AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: કલોલની સઇજ GIDCમાં લાગેલી આગ હજુ બેકાબૂ, ફાયર બ્રિગેડની 12 ટીમ કામે લાગી

Gandhinagar: કલોલની સઇજ GIDCમાં લાગેલી આગ હજુ બેકાબૂ, ફાયર બ્રિગેડની 12 ટીમ કામે લાગી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 10:41 PM
Share

કંપનીની અંદર રાખેલા સોલ્વન્ટ બેરલના કારણે આગ વધુ વિકરાળ બની છે. આગને કાબુમાં લેવા ફાયર રોબોટ અને JCBનો ઉપયોગ પણ લેવામાં આવ્યો છે.

ગાંધીનગર (Gandhinagar) ના કલોલ (Kalol) ની સઇજ GIDCમાં આવેલી બ્રિચ કેમ પ્રાઇવેટ લિમિટેડમાં લાગેલી ભીષણ આગ હજુ બેકાબૂ છે. કડી, માણસા, વિજાપુર, ગાંધીનગર અને અમદાવાદ (Ahmedabad) સહિતની 12 ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા કામે લાગી છે. કંપનીની અંદર રાખેલા સોલ્વન્ટ બેરલના કારણે આગ વધુ વિકરાળ બની છે. આગને કાબુમાં લેવા ફાયર રોબોટ અને JCBનો ઉપયોગ પણ લેવામાં આવ્યો છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર, TDO સહિતના કર્મચારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આગ ક્યાં કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.  ભીષણ આગને કાબુ કરવા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. કલોલ, કડી, વિજાપુર, માણસા, ઇફકો ઓએનજીસી, ગાંધીનગર, અમદાવાદ સહિતના ફાયર ફાઈટરો આગ ઓલવવા માટે પાણીનો મારો બોલાવી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ હાલ કલોલ ચીફ ઓફિસર, કલોલ મામલતદાર, TDO સહિતના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે.આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. કલોલના dysp, pi, psi સહિતના અન્ય પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા કંપનીની અંદર રાખેલા સોલ્વન્ટ બેરલને કારણે આગ વધુ વિકરાળ બની હતી. તમને જણાવી દઈએ કે, આગને કાબુમાં લેવા ફાયર રોબર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ JCB ને પણ કામે લગાડવામાં આવ્યા છે. આગથી મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Published on: May 22, 2022 02:29 PM
g clip-path="url(#clip0_868_265)">