ગુજરાતમાં ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આ તારીખે થશે જાહેર, વિદ્યાર્થી આ રીતે જોઈ શકશે પોતાનું RESULT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ 21મી મેના રોજ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ કરવામાં આવશે. વેબસાઈટ પર પરિણામ જોવા માટે આ રીતે વિદ્યાર્થીઓને લોગઈન કરવાનું રહેશે. આ પણ વાંચોઃ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયો શાંત, જાણો 19મેના રોજ છેલ્લાં તબક્કામાં કેટલાં રાજ્યોમાં કેટલી બેઠકો […]

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ 21મી મેના રોજ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ કરવામાં આવશે. વેબસાઈટ પર પરિણામ જોવા માટે આ રીતે વિદ્યાર્થીઓને લોગઈન કરવાનું રહેશે.
1:GSEBની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ 2: હોમપેજ પર જીએસઈબી એસએસસી પરિણામ 2019 લિંક પર ક્લિક કરો 3: ધો.10ના પરિણામ માટે રોલ નંબર અને જન્મ તારીખ જેવી આવશ્યક વિગતો દાખલ કરો 4: ધો.10નું પરિણામ તપાસવા માટે વિગતો સબમિટ કરો 5: પરિણાનની પ્રિન્ટ અને તેને ડાઉનલોડ પણ કરી શકશો
મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધો. 10ની અને 12ની પરિક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. ધો. 10ની પરીક્ષાઓ 7 માર્ચથી 19 માર્ચ સુધી યોજવામાં આવી હતી. આ વર્ષે ધો.10ની પરીક્ષામાં 7.5 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
