ખુશ ખબર : અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા રિવરફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી શરૂ

હવે કેસો ઓછા છે ત્યારે ફરી બોટીંગ ચાલુ કરવામા આવ્યું છે. કોવિડની ગાઇડ લાઇનનું પાલન થાય તેની તકેદારી રાખી રિવરફ્રન્ટના મુલાકાતીઓ બોટીંગની મજા માણી શકશે.

ખુશ ખબર : અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા રિવરફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી શરૂ
Good news Boating activity started at the riverfront as corona cases are declining in Ahmedabad (File Photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 09, 2021 | 3:57 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં ત્રણ મહિના બાદ ફરીથી રિવરફ્રન્ટ(Riverfront)ખાતે બોટીંગ(Boating) એક્ટિવિટી શરુ કરવામા આવી છે. કોરોનાના કેસમા વધારો થતા અન્ય એક્ટિવિટી સાથે બોટીંગ બંધ કરી દેવામા આવી હતી. જે હવે કેસો ઓછા છે ત્યારે ફરી બોટીંગ ચાલુ કરવામા આવ્યું છે. કોવિડની ગાઇડ લાઇનનું પાલન થાય તેની તકેદારી રાખી રિવરફ્રન્ટના મુલાકાતીઓ બોટીંગની મજા માણી શકશે.

આ ઉપરાંત  અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મેલ્ટીલેવલ પાર્કીંગ બનાવાની કામગીરી પુર જોશમા ચાલી રહી છે. જે આગામી ડિસેમ્બર સુધીમા તૈયાર કરી દેવામા આવશે. આ પાર્કીંગ બન્યા પછી ફ્લાવર ગાર્ડન – વોક વે બ્રીઝ તેમજ ઇવેન્ટ ગ્રાઉન્ડના મુલાકાતી ઓને રોડ ક્રોસ કરવાની જરુર પડશે નહી. તેઓ સીધા ફ્લાવર ગાર્ડન અને વોક વે બ્રીઝ તેમજ ઇવેન્ટ ગ્રાઉન્ડ પર આવી શકશે.

રીવરફ્રન્ટ પર વિવિધ જગ્યાએ પાર્કીંગ આપેલા છે. પરંતુ ફલાવર શો કે અન્ય કોઇ કાર્યક્રમ હોય ત્યારે પાર્કીંગની સમસ્યા સર્જાય છે. આ પાર્કીંગ બનતા તે સમસ્યા દુર થશે. એસવીપી હોસ્પિટલની પાછળના ભાગમાં 8710 ચો.મી. ક્ષેત્રફળના પ્લોટમાં એસવીપી મલ્ટિલેવલ પાર્કિગનું કામ શરૂ કરાયું હતુ.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પ્રોજેકટ નક્કી કરાયો ત્યારે રૂ.59,87,60,710 કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતુ. તે વખતે આ પ્રોજેક્ટને પૂર્ણ થવાની સંભવિત તારીખ. 5-9-2020 નક્કી કરવામાં આવી હતી. પણ કોરોનાને કારણે આ નિયત સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો ન હતો. ત્યારે ફરી આ પ્રોજેકટ હાથમાં લેવાયો છે.

આ પ્રોજેક્ટની વાત કરીએ તો

પ્લોટ એરિયા- 8710 ચો.મી.

બિલ્ટઅપ એરિયા અને 1800 ચો.મી.

1000 કાર પાર્ક કરી શકાશે

પાર્કીગની ક્યા કેટલી જગ્યા ખાલી છે તે દર્શાવતી ડીસપ્લે સીસ્ટમ

ઇલેક્ટ્રીક વાહનો ચાર્જ કરી શકાય તેવી વ્યવસ્થા

આ પણ વાંચો : Tokyo Olympics 2020: નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમ આજે ભારત પહોંચશે, સ્વાગત માટે શાનદાર તૈયારી

આ પણ વાંચો :  IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">