022ની ચૂંટણી પહેલા પણ આ વાત થઇ રહી છે.

Gujarat Assembly Election 2022 : ચૂંટણી પૂર્વે પાટીદારોઓની સંસ્થા SPG સક્રિય, સરકાર પાસે કરી આ માંગ
Surat SPG Press Meet
Baldev Suthar
| Edited By: | Updated on: May 22, 2022 | 6:02 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે તમામ પાર્ટીઓ સાથે અલગ અલગ જિલ્લાઓની મોટી સંસ્થાઓ પણ પોતાની અલગ અલગ માંગ લઇને લોકો સામે આવી રહ્યા છે. જેમાં અલગ અલગ સમાજ અને સંસ્થાઓ તેમની માંગના આધારે જે તે પાર્ટી ને સપોર્ટ કરશે તેવી વાતો કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય એસપીજી(SPG)સંસ્થા ફરીથી એક્ટિવ થઇ છે. જેમાં સુરતમાં (Surat)  એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર SPG દ્વારા 2015 પહેલાથી પાટીદાર સમાજને અનામત મળે તે માટે આંદોલનની શરૂઆત કરવામાં આવી. SPG દ્વારા હાંકલ કરવામાં આવી ત્યારે લાખો યુવાનો આંદોલનમાં ઉમટ્યા હતા અને SPG સમાજના રંગે રંગાયું છે, આંદોલન એ રાજકિય રીતે રંગાયું છે. SPGની એક હાકલથી લાખો લોકો જોડાતા હોય તો પાટીદાર આંદોલન સમયે જેમના કેસ થયા તેમની જવાબદારી પણ લેવી પડે. અત્યારે SPGની જવાબદારી બને છે કે શહીદ યુવાનોના પરિવારોને ન્યાય અપાવવો.

પાટીદાર અનામત આંદોલન સમાજનું આંદોલન હતું

લાલજી પટેલે કહ્યું કે, સરકારે કહ્યું તમામ કેસો પરત લઇશું અને શહીદ થયેલા યુવાનોના પરિવારના સભ્યોને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપીશું. આ વાત 2017ની ચૂંટણીમાં પણ કહેતા હતા અને હવે 2022ની ચૂંટણી પહેલા પણ આ વાત થઇ રહી છે.આ મુદ્દાને લઈને અમે ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અને સરકારને રજૂઆત કરીશું. ત્યારબાદ પણ અમારા મુદ્દા પણ ક્લિયર નહીં થાય અને અન્ય કોઈ રાજકીય પક્ષ અમારા મુદ્દા ક્લિયર કરવાની જવાબદારી લેશે તેનું અમે ખુલ્લેઆમ સમર્થન કરીશું. આંદોલનની તાકાત બતાવી હવે અમે વોટની તાકાત બતાવીશું. પાટીદાર અનામત આંદોલન સમાજનું આંદોલન હતું, આ આંદોલનમાં સુવર્ણ સમાજ અને લાખો યુવાનો અમારી સાથે જોડાયા એટલે સરકારે લાભ આપ્યો.

હાર્દિક પટેલનો રાજકીય પાર્ટીમાં જોડાવું તે તેનો સ્વતંત્ર નિર્ણય

જ્યારે લાલજી પટેલે હાર્દિક પટેલ બાબતે કહ્યું કે, રાજકીય પાર્ટીમાં જોડાવું તે તેનો સ્વતંત્ર નિર્ણય છે. પાટીદાર સમાજ જેટલો પ્રેમ કોઈ પાર્ટીમાં મળશે નહીં એક પાર્ટીનો તેમનો અનુભવ થયો જ છે.ચૂંટણી લડવા બાબતે લાલજી પટેલે કહ્યું કે, 28 વર્ષની અંદર ઘણા બધા તાલુકા, જિલ્લા , વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ગઈ પણ એ ચૂંટણી લડી નથી . લાલજી પટેલ કોઈ પાર્ટીનો સભ્ય નહીં બને. મારા ભાઈઓને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય.

g clip-path="url(#clip0_868_265)">